કથા-સપ્તાહ - હમ લોગ (મુખવટાની દુનિયા - 3)

મલબાર હિલના એક માળના પ્રાઇવેટ અપાર્ટમેન્ટમાં પ્રવેશતાં જ માલવિકા અર્જુનને વળગી, ‘બહુ અધીરાઈ હતી? કમ સૂનના ત્રણ-ત્રણ મેસેજિસ...’અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |  4  |બબ્બે વરસથી અર્જુન જેવા પુરુષને પોતે બંધાણી જેવો બનાવી રાખ્યો છે એ હકીકત માલવિકામાં ક્યારેક ગુરૂર પ્રેરતી. બિનીતા સિવાય કોઈને આની ભનક નથી એથી ગુમાન બેવડાતું.

‘શું કરું, તારું સ્મરણ થાય પછી સ્વયં પર કાબૂ નથી રહેતો.’ અર્જુને હૉલમાં જ કામચેષ્ટા શરૂ કરી દીધી.

€ € €

જીવન કેવું બદલાઈ ગયું!

ચર્ની રોડના ઘરથી સંધ્યાટાણે શાકપાંદડું લેવા નીકળેલી લજ્જા નિરુદ્દેશ થોડું ભટકીને થાકી હોય એમ ઉપવનના બાંકડે ગોઠવાઈ.

ઘરના મોભી જેવા મારા પપ્પા હતા ત્યાં સુધી ઘરમાં કેવો કિલ્લોલ રહેતો... બે બેડરૂમનો ફ્લૅટ અમારું સ્વર્ગ હતો. મને કે મારા નાના ભાઈ મિતાંગને પપ્પા-મમ્મીએ કદી કોઈ કમી વર્તાવા નહોતી દીધી. વહાલની તો જરાય નહીં. તેમણે શીખવેલાં મૂલ્યોએ અમારો આત્મવિશ્વાસ પાંગર્યો. ગયા વરસે મને મેરિટ પર મેડિસિનમાં ઍડ્મિશન મળ્યું ત્યારે હરખઘેલાં બનેલાં પપ્પા-મમ્મીના આર્શીવાદમાં પણ શીખ હતી : ડૉક્ટર થઈને દીનદુ:ખીની સેવા કરજે દીકરી, એ જ તારો ધર્મ.

કેટલું સુરેખ હતું જીવન. જોકે પછી સુખ નજરાતું હોય એમ પપ્પાને અસાધ્ય બીમારી વળગી. તેમની સારવારમાં મૂડી ઘસાતી ગઈ. આઠ-દસ લાખ રૂપિયાનું દેવું થયું અને એ છતાં પપ્પા જ ન રહ્યા એ ખોટ કેમ પુરાશે?

લજ્જાની પાંપણે ઝળઝળિયાં બાઝ્યાં. પિતાના દેહાંતને હજી મહિનો થયો, મા-નાના ભાઈને જાળવવાની જવાબદારીમાં પોતે સરખો શોક પણ દાખવી નથી શકતી. છેલ્લા દિવસોમાં પપ્પા કહેતા : મારી દીકરી વહેલી ડૉક્ટર થઈ હોત તો જરૂર મને સાજો કરી નાખ્યો હોત!

કાશ આવું બન્યું હોત!

પોતે રડી પડતી તો પપ્પા માથે હાથ ફેરવીને સમજાવતા : તું ભાંગી ન પડતી લજ્જા, મારા વિનાની સુધાને તું જ જાળવી શકીશ. મિતાંગની મોટી બહેન, તારે હવે તેના પપ્પા પણ બની રહેવાનું છે... મને ખાતરી છે કે મારી દીકરી કોઈ કસોટીમાં ઊણી ઊતરે એમ નથી!

દિવાકરભાઈની વાણી લજ્જાને મક્કમ કરતી જતી. ના, આર્થિક બોજનો અણસાર પણ પિતાને આપવાનો ન હોય.. પપ્પા નહીં જ બચે એ જાણ્યું ત્યારથી મા બેહાલ છે, મિતાંગ હેબત ખાઈ ગયો છે. આવામાં લજ્જા તું હચમચી તો બધું પડી ભાંગવાનું! જવાબદારીની સભાનતાએ લજ્જા ટકી ગઈ, ‘પપ્પા, તમે નચિંત મને જજો.’ અંત ઘડીએ આવું કહેવાની હામ લજ્જા જ દાખવી શકે, ‘હું છું.’

એ જ સંતોષભેર દિવાકરભાઈએ આંખો મીંચી હતી...

લજ્જાએ મા-ભાઈને સંભાળી જાણ્યાં. ક્રિયાપાણી નિપટાવ્યા પછી મોં ફાડતા દેવાનો પ્રશ્ન વિકરાળ હતો. ટ્્વેલ્થના વેકેશનથી દિવાકરભાઈએ દીકરીને પોતાના રોકાણ, ઘરખર્ચના બજેટ જેવી બાબતોથી ટ્રેઇન કરવા માંડેલી. એ અનુભવ પણ સાદ પૂરતો હતો કે દેવું ચૂકતે કરવા ઘર વેચ્યા વિના કોઈ આરો નથી! બે બેડરૂમ-હૉલ-કિચનનો ફ્લૅટ વેચીને વન બેડરૂમ-હૉલ-કિચનમાં જતા રહીએ તો વધેલી મૂડીમાંથી દેવું ચૂકવીને થોડીઘણી ફિક્સ થઈ શકે...

- પણ જે ઘરમાં પપ્પાનાં અઢળક સુખ-સ્મરણો હોય એ છોડવું કેમ? હું જ એ માટે તૈયાર ન હોઉં તો માને કયા શબ્દોમાં કહું!

જોકે આજે નહીં તો કાલે, મારે આ પગલું લીધા વિના છૂટકો નથી! સિવાય કે કોઈ ચમત્કાર થાય...

લજ્જાએ આભમાં દૃષ્ટિ ટેકવી. જોકે ઉપ૨વાળો ખરેખર ચમત્કાર કરી શકતો હોત તો મારા પપ્પાને જ ન બચાવી જાણ્યા હોત?

પિતાની વિદાયથી ઈfવર પર નારાજ રહેતી લજ્જાને ક્યાં ખબર હતી કે થોડી જ મિનિટો પછી કંઈક એવું બનવાનું જે તેને મૂડીપતિ બનાવી શકે એમ હતું!

€ € €

માલવિકાની હરકતોએ અર્જુન સિસકારી ઊઠ્યો.

- અને ધડામ સાથે રૂમનો દરવાજો ખૂલ્યો. ધડાધડ કૅમેરાની ફ્લૅશલાઇટ ઝબૂકવા માંડી.

‘ડોન્ટ સ્ટૉપ. કન્ટિન્યુ યૉર ઍક્ટ.’

ફ્લૅશથી અંજાયેલાં, ડઘાયેલાં અર્જુન-માલવિકા જાણીતા અવાજથી થરથર્યાં : કા...મ્યા! તે અહીં ક્યાંથી?

€ € €

સમથિંગ ઇઝ રૉન્ગ!

પતિમાં આવેલું પરિવર્તન પત્નીથી ઝાઝો સમય છૂપું રહી શકતું નથી. ના, કારર્કિદી ખાતર અર્જુન કોઈનું પણ પડખું સેવે એમાં કામ્યાને વાંધો નહોતો... એટલે તો અર્જુન સ્ખલન અને એમાંથી મળનારો ફાયદો છુપાવતો નહીં.

પણ દામ્પત્યનાં બીજાં સુખોમાં કામ્યાએ થોડોઘણો બદલાવ અનુભવ્યો. બાળક માટે મારી ટ્રીટમેન્ટ ચાલે છે એનો અર્જુનને ખ્યાલ છે. ડૉક્ટર સાથેની સિટિંગમાં હંમેશાં તે હાજર હોય એ સંભવ ન જ હોય, પણ હમણાં તો તેને આ વિશે પૂછવાનું પણ જાણે યાદ નથી રહેતું. યા પૂછશે તો ઉપરછલ્લું. સુથારનું ચિત્ત બાવળિયે. અર્જુનનું ચિત્ત પરસ્ત્રીમાં ચોંટ્યું છે?

વચમાં દેહમિલનની ઉત્કટ ક્ષણોમાં તે ‘કામ્યા, યુ લુક લવલી’ને બદલે માલવિકાનું નામ બોલ્યો કે મને એવો ભ્રમ થયો? ઇફ્તાર પાર્ટીમાં માલવિકા મને બાળક બાબત પૂછતી’તી એ સૂચક નથી?

કામ્યાની પત્નીસહજ ઇãન્દ્રય જાગી. અહં, આ શંકાનું સમાધાન તો કરવું રહ્યું! આવું કંઈક હોય તો અર્જુનની જાવકના હિસાબ પરથી અડસટ્ટો મળી શકે. પ્રિયતમાને ગિફ્ટ ધરવી સામાન્ય છે. એની કોઈ માહિતી તેના ક્રેડિટ કાર્ડની પેમેન્ટ ડીટેલ્સમાંથી મળી આવે... ખંતપૂર્વક કામ્યા મંડી પડી તો મલબાર હિલની ડીલ ધ્યાનમાં આવી. સમવન શ્યામલ મિસ્ત્રીના નામે ખરીદાયેલી પ્રૉપર્ટીનું પેમેન્ટ અસલમાં અર્જુને કર્યું છે? વાય! સ્ત્રીને બદલે અર્જુનને પુરુષ સાથે લફરું હશે!

ડેમ ઇટ.

€ € €

‘બસ, પંદર દહાડા અગાઉ મેં આ જાણ્યું. પછી મકાન પર નજર રાખી એમાં તમારું મિલન ઝડપાઈ ગયું!’

કામ્યા હાંફતી હતી. વસ્ત્રો ચડાવીને અપરાધીની જેમ બેઠેલાં અર્જુન-માલવિકાને સૂઝતું નહોતું કે હવે કરવું શું?

‘ફ્લૅટની ડુપ્લિકેટ ચાવી કઢાવીને પાકા પુરાવા ઝડપી લીધા...’ કામ્યાના સ્વરમાં ધાર આવી, ‘હવે મારો કૅમેરા લઈને પહોંચી જાઉં આબાદ પાસે?’

માલવિકા સૂકા પાંદડાની જેમ થથરી.

‘ડોન્ટ!’ તે કરગરી, ‘મને તારું ઘર ભાંગવામાં કોઈ રસ નથી. અમારી વચ્ચે કેવળ ફિઝિકલ રિલેશન છે, કોઈ ઇમોશનલ ઇન્વૉલ્વમેન્ટ નથી.’

‘ટ્રુ...’ અર્જુન.

બેઉ રંગેહાથ પકડાયાં એટલે જૂઠું બોલતાં હશે કે પછી ખરેખર આ સાચું હશે? વૉટ એવર, હવે બેઉએ વર્તવાનું મારી મરજી મુજબ એ મહત્વનું!

‘ટ્રુ મતલબ! હું તમને કયું સુખ નથી આપતી કે ફિઝિકલ પ્લેઝર્સ માણવા તારે પરસ્ત્રીનો સંગ કરવો પડે?’

કામ્યાના ધમધમાટ આવવામાં જ પુરવાર થઈ જાય છે કે તે જરાય જતું કરવાના મૂડમાં નથી! ICLના સટ્ટા દરમ્યાન કામ્યાની આબાદ સાથે ધરી રચાઈ છે. ગમે ત્યારે તે ભાંડો ફોડી દે તો? માલવિકાને આબાદને જાણ થવાની ફડક હતી, અર્જુનને થયું કે વીફરેલી કામ્યા મારી કારર્કિદીમાં રોડા નાખવા જેવું ન કરે તો સારું!

‘જરૂર માલવિકાને હતી. આબાદથી તેને સંતુષ્ટિ નથી.’ ભીંસમાં આવેલા અર્જુને કહી નાખ્યું.

‘ઓહો...’ કામ્યાના હોઠ વંકાયા, ‘ત્યારે તો આ રહસ્યનો મારે સોસાયટીમાં ઢંઢેરો પીટવો જોઈએ.’

‘નહીં...’ જીવ પર આવેલી માલવિકાએ કામ્યાના ગળામાં લટકતો કૅમેરા ખૂંચવવા તરાપ મારી, પણ કામ્યા સમયસર પાછળ હટતાં ગડથોલિયું ખાઈ ગઈ માલવિકા .

‘સંભાળ...’ અર્જુનથી બોલી જવાયું.

‘જોયું...’ કામ્યાને જાણે પુરાવો મળી ગયો, ‘શરીરના સંબંધથી જકડાયેલી બે વ્યક્તિનાં મન ક્યાંક તો મળેલાં જ હોય. ક્યારથી ચાલે છે આ ચક્કર?’

અર્જુન-માલવિકાની નજર મળી, છૂટી પડી. કામ્યાને કેમ મનાવવી? અરે, બધું સમજીને પણ તે નાસમજ ન બનવાની; પતિની બેવફાઈ આગળ ધરીને સંસારમાં પોતાનો હાથ ઉપર રાખવાની!

‘મૉરિશ્યસમાં અમારું શૂટ હતું ત્યારથી...’ અર્જુને કહેવું પડ્યું.

પતિ બે વરસથી આંખોમાં ધૂળ નાખતો હોવાનું જાણીને કામ્યા સમસમી ગઈ. કોઈ પણ જાતના ફાયદા વિના માલવિકાને ઑબ્લાઇઝ કરવાનો અર્થ એ કે આમાં અર્જુનનેય એટલી જ મોજ આવતી હશે! માલવિકા છેય નખરાળીને. સ્વાર્થ વિના, માત્ર માલવિકા પર પરમાર્થ કાજે આવું મોટું ઇન્વેસ્ટમેન્ટ કરવાની

શી જરૂર, હેં? અહં, આવાં લફરાં

ચલાવી ન લેવાય. આ મેલજોલ પર આજથી જ ફુલસ્ટૉપ.

કામ્યાએ દમ ભીડ્યો, ‘તમારી રંગરેલીના પુરાવા આબાદ સુધી ન પહોંચાડવા હોય તો મારી કેટલીક શરત વિનાશરતે માનવી પડશે.’

‘તું કહે એ કબૂલ.’ માલવિકા થાકી ગઈ. પોતાનું તમામ સુખ આ બાઈને આધીન થઈ ગયું. તે ધારે ત્યારે મારા પગ નીચેની ધ૨તી સરકાવી શકે. એના કરતાં તેની સાથે ડીલ કરી લેવી બહેતર.

‘આજ પછી તમારી વચ્ચે નો રિલેશન. આ અપાર્ટમેન્ટ મારા નામે કરીને એનો મુખત્યાર પણ મને સોંપવામાં આવે અને મને હટાવવાનું વિચારતા હો તો તમારો ભાંડો ફોડવાની વ્યવસ્થા હું કરી જ ગઈ હોઈશ એટલું નક્કી માનજો.’

માલવિકાને થયું કે ટૂંકમાં પત્યું. અર્જુને ગણતરી મૂકી કે અપાર્ટમેન્ટ મેળવીને કામ્યા ફાવી ગઈ, હું ખોટમાં રહ્યો. કામ્યા પતિને સીધોદોર કરીને સૌતન જેવી માલવિકાથી પીછો છૂટ્યાની જીતના ખુમારમાં હતી.

‘મૅડમ, તમને ધક્કો મારીને બહાર કાઢવાં પડશે?’

લાચારીભર્યો નિ:શ્વાસ નાખીને માલવિકા નીકળી ગઈ ત્યારે જાણતી નહોતી કે અમારી આ આખરી મુલાકાત છે!

‘લેટ્સ ગો...’ અર્જુને કહેતાં કામ્યા તોફાની બની, ‘કેમ, માલવિકા સાથે અધૂરું રહેલું કામ મારી સાથે પૂરું નહીં કરે?’

અર્જુન અવઢવમાં કદમ આગળ વધ્યો કે...

‘સ્ટૉપ. પરસ્ત્રીથી ચોળાયેલા બિસ્તર પર હું હમબિસ્તર થતી હોઈશ! આ ઘરને મારે પવિત્ર કરવું પડશે. અત્યારે તો ચાલો આપણા ઘરે!’

પાછળ દોરાયા વિના અર્જુનનો છૂટકો હતો? ખુશ થતી કામ્યાને ક્યાં જાણ હતી કે માથે કાળ ભમી રહ્યો છે!

€ € €

ચાલો, અર્જુનની એક નબળી કડી તો મારા કબજામાં આવી!

મલબાર હિલથી નીકળેલી કામ્યા મનોવિહારમાં ઝૂમી રહી છે. પતિની બેવફાઈએ ખરેખર તો કાળજું ચીર્યું, પણ માલવિકાના ચક્કરમાં અર્જુન મારું પત્તું કાપે એ પહેલાં તેને જ ચેકમેટ કરવાનો પ્લાન કામિયાબ રહ્યો એ હરખ જેવોતેવો નહોતો.

બિચારો અર્જુન. કેવો પાંજરે પુરાયેલા સિંહ જેવો લાચાર દેખાય છે! હવે તને પાંજરાની બહાર આવવા દે એ બીજા!

મિસ્ટર આબાદ, તમારું નબળું પુરુષત્વ મને તો ફળ્યું!

અર્જુને તેની ગાડીમાં ઘરે આવવું હતું, પણ પોતે ઇનકાર ફરમાવ્યો : કેમ, મારી સાથે બેસતાં કીડી ચટકે છે? તારી કા૨ ડ્રાઇવર જોડે મગાવી દઈશું, બેસ મારી કારમાં.

ડિસિઝન પોતે લીધું, કારનું સ્ટીઅરિંગ મારા હાથમાં લઈને કદાચ મારે જતાવવું હતું કે આપણા સંસારની ડોર પણ હવે મારા હાથમાં છે!

‘કામ્યા...’

એકાએક અર્જુનની ચીસે કામ્યા ઝબકી, ભડકી... આમ મને ગભરાવીને અર્જુન પડખે મૂકેલો કૅમેરા ઝડપવા

માગે છે?

તેના ચિત્તમાં ઝબકેલો આ છેલ્લો વિચાર પૂરો પણ થાય એ પહેલાં જોરદાર ધડાકો થયો.

પોતાની ધૂનમાં કાર હંકારતી ક્ામ્યા સિગ્નલ ચૂકતાં જમણી તરફથી પૂરપાટ ધસી આવતી ટ્રક સીધી ડ્રાઇવિંગ-સીટ તરફ અથડાઈ.

શું થયું એ પૂરેપૂરું સમજાય, પ્રતિક્રિયામાં ચીસ ફૂટી ન ફૂટી ને એ પહેલાં ટ્રકનું બૉનેટ ડ્રાઇવિંગ-સીટ તરફ ધડાકા સાથે ઠોકાયું. કામ્યા કચડાઈ. ઘસડાતી કાર થોડે દૂર જઈ ઊલટી થઈને ફંગોળાઈ. બીજી તરફનો દરવાજો ખૂલતાં અર્જુન અડધો બહાર પટકાયો...

ગોઝારા અકસ્માતે જોતજોતામાં ટ્રાફિક-જૅમ થઈ ગયો. ટોળું જામ્યું એમાં અકસ્માત પછી પહેલી દોડી જનારી હતી લજ્જા! ઉપવનમાંથી નીકળીને ઘર તરફ જતી લજ્જાની નજર સામે ઍક્સિડન્ટ થયો. તેનામાં રહેલી મેડિકલ સ્ટુડન્ટ જાગી ઊઠી ને સબ્ઝીની થેલી ફગાવીને તે મદદ માટે દોડી ગઈ.

ઘાયલ અર્જુનના મોં આગળ પડેલો કૅમેરા તેણે સહજ૫ણે ઉઠાવ્યો. લજ્જાને ત્યારે જાણ નહોતી કે કૅમેરાના

વિડિયો-ફોટો ખૂલ જા સિમ સિમના ખજાના જેવા પુરવાર થઈ શકે એમ છે!

(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK