કથા-સપ્તાહ - હમ લોગ (મુખવટાની દુનિયા - 2)

સોમની સાંજે કોલાબાના પોતાના ઘરથી અર્જુનના મલબાર હિલના અપાર્ટમેન્ટ તરફ જતી માલવિકા વાગોળી રહી...અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |


આબાદને પ૨ણીને પોતે મીર મારવા જેવું કર્યું, પણ અતૃપ્ત કામ માલવિકાને છટપટાવી જતો. બિનીતાએ સખીદાવે દિશા ચીંધી હતી : આપણે મૉરિશ્યસમાં મારા સમ૨ કલેક્શનનું શૂટ ગોઠવીએ, એમાં તારો ફાયદો અર્જુનમાં!

‘અ...ર્જુન...’ માલવિકા ચમકી, ‘કોણ પેલો મૉડલ-ટન્ર્ડ-ફિલ્મસ્ટાર અર્જુન નાણાવટી?’

‘યસ માય બેબી. ઍઝ ઇટ ઇઝ સેઇડ, હી ઇઝ ધ અલ્ટિમેટ. યુ શુડ ટ્રાય હિમ.’

માલવિકા વિચારમાં પડી.

અઢાર-વીસની વયથી મૉડલિંગમાં ઝંપલાવનાર વિરારની ચાલીમાં રહેતા જુવાને બહુ ઝડપભેર પ્રગતિનાં સોપાન સર કરીને મહાનગરની માયાવી દુનિયામાં પોતાનું સ્થાન જમાવ્યું. પોણાછ ફુટની હાઇટ, કસરતથી કસાવેલું અદ્ભુત શરીર-સૌષ્ઠવ અને વ્યક્તિત્વમાં છલકતો ચાર્મ અર્જુનને અનેરો બનાવતાં. ટોચના મૉડલ તરીકે તેની ગણના થતી. દરમ્યાન કૉન્ડોમની જાહેરાતમાં તેના જેવી જ સુપરમોડેલ કામ્યા મહેરા સાથે નિર્વસ્ત્ર પોઝ આપીને સનસનાટી મચાવી દીધી. બાદમાં બેઉ પરણી ગયાં!

નો, ઇટ વૉઝ નૉટ લવ ઍટ ફસ્ર્ટ સાઇટ... પોતાના ક્ષેત્રમાં બેઉ ટોચ પર એટલે સ્વાભાવિકપણે મળતાં રહેવાનું બનતું. નખશિખ ખૂબસૂરત કામ્યા ટિપિકલ

મૉડર્ન-એજ ગર્લ હતી. ચંડીગઢથી ઠેઠ મુંબઈ આવીને પોતાના મનગમતા ક્ષેત્રમાં સફળતાનો ઝંડો લહેરાવવા સુધીની સફરમાં કરવાયોગ્ય સમાધાન તેણે પણ કર્યાં જ હોય, પણ પોઝિશન બન્યા પછી પોતાની શરતોએ કામ કરવાની સ્વતંત્રતા સ્વભાવમાં વણાઈ ગયેલી. હા, લગ્ન પછી કામ ન કરવાની વૈચારિક સ્પષ્ટતા શરૂથી હતી, પણ એની કોઈ ઉતાવળ યા જરૂર નહોતી. પોતાના ભાવિ ભરથાર વિશે વિચારીને મુગ્ધ થવાની વય તો સ્ટ્રગલ પિરિયડમાં જાણે ક્યાં અટવાઈ ગયેલી. હવે બધું માપી-તોલીને નિર્ણય લેવાની પીઢતા પ્રવેશી હતી.

આમાં અર્જુન પાસ નીવડ્યો.

‘નો, આઇ વૉન્ટ ડૂ ધૅટ ઍટ ઑલ.’

કૉન્ડોમની ઍડ માટે નિર્વસ્ત્ર થવનો પ્રસ્તાવ કામ્યાએ પહેલાં તો રિજેક્ટ કરી દીધેલો. તેને કન્વિન્સ કરવાનું બીડું અર્જુને ઝડપ્યું હતું. એ દરમ્યાન બે-ચાર વાર એકમેકના ઘરે મળવાનું થયું એમાં આત્મીયતા ઘૂંટાતી ગઈ. ખાસ તો અર્જુનનો પ્રોફેશનલ અપ્રોચ તેને ગમી ગયો.

‘માન્યું, આપણે નગ્ન થવાનું છે; પણ એથી કંઈ આપણું ઉઘાડું બદન ઓછું પબ્લિકને દેખાવાનું. આપણે પાંદડાંથી ઢંકાયેલાં રહેવાનાં ઍન્ડ ધીસ ઇઝ પ્રોફેશનલ ડિમાન્ડ. એને પૂર્ણ નહીં કરીએ તો કોઈ બીજું કરશે. આ તક છે કામ્યા, આપણી વ્યવસાય પ્રત્યેની કટિબદ્ધતા દાખવવાની.’

ખુમાર ચડે એવી વાતો કરીને અર્જુને હળવેથી ઉમેરેલું, ‘આ એન્ડોર્સમેન્ટનો ભાવ સાંભળ્યો છે?’

મની મૅટર્સ. પૈસા મળતા હોય તો વસ્ત્રો ઉતારવામાંય વાંધો નહીં. અર્જુનની દલીલમાં પોતાના જેવું જ હાડોહાડ મટીરિયલિસ્ટિકપણું હતું. એને પ્રોફેશનલ એથિક્સ સાથે સાંકળીને જે ઢબે કહેવાયું એ ઇમ્પþેસિવ હતું.

કામ્યા તૈયાર થઈ.

ઍડ ધાર્યા મુજબ ચકચારભરી રહી, ક્યાંક અર્જુન-કામ્યાનાં પૂતળાં પણ બળ્યાં... ઍન્ડ પબ્લિસિટી કાઉન્ટ્સ! છોગામાં શૂટ દરમ્યાન બેઉ એકમેકથી અંજાયાં હતાં. ચંડીગઢથી પેરન્ટ્સનો ઠપકો આવતાં કામ્યાએ અર્જુનને પૂછી લીધું : કૅન વી મૅરી?

કામ્યાના આકર્ષણથી અર્જુન પણ ઘાયલ થયેલો. તેના હકારે ઍડ રિલીઝના મહિનોમાસમાં તો બેઉ પરણી ગયાં! સંસા૨માં વ૨-બેરી બે જ.

લગ્ન પછી કામ્યાએ ઝળહળતી કારર્કિદી પર ફુલસ્ટૉપ મૂકી દીધેલું : બહુ કામ કર્યું. મને શરૂથી જ હૅપી મૅરિડ લાઇફની આકાંક્ષા હતી. આઇ વૉન્ટ ટુ રીમેઇન ઍઝ મધર, ઍઝ વાઇફ - ધૅટ્સ ઇટ.

લગ્નની પ્રથમ જયંતીએ ફૅશન મૅગેઝિનમાં સુખથી છલકતા દંપતીનો મૅરથૉન ઇન્ટરવ્યુ થયેલો. એમાં કામ્યાના ભાવુક શબ્દો ક્વોટેબલ બની ગયેલા.

પત્નીના પગલે અર્જુનના બૉલીવુડ-પ્રવેશના યોગ સર્જા‍યા. મલ્ટિસ્ટારર ફિલ્મમાં અર્જુને ખાસ કરવાનું નહોતું. અર્જુન પોતેય સમજતો કે તે કોઈ ગ્રેટ ઍક્ટર નથી, ફિલ્મો કરતો જઈશ તો અનુભવે ઘડાતો જઈશ.

ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં ટૅલન્ટથી વધુ રિલેશન ચાલે છે એની સમજ ધરાવતા નાણાવટી દંપતીએ સુપરસ્ટાર્સ, સુપરડિરેક્ટર્સ સાથે સંબંધો કેળવવા માંડ્યા. આમાં કામ્યાની હથોટી હતી. તેણે સ્ટાર્સ પત્નીઓ સાથે ઘરવટ કેળવી. પરિણામે અર્જુનની ગાડી ઠીક-ઠીક ચાલતી થઈ. અલબત્ત, આમાં ગે સ્ટાર-ડિરેક્ટરને અર્જુને સંતોષવા પડતા, ક્યારેક હિરોઇનો સામેથી અર્જુનને પથારીમાં તાણી જતી; પણ નવા કૉન્ટ્રૅક્ટનું વળતર મળતું હોય તો પતિ-પત્નીને એનો છોછ નહોતો, મની મૅટર્સનો સિદ્ધાંત લગ્ન પછી બદલાયો નહોતો.

બૉલીવુડના સર્કલમાં છાનેછૂપે અર્જુનની મર્દાનગી વખણાતી. કામ્યા ઊલટું એનો ગર્વ જતાવતી : આફટરઑલ આઇ ઍમ ઓનિંગ ધેટ પ્રાઇડ!

‘આ બધું ઠીક છે બિનીતા...’

ફિલ્મી પાર્ટીઝમાં માલવિકાએ તેમને જોયાં હતાં, પણ હાય-હલોથી વિશેષ ધરી કદી રચાઈ નહોતી. જરૂર પણ શી? બિનીતાએ તનની તરસ છિપાવવા અર્જુનનું નામ ધરતાં માલવિકાને તેની ગાથા સાંભરી ગઈ હતી. તેણે શંકા જતાવેલી, ‘પણ અર્જુનને મારા તરફથી હું ધનલાભ કેવી રીતે આપું? આબાદના બૅનરની કોઈ ફિલ્મ પણ નથી બનતી જેમાં અર્જુનને રોલ અપાવી શકું. એ વિના અર્જુન મારી સાથે સૂએ એમાં કામ્યાને વાંધો નહીં હોય?’

‘તેના વાંધાનું તેનો વર જાણે.’ બિનીતાએ ખભા ઉલાળેલા, ‘અને એટલે તો શૂટિંગ મૉરિશ્યસમાં કરીએ છીએ... ત્યાં ન તારો વર કે ન અર્જુનની બૈરી હોય...’

અને સાચે જ મૉરિશ્યસમાં અમારી વચ્ચે કોઈ આવરણ રહ્યું નહીં...

મૉરિશ્યસમાં બિનીતાના સમર કૅલેન્ડરના શૂટ દરમ્યાન અમે બહુ ઠાવકાં રહેલાં... આબાદને પૂછીને, તેમની મરજીથી આવી હોવાથી માલવિકા એ રીતે નિશ્ચિંત હતી, કામ નિષ્ઠાથી કરવામાં માનતી.

‘યુ ડાન્સ લવલી.’

ત્યારે માલવિકા ૩૦ની હતી, અર્જુન ૩૩નો. માલવિકાના કમિટમેન્ટથી પ્રભાવિત થઈને અર્જુને કહેલું, ‘તમે લગ્ન કરીને ફિલ્મોથી છૂટાં પડ્યાં ને હું પરણીને ફિલ્મોમાં વળ્યો - પાશ્ર્યલી.’

‘યા, આપણું સાથે કામ કરવાનું કદાચ ફિલ્મોને બદલે મૉડલિંગમાં જ લખ્યું હતું.’ માલવિકાનો ચાર્મ અકબંધ હતો. એને વધુ એક પુરુષને પરવશ કરવા વાપરવાનો

હતો, એટલે એને ધાર પણ બરાબર આપી હતી માલવિકાએ.

બાકીનું કામ બિનીતાની પાર્ટીએ કર્યું. દરિયાકાંઠે દિવસભરના શૂટ પછી ક્રૂ ટીમ તેમની હોટેલે પહોંચી. અર્જુન-બિનીતા-માલવિકા અલગ હોટેલમાં ઊતર્યાં હતાં.

પોતાના સ્વીટમાં બાકીના બેને તેડાવીને બિનીતાએ ડ્રિન્ક-સેશન શરૂ કર્યું. એક જ પેગ પછી ‘આઇ ફીલ સ્લિપી’ કહીને પલંગ પર પડતું મૂકીને ઊંઘી ગઈ (કે એવો દેખાવ કર્યો) પછી નશાથી સહેજ તર બનેલા પુરુષને પોતાના સ્વીટની પથારીમાં તાણવામાં માલવિકાએ કોઈ ખાસ પ્રયત્ન નહોતો કરવો પડ્યો... આખરે માલવિકાનું ખુદનું રૂપ કંઈ જેવુંતેવું ઓછું હતું!

તેના દીદારે અર્જુનમાં આવેલો ઉછાળ વર્ણનાતીત હતો. માલવિકા હાંફી ગઈ : મારી ધરતીને ચોમાસાના નામે બે-ચાર ટીપાંનાં છાંટણા જ મળ્યાં છે અર્જુન, તું મારી પ્યાસ ભાંગવામાં કસર ન છોડતો...

મિનિટ કલાકોમાં પરિવર્તિત થતી ગઈ. આખી રાત બેમાંથી કોઈ થાક્યું નહીં, સૂતું નહીં. પોતાની મર્દાનગીથી સ્ત્રીઓ ઘેલી બનતી, પણ માલવિકાની દીવાનગી જે સ્પંદન જગાડે છે એ અનેરાં છે... ક્યાં હતી માલવિકા તું!

પછી તો કામ પતાવીને બેઉ કોઈ એકની રૂમમાં ભરાઈ જતાં... દરેક સમાગમે નવી ક્ષિતિજો સર થતી.

‘વી વિલ કન્ટિન્યુ ઇટ...’ છેલ્લે દહાડે અર્જુને પ્રૉમિસ માગ્યું.

બેઉ પરણેલાં હતાં, પોતપોતાના સાથીથી છૂટા થઈને લગ્નગ્રંથિથી બંધાવાનો બેમાંથી કોઈનો ઇરાદો નહોતો. એ માટે તેમનાં પોતીકાં કારણો હતાં. અબજોપતિ આબાદને ત્યજીને કરોડપતિને પરણવા જેવું ડાઉન સ્ટેપ માલવિકા શું કામ લે? અને કામ્યાને અર્જુન છૂટી કરે તો તે ફિલ્મનગરીના તેના મિત્રો સમક્ષ આંસુડાં સારીને અર્જુનની કારર્કિદી ભયમાં મૂકી શકે... જસ્ટ ફૉર કૉઝ ઑફ ગુડ સેક્સ, આટલા એક્સ્ટ્રીમ પર જવાની જરૂર શું છે? મુંબઈ બહુ મોટું શહેર છે,

અઠવાડિયે-દસ દહાડે છાનું-છૂપું મળતાં રહીશુ...

આ સમજ સાથે તેમનું દેહમિલન યોજાતું રહ્યું. આબાદ-કામ્યાથી છુપાવાની ફાવટ આવતી ગઈ.

‘હેય માલવિકા!’

આબિદની ઇફ્તા૨ પાર્ટી વખણાતી. એના આયોજનમાં માલવિકા અંગત ધ્યાન આપતી. પતિને લાડકા થવાની તક શું કામ ચૂકવી? ફિલ્મસ્ટાર્સ, ઉદ્યોગપતિઓથી રાજકારણના મહેમાનોની યાદી આબાદ પોતે ફાઇનલ કરતા. ગયા વરસની ઇફ્તાર પાર્ટીમાં અર્જુન-કામ્યાને પણ આબિદે ઇન્વાઇટ મોકલેલું : અર્જુન સાથે તેં કામ કર્યું છે સો વી શુડ ઇન્વાઇટ હિમ. માલવિકાએ ન ઇન્કાર કર્યો‍, ન ડર યા ચિંતા જતાવ્યાં. લફરું કરતી સ્ત્રી પતિ સાથે સામાન્યપણે વર્તવાનું શીખી જતી હોય છે.

ઇફ્તા૨ પાર્ટીમાં બેઉ આવ્યાં હતાં. મોંની મીઠી કામ્યાએ માલવિકાને દાવતની વધાઈ દઈને ખાસ કહેલું : બિનીતાવાળા કૅલેન્ડરમાં તું ગજબની લાગતી હતી...

‘થૅન્ક્સ કામ્યા...’ અર્જુનનો હાથ હાથમાં લઈને પ્રવેશનારી કામ્યા પ્રત્યે થોડી બળતરા થતી હતી. બાઇજી રોજેરોજ અર્જુનની મર્દાનગીનો લહાવો માણતાં હશે. હજી હમણાં અર્જુનને છોડીને મને મલાવો કરવા આવનારી કામ્યાને ચીમટો તો ભરવા જ દે, ‘બાય ધ વે, મેં તમારા એકાદ ઇન્ટરવ્યુમાં વાંચેલું કે તમારે મધર બનીને બહુબધાં બચ્ચાં પેદા કરવાં છે. ક્યારનું મુરત નીકળ્યું છે?’

કામ્યા થોડી ઝંખવાઈ. પોતાને બાળકની ચાહ હતી એ સાચું, અમે પ્રયત્નો પણ કર્યા, કન્સિવ ન થતાં ડૉક્ટરની સલાહ લીધી. મારામાં નાનકડો ફૉલ્ટ છે એની દવા ચાલુ છે એવું માલવિકા કે કોઈને પણ કેમ કહેવાય?

એ વાત જુદી કે અર્જુન દ્વારા આ જાણતી માલવિકાએ જાણીને કામ્યાની દુ:ખતી રગ દબાવી હતી. તસલ્લી જેવી મળી : ભલેને અર્જુનને ભોગવતી હોય, સંપૂર્ણ સુખી તો કામ્યા પણ નથી!

‘સાચું કહું તો મારા મિયાંને પણ ઔલાદની અધીરાઈ છે.’ કામ્યાને જવાબ સૂઝ્યો નહીં એટલે આદર્શ યજમાનની જેમ માલવિકાએ જ વાળી લીધેલું, ‘પણ છેવટે તો આ બધું ઈfવર-અલ્લાની મરજી પર નિર્ભર કરે છે!’

‘એક્ઝૅક્ટ્લી...’ કામ્યા સ્મિત ફરકાવીને સરકી ગયેલી.

‘બોલો અર્જુન, તમારે બેટ લગાવવી છે?’

આ બાજુ આબાદને મળવા ગયેલા અર્જુનને તેમણે રોકી રાખ્યો, ‘અઠવાડિયા પછી ફિલ્મફેર અવૉર્ડ્સની જાહેરાત થશે એમાં બેસ્ટ ઍક્ટર-ઍક્ટ્રેસનો પુરસ્કાર કોને મળશે એના પર બોલી લાગી રહી છે. આર યુ ઇન્ટરેસ્ટેડ?’

આબાદની સટ્ટો રમવાની આદત સાવ છૂપી નહોતી. એમાંય ઇન્ડિયન ક્રિકેટ લીગ (ICL) આવ્યા પછી તો તેમના જેવા સટ્ટાબાજોને જલસો પડી ગયો છે... અર્જુન ઇનકાર કરવા જાય છે ત્યાં માલવિકાથી છૂટી પડેલી કામ્યા આવી પહોંચી, ‘તમે કઈ બેટની વાત કરો છો આબાદ?’

‘તું વાત કર, હું ડ્રિન્ક લઈને આવ્યો.’ અર્જુન સરકી ગયો. વેઇટર પાસેથી વાઇનનો ગ્લાસ લઈને માલવિકા તરફ વળ્યો. સાથે કામ કરનારાં બેઉ ન મળે તો ઊલટાની શંકા જાગે એટલે કર્ટ્સી મુલાકાત આમેય જરૂરી હતી. માલવિકા સહેજ એકલી પડતાં અર્જુન નિકટ પહોંચ્યો, ‘ગુડ ન્યુઝ. મેં મારા ફ્રેન્ડના નામે મલબાર હિલમાં પ્રાઇવેટ હાઉસ ખરીદ્યું છે. આપણું ગુપ્ત મિલનસ્થળ અત્યંત સેફ રહેશે. તું આવે ત્યારે કોઈ નોકર-ચાકર પણ નહીં રહે...’

બોલાતું એવી રીતે હતું જાણે અંતરાલે મળતા પરિચિતો ઉષ્માભેર ખબરઅંતર પૂછી રહ્યા હોય. આભાર માનતી માલવિકાએ જોયું તો કામ્યા આબાદને થોડા અળગા લઈ જઈને ગુફ્તેગૂ કરી રહી હતી... પછીથી માલવિકાએ આબાદને અને અર્જુને કામ્યાને અલગથી પૂછતાં સરખો જવાબ મળ્યો : એ તો કામ્યા ક્રિકેટ પર રમતા સટ્ટા બાબત પૂછતી હતી - મે બી શી ઇઝ ઇન્ટરેસ્ટેડ!

માલવિકાને કામ્યાના સટ્ટા સામે શું વાંધો હોય. મને અર્જુનના પૈસા સાથે નિસબત નથી, મને રસ કેવળ મારી ભૂખ ભાંગવામાં છે! જ્યારે અર્જુન પત્ની પર ભડકી ગયેલો : સટ્ટોબટ્ટો આપણને ન પરવડે! લાખના બાર હજાર મારે નથી કરવા...

‘ઠીક છે...’ કામ્યાએ ખભા ઉલાળેલા, ‘હું મારી કમાણીના લાખના બે લાખ કરી શકુંને...’

એનો અર્જુનથી ઇનકાર કેમ થાય? પોતપોતાનું મની-મૅનેજમેન્ટ પતિ-પત્નીએ પોતપોતાના હસ્તક રાખેલું. તો જ મલબાર હિલ ખાતે નવું મકાન કામ્યાથી અજાણપણે લઈ શકાયું. ફડકો એટલો જ કે સટ્ટાની લાયમાં તે આબાદને મળતી થાય એમાં અમારા મિલનનો ભેદ ન પકડાઈ જાય!

નસીબજોગે એવું થયું તો નથી... આબાદની સંગાથે કામ્યા હજી ગયા મહિને પતેલી ત્ઘ્ન્માં વીસેક લાખનો સટ્ટો રમીને કરોડ જેટલું જીતી. આબાદ પોતે જોકે ચારેક કરોડ જેટલું હાર્યો, પણ એથી તેમને શું ફરક પડે! બાકી તો સટ્ટો દેશમાં ગેરકાયદે છે એ સૌએ યાદ રાખવું ઘટે.

બબ્બે વરસથી અર્જુન જેવા પુરુષને પોતે બંધાણી જેવો બનાવી રાખ્યો છે એ હકીકત માલવિકામાં ક્યારેક ગુરૂર પ્રેરતી.

- અત્યારે પણ અર્જુનની યાદે સિસકારી ઊઠી માલવિકા. ક્યારના મેસેજ કરીને મને તત્કાળ બોલાવનાર અર્જુન પણ આટલો જ અધીરો બન્યો હશેને!

માલવિકાની ધારણા ખોટી નહોતી, પણ આજની સાંજ કેવી ગોઝારી નીવડવાની હતી એની બેમાંથી કોઈને ત્યારે ક્યાં ખબર હતી?

(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK