કથા-સપ્તાહ - હમ લોગ (મુખવટાની દુનિયા - 4)

આ શું થઈ ગયું? અર્જુનના પ્રાઇવેટ અપાર્ટમેન્ટમાં છૂટા પડ્યાના કલાકમાં તો અણધારી ઘટના ઘટી ગઈ!અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |  4  |  5 


માલવિકા સ્તબ્ધ છે.

અર્જુન-કામ્યાથી છૂટા પડી પોતે સર્વસ્વટ ગુમાવીને આવી હોય એમ સીધી રૂમમાં જઈને પલંગ પર પડતું મૂક્યું હતું.

બબ્બે વરસથી ચાલતી અમારી કામલીલા આજે ઝડપાઈ ગઈ! કેવળ આટલું બન્યું હોત તો ગમ નહોતો. પત્નીના દબાણે અર્જુન ફરી મળવાની અસમર્થતા દર્શાવે એનોય વાંધો ન હોત, તે નહીં તો તેનો ભાઈ બીજો! અમારા રિલેશનમાં પ્રણય, લાગણી ક્યાં હતાં? ઉષ્માના સ્થાને કેવળ ઉત્તેજનાનો સંબંધ હતો. કામ્યાએ એના પર ઠંડું પાણી રેડવા પૂરતી બીના હોત તો એના પર ઝાઝું વિચારવાનુંય ન હોત... પણ કામ્યાએ અમારું સ્ખલન કૅમેરામાં ઝડપ્યું એ ખતરનાક નીવડી શકે.

ના, કામ્યા કંઈ એનું ગામગજવણું ન કરે. આખરે તે પણ ઇન્ડસ્ટ્રીની રસમ પ્રમાણે પોતાનો ફાયદો પ્રથમ જોનારી સ્ત્રી છે. ક્યાંક સબૂતનો સોદો તેણે આબાદ સાથે કર્યો‍ તો... નૅચરલી, મારા નિમિત્તે અર્જુને તેને અંધારામાં રાખી એથી છટપટાતી કામ્યાને આવું કરવામાં બદલો વસૂલ્યાનું સુખ સાંપડે! કામ્યા ધારે તો શુંનું શું કરી શકે! સંવનનનું સબૂત ઝડપીને કામ્યાએ મારાં કાંડાં કાપી નાખ્યાં, તેની કઠપૂતળી બની રહેવાની હું? અને આ બધું આબાદથી ક્યાં સુધી ગુપ્ત રહી શકે?

અરેરેરે. હૃદયનો અજંપો વધ્યો, પેટમાં આંતરડાં વળ ખાવા લાગ્યાં.

નહીં. આબાદ સુધી મારી નબળી કડી પહોંચે એ પહેલાં મારે તેમની કોઈ નબળાઈ હાથ કરી લેવી ઘટે...

માલવિકા ટટ્ટાર થઈ. યસ, ધૅટ્્સ ધ વેપન! મારા સ્ખલન બાબત આબાદ મને ભીંસમાં લેવા માગે ત્યારે તેમની

નબળાઈના પુરાવા રજૂ કરીને હું દોષનો છેદ ઉડાવી શકું...

માલવિકાએ છાતીમાં જુસ્સો ભર્યો‍. છાંટણાં જેવું વરસતા આદમીની કમજોરી જાતીય ભૂખ તો ન જ હોય... અરે, આબાદની નબળી કડી તો એ જ હોય - સટ્ટો!

પોતાની સટ્ટાની લતનો આબાદને ફક્ર છે, પણ એ આદતમાં જોકે કમજોર કડી જેવું શું છે? આબાદની સટ્ટાની ખાસિયત છૂપી ક્યાં છે?

વળી નિરાશ થતી માલવિકાની કીકીમાં સળવાટ અંજાયો : છે, એક ચીજ છે જે આબાદના સટ્ટાખોર મિજાજને ભારે પડી શકે!

આબાદની બ્લૅક ડાયરી. માલવિકા હાંફી ગઈ.

આબાદ સટ્ટાના દરેક સોદાને તેમની આ પર્સનલ ડાયરીમાં ટપકાવે છે, બુકીઓનાં નામથી માંડીને કોણ-કોણ સટ્ટામાં કેવી રીતે સંકળાયું છે એની વિગત આલેખવાની આબાદની ટેવ છે. એમાં થોડુંઘણું કોડ-લૅન્ગ્વેજમાં પણ હોઈ શકે. બટ અધર ધેન ધૅટ, સટ્ટાના ગેરકાનૂની ધંધાના પાકા પુરાવા જેવી ડાયરી આબાદને ધાર્યો નાચ નચાવવા પૂરતી થઈ રહે, યસ!

અલબત્ત, પોતાની ગુપ્ત ડાયરીનો ફોડ આબાદે કદી મારી સમક્ષ પણ નથી પાડ્યો... એક-બે વાર અડધી રાત્રે ઊઠી ત્યારે રીડિંગરૂમમાં તેમને નોંધ ટપકાવતા ભાળી નજીક જઈને નજર નાખતાં ભેદ ખૂલ્યો હતો. આબાદના કબાટની તિજોરીમાં સલામત રહેલી જણસ હાથવગી રાખી હોય તો ડાયરી પોલીસમાં દઈ દેવાની ધમકીથી આબાદ કહ્યાગરા કંથની જેમ મને આધીન થઈ જાય કે નહીં!

આબાદની ડાયરી કાયમનું મારણ છે, મારે એને કબજે કરવી ઘટે... પછી આબાદ તરફથી હું હંમેશ માટે નિશ્ચિંત. કામ્યા ગમે એટલા ધમપછાડા કરી લે; મિસિસ આબાદ ખાન તરીકેનો મારો રૂત્બો, મારું સ્થાન એનાથી અભડાવાનું નહીં; બીજું બધું માર્યા ફરે, હું કૅર્સ!

ખુમારી છવાઈ. પોતે કારણ વિના સ્ટ્રેસ લેતી રહી એવું જાતને સમજાવે છે કે સેલફોન રણક્યો હતો. સામેથી બિનીતા પૂછતી હતી : તેં કંઈ સાંભળ્યું? પૂછીને તેણે જ ફોડ પાડ્યો : અર્જુન-કામ્યાની કારને અકસ્માત નડ્યો!

હેં!

‘વાત તો એવી છે કે વાંક કાર

હંકારતી કામ્યાનો હતો. ટ્રક ધડાકાભેર કાર સાથે અથડાઈ એમાં...’ બિનીતાએ ખચકાટભેર ઉમેર્યું, ‘કામ્યા ઘટનાસ્થળ પર જ મૃત્યુ પામી...’

ન હોય! માલવિકા માની ન શકી. જેના દ્વારા બ્લૅકમેઇલ થવાની ધાસ્તી હતી તે સ્ત્રી જ ન રહી? તેણે અમને જોયા શું ને જાણ્યા શું? મને-અર્જુનને કઠપૂતળી જેવા બનાવવા માગતી બાઈની ડોર ઈfવરે જ ખેંચી લીધી?

અકસ્માતમાં અર્જુન સાથે ન હોત તો પોતે એવુંય માનવા પ્રેરાત કે આમાં ક્યાંક તેનો હાથ તો નથીને... ભલેને આવું કંઈક ન કરવા માટે કામ્યાએ અમને ધમકાવ્યા હોય, પતિ આપો ગુમાવીને બ્લૅકમેઇલ કરતી પત્નીનું કાસળ કાઢવા પ્રેરાય એ સાવ શક્ય છે! પણ એ માટે બાજી ગોઠવવાનો વખત જ ક્યાં આપ્યો કુદરતે?

‘માલવિકા...’ બિનીતાનો ધþૂજતો અવાજ સંભળાયો, ‘અર્જુન પણ ગંભીરપણે ઘાયલ થયો છે. કદાચ જ બચે.’

નહીં, મારા અર્જુનને કંઈ નહીં

થાય - આવો કોઈ જ ભાવ માલવિકામાં ઉદ્ભવ્યો નહીં. કામ્યાએ ભલે એવું જણાવ્યું કે શરીરસંબંધથી બંધાયેલી બે વ્યક્તિનાં મન ક્યાંક મળ્યાં જ હોય, મને તો ખબર સાંભળીને આ બિનીતા જેટલીયે અરેરાટી નથી થતી!

અને ખરેખર, બીજે દહાડે આબાદ ભેગી તે અર્જુનની ખબર કાઢવાના વહેવારે હૉસ્પિટલ પહોંચી ત્યારે આંખમાં માફકસરનું પાણી મીડિયાને બતાવવા પૂરતું હતું. બાકી કાળજું તો કોરુંધાકોર જ રહ્યું.

સ્ટાર કપલને નડેલો અકસ્માત નૅશનલ ન્યુઝ બની ગયેલા. સેલિબ્રિટીઝ માટે તો આ ન્યુઝમાં રહેવાનો અવસર હતો. આંખે ગૉગલ્સ ચડાવી, મોંઘી કારમાંથી ગંભીર મુદ્રાએ ઊતરીને હૉસ્પિટલનાં પગથિયાં ચડતા દેખાય, અંદર મીડિયાની ગેરહાજરીમાં રિલૅક્સ થઈ જાય. એકાદે તો વ્યંગ પણ કર્યો : મિયાં-બીબી કાર મેં કૉન્ડોમ કી ઍડ તો નહીં કર રહે થેના!

અને વળી ઠાવકા ચહેરે બહાર આવીને મીડિયાને મળવાનું ન ચૂકે : અર્જુન ઇઝ અ બ્રેવ મૅન. નેક્સ્ટ મન્થ મારી નવી મૂવી આવે છે એ માટે તે કેટલો ઉત્સાહી હતો. લેટ્સ પ્રે કે જીવનમરણનો જંગ તે જીતી જાય!

બીજાના દુ:ખમાં પણ પોતાની પબ્લિસિટી કરવાનું ન ચૂકે એવી છે આ ગ્લૅમરર્વલ્ડની દંભી દુનિયા. આમાં અચરજ ન હોય, બિસ્તર પર છેલ્લા શ્વાસ લેતો અર્જુન તેમની જગ્યાએ હોત તો તેનુંય આવું જ રીઍક્શન હોત...

નીકળતાં પહેલાં માલવિકાએ અછડતી નજર અર્જુન પર ફેંકી. તેનું અદ્ભુત જિસ્મ અãગ્નમાં મળી જશે?

વેલ, ધેટ્સ લાઇફ! માલવિકાએ ખભા ઉલાળ્યા અને નજર ફેરવી લીધી.

બહાર નીકળતાં તેણે પતિનો હાથ પકડી લીધો. જાણે દુ:ખદ ઘટનાથી પોતે ભાંગી પડી છે એવું મીડિયામાં દર્શાવવા.

‘મારા માટે કામ્યા બ્યુટીનું સિમ્બૉલ હતી...’ માલવિકાએ સાદ ગળગળો કર્યો‍, ‘વી વર ફૅમિલી-ફ્રેન્ડ્સ. અર્જુન ઇઝ લાઇક બ્રધર ફૉર મી... પ્લીઝ, પ્લીઝ, પ્રે ફૉર હિમ...’

મેકઅપ ન બગડે એનું ધ્યાન રાખીને તેણે અશ્રુ સાયાર઼્. પછી ‘એક્સક્યુઝ અસ’ કહીને દંપતી ત્યાંથી નીકળી ગયું.

‘અર્જુન વધુ નહીં ખેંચે...’ ડ્રાઇવરે કાર હૉસ્પિટલના પ્રાંગણમાંથી બહાર કાઢી એ પછી પાછળ પત્ની સાથે ગોઠવાયેલા આબાદે કહ્યું, ‘પતિ-પત્નીનું ફ્યુનરલ સાથે કાઢવાની વાતો ચાલે છે. કામ્યાનાં પિયરિયાં બધું મૅનેજ કરશે.’

વૉટ એવર! મારા માટે તો આ સુખાંત છે!

રિલૅક્સ થતી માલવિકાની નજર દૂર પ્રેસ રિપોર્ટર્સના ટોળામાં ઊભેલા કૅમેરામૅન તરફ ગઈ ને કમરમાં સટાકો બોલ્યો.

કૅમેરા! અર્જુન-કામ્યા તો ઊકલી ગયાં-જવાનાં, પણ મારી-અર્જુનની કામક્રીડા જેમાં ઝડપાઈ એ કૅમેરા ક્યાં? એ કોઈના હાથમાં ગયો તો... માલવિકાના કપાળે પ્રસ્વેદ ફૂટી આવ્યો. ડેમ ઇટ. કૅમેરા કેમ મારા ધ્યાન બહાર રહ્યો? અને હવે એને ક્યાં શોધવો?

ઘડી પહેલાં છુટકારાનો શ્વાસ માણતી માલવિકાને થયું, મારા માથે તો હજી તલવાર લટકતી જ છે! હવે?

€ € €

બપોરે અર્જુને દેહ છોડ્યો, સાંજે

પતિ-પત્નીની ભવ્ય સ્મશાનયાત્રા નીકળી. મીડિયાને કવરેજનો મસાલો મળી ગયો. ઘણી સેલિબ્રિટીઝે ફ્યુનરલ અટેન્ડ કર્યું એમાં કામ્યાના ઘરનાને માલવિકા બહુ હેલ્પફુલ, કન્સન્ર્ડ લાગી. બપોરની ઘરે આવી ગયેલી તેણે શોકના પ્રસંગમાં કર્તાહર્તા જેવા કામ્યાના કઝિનને સમજાવ્યું હતું : ફ્યુનરલ ટ્રકમાં બેઉના ફોટો પણ મૂકવા પડશે, ધેર બેસ્ટ ફોટોગ્રાફ્સ. હું જ એ પસંદ કરીશ... કહીને સ્ટાર હોવાના સહેજે ગુમાન વિના તેણે અર્જુન-કામ્યાના કબાટ સહિત ઘણું કંઈ ફંફોસી કાઢ્યું હતું.

‘આઇ થિન્ક, કામ્યા પાસે ઇમ્ર્પોટેડ કૅમેરા પણ હતો. એમાં કોઈ પિક્ચર્સ રહ્યાં હોય...’ માલવિકાએ પૂછ્યું, પણ એવો કોઈ કૅમેરા મળ્યો નહીં. ના, અકસ્માત પછી કારમાંથી પણ નહીં!

ત્યારે જોકે નિરાશ બનેલી માલવિકાએ બીજી સાંજે મલબાર હિલના અપાર્ટમેન્ટમાંય આંટોફેરો કરી લીધો.

અહીં જ અમે રંગેહાથ ઝડપાયેલાં... આવી કોઈ સ્મૃતિ વાગોળવામાં તેને રસ નહોતો. ફટાફટ તપાસ કરીને તે નીકળી ગઈ : કૅમેરા અહીં પણ નહોતો...

- આનો સાર એટલો જ નીકળે કે અકસ્માત થયો ને કામ્યા-અર્જુનને હૉસ્પિટલ પહોંચાડાયાં એ દરમ્યાન ભેગા થયેલા ટોળામાંથી કોઈકે મોંઘો કૅમેરા તફડાવી દીધો!

માલવિકા છટપટી. કૅમેરાનું કોકડું આ કેવું ગૂંચવાયું! ના, ના... મારે તો એવી જ પ્રાર્થના કરવાની કે ઍક્સિડન્ટમાં કામ્યાની જેમ કૅમેરા પણ કચડાઈ ચૂક્યો હોય!

બીજું થઈ પણ શું શકે?

€ € €

મારે આ કૅમેરાનું શું કરવું? લજ્જાને સમજાતું નથી.

ગયા અઠવાડિયે પોતાની નજર સામે અકસ્માત થયો, પોતે બચાવમાં પહેલી દોડી ત્યારે સહજપણે રસ્તા પર પડેલો કૅમેરા ઉઠાવી અડધા બહાર ફંગોળાયેલા અર્જુનની પલ્સ ચકાસવા દોડી ગઈ હતી હું...

લજ્જા જોકે તેને ફિલ્મસ્ટાર તરીકે ઓળખી નહોતી શકી. ટોળામાં પ્રર્વતતા થયેલા ગણગણાટે સ્ટારકપલની ઓળખ સાંપડી. જોકે ડૉક્ટર માટે બધા પેશન્ટ સરખા. ઍમ્બ્યુલન્સ અર્જુન-કામ્યાને લઈને ગયા પછી લજ્જા ઘરે જવા નીકળી. ઠેઠ ઘરે પહોંચ્યા પછી ખ્યાલ આવ્યો કે તેમનો કૅમેરા તો મારી પાસે જ રહી ગયો!

મા-ભાઈને અકસ્માતની વાતો કહી. ટીવી પર એનાં બુલેટિન શરૂ થયાં. એ બધું જોતાં સુધાબહેન-મિતાંગ સૂતાં. ત્યાર બાદ લજ્જાએ કૅમેરા નિહાળ્યો હતો.

જે દેખાયું એ ચોંકાવી દેનારું હતું. તારીખ-સમય સાથે રેકૉર્ડ થયેલા ફોટો-વિડિયો સ્પષ્ટ સૂચવતા હતા કે મૃત્યુના માંડ કલાક પહેલાં કામ્યાએ પતિને પરસ્ત્રી માલવિકા - ધૅટ આઇટમ-ગર્લ - સાથે ઝડપ્યો હતો!

લજ્જાને પોતાને ફિલ્મોનો ખાસ ક્રેઝ નહીં. લતાનાં ગીતો તેની ફુરસદનાં સાથી, છતાં અર્જુન-માલવિકા જેવા સ્ટાર્સને જોયેથી તો જાણતી જ હોયને. તેમની વચ્ચેનો આડો સંબંધ ગૉસિપમાં ક્યારેય ચર્ચાતો જોવા મળ્યો નથી...

તે માલવિકાને બીજે દહાડે ટીવી પર ‘અર્જુન મારા ભાઈ જેવો હતો’નું ગાણું ગાતી જોઈને સમસમી ગઈ હતી લજ્જા. આ તે કેવી નફટાઈ! મીડિયામાં કૅમેરા દઈને તેને ખુલ્લી પાડી દઉં?

એથી તને શું મળવાનું લજ્જા?

ભીતર સળવળાટ સર્જાયો. એના કરતાં કૅમેરા માલવિકાને સોંપે તો બદલામાં તે તું માગે એ આપશે - તમારું સઘળું દેવું ચૂકતે થઈ જાય એટલું તો ખરું જ!

ઝળહળી ઊઠતી લજ્જા બીજી પળે ઝંખવાઈ : નહીં, આ તો બ્લૅકમેઇલિંગ થયું કહેવાય. કોઈની પણ મજબૂરીનો લાભ ઉઠાવીને મારી મજબૂરીનો છેદ ઉડાવવા જેવું મારાથી કેમ થાય?

ભીતરના દ્વંદ્વે આ અઠવાડિયામાં લજ્જાને પીંજી મૂકી છે. બુદ્ધિ તક ઝડપવા કહે છે : ચારિhયની એબ ધરાવતી સ્ત્રી પાસે તેના રહસ્યની કિંમત વસૂલવામાં કશું ખોટું નથી, એ બહાને પિતાની સ્મૃતિઓથી ભર્યુંભાદર્યું આ ઘર વેચવાનો યોગ ટળે એ પૂરતું નથી? ઈfવર તને આ રીતે મદદ કરવા માગતો હશે લજ્જા, હવે ઝાઝું ન વિચાર!

ત્યાં સંસ્કાર આડા ઊતરતા : મારા પિતા નિમિત્તે થયેલું દેવું ચૂકવવા હું કોઈની મજબૂરીનો લાભ લઉં તો મારામાં ને માલવિકામાં ફેર શું? મારા પપ્પાએ મને ખુમારીનો ગુણ શીખવ્યો છે, તેમની શીખને લાંછન કેમ લગાવું? નહીં, મારાથી એ ન બને!

અને તે અટકી જતી. મા-ભાઈને આની ભનક ર્વતાવા નથી દીધી. દેવું ચૂકવવા માટે ફ્લૅટ વેચવા બાબત દલાલ સાથે વાતચીત પણ આરંભી છે, પોતાના કબાટમાં રહેલા કૅમેરાનું શું કરવું એ પછી વિચારાશે...

‘જો તો લજ્જા, તને કોણ મળવા આવ્યું છે.’

આજે, કૉલેજથી ઘરે પહોંચતાં માએ કહ્યું. પપ્પાના વતનથી આવેલી આધેડ વયની વ્યક્તિને લજ્જા સહેજ અચરજથી નિહાળી રહી. ધીરે-ધીરે ઓળખનો સળવળાટ થયો : પપ્પાના ગામના પરિચિત ધીરુકાકા તો નહીં!

આ એક મુલાકાત પછી લજ્જાને કૅમેરાની જરૂર રહેવાની નહોતી!

€ € €

આના ત્રીજા દહાડે માલવિકાનો ફોન રણક્યો...

‘નમસ્કાર મૅડમ, હું લજ્જા. મારે આપને મળવું છે.’

જરૂર કોઈ ફૅન હશે. જાણે ક્યાંથી ચાહકો સ્ટાર્સના મોબાઇલ-નંબર પણ મેળવી લેતા હોય છે! પણ એમ એક ફોનમાં હું મળવા તૈયાર થાઉં તો મારી સ્ટારવૅલ્યુ શું રહે? ઇનકાર ફરમાવવા જતી માલવિકાના કાનમાં સીસું જેવું પડ્યું, ‘મારી પાસે કામ્યાનો કૅમેરા છે.’

ખલાસ!

(આવતી કાલે સમાપ્ત)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK