કથા-સપ્તાહ - હમ લોગ (મુખવટાની દુનિયા - ૧)

કમ સૂન!

katha


અન્ય ભાગ વાંચો

1  |  2  |

સમીત (પૂર્વેશ) શ્રોફ    

એક જમાનામાં થતા તારની ભાષામાં ત્રીજી વાર જલદીથી આવી જવાનો સંદેશો મોબાઇલમાં ઝબકતાં માલવિકાએ હોઠ કરડ્યો : અર્જુન ખરો અધીરો બન્યો લાગે છે!

અને અધીરો બનેલો અર્જુન પથારીમાં કેવો કેર વર્તાવે એ સાંભરતાં માલવિકાનું અણુએ અણુ ઉત્તેજનામાં તડપી રહ્યું.

‘હી ઇઝ ધ અલ્ટિમેટ.’ બૉલીવુડના સર્કલમાં અર્જુન માટે ખાનગીમાં કહેવાતું એમાં અતિશયોક્તિ નહોતી એનો જાતઅનુભત બેએક વરસ અગાઉ તેની સાથે પહેલી વાર સૂતી ત્યારે જ થઈ ગયેલો...

‘યુ શુડ ટ્રાય હિમ.’ બિનીતા કહેતી. સોમની આજની સાંજે પાંચેક વાગ્યે કોલાબાના પોતાના ઘરથી અર્જુનના મલબાર હિલના અપાર્ટમેન્ટ તરફ જતી માલવિકા વાગોળી રહી.

અત્યંત વૈભવમાં ઊછરેલી માલવિકાએ અમેરિકામાં ભણીને ત્યાં જ સેટલ થવું હતું, પણ કિસ્મતના લેખ જુદા નીકળ્યા.

માલવિકા ટ્વેલ્થમાં આવી ત્યારે વેપારની નુકસાનીમાં પિતા સુધાકરે સઘળું ગુમાવ્યું અને એના આઘાતમાં લમણે ગોળી મારીને આપઘાત કર્યો‍. વરલીના આલીશાન પેન્ટહાઉસમાંથી ભાડાના ઘરમાં રહેવાના દિવસો આવ્યા. મા-દીકરી કોઈને એની ફાવટ નહોતી.

‘તારા પપ્પાએ આપણને ક્યાંયના ન રાખ્યા...’ નયનામા ટલ્લા ફોડતી. માલવિકા એમાં ઉમેરો કરતી.

કેટલી બદલાઈ ગઈ હતી જિંદગી! હવે નોકરોની ફોજ નહોતી, પાર્ટીઓ બંધ થઈ, શૉપિંગ અને ફૉરેનની ટૂર્સનો લુત્ફ ગયો. પાછું માના પિયરમાંય કોઈ નહીં. કારને બદલે ગલીના નાકે શાકપાંદડું લેવા ચાલતા જવું પડે એ દુદર્શાણ માટે પપ્પા જ જવાબદાર. ધંધામાં ઘડાયેલો માણસ થાપ ખાઈ મૂરખ ઠરી મરીને છટકી ગયો, આપણને આ કેવા દોજખમાં જીવતા છોડીને ગયો!

અહીં સુધાકરની આત્મહત્યાનું દદર્‍ ક્યાંય નહોતું. જેના પુરુષાર્થે વરસો જાહોજલાલી માણી તેનો ગણ નહીં, પોતાની તકલીફમાં માણસ પોતાનાને જ નિમિત્ત ઠેરવવા જેવો સ્વાર્થી બને એ કેવું! બે વરસમાં હાથ પરની રહીસહી મૂડીનો આટો દેખાતાં ટકવા માટે બે જ માર્ગ હતા : ક્યાં ‘ધંધે’ બેસી જવું યા તો અમીર આદમીની પરણેત૨ કે રખાત બની જવું!

માલવિકાને ત્રીજો માર્ગ સૂઝ્યો - બૉલીવુડ!

કૉલેજની સખીઓ ઘણી વાર કહેતી : તું આટલી રૂપાળી છે, ફિલ્મોમાં ટ્રાય કરે તો જરૂર મોટી હિરોઇન બની જાય!

આ સત્ય કંઈ પહેલી વાર ઉજાગર નહોતું થયું. માલવિકા બચપણથી જ જાણતી હતી કે હું ખૂબસૂરત છું. ઘાટીલી કાયાનાં અંગઉપાંગો પોકારી-પોકારીને કહેતાં હતાં કે તું હુસ્નની મલ્લિકા છે માલવિકા! કૉલેજમાં જુવાનિયાઓ જ નહીં, પ્રોફેસર્સને પણ તેણે લાળ ટપકાવતા નિહાળ્યા હતા. બેપનાહ રૂપના આધારે અમીરી રળવાની દિશા હવે સાંપડી.

ના, હું કંઈ નૅચરલ ઍક્ટ્રેસ નથી કે મીનાકુમારી યા નર્સિગ જેવું અભિનયનું ઊંડાણ પામી શકું, હેમા માલિનીની જેમ ડિગ્નિફાઇડ ડ્રીમ ગર્લ પણ ન બની શકું;

બટ યસ, હેલન-બિંદુના પથ પર ચાલીને કૅબરે-ક્વીન તો બની જ શકું...

માલવિકા આમેય વેસ્ટર્ન ડાન્સમાં માહેર હતી. ધ્યેય સાંપડ્યા પછી માલવિકા મચી પડી. દીકરી બૉલીવુડ માટે મહેનત કરે છે એ જાણીને નયના પહેલાં તો ડઘાઈ; પછી થયું કે યા, વાય નૉટ! દીકરી સેલિબ્રિટી બની જાય તો-તો હુંય સુખમાં મહાલું! નયનાએ ખુલ્લા શબ્દોમાં દીકરીને કહી પણ દીધું : જેટલાની પથારી ગરમ કરવી પડે કરજે, પણ બૉલીવુડના એક બ્રેક પછી તારે શોહરતમાં પાછા વળી જોવું ન પડે એ જ યાદ રાખજે...

માલવિકાએ પ્રોડ્યુસર્સની ઓફિસનાં ચક્કર કા૫વા માંડ્યાં. પહેલું ઑડિશન લેનાર જાણીતા દિગ્દર્શક નીરજ ચોપડાને એક જ કન્સર્ન હતી : ધીસ સૉન્ગ વિલ બી ધ હાઇલાઇટ ઑફ ધ ફિલ્મ. થિન્ગ ઇઝ, તારે કેવળ સ્કિન કલરની બ્રા-પૅન્ટી પહેરીને નાચવાનું છે. દૂરના ઍન્ગલથી તું સાવ નગ્ન લાગશે. બૉલીવુડમાં આટલો બોલ્ડ ડાન્સ હજી સુધી ફિલ્માવાયો નથી. આર યુ રેડી ફૉર ધૅટ?

જવાબમાં માલવિકા નિર્વસ્ત્ર થઈ હતી : તમારે મને આમ નચાવવી હોય તો પણ હું તૈયાર છું!

પત્યું. બીજા અઠવાડિયે ગીતનું શૂટિંગ થયું અને એના ત્રીજા મહિને ફિલ્મ રિલીઝ થઈ ત્યારે આખા હિન્દુસ્તાનમાં કેવળ તેનું આઇટમ-સૉન્ગ ગૂંજતું હતું અને સર્વત્ર માલવિકા બ્રહ્મભટ્ટની ચર્ચા હતી. લોકો સલમાન-શાહરુખને બદલે માલવિકાને જોવા થિયેટરમાં જાય એ જેવીતેવી સિદ્ધિ ન ગણાય! વિતરકો તેના આઇટમ-નંબરનો આગ્રહ રાખતા થયા, પ્રોડ્યુસરોની કતાર લાગી.

સાથે એક નવી જ દુનિયા ઊઘડી... અહીં દરેકના ચહેરે એક નહીં ઘણાં મહોરાં હતાં. દરેકે સુખી દેખાવું હતું. મૂલ્યની વાતો ને મૉરલ વિનાના જીવનનો વિરોધાભાસ કદાચ બીજે ક્યાંય જોવા ન મળે. સાદડીમાં જાય તો પોતાનો મેકઅપ ન રોળાય એનું ધ્યાન પહેલું રખાય, ભાડાના શબ્દોથી શ્રદ્ધાંજલિ અપાય. ડિવૉર્સની નોટ એવી લખાય જાણે કેટલી શાલીનતાથી છૂટાં પડ્યાં હોય. સ્વાર્થ તો માણસમાત્રમાં હોય, અહીં તો દંભ હતો. આ જ હવે તેની દુનિયા હતી... એની રસમોથી માલવિકા ટેવાતી ગઈ, જાણે બધું પહેલેથી તેના જીન્સમાં હોય એમ.

ઇન્ટરનેટ પર સર્ચ થનારા ભારતીયોમાં તેનું નામ ટોચની હિરોઇનો કરતાં આગળ રહેતું. પ્રાઇવેટ પાર્ટીઓ કે થર્ટીફસ્ર્ટની નાઇટે નાચવાનોય છોછ નહીં. વરસ દહાડામાં તો મા-દીકરી જુહુના પેન્ટહાઉસમાં મહાલતાં થઈ ગયાં.

‘સફળતા લાંબી ટકાવવી હોય તો તારા રૂપ, તારી ટૅલન્ટને ધાર આપતી રહેજે.’ નયના કહેતી. હવે તે છૂટથી હાઈ સોસાયટીની પાર્ટીમાં મહાલતી. એમાં ક્યારેક છોકરડા જેવા એર્સ્કોટની સંગત પણ માણી લેતી.

‘જેવી મા એવી દીકરી. અંગપ્રદર્શન અને બીભત્સ અદાઓ દર્શાવવામાં માલવિકાનો જોટો નથી. બધું મા પાસેથી જ શીખી હશે.’

ઇન્ડસ્ટ્રીમાં, સોસાયટીમાં આવી ટીકા કરનારા પણ કમ નહોતા; બટ હૂ કૅર્સ!

પાંચ વરસમાં પંદરેક જેટલાં હિટ-સુપરહિટ આઇટમ-સૉન્ગ્સ આપ્યા પછી બૉલીવુડની રીતરસમોથી માલવિકા અસ્પૃશ્ય રહી નહોતી. પાર્ટીઓ, ઇવેન્ટ્સ, મીડિયામાં તે ધાર્યું અટેન્શન મેળવતી. પોતે સિંગલ છે, ઍન્ડ ઈવન વર્જિન છે એવું તેનું સ્ટેટમેન્ટ અખબારની રંગીન પૂર્તિની હેડલાઇન બની ગયેલું. તરત તેને ચાર નવા પ્રોજેક્ટ મળ્યા, એ કસબ માલવિકામાં કેળવાયો જ હોય!

‘આપણને મતલબ આપણી જાહોજલાલી સાથે.’ નયના કહેતી. માલવિકાને માની વાતોમાં તથ્ય લાગતું. માએ કહ્યું એમ રૂપ-જવાની કાયમ રહેવાનાં ન હોય તો એની ધાર મહત્તમ છે ત્યારે એનાથી કોઈ માલેતુજારનો શિકાર કરીને થાળે પડી જવું જોઈએ! આપણી હિરોઇનો એવું જ કરતી હોય છેને. સો, ઇફ આઇ હૅવ ટુ ડૂ ધૅટ ઑનર હૂ શુડ બી ધ લકી ગાય?

માલવિકાએ મુરતિયા તરાશવા માંડ્યા ને તેની નજરે બેઠો વયમાં પોતાનાથી દાયકો મોટો પ્રોડ્યુસર આબાદ ખાન!

ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં તો તે મોટું નામ છે જ, તેનાં પૉલિટિકલ કનેક્શન પણ પાવરફુલ છે. કોલાબાના દરિયાકિનારે મહેલ જેવો તેનો બંગલો. ઑફિસ પણ ત્યાં જ રાખેલી. નિ:સંતાન વિધુર દેખાવમાં ઠીકઠાક છે એથી શું, તેને પાલવડે બાંધીને હું અપાર ઐfવર્યની મહારાણી બનીશ. આબાદની પૉલિટિકલ કરીઅર ઘડાવીને સત્તાધીશ પણ બની શકુંને! આમેય આબાદને ફિલ્મો પ્રોડ્યુસ કરવામાં ઝાઝો રસ નથી રહ્યો. તેણે બનાવેલી આઠ-દસ ફિલ્મોમાંથી ત્રણેક રેકૉર્ડબ્રેક રહેતાં રૉયલ્ટીની આવક જ અધધધ હતી. મૂળે ગર્ભશ્રીમંત આદમી ફિલ્મોમાં ફંટાઈને ફાવી ગયેલો ગણાય. ઑફિસમાં જરૂર પૂરતો સ્ટાફ રાખેલો. ત્રણેક કલાક ત્યાં ગાળતો આબાદ બાકીના સમયમાં રાજકારણીઓ સાથે વ્યસ્ત રહે, સટ્ટામાં બિઝી હોય.

સટ્ટો. શું ક્રિકેટ-ફુટબૉલ કે શું ઈવન બૉલીવુડની ફિલ્મ-મોટી ઇવેન્ટ્સથી નાની ઘટના સુધીની બાબતો પર સટ્ટો રમનારાઓની અછત નથી આપણે ત્યાં. નયનાને આ લત ચેતવણીરૂપ લાગતી, પણ આબાદની આર્થિક સ્થિતિનો વાસ્તવિક અંદાજ મેળવી મૂકેલી માલવિકાને માની ભીતિ બેવાજબી લાગતી: સટ્ટામાં મુકાતી રકમ આબાદ માટે ચણા-મમરા જેવી છે મા, તું એની ફિકર ન કર!

ત્યારે નયના રાજી થઈ હતી : તારા તીરથી તેને ઘાયલ કરવામાં દેર ન કરીશ!

વધુ કંઈ માલવિકાને શીખવવું પડે

એમ નહોતું.

‘અહીં મને પાંચ સાલ થયાં આબાદસાહેબ, પણ તમારા જેવો જેન્ટલમૅન મેં જોયો નથી...’ પોતાનો ટાર્ગે‍ટ નક્કી કર્યા પછી તેણે આબાદ સાથે સહેવાસ વધારવા માંડ્યો.

‘હં. મારી સાથે સેટ થવાનું વિચારતી હોય તો સૉરી, મારે ફરી કોઈ જ બંધનમાં જકડાવું નથી.’ આખરે આબાદે પણ અહીં જિંદગી કાઢી હતી. માલવિકાની હ૨કતો પરથી તેનો ઇરાદો ગંધાયા વિના ઓછો રહે! તેણે પાણી રેડવા જેવું કર્યું.

‘કેટલાંક બંધન મુક્તિ જેવાં હોય છે જનાબ..’ ૨૭ની થયેલી માલવિકા નાસીપાસ થયા વિના મંડી રહી. ‘એક વાર મારા આ હુસ્નમાં બંધાઈ તો જુઓ..’

તેનું છેવટનું ઇજન ટાળી ન શકાયું. યૌવનનું વણબોટ્યું અર્ધ્ય અર્પીને માલવિકાએ અબજોપતિને પોતાના વશમાં કરી લીધો. બીજા મહિને તેઓ પરણ્યાં એમાં બેઉનો ધર્મ વચ્ચે ન આવ્યો.

હા, પરણ્યા પહેલાં આબાદે શરત રાખી હતી : લગ્ન પછી તું ફિલ્મોમાં કામ નહીં કરે. ખાન કુટુંબની વહુ તરીકે તું નગ્ન ગણાતો નાચ નાચે એ ન બનવું જોઈએ.

માલવિકાને આમાં વાંધો ક્યાં હતો? ઠૂમકા મારીને તેય કંટાળી હતી. હવે તો બસ લહેરથી જીવવું છે!

સત્ય ભલે એ હોય કે મારે વર્જિનિટી ગુમાવીને આબાદને વશ કરવા પડ્યા, સોશ્યલ મીડિયામાં તો આબાદ ખાટી ગયાની જ ધૂન વાગી. સ્વાભાવિકપણે મને એનું ગુમાન રહેતું, પણ આબાદને પંપાળી લેતી : તમને આનું માઠું તો નથી લાગ્યુંને!

‘અફર્કોસ નૉટ હની...’ આબાદ મલકતા, ‘મેં શું મેળવ્યું છે એની મને બરાબર જાણ છે!’

સાંભળીને દેવપુરુષને સમર્પિત થતી હોય એવા ભાવથી પોતે રીઝવતી... બે વર્ષના વિધુર આબાદ સ્ત્રીસંગથી દૂર ન જ રહ્યા હોય, તોય અકરાંતિયાની જેમ માલવિકા પર તૂટી પડતા. ચોમાસું ઘેરાય એ પહેલાં તો વાદળાં જોકે વરસી જતાં. હાંફતા fવાસે આબાદ મજા આવ્યાનું પૂછે ત્યારે ખરેખર તો તેને પોતાની કાયા પરથી ખદેડી મૂકવાની ઇચ્છા થતી હોય, પણ પ્રગટપણે તો એવું જ કહેવાય : તારી શું વાત રાજ્જા! 

આબાદને પ૨ણીને પોતે મીર મારવા જેવું કર્યું. મિસિસ આબાદ ખાન બન્યા પછી માલવિકાનું સ્ટેટસ બદલાયું. ફિલ્મની આઇટમ-ગર્લમાંથી પ્રોડ્યુસરની પત્ની તરીકેનું વજન સોસાયટીમાં વર્તાવા માંડ્યું. મુસ્લિમ સમાજના રીતરસમો અપનાવી લીધા. ઈદ-એ-મિલાદની પાર્ટીમાં તે ક્યારેય પરધર્મી છે એવું લાગવા દેતી નથી. નયનામાએ એના સુખમાં દેહ છોડ્યા પછી આમ જુઓ તો સંસારમાં પતિ-પત્ની બે જ રહ્યાં.

હા, આબાદ મહેફિલના માણસ. રોજ સાંજ મિત્રોની ટોળી એક સ્થાને ભેગી થતી હોય, મોટા ભાગે ચોપાટીના ક્લબ-હાઉસે. આમાં ફિલ્મવતુર્ળાના સભ્યો કમ; રાજકારણીઓ, વેપારીવર્ગના વધુ અને મોટા ભાગના સટ્ટેબાજો.

માલવિકાને આમાંની કોઈ વાતનું ઑબ્જેક્શન નહોતું. ઊલટું ખાવિંદ ઘરબહાર હોય તો પોતે પોતાની મરજીથી ઈવનિંગ પસાર કરી શકે! તેનું પોતાનું ગ્રુપ બન્યું. એમાં સેલિબ્રિટી ફૅશન-ડિઝાઇનર બિનીતા અંતરંગ સખી જેવી બની ગયેલી. ખરેખર તો બિનીતાની વિનંતીએ તેના નવા બુટિકમાં થોડું મૂડીરોકાણ કર્યા બાદ તેમની દોસ્તી ગાઢ બની હતી. માની વિદાય બાદ એક તે જ હતી જેની સમક્ષ માલવિકા મન નિરાવૃત કરી શકતી. ત્યાં સુધી કે તે આબાદના પુરુષત્વની કચાશની દુહાઈ દઈને પોતાની શારીરિક અતૃપ્તિ પણ દર્શાવી શકતી.

વયમાં સરખી બિનીતા પરણી નહોતી. મૅરેજ કરીને સેટલ થવાનો તેનો કોઈ પ્લાન નહોતો, ‘મારે જરૂર પણ શી? એકલપંડી છું, મૂડીદાર છું, મનગમતા મરદોને બેધડક ભોગવું છું પછી ખીલે શીદ બંધાવું?’

ના, એથી પોતાનો આબાદને પલોટવાનો નિર્ણય માલવિકાને ભૂલભરેલો કદી ન લાગતો. મારે ક્યાં બિનીતાની જેમ ઢસરડા કરવા પડે છે! હા, તેની જેમ બિન્દાસપણે પોતે એર્સ્કોટ માણી ન શકે - આબાદ જાણે તો તલાક જ દે! બેશક, ડિવૉર્સ આબાદને પણ એટલા જ મોંઘા પડે, પણ છેવટે તો ભરણપોષણ તરીકે મળનારી રકમમાંથી શું દળદર ફીટે!

આબાદે મને ઘણી સ્વતંત્રતા આપી છે. હું મીડિયામાં ઝળકી શકું છું, ટીવી-શોમાં જજ તરીકે જઈ શકું છું, બિનીતાના ધંધામાં પૈસા રોકવા માટેય મારે તેમને પૂછવાનું રહેતું નથી. એ બધા સામે તેમણે દોરેલી મર્યાદા મારેય પાળવી રહી. નો મૂવી, નો અર્ફેસ. ફિલ્મો ન કરવાનો મને ગમ નથી, બટ... અતૃપ્ત કામ માલવિકાને છટપટાવી જતો.

‘કંઈક કર બિનીતા...’ લગ્નના ત્રીજા વરસે ધીરજ ખૂટતી હોય એમ તેણે બિનીતાના ઘરે દારૂ પીને ધમાલ મચાવી હતી. અફર્કોસ, ત્રીજું કોઈ ત્યારે ત્યાં હાજર નહોતું.

‘મને એક ઉપાય સૂઝે છે.’ તેનો હૅન્ગઓવર ઊતર્યા પછી બિનીતાએ સખીદાવે દિશા ચીંધી હતી : મારા સમ૨ કલેક્શન માટે હું કૅલેન્ડર બનાવી રહી છું. એની મૉડલ તરીકે ચમકવા માટે તું આબાદને રાજી કરી લે તો આપણે મૉરિશ્યસમાં એનું શૂટ ગોઠવીએ.’

ના, આબાદને આવા કામનો વાંધો હોય જ નહીં. આ કંઈ બ્રા-પૅન્ટીની જાહેરાત ઓછી છે!

‘તારા માટે આપણે ગ્રેસફુલ ક્લોથ્સ જ રાખીશું...’ બિનીતા હસી, ‘તારા પહેરવાથી મારુંય કલેક્શન ચર્ચામાં આવી જવાનું.’

‘તારો ફાયદો પછી જો, આમાં મારો ફાયદો ક્યાં એ કહે...’ માલવિકા અધીરી થઈ હતી.

‘તારો ફાયદો અર્જુનમાં!’

અર્જુન!

- આજે ૫ણ, પાંચ વરસના અમારા સુખી લગ્નજીવનનો દાખલો ભલે જાહેરમાં દેવાતો હોય, પાછલાં બે વરસથી હું એક પરિણીત પુરુષ - અર્જુન - સાથે ફિઝિકલ રિલેશનમાં છું એની ન તો અર્જુનની પત્નીને કે ન તો મારા પતિને જાણ છે!

વિચા૨તી માલવિકાને જોકે આજના ગુપ્ત મિલનમાં શું થવાનું હતું એની ક્યાં ખબર હતી?

(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK