કથા-સપ્તાહ - જાને-અંજાને (થોડી સી બેવફાઈ - 2)

અને સોમની સાંજે જવાની વેળા આવી પહોંચી.


અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |


વેપારના કામે આરવને મહિને ચાર-છ દહાડાનું ટૂરિંગ રહેતું. અવનિને આરવથી છૂટાં પડવું ગમતું નહીં, આરવ પણ પરાણે મક્કમ રહેતો.

‘લવ યુ!’ આરવે અવનિને ચુંબન ભર્યું, ‘બાકીનું આવ્યા પછી!’ કાનમાં ગણગણી તે નીકળ્યો. અવનિ રોમરોમ મહોરી ઊઠી.

€ € €

‘આ...હ’ શ્રાવણી ચિત્કારી ઊઠી. અશ્મિતની પ્રણયક્રીડા આજે પૂરબહારમાં વર્તાઈ. આટલો આવેગ, આવો આવેશ્ા!

‘એમાં વાંક તારા આ સંગેમરમર જેવા બદનનો છે.’ કામચેષ્ટામાં વિરામ લઈ અશ્મિતે સામા મિરર તરફ આંગળી ચીંધી. પોતાનું નિરાવૃત બદન નિહાળી શ્રાવણી લજાઈ. 

‘વાંક તારાં આ પુષ્ટ અંગોનો છે....’ બદન પર ફરતો અશ્મિતનો હાથ શ્રાવણીને જુદા જ પ્રદેશમાં તાણી ગયો.‘મારું ચાલે તો તારા તનના કણ-કણને હીરામાણેકથી છલકાવી દઉં. તારી આ ગ્રીવા પર હીરાનો હાર હોય તો...’ ગરદનના નેકલેસથી પગની પાયલ સુધીનાં ઘરેણા ગણાવી એ અંગોને ધમરોળવાની અશ્મિતની નાજુક ચેષ્ટાઓ આક્રમક બની શ્રાવણીને મદહોશ કરતી રહી.

€ € €

વહેલી સવારના અલાર્મે શ્રાવણીની નીંદ તૂટી. બેઠા થઈ અંગડાઈ લેતાં નજર સામા અરીસા પર ખોડાઈ. હાથ અનાયાસે ગરદન પર જઈ ચડ્યો - મારી ડોક પર હીરાનો હાર હોય તો!

ખરેખર ગઈ રાતે મારી ગ્રીવા પર હીરામઢ્યો હાર હોત તો અશ્મિતના ઉશ્કેરાટમાં હજીયે વધુ ઘોડાપૂર ઊમટ્યું હોતને! મારા આ ઉન્નત ઉરોજો પર ટેકવાતો નેકલેસ અશ્મિતને પાગલ કરી દે કે બીજું કંઈ! ઓહ, એ પાગલપણ માણવું તો જોઈએ! અશ્મિતના બળકટ પૌરુષના પરાકાષ્ઠા રૂપની કલ્પના શ્રાવણીને ચટકા ભરવા લાગી. ઓહ, આનો અનુભવ તો મારે લેવો જ છે!

જૂઠી ચમકવાળા ઘરેણામાં એ મજા નહીં આવે અને સાચા હીરાનાં ઘરેણાં તો અવનિ પાસે હોય.

અવનિ.

€ € €

‘લે, તને જોઈએ એ જ્વેલરી લઈ જા... સાસરાના પ્રસંગમાં તારો વટ પડી જવો જોઈએ!’

અવનિએ માસ્ટર બેડરૂમના કબાટમાં જડેલી તિજોરી ખોલી આપી. નાનાં હતાં ત્યારે એકબીજાનાં ફ્રૉક એક્સચેન્જ કરતાં. મોટાં થયા પછી ડ્રેસ, સાડી, ઈવન મધર્સની જ્વેલરીઝ પણ. લગ્ન પછી એ જ હકથી શ્રાવણી આવી ચડી એ અવનિને તો ખૂબ ગમ્યું.

‘આયેમ ટેકિંગ ધિસ વન!’

શ્રાવણીએ પસંદ કરેલું ઘરેણું જોઈ અવનિ મલકી પડી- આ તો અમારો ખાનદાની નેકલેસ!

શ્રાવણીએ એને છાતી પર ટેકવી મિરર જોયો. આનાથી પ્રસંગમાં તો મારો મોભો વર્તાશે જ, રાતે મારા બદન પર કેવળ આ હાર જોઈ અશ્મિત ભુરાટો બને કે નહીં! શ્રાવણી ઝળહળી ઊઠી - નેકલેસમાંના હીરલા જેવું જ.

€ € €

‘સો યુ બૉરો ધિસ!’ સાંજે આવેલો અશ્મિત નેકલેસ ભાળી ખીલી ઊઠ્યો.

‘હું અવનિનું ઘરેણું લઉં એ બૉરો કરેલું ન કહેવાય, સખીઓનો વાટકી-વહેવાર કહેવાય.’ શ્રાવણીએ અશ્મિતના ગાલ પર આંગળી રમાડી, ‘હાર સાથેના મારા રૂપને વધાવવા તૈયાર રહેજો.’

અશ્મિતની સીટી સરી ગઈ. પછી ડોક ધુણાવી, ‘તું પૅકિંગ શરૂ કર, હું અગત્યનો કૉલ પતાવીને આવ્યો. ’

€ € €

મંગળની રાત્રે પોણાઅગિયારે ગુજરાત મેલે મુંબઈ સેન્ટ્રલથી યાત્રા આરંભી ત્યારે અશ્મિત-શ્રાવણી થþી ટિયર કોચની તેમની સામસામી લોઅર બર્થ પર થાળે પડી ચૂકેલાં.

‘સવાસાતે બરોડા આવશે... અલાર્મ મૂક્યું છેને? અને..’ 

અશ્મિતનો અધ્યાહાર સમજાતો હોય એમ શ્રાવણીએ ઇશારાથી જવાબ વાળ્યો: ચિંતા ન કરો. અવનિની જોખમી જણસ મારા ઓશીકા નીચે દબાવેલા પર્સમાં જ છે.

બોરીવલી જતાં સુધીમાં તો તેમની આંખો ઘેરાવા માંડી.

€ € €

રાતના બે. વલસાડ સ્ટેશન. આખો ડબ્બો જંપી ગયો છે, સર્વત્ર ઘેરો અંધકાર પ્રવર્તે છે. નીંદમાં ડૂબેલી શ્રાવણીએ કશી હિલચાલ અનુભવી. શ્રમપૂર્વક તેણે પાંપણ ફરકાવી. કોઈ પોતાના પર ઝળૂંબી રહ્યું છે કે શું?

ઝાટકાભેર તેની આંખો ખૂલી એવી જ એક વ્યક્તિ તેના તકિયા નીચેથી પર્સ લઈને ભાગી.

‘ચો...ર’ શ્રાવણીની ચીસ ફૂટી એવો જ અશ્મિત ઊછળ્યો.

‘કોઈ મારું પર્સ લઈને ભાગ્યું અશ્મિત.’ શ્રાવણીનું વાક્ય પતે એ પહેલાં તો અશ્મિત કૂદકો મારી ચોરની પાછળ ભાગ્યો... પણ વ્યર્થ!

શ્રાવણીની ચીસાચીસે મોટા ભાગના પ્રવાસીઓ જાગી ગયા. ટ્રેનને દસ મિનિટ ઊભી પણ રખાવી, વલસાડ સ્ટેશન પર અલર્ટ જાહેર થઈ; પણ થોડી વારે અશ્મિત

પાછો ફર્યો ત્યારે તેનું પડેલું મુખ જોઈને જ શ્રાવણી પામી ગઈ કે ચોર ઝડપાયો નથી!

‘બદમાશ ક્યાં વંજો માપી ગયો ખબર ન પડી.’

‘મને તો લાગે છે કે ચોરટો મુંબઈથી આપણી સાથે હશે, થþૂ ટ્રેન છે એટલે કોઈ બીજા ડબ્બામાંથીય આવ્યો હોય. આંટોફેરો કરી કયો સામાન ચોરાય એમ છે એની ચકાસણી પણ કરી લીધી હશે. લગેજ-લિફ્ટર બહુ પાવરધા હોય.’ ડબ્બામાં વાતો ચાલી.

‘મારો તો જીવ ચૂંથાય છે, અશ્મિત પર્સ ન મYયું તો હું અવનિને શું મોં દેખાડીશ!’

જવાબમાં શ્રાવણીને સંભળાય એવો નિ:શ્વાસ જ નાખી શક્યો અશ્મિત!

€ € €

‘પહેલાં તો તું શાંત થા, શ્રાવણી. આરવ જાણશે તો પણ એ જ કહેવાના કે નેકલેસ તારાં અશ્રુથી વધારે કીમતી નથી.’

અવનિની સાંત્વનાએ તો શ્રાવણીનાં હીબકાં વધ્યાં.

પતિ-પત્ની વલસાડ જ ઊતરી ગયેલાં. રેલવેમાં ફરિયાદ નોંધાવી. બપોર સુધી કોઈ ક્લુ મળશે એની રાહ જોઈ, પરંતુ નાનકડા સ્ટેશન પર ઘ્ઘ્વ્સ્ની સવલત પણ નહોતી. ટ્રેનના કોઈ પૅસેન્જરે જર્ની ટૂંકાવી હોય એવું નહોતું એનો અર્થ જ એ કે આ કામ પંકાયેલા લગેજ-લિફ્ટરનું જ...

‘આવા કિસ્સામાં હજારે એકાદની જણસ પાછી મળતી હોય છે.’ આડકતરી રીતે તપાસ અધિકારીએ કરી દીધું કે તમારો ૩ કરોડનો હાર મળશે જ એવી આશા ન રાખશો!

સાંભYયું ત્યારથી શ્રાવણીનો જીવ ચૂંથાય છે. લગ્નમાં જવાનો ઉમંગ ન રહ્યો, બેઉ મુંબઈ પાછાં ફર્યાં. ઘટના જાણી અવનિએ શ્રાવણીને માંડ સ્વસ્થ કરી. પરાણે સાસરે લગ્નમાંય મોકલી, પણ તેના અંતરમાં તો ચીરો પડ્યો જ.

ગમે તેમ તોય મમ્મીએ આપેલો ખાનદાની હાર... એના ગુમ થયાનું જાણી ન જાણે આરવ કેવી પ્રતિક્રિયા આપશે!

€ € €

અવનિના જીવને જંપ નથી.

લગ્ન પછી શ્રાવણી પહેલી વાર ઘરેણાં લેવા આવી. તેને ઇનકાર હોય જ નહીં, એમ ટ્રેનમાંથી ઘરેણું ચોરાયું એમાં તેનો પણ શું દોષ! તેને બિચારીને એવો અંદેશો પણ હોત તો ઓછી નેકલેસ લઈ જાત!

અશ્મિતે સાચું ધારેલું. જ્વેલરીનો ઇન્શ્યૉરન્સ તો છે જ એટલે નેકલેસ ચોરાવામાં આર્થિક નુકસાન નથી, પણ આ નેકલેસ સાથે તો અમારું ભાવનાત્મક જોડાણ. ખાનદાની જણસ, માની અંતિમ ભેટ, મારા ગૃહપ્રવેશનું શુકન! નેકલેસ તો અમૂલ્ય થયો. એના ગુમ થવાનું દર્દ હું તો વીસરી નહીં જ શકું. એના ચોરાયાની જાણ આરવને કયા મોંએ કરું! બીજું કોઈ પણ, નેકલેસથીય કીમતી ઘરેણું ચોરાયું હોત તો બેધડક કબૂલી લેત. આરવને એ ક્ષમ્ય ગણાત, પણ માની નિશાની માટે દીકરો પઝેસિવ હોવાનો જ. મા હયાત નથી ત્યારે તો તેમની ભેટનું મહત્વ અદકેરું બન્યું ગણાય. ખબર જાણી આરવ ભડકી ઊઠે એ સાવ સહજ ગણાય - તંે મારી માની નિશાનીનું આવું ધ્યાન રાખ્યું? શ્રાવણી તો ગમે તે માગે, તેને કઈ વસ્તુ ધરવાનો વિવેક તારામાં તો હોવો જોઈએને! અરે, આરવ એવુંય કહી જાય કે

મારા બદલે તારી માની નિશાની હોત તો તેં આમ રમત-રમતમાં દઈ દીધી હોત ખરી?

નહીં, આરવ આવું ચાહીને તો બોલે જ નહીં, પણ ચોરીના આઘાતના પ્રત્યાઘાતમાં કડવાં વેણ સરી જાય એ સ્વાભાવિક છે. આરવ વઢીને ઊભરો કાઢી નાખે તો ખમી લેવાય, પણ કંઈ જ નહીં બોલી જાતને પીંજશે તો એ કેમ સહન થાય! આરવ મને વઢે કે ન વઢે, આનું દર્દ તો તેમને રહેવાનું જ... મારા નિમિત્તે આરવ દુ:ખી થાય એ તો થવા જ કેમ દેવાય!

અંહ, મારે આનો કોઈ તોડ કાઢવો રહ્યો. આરવ નૈરોબીથી પાછા ફરે એ પહેલાં!

€ € €

કમિંગ હોમ!

નૈરોબીના અઠવાડિયાના રોકાણ પછી મુંબઈના પ્લેનમાં બેસતા જ ઘરે જવાની ઉતાવળ વળ ખાવા લાગી. વ્યાપારિક ટૂર સફળ રહી હતી, પણ એની ખુશી માણવાને બદલે આરવ તો અવનિને મળવાના રોમાંચથી તરબતર થઈ ગયો. અવનિ તેનો શ્વાસપ્રાણ હતી.

‘તમે પરણેલા છોને! તમારી વાઇફને જો જાણ થાય કે... ’

ભૂતકાળમાંથી આવતા અવાજે સહમી ઊઠ્યો આરવ. સીટ પર માથું ઢાYયું કે તે ઝબકી : લૈલા!

આજથી આશરે સાત મહિના અગાઉની વાત... બંધ આંખે આરવ વાગોળી રહ્યો -

બિઝનેસના કામે આરવ બૅન્ગલોર આવ્યો હતો. ત્રણ દિવસનું રોકાણ હતું. અલગ- અલગ પાર્ટીઓ જોડે ડીલિંગ કરવાનું હતું એટલે તેણે લક્ઝુરિયસ કાર હાય૨ કરી રાખેલી. સેલ્ફ-ડ્રાઇવિંગ તેને ગમતું. બુધની બીજી રાત્રે ક્લાયન્ટની ટીમ સાથે ડિનર પતાવી આરવ ઉતારાની હોટલે પરત થઈ રહ્યો હતો. ઊગતા શિયાળાની રઢિયાળી રાત્રે કારના ખુલ્લા કાચમાંથી વીંઝાતો પવન ખુમાર પ્રેરતો લાગ્યો. ઍરપોર્ટ નજીક હોટેલ ‘ઍમ્બૅસૅડર’ હજી અડધો-પોણો કલાક જેટલી દૂર છે અને રાત્રે અગિયારના સુમારે શહેરથી દૂર થતી સડક સૂમસામ ભાસે છે.

અને આરવ ચમક્યો.

લગભગ રસ્તાની વચ્ચે આવી એક યુવતી હાથ લંબાવી ‘હેલ્પ’નો સાદ પાડી રહી છે. આરવનો પગ બ્રેક પર દબાયો.

કાર ઊભી રહી એવી જ તે ડ્રાઇવિંગ સીટ તરફની ખુલ્લી બારીએ ડોકાઈ, ‘સર, પ્લીઝ હેલ્પ...’ વીસ-બાવીસની જણાતી યુવતી રૂપાળી હતી. તેના નમણા મુખ પર પરેશાની વર્તાઈ. ચૂડીદાર પર ચડાવેલો સફેદ કોટ સૂચવે છે કે તે મેડિકલ શાખા સાથે સંકળાયેલી હોવી જોઈએ.

‘જી, હું લૈલા. મેડિકલ સ્ટુડન્ટ છું. ઍરપોર્ટ રોડ પર અમારી કૉલેજ છે, હૉસ્ટેલ પણ કૅમ્પસમાં છે.’

યા, એ બાજુ મેડિકલ કૉલેજ છે ખરી... ઞ્ભ્લ્માં જોવા મળેલું ડાઇવર્ઝન આરવના ધ્યાનમાં હતું.

‘ફ્રેન્ડ્સ જોડે પાર્ટી કરવા સિટીમાં ગયેલી. પાછાં વળતાં મોપેડ ખોટકાયું.’ સડકને કોરાણે સ્ટૅન્ડ પર મૂકેલા કાઇનૅટિક તરફ આંગળી ચીંધી લૈલાએ આજીજી કરી, ‘પ્લીઝ સર, મને હૉસ્ટેલ પહોંચતી કરો. ઑલરેડી લેટ થઈ ચૂકી છું, અહીં વિરાનામાં ડ...ર લાગે છે.’

એવું લાગ્યું જાણે તે હમણાં ધ્રુસકાભેર રડી પડશે.

‘ઓકે ફાઇન. હૅવ અ સીટ.’

તે દોડીને બાજુમાં ગોઠવાઈ. કાર આગળ ચાલી.

‘થૅન્કસ હં.’ તેણે એપ્રનના ગજવામાંથી સેલફોન કાઢ્યો. ‘મોબાઇલની બૅટરી પણ ખરા

વખતે ઊતરી ગઈ. નહીંતર હૉસ્ટેલથી મદદ મંગાવત...’

‘મારો ફોન આપું? કોઈ જોડે વાત કરવી છે?’ 

‘ના, ના. થોડી વારમાં પહોંચવાનાં જને.’ તે મલકી, ‘તમે કાર બહુ તેજ ચલાવો છો. ફૅમિલીમાં કોઈ નથી?’

કારની ગતિ વધુપડતી નહોતી જ છતાં તેની ટકોર મલકાવી ગઈ, ‘મારી વાઇફ છેને. અવનિ.’

પત્નીના ઉલ્લેખે સુરખી પ્રસરી ગઈ આરવના ચહેરા પર.

‘તો તમારે યાદ રાખવું જોઈએ કે થ્રિલ કિલ્સ, યુ નો.’

સ્પીડ કન્ટ્રોલ કરવાનો તેનો મતલબ સમજાતો હોય એમ આરવ મલક્યો, ‘ડૉક્ટર સાથે હોય પછી મરવાની ચિંતા કાણ કરે?’

‘હું હજી થર્ડ યરમાં છું, ડૉક્ટર નથી થઈ.’ લૈલાએ સુધારો કર્યો. મોબાઇલ પાછો ઍપ્રનના ગજવામાં મૂકતાં જાણે ચૉકલેટ હાથ લાગી, ‘પ્લીઝ હૅવ ધિસ. હોમમેડ છે, મારી સખીની મમ્મી બહુત બઢિયા ટૉફી બનાતી હૈ.. હું તો હૉસ્ટેલ માટે ખોબો ભરીને લાવી છું; મોપેડની ડિકીમાં છે. આ તમે લઈ લો.’ ï

તેણે જ રૅપર કાઢી ચૉકલેટનો ગોળો ધરતાં આરવથી ઇનકાર ન થયો.

... અને ચૉકલેટ ચગળ્યાની ચોથી મિનિટે આંખો ઘેરાવા લાગી. પછી...

ઊંડો શ્વાસ લઈ આરવે પરાકાષ્ઠા વાગોળી.

(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK