કથા-સપ્તાહ - જાને-અંજાને (થોડી સી બેવફાઈ - 5)

હ...સબન્ડ! લૈલા પરણી ગઈ?

અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |  4  |  5


‘ઝાઝું ન વિચારો આરવ, અવનિને તેડાવો. આજે હું પરણીને લાઇફમાં સેટલ થઈ શકી હોઉં તો એ અવનિના પ્રતાપે.’

હેં. ભળતું જ સાંભળીને આરવ બઘવાયો, ‘મતલબ... તું અવનિને જાણે છે?’

‘આરવ, મારા પતિની હાજરીમાં તમે મારા ભૂતકાળ બાબત ખૂલી નથી શકતા એ તમારી સજ્જનતા છે, પરંતુ નિનાદ બધું જાણે છે. પણ લાગે છે કે હું અને અવનિ મળી ચૂકેલાં એની જાણ અવનિએ તમને નથી કરી લાગતી... તમને યાદ છે આરવ? મેં તમને બૅન્ગલોરમાં ફસાવ્યા, ચોથા મહિને મેં તમને ઘરના

લૅન્ડલાઇન-નંબર પર ફોન કરેલો? બસ, ત્યારે પૅરૅલલ કનેકશન પર અવનિ આપણી વાતો સાંભળી ગઈ...’

ઓ...હ ગૉડ. આરવ ફિક્કો પડ્યો.

€ € €

‘નો કૉલ્સ ઍટ હોમ લૈલા.’ આરવની નારાજગી સ્પષ્ટ હતી. ‘મેં તને સ્ટુડન્ટ જાણીને મદદ કરી, બૅન્ગલોરની સૂમસામ સડક પર રાત્રિના સુમારે મુસીબતમાં મુકાયેલી કન્યાને હૉસ્ટેલ પહોંચાડવાનો શુભ ઇરાદો હતો; પણ એ તો તારી મોડસ ઑપરેન્ડી હતી. ડ્રાઇવ દરમ્યાન ઘેનવાળી ટોફી ખવડાવી મને બેહોશ કરીને આપણી અણછાજતી તસવીરો લઈ લીધી એની કિંમત હું ચૂકવી રહ્યો છું, કેમ કે મારે અવનિના મારા પરના વિશ્વાસને કસોટીની એરણે નથી ચડાવવો; પણ હું દર મહિનાની વસૂલીથી કંટાળ્યો છું, લેટ્સ મીટ ઍન્ડ ક્લોઝ ધ ડીલ ફોરએવર!’

આરવે વાત પતાવી ત્યારે બીજા રૂમની પૅરૅલલ લાઇન પર સાંભળતી અવનિ સ્તબ્ધ હતી.

જે બન્યું એ સ્પષ્ટ હતું. આરવનો ક્યાંય વાંક નહોતો. છતાં તે બ્લૅકમેઇલિંગને વશ થતા હોય તો મારે ખાતર! અવનિ ગદ્ગદ થઈ.

€ € €

‘બીજું કોઈ હોત તો પતિને કહી બ્લૅકમેઇલરને ફાવવા ન દેવાનું પગલું લેત, પણ આ તો તમારી અવનિ!’ લૈલા ઝળહળી ઊઠી, ‘તમારા કૉલર તD પર મારો નંબર રજિસ્ટર થયો હતો. તમારા ઑફિસ નીકળ્યા બાદ અવનિએ મારો કૉન્ટૅક્ટ કર્યો...’ લૈલા સહેજ હાંફી ગઈ, ‘જે આજ સુધી કોઈએ જાણવાની તમા નહોતી રાખી એની પૂછપરછ અવનિએ કરી : કોઈ પણ યુવતી રાજીખુશીથી મરદોને સૂમસામ સડક પર ફસાવવાનું કામ નહીં જ કરતી હોય. એવા તે કેવા સંજોગ છે જે તને આવા કળણમાં ખૂંપવા મજબૂર કરે છે?’

ઓ...હ!

‘તેમની પૃચ્છામાં રહેલી હમદર્દીએ મારું આવરણ વીંધી નાખ્યું... વિધવા માની અસાધ્ય બીમારીની સારવારનો ખર્ચ, નાનાં બે ભાઈ-બહેનના ઉછેરની જવાબદારી...’ લૈલાની પાંપણ ભીની થઈ, ‘કોઈ પણ શરીફ યુવતીની જેમ મારું કૃત્ય મને ડંખતું. કોઈને ક્યારેય ન કહેવાયેલી મારી લાચારી મેં વહાવી દીધી. વાત ત્યાં પણ પૂરી ન થઈ.’

આરવ ટટ્ટાર થયો.

‘અવનિએ મને રૂબરૂ મળવા બોલાવી. તમારી ગેરહાજરીમાં, તમારા ઘરે, અહીં જ અમે મYયાં...’ લૈલા, ‘જેની સમક્ષ ફોન પર હૈયું હળવું કર્યું એ વ્યક્તિ રૂબરૂમાં હૈયે ચાંપવા જેવી મમતાળુ લાગી, વંદન કરવાનું મન થાય એવી સૂઝવાળી નીકળી... તમારા પેરન્ટ્સના નામે ચાલતા ટ્રસ્ટ તરફથી અવનિએ મારી માની સારવાર, ભાઈ-બહેનના ભણતરનો ખર્ચો ઉઠાવ્યો. મને અહીંના રીહૅબિલિટેશન સેન્ટરમાં નોકરીએ લગાડી પગભર કરી... ધન્ય એ નારી.’

ટ્રસ્ટનાં સખાવતી કામકાજ અવનિ સ્વતંત્રપણે નિભાવતી ખરી. મજબૂરીમાં બદનામ રસ્તે વળેલી યુવતી પોતાના પતિને બ્લૅકમેઇલ કરતી હોય ત્યારે પણ તેને રાહ ચીંધવા જેવું કામ અવનિ જ કરી શકે!

‘આજે મા તો નથી પણ ભાઈ-બહેનને હું સ્વાશ્રયના પાઠ ભણાવી શકું છું, નાનકડી ખોલીમાં અમે મહેનતનો રોટલો ખાઈએ છીએ એ બધાનાં હકદાર અવનિ છે.’ સમાપન કરતી લૈલાને સાંભર્યું, ‘અને હા, નિનાદ મને સેન્ટરમાં મળ્યા... પિતાના દેવાને કારણે માલની હેરાફેરી, ચોરીના છૂટકમૂટક કામો કરવાની ગિલ્ટ સરભર કરવા નિનાદ અઠવાડિયે એક વાર સેવા આપવા સેન્ટર આવતા. અમારો પરિચય પ્રેમમાં પરિણમ્યો.’

‘લૈલાએ મને સાચો રાહ ચીંધ્યો. દેવું ચૂકતે કરવા ક્યાં સુધી નાની-મોટી ચોરીચપાટી કરતા રહેશો, એક દૂષણ ખાતર બીજું દૂષણ અપનાવતા જશો? એટલે ઘર કાઢીને દેવું ચૂકવ્યું. ભાડાના રૂમમાં શિફ્ટ થયા પછી ક્યારેય બૂરાઈના માર્ગે જવાની જરૂર નથી પડી... આજે મારાં માબાપ ખુશ છે. પતિ-પત્ની મળીને એકમેકની જવાબદારી નિભાવી લઈશું.’

આ ખુમારીના મૂળમાં ક્યાંક અવનિ હતી. તેણે લૈલામાં પ્રગટાયેલી સમજદારી મશાલ આમ જ અજવાશ ફેલાવતી રહે!

‘નવી લાઇફમાં સેટ થયા પછી મેં જાણીને સંપર્ક નહોતો રાખ્યો એમાં મારી લડાઈ મારે ખુદ લડવાની ભાવના પણ ખરી... લગ્ન અમે સાદાઈથી કર્યાં, અવનિના આશિષ તો અમારે લેવાના જ હોય! હવે તો તેને તેડાવો.’

એવો જ આરવ ઊભો થયો.

‘ક્યાં જાઓ છો?’

‘અવનિને તેડવા.’

€ € €

‘ક્યાં છે અવનિ?’ આરવના ઊંચા સાદે મહાદેવભાઈ-નયનાબહેન થોડાં ડઘાયાં. કિચનમાંથી ડોકિયું કરતી અવનિને તે રૂમમાં તાણી ગયાં. આરવનો ઇરાદો તો અવનિનેય ન સમજાયો, ‘આ શું કરો છો આરવ? ઝઘડવું હોય તો આપણા ઘરે, અહીં તમારું સારું ન દેખાય.’

‘હજીયે તને મારા સારા દેખાવાની ચિંતા છે!’ અવનિનો હાથ પકડીને આરવે પોતાના ગાલે તમાચા માર્યા, ‘મને ફટકારવાની ઇચ્છા નથી થતી?’

‘આરવ...’ અવનિ તેના ગાલ ચૂમી રહી, ‘આમને માત્ર પ્યારનો હક છે.’ પછી આરવને પલંગે દોર્યો, ‘બેસો. કહો, એકદમ શું થયું?’

‘ઘરે લૈલા આવી છે અવનિ.’

લૈ...લા. અવનિએ હોઠ કરડ્યો. ફસ્ર્ટ ઍનિવર્સરીના ચાર માસ અગાઉ પતિને બ્લૅકમેઇલ કરતી યુવતીને સારા માર્ગે વાળીને પોતે સુખસફરમાં આવેલા એ સ્પીડબ્રેકરને વિસરી ગયેલી, પણ હવે...

‘તું બધું જાણતી હતી અવનિ તોય મને ભનક ન વર્તાવા દીધી.’

‘તમારો આમાં કોઈ વાંક જ નહોતો આરવ...’

‘વાંક તો તારો પણ ક્યાં હતો અવનિ માનો હાર ચોરાયો એમાં?’ આરવે ડોક ધુણાવી, ‘લૈલાના ગિલ્ટથી મેં તને અંધારામાં રાખી, હું નિરાવૃત ન થઈ શક્યો અવનિ એ છેતરામણી નથી?

મારી એ થોડી સી બેવફાઈને વિસરીને હું કયા મોઢે તને મૂલવવા બેઠો! મને તો હક જ નહોતો.’

‘તમને તો મારા પ્રાણ લેવાનો પણ હક...’

‘ઓહ... કઈ માટીની બની છે

અવનિ તું!’

‘મારો ઘાટ તમે ઘડ્યો છે આરવ... લૈલાનું બ્લૅકમેઇલિંગ તમે મારાથી છુપાવ્યું, પણ શું કામ? જેથી મને તકલીફ ન પહોંચે, દામ્પત્યનું સુખ નંદવાય નહીં...’

‘હવે મને સમજાય છે અવનિ...’ આરવે ડોક ધુણાવી, ‘માનો હાર ગુમ થયાનું જાણીને મને પીડા ન થાય કેવળ એટલા માટે તેં આ કર્યું. એના બદલામાં મેં તને કેટલું દુખ આપ્યું! અવનિ, તોય તેં કદી મને મારી બેવફાઈ યાદ ન અપાવી?’

‘દામ્પત્યમાં આવા હિસાબ નથી હોતા આરવ. બિનશરતી હોય એ પ્રણય, બિનહિસાબી હોય એ સહજીવન. આપણે તો બસ બેઉનો સમન્વય જ કરવાનો છે.’ મધુર મલકીને અવનિએ આરવની પાંપણે બાઝેલાં અશ્રુ લૂછ્યાં, ‘દામ્પત્યમાં આવરણ ન હોય એ સાચું, એમ ક્યારેક સામાના સુખ ખાતર મહોરું ઓઢી રાખીએ એ થોડી સી બેવફાઈ નહીં, સવાઈ વફા છે! હવે જરા હસો તો મારા જીવને ટાઢક થાય.’

જોકે હસવાને બદલે આરવ ગંભીર બન્યો, ‘અવનિ, એક નવો જ ફણગો ફૂટ્યો છે.’ લૈલાના પતિ નિનાદની ચોરીચપાટીનો ઉલ્લેખ કરીને આરવે ઉમેર્યું, ‘તું તો જાણે છે કે આપણા હૉલમાં આપણો-શ્રાવણી-અશ્મિતનો ફોટો છે. અહીં આવવા નીકળ્યો ત્યારે નિનાદે મને પૂછી લીધું : અશ્મિત તમારા સંબંધી છે? તેમના માટે એક કામ હું કરી ચૂક્યો છું.’

અવનિના દિમાગમાં કડાકો બોલ્યો.

‘હા અવનિ...’ આરવે ઊંડો શ્વાસ લીધો, ‘ગુજરાત મેલમાં શ્રાવણીના પર્સની તફડંચી અશ્મિતે નિનાદ પાસે કરાવી હતી.’

હે ભગવાન! અવનિ ફિક્કી પડી. ત્યારે શ્રાવણીના ઘરે...

€ € €

‘તમે જે શોધો છો એ અહીં છે.’ શ્રાવણીના હાથમાં સરદારજીના વેશની દાઢી-મૂછ-પાઘડી લટકતી જોઈને અશ્મિતને જાણે લકવો લાગી ગયો.

‘શું થયું સરદાર બિશનસિંહજી?’

અશ્મિતને તમ્મર આવ્યાં. શ્રાવણી મારી બનાવટ આ હદે જાણી ગઈ!

‘એના મૂળમાં હતો તમારો પ્રશ્ન - મારવાડી શેઠે તમને હાર વેચ્યો? આના અનુસંધાનમાં તમે ઉપજાવેલો ફેસબુકવાળો જવાબ મને ત્યારે જ ફાલતુ લાગ્યો હતો... તમે સાચે જ ફેસબુક પર જોયું હોત તો પહેલાં મને જાણ કરત કે જો, અવનિના હારનો પત્તો મળી ગયો! તમારા ખુલાસાએ મને ઊંડા ઊતરવા પ્રેરી. હું બે દહાડા અગાઉ મારવાડી શેઠને મળી. હાર વેચવા અને પછી લેવા સરદાર બિશનસિંહ આવ્યા હોવાનું જાણીને હું થોડી ગૂંચવાઈ, પણ આજે તમારું કબાટ ફંફોસતા આ પુરાવા હાથમાં આવ્યા પછી શક રહેતો નથી કે નેકલેસની ચોરી તમે પ્લાન કરી... હાઉ કૂડ યુ? હું આરવની હેલ્પ લેવાથીયે વારતી રહી ને છતાં તે... ’ હાંફતી શ્રાવણીએ અશ્મિતની છાતીએ મુક્કા વીંઝ્યા, ‘હવે મને સમજાય છે. અવનિ પાસેથી હું ઘરેણાં લાવું એ માટે તમે કા...મક્રીડાના મોહથી ભોળવી. ઓહ અશ્મિત, ત્યાર પછીની એક રાત્રિ હું શરીરસુખ ન માણી શકી તોય તમે પથ્થર જેવા રહ્યા? અરે, અવનિ-આરવ વચ્ચે રિસામણું થયું છતાં તમને એકરારની ફરજ ન સાંભરી!’

શ્રાવણીનું અંતર વલોવાતું હતું, ‘તમે આપણા દામ્પત્યને, આરવ-અવનિ સાથેના મૈત્રીસંબંધને દાવ પર મૂકી દીધો. વફાદારી માત્ર જિસ્મથી નથી નિભાવાતી હોતી અશ્મિત. લાગણીમાં, મૂલ્યોમાં છેતરપિંડી પણ લગ્નજીવનમાં બેવફાઈ ગણાય છે...’

‘જાણું છું શ્રાવણી, મારા કૃત્યને થોડી સી બેવફાઈમાં ખપાવાય એવું નથી... મેં તને સુખી કરવા આ બધું કર્યું એવો દંભ નહીં આચરું, પણ એટલું તો સાચું કે વેપારમાં રોકેલી રકમ પાછી મળતાં પહેલાં મારે એ નેકલેસ ખરીદી

અવનિ-આરવનું ઋણ ઉતારવું હતું. મારી એ નીયતમાં વિશ્વાસ રાખીને મને ક્ષમા નહીં તો એક તક આપજે તારે લાયક બનવાની!’ અશ્મિત રડી પડ્યો, ‘ફરી આવું નહીં થાય.. ’

તેના પસ્તાવામાં વર્તાતી સચ્ચાઈએ કંઈક સાંધ્યું, શ્રાવણીનું તૂટેલું હૈયું.

‘અશ્મિત, તમે સવારના ભૂલા પડેલા સાંજે આવ્યા તોય એક કામ હજી રહે છે - ના, હાર પરત કરવાનું તો ખરું જ...’

‘હા શ્રાવણી...’ અશ્મિતે ડોક ધુણાવી, ‘આરવ-અવનિની માફી યા સજા વિના મને જંપ નહીં વળે.’

શ્રાવણીએ પતિના આત્માને સ્વચ્છ થતો અનુભવ્યો. પીડા ન રહી. તેણે પતિને છાતીસરસો ચાંપ્યો ને બેઉની આંખોમાંથી અશ્રુધારા વહી રહી!

€ € €

હવે? મારવાડી શેઠવાળો સંદર્ભ હવે ખૂલે છે. અશ્મિતે આ શું કર્યું? શ્રાવણીને જાણ થશે તો...

‘આઇ ઍમ સૉરી, નિનાદે સચ કહેવા જેવું નહોતું.’

ધમધમ કરતા આવેલા જમાઈરાજ દીકરીને લઈને ઉતાવળે નીકળી ગયા, પણ હસતા મોંએ ગયા એની માવતરને રાહત. તેમને અંદેશો અપાય પણ કેમ! ઘરે આવીને લૈલા-નિનાદને સરખી મુબારકબાદ પણ ન દેવાઈ અવનિથી. અશ્મિતે નિનાદ પાસે ચોરાવેલો હાર અવનિનો જ છે જાણીને લૈલા-નિનાદ પણ હેબતાયાં.

‘અશ્મિતે જે કર્યું તેની મહત્વાકાંક્ષાને પોષવા કર્યું, શ્રાવણીને એની ગંધ સુધ્ધાં ન જ હોય અને હવે આપણે જાણીએ છીએ એની ગંધ અશ્મિત યા શ્રાવણીને આવવા દેવાની નથી.’ આરવનો નિર્ણય ઝળક્યો, ‘હારના સાટામાં મારી માએ પણ સંબંધ જાળવવાને જ મહત્વ આપ્યું હોત.’ ‘અમને આજે સમજાય છે - તમે બેઉ અદ્્ભુત અનન્ય કેમ છો!’ લૈલા-નિનાદ ટહુક્યાં, ‘તમારું દામ્પત્ય અમારા માટે માર્ગદર્શક રહેશે.’

€ € €

તેમના ગયાના કલાકમાં અશ્મિત-શ્રાવણી આવ્યાં.

‘મારે એક કબૂલાત કરવાની છે.’ અશ્મિતે કહેતાં આરવ-અવનિની નજરો મળી છૂટી પડી.

€ € €

‘...આ લો તમારો નેકલેસ. હવે બસ, મને ઘટતી સજા કરો.’ હાથ જોડીને અશ્મિત રડી પડ્યો. વીત્યાં વરસોમાં પત્નીની હાલતે, તેણે વેંઢારેલી ગિલ્ટ બાબતમાં સચ્ચાઈ વર્તાણી.

‘અશ્મિત...’ આરવે તેનાં આંસુ લૂછ્યાં, ગળે વળગાડ્યો. ‘સ્નેહમાં સજા ન હોય, માફી ન હોય. તને ભૂલ સમજાઈ એ ઘણું. બાકી મને તો ગર્વ છે કે મારી માની નિશાની સમો હાર તને તારું ડ્રીમ અચીવ કરવામાં મદદરૂપ નીવડ્યો.’

આરવ-અવનિએ વર્તાવા ન દીધું કે અમને તારા કૃત્યની જાણ થઈ ચૂકેલી!

શી જરૂર?

‘શ્રાવણી, તું આનું સ્મરણ પણ રાખશે તો એ મને નહીં ગમે.’

‘ઓહ જીજુ!’ શ્રાવણી આરવને વળગી પડી.

‘તેં ઘણું વેઠ્યું શ્રાવણી, બધું ભૂલીને નવી શરૂઆત માંડો...’ અવનિથી ન રહેવાયું, ‘આપણી ફ્રેન્ડશિપ નવી પેઢીમાં આગળ વધારવી હોય તો...’

લજાતી અવનિએ આપેલા મા બનવાના ખુશખબરે આરવ ઊછળ્યો, શ્રાવણી-અશ્મિતમાં એ દૌરને

ઝડપવાની ઝંખના પડઘાઈ ને પછી બેય દામ્પત્યમાં સુખ જ સુખ રહ્યું એ ઉમેરવાની જરૂર ખરી?

(સમાપ્ત)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK