કથા-સપ્તાહ - હિલ-સ્ટેશન (માણસ હોવાની મને બીક - 5)

‘લવ યુ...’ પ્રણયની મસ્તી માણીને આનંદ સૂતો. અનન્યાને અપાર રાહત અનુભવાતી હતી.


અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |  4  |  5 


આનંદના દિમાગમાં અજાણ્યા દુશ્મનનો તર્ક ગોઠવાયા પછી અનન્યાએ બર્થ-ડે સેલિબ્રેશનનો મૂડ રીક્રીએટ કરી જાણ્યો. સવારના કિસ્સા પછી બહાર જવામાં સાર નહોતો. લોકોની વાણી આનંદને ભરમાવે એવું થવું શું કામ જોઈએ? એટલે લંચ રૂમ પર મગાવ્યું. પછી આનંદને કામક્રીડામાં તાણી ગઈ અને જુઓ સુખ વરસાવીને આનંદ મીઠી નિદ્રામાં પોઢીયે ગયા!

અત્યારે તો આનંદે આવકાર તેનો દુશ્મન હોવાનું સ્વીકારી લીધું. કાવતરું પાર ન પડે ત્યાં સુધી સાથે ન દેખાવાની તકેદારી અમે પાળી છે. એ હિસાબે આવકાર પાસે અમારા ફોટો-વિડિયો ન જ હોય, પરંતુ અમારા ઐક્યનું મારા ધ્યાન બહારનું કોઈ સબૂત ધરવાની વળતી ચાલ આવકાર રમે યા એ પહેલાં મુંબઈ ગયા બાદ કૉલેજની મારી સખી કે મિત્રો સમક્ષ આનંદ અમસ્તો પણ આવકારને ઉલ્લેખે તો મારો ભાંડો ફૂટી જાય! તેની આંખ ખૂલે એ પહેલાં મારે આનંદનો કેસ ખતમ કરી દેવો ઘટે. પછી તેની મિલકત-વીમો બધું મારું. પછી આવકારનો ભય પણ શું રહે? જાણું છું કે કામ અઘરું છે, પણ કરવું રહ્યું. સવાલ એક જ છે કે આનંદને મારવો કઈ રીતે?

બપોરે આનંદ જાગ્યો ત્યાં સુધીમાં અનન્યાએ પ્લાન ઘડી કાઢ્યો : પરમ દહાડે અમારી આબુ રોડથી ટ્રેન છે એટલે કોઈ પણ હિસાબે કાલે વહેલી સવારે હું આનંદને નજીકના સનસેટ પૉઇન્ટ પર લઈ જઈશ. સવારના સમયે ત્યાં કોઈ નહીં હોય... મેં જોયું છે કે ત્યાં કેટલાક પૉઇન્ટ્સ દિલધડક છે. એવી જગ્યાએથી રોમૅન્ટિક સેલ્ફી લેવાના બહાને આનંદને દોરી મારે કેવળ એક ધક્કો દેવાનો

રહે - પત્યું! આનંદને ભ્રમમાં રાખીને આટલું તો હું કરી શકીશ...

અનન્યાએ નિરધાર્યું, પણ શું થવાનું હતું એની ક્યાં ખબર હતી?

€ € €

‘સાંજનો શું પ્રોગ્રામ છે?’ વૉશરૂમમાંથી ફ્રેશ થઈને બહાર આવતા આનંદને અનન્યાએ લાડથી પૂછ્યું. સવારની ઘટનાનું કોઈ સ્મરણ તે વહેવારમાં દાખવવા માગતી નહોતી. તેને હતું કે આજે આનંદ જોકે બહાર જવાનું પસંદ નહીં કરે, પણ...

‘લેટ્્સ ગો ફૉર પૅરાગ્લાઇડિંગ’

હિલ-સ્ટેશનના ઊંચા પર્વત પરથી પૅરૅશૂટ સાથે થોડું દોડીને ખીણમાં જમ્પ મારવાના બહાને હવામાં ઊડતા થવાની રમત પૅરાગ્લાઇડિંગ તરીકે મશહૂર છે. આબુમાં ત્રણેક સ્થળેથી થિþલિંગ સ્ર્પોટ કરાવાય છે. એની નિષ્ણાત એજન્સીના કેળવાયેલા ટ્રેઇનર્સ તમારી સાથે પૅરાગ્લાઇડિંગ કરતા હોય છે એટલે ખાસ ગભરાવા જેવું હોતું નથી, પરંતુ અકસ્માતની સંભાવના અહીં પણ રહેતી હોય છે... આવકાર આવા જ એકાદ ટ્રેઇન૨ને સાધવાનો હતો... ઊડતી વખતે આનંદે બાંધેલી સેફ્ટી-હાર્નેસ તેની સાથે ઊડનારો ટ્રેઇન૨ છોડી નાખે તો આનંદ સીધો ખીણમાં પટકાઈને મૃત્યુ જ પામે એ ઘટના અકસ્માતમાં ખપી જાય, કેમ કે ભૂતકાળમાં અન્યત્ર આવા કેસ બન્યા હોવાના પુરાવા પણ છે...

આવકાર મારા પક્ષમાં હોત તો હું આનંદને આમ પૅરાગ્લાઇડિંગ માટે દોરી ગઈ હોત... આજે આનંદ સામેથી મને પૅરાગ્લાઇડિંગ કરવા લઈ જાય છે એ આમ જુઓ તો આવકારના સવારના મને ખુલ્લી પાડવાના પ્લાનને જડબાતોડ તમાચો જ કહેવાયને!

‘વાઉ...’ અનન્યાએ થનગનાટ દર્શાવ્યો, ‘લેટ્સ ગો!’

ઉત્સાહભેર હોટેલની બહાર નીકળતી અનન્યાને ત્યારે અણસારે નહોતો કે હું જીવતી પાછી નહીં ફરું!

€ € €

ઇકો પૉઇન્ટથી સહેજ ઉપર માઉન્ટ આબુ પૅરાગ્લાઇડિંગ ક્લબનો સ્ટાર્ટિંગ પૉઇન્ટ છે. અહીંથી પૅરૅશૂટ સાથે ઝંપલાવી અડધોએક કલાકની ઉડાન ભરીને નીચેના ફ્લૅટ મેદાનમાં ઉતરાણ કરવાનું છે.

સ્કૂલનું વેકેશન પતી ગયેલું એટલે સહેલાણીઓને એટલો ધસારો નહોતો. તોય આનંદ-અનન્યાએ કલાકેક તો વેઇટ કરવું પડ્યું. બીજાને કૂદતા જોઈને આનંદ બોલી ઊઠેલા : ઇઝન્ટ ઇટ રિસ્કી? ઊડતી વખતે હાર્નેસ તૂટી ગઈ તો...

સાંભળીને ચોંકી ગઈ અનન્યા. આનંદને ફોરકાસ્ટ થયો કે શું! ૫ણ તમારું ઇન્ટ્યુશન ગલત છે આનંદ, તમારી સાથે અમંગળ તો કાલે થવાનું!

તાણયુક્ત જણાતા આનંદને તેણે ધરપત આપી : ડોન્ટ વરી. પહેલાં હું જાઉં છું, તમે પછી આવો!

અને પોતાનો વારો આવતાં અનન્યા ટ્રેઇનરે બતાવ્યા મુજબ સેફ્ટી-હાર્નેસ પહેરે છે કે આનંદ ફોટો લેવાના બહાને દોડી આવ્યો. ટ્રેઇનર થોડે દૂર પૅરૅશૂટ પાથરતો હતો એટલે શ્રવણમર્યાદામાં પતિ-પત્ની સિવાય કોઈ નહોતું.

‘આનંદ, હું તૈયાર થાઉં પછી ફોટો પાડો.’

આછું હસતી પત્ની સામે આનંદનાં જડબાં ભીંસાયાં, ‘કઈ માટીની બની છે અનન્યા? આમ જ તું મને પૅરાગ્લાઇડિંગમાં મારવાની હતી એ સાંભરીને પણ તારું કાળજું નથી થડકતું?’

અનન્યા સ્તબ્ધ.

‘હા, હું જાણું છું. મરતી વેળા આવકાર સમક્ષ તારું અસલી રૂપ ઊઘડ્યું ને યમદૂત પાસે થોડી મહોલત મેળવીને તેણે સીધો મને ફોન જોડ્યો...’

હેં!

(અનન્યા માટેનો મોહભંગ થયા પછી આવકારની જીજીવિષા પ્રબળ થઈ : મને એટલી મહોલત આપો પ્રભુ કે મરતાં પહેલાં મારાં પાપ કબૂલી આનંદને ચેતવી શકું, કેમ કે મારા ન રહેવાથી અનન્યા આનંદને મારવાના ઇરાદામાંથી પાછીપાની નહીં કરે. તેને ફાવવા

નહીં દેવાય!

હાંફતા શ્વાસે તેણે ફોન જોડીને આનંદ સમક્ષ ઊભરો ઠાલવી દીધો... મિલનની અમુક તારીખો આપીને જે-તે હોટેલનાં રજિસ્ટર, CCTV કૅમેરાનાં ફુટેજ ચકાસી જોવા કહ્યું. આબુમાં કરવા ધારેલા કાવતરા વિશે કહેતાં ગળું છોલાયું : અનન્યાના મોહવશ મેં તમારું કાસળ કાઢ્યું હોત, પરંતુ કુદરત તમારા જેવા પ્યૉર આદમીનું અહિત ન થવા દે એટલે મને નિપાહનો શિકાર બનાવી અનન્યાનું પોત ઉઘાડવાની ચાલ રમી ગઈ... અનન્યાને તેડવામાં મેં શું ખોટું કર્યું? મારો એ હક નહોતો? મારો પસ્તાવો મારી અવસ્થાવશ છે આનંદબાબુ, પણ એ જ અવસ્થાએ અનન્યાનું ચારિhય ઉઘાડ્યા પછી મૃત્યુપથારીએ હું એટલું માનું છું કે મેં કોઈનું બૂરું ઇચ્છ્યું એટલે મારી સાથે બૂÊરું થયું. પ્રેમી તરીકે હું અનન્યા માટે બધું જોખમ મારા માથે લઈને તમને મારવા તૈયાર થયો એ વ્યક્તિને તો સાચા પ્યારની કદર જ નથી. હોત તો તમારી સાથે બેવફાઈ ન કરત એવો વિચાર મને કેમ કદી ન આવ્યો! કહીને ડચકાં ખાતાં ઉમેર્યું હતું, ‘તમને હું પત્ની વિરુદ્ધ ભડકાવતો નથી, મરતો માણસ જૂઠું ન બોલે એટલો વિશ્વાસ રા...ખ...જો...’

એ લગભગ તેના આખરી શબ્દો બની રહ્યા.

પોતાના મૃત્યુના ખબર અનન્યાને આપવાની આગોતરી જાણકારી નર્સને આપી રાખેલી એટલે અનન્યાએ આવકારનો અંજામ જાણ્યો. એ પહેલાં જોકે આનંદે હૉસ્પિટલમાં વિડિયોકૉલ કરીના આવકારના પાર્થિવ શરીરનાં અંતિમ દર્શન કરી લીધાં હતાં...

અંતરમાં ઘમસાણ મચ્યું હતું. આવકાર તો પાપનું પ્રાયિત્ત કરી, જતાવીને તેનું મોત સુધારી ગયો; અનન્યાનું શું?

આવકારે કહેલા પુરાવા ચકાસ્યા બાદ અનન્યાની હાજરી અસહ્ય હતી. પત્નીની બેવફાઈ હું એક વાર જતી કરી શકત જો તે તેના પ્રેમીને સાચા દિલથી ચાહતી હોત... અનન્યાનું તો કોઈ મૉરલ જ નથી. છૂટાછેડા દેવા તો બહુ સરળ છુટકારો થયો. અનન્યાને તો સ્પેશ્યલ ટ્રીટમેન્ટ મળવી જોઈએ. કંઈક એવું જે તેની અસલિયત છતી કરી દે!)

‘આબુ આવ્યા પછી હિલ-સ્ટેશન પર જે કંઈ થતું રહ્યું એમાં આવકારનો કોઈ જ હાથ નહોતો... મરેલા માણસને જીવતો કરીને ખરેખર તો મારે જોવું હતું કે તું કઈ હદ સુધી જઈ શકે છે...’

હેં. અનન્યાને એકાએક સેફ્ટી હાર્નેસનો ભાર લાગવા માંડ્યો. મોબાઇલ પર મેસેજ, બુકે, બલૂનવાળી ઘટના - બધું આ...નંદનું પ્લાનિંગ હતું!

‘અખબારમાં આવકારને બદલે અવતાર છપાણું એ ભૂલ તને ભુલાવામાં નાખવા પાયાની નીવડી. ટૅક્સી-ડ્રાઇવર શેરસિંહ મૂળ આબુનો છે, પણ મુંબઈમાં સિક્યૉરિટી એજન્સી ચલાવે છે અને આપણી ઑફિસમાં તેના ગાડ્્ર્સં છે એ તું નહીં જાણતી હો... તેને થોડું મભમ કહેવું પડ્યું, બટ હી અરેન્જ્ડ એવરીથિંગ સો પર્ફેક્ટ્લી... બટ હૅટ્સ ઑફ અનન્યા. આવકાર માથે તોળાતો હોવા છતાં તું મને પથારીમાં તાણી ગઈ... આવકારને જાણતી હોવાનું તો દૂર, તે તેને મારા દુશ્મન જોડે સરખાવી દીધો. અરે, પૅરાગ્લાઇડિંગ જોઈનેય તારું રૂંવાડુંય ન ફરકતાં મને તારી બીક લાગે છે અનન્યા, તારી છબિની... મેં રૂપિયા ન ગુમાવ્યા હોત તો કદાચ તારું આ રૂપ મને જોવા પણ ન મળત. તું મને ચાહતી હોવાના ભ્રમમાં મેં જિંદગી ગુજારી નાખી હોત! હવે એક પળ નહીં...’ ત્યાં ટ્રેઇન૨ નજીક આવતાં આનંદે ઝડપ કરી, ‘જો તારો ટ્રેઇન૨ નીલેશ આવી રહ્યો છે... પૅરાગ્લાઇડર તરીકે તેનો રેકૉર્ડ થોડો ખરાબ છે. ખાસ કરીને લૅન્ડિંગમાં સહેલાણી ઈજાગ્રસ્ત બની રહે છે.’

આટલું સાંભળતાં જ અનન્યાની છાતી હાંફવા માંડી.

‘તારે મારો વીમો પકવવો હતોને અનન્યા...’ આનંદના હોઠ વંકાયા, ‘તું કદાચ ભૂલી ગઈ કે તારો ઇન્શ્યૉરન્સ પણ બે કરોડનો છે!’

હે. અનન્યાના ડોળા ચકળવકળ થયા, દિમાગમાં ખળભળાટ મચ્યો. ત્યાં તો ટ્રેઇનરે તેનો હાર્ને‍સ બાંધી દીધી, ‘હવે આપણે ઉડાન માટે તૈયાર છીએ.’

નો! અનન્યાએ ચીખવું હતું.

‘અલવિદા હની...’ દૂર હટતાં આનંદે હાથ હલાવ્યો, ટ્રેઇનરે દોડ માટે કહ્યું અને ખીણ નજીક આવતી ગઈ એમ અનન્યાની જીદ જાગી : નો... મારે નથી ઊડવું... સ્ટૉ...પ ઇટ!

તેનાં હવાતિયાં ટ્રેઇનરને ચકળાવી ગયાં, ‘ઇટ્સ ટુ લેટ મૅડમ. હવે તો કૂદીને લૅન્ડિંગ કરવું રહ્યું. આમ અડચણ નાખશો તો બેઉ ખીણમાં પડીશું - બિલીવ મી, કંઈ નહીં થાય.’

આનંદનો ભાડૂતી આદમી મને છેતરે છે? અનન્યા હાંફી ગઈ. ત્યાં તો બન્ને હવામાં તરતાં થયાં ને ખીણમાં નજર નાખતાં અનન્યાને કમકમાં આવ્યાં. હમણાં ટ્રેઇનર મારી હાર્નેસ છોડવાનો ને હું ની...ચે... ખાબકવાની! ગળે શોષ પડ્યો, હૃદય-કબૂતર ફાટી જવાની હદે ધડકવા લાગ્યુ. મનમાં વિદ્રોહ જાગ્યો : ના, હું એમ તો આનંદને કામિયાબ ન જ થવા દઉં... અનન્યાની ચીસ ફૂટી : હેલ્પ... આ બદમાશ મને ખીણમાં નાખી દેવાનો... નીચે ઉતાર, ઉતાર મને નીચે!

તે ટ્રેઇનરને હાથ-લાતથી પીટવા લાગી, બૅલૅન્સ હચમચ્યું અને...

મેદાનમાં લૅન્ડ થવાને બદલે બેઉ અસાધારણ રીતે વૃક્ષોના ઝુંડ પર પડ્યાં એમાં ટ્ÿેઇનર તો ખાસ ઈજા ન પામ્યો, પણ વૃક્ષની જાડી ડાળખી અનન્યાનાં આંતરડાંમાંથી આરપાર નીકળી ગઈ. ઘટનાસ્થળ પર જ તેણે પ્રાણ ત્યજ્યા. ડચકાં ખાતાં તેનો જીવ ગયો ત્યારે તેને તો એવું જ હતું કે મને મારવામાં આનંદ કામયાબ રહ્યો! ડાઇંગ ડેક્લેરેશન લખાવવા જેટલો અવકાશ મળ્યો હોત તો તેણે આનંદ પર ગંભીર આરોપો મૂક્યા હોત, પણ જીવનમાં બધું ધાર્યું થતું હોત તો-તો અનન્યાનો આવો અંજામ પણ ન હોતને!

€ € €

શેરસિંહ જેવા થોડુંઘણું જાણનારા અનન્યાના અંજામની અરેરાટી પામ્યા, પણ છેવટે તો એ પુ૨વા૨ થયેલો અકસ્માત હતો. સહેલાણી ઉત્સાહથી પૅરાગ્લાઇડિંગ કરવા માગે, પણ પછી કૂદવાની વેળા ફેં ફાટતાં આવા અકસ્માત થયાના કિસ્સા ઓછા નથી. નીલેશ (ટ્રેઇનર)ના બયાને પણ એની પુષ્ટિ કર્યા પછી અનન્યાના મૃત્યુમાં કાવતરું હોવાના શકની ગુંજાશ રહેતી નહોતી... આનંદને એની જોકે રાહત જ હતી. અનન્યાના અંજામ પર બે બુંદથી વધુ અશ્રુ સાર્યાં નહીં, દેખાડા પૂરતાં પણ નહીં.

€ € €

ના, મેં તને નથી મારી અનન્યા. ટ્રેઇનર સાથે મારે કોઈ સેટિંગ નહોતું. તારી વર્તણૂક અભાવ પ્રેરતી હતી ને મારો અંતરાત્મા મને ઝંઝોડતો હતો : ક્યાં સુધી તું અનન્યાને સહી શકીશ! પૅરાગ્લાઇડિંગ સ્ર્પોટ પર તેણે જાણે બળવો પોકાર્યો ને હું આઘાત-આક્રોશ ઉલેચી બેઠો એમાં કશુંય પૂવર્‍નિયોજિત નહોતું. અનન્યાનો બદલો લેવા ટ્રેઇનરનો જીવ જોખમમાં નાખવાનું મારાથી કેમ બને! જાણે-અજાણે મેં તો કેવળ તારામાં ભય પ્રેર્યો‍ - બાકીનું કામ તારાં કર્મો‍એ કર્યું. બાકી એ જ અકસ્માતમાં ટ્રેઇન૨ સાંગોપાંગ ઊગરે ને તું મૃત્યુ પામે એવું કેમ બને? આવકારના આત્માને આજે તૃપ્તિ સાંપડી હશે અને મને મુક્તિ!

આબુના સ્મશાનમાં અનન્યાની ચિતાને અગ્નિદાહ દઈને આનંદે નજર ફેરવી લીધી. મુંબઈથી દોડી આવેલાં અનન્યાનાi માવતરને સંભાળ્યાં : તમારી જવાબદારી હવે મારી.

યા, દીકરીના ચારિત્ર્યનો તેમને આઘાત શું કામ આપવો? આટલા નિર્દય મારાથી નહીં થવાય... અનન્યાના વીમાના પૈસા પણ હું તેમને આપીશ. આવકારની પણ આમાં સંમતિ હશે. મારે તો જૂના જખમને વિસારીને નવી શરૂઆત માંડવી છે, બસ.

આનંદે સંકલ્પનો શ્વાસ ભર્યો ત્યારે સૂર્ય પિમમાં ડૂબી રહ્યો હતો, પણ એ તો નવી એક સવાર લઈને આવવા માટે!

એમાં આનંદ માટે સુખ જ હશે એ ઉમેરવાની જરૂર ખરી?

(સમાપ્ત)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK