કથા-સપ્તાહ - હિલ-સ્ટેશન (માણસ હોવાની મને બીક - 4)

સવારે નવેક વાગ્યે આબુ રોડથી માઉન્ટ આબુનો ઢાળ ચડતી ટૅક્સીમાં લતાનો કંઠ ગૂંજી રહ્યો છે.


અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |  4  |  5 


ડ્રાઇવર ચૂપ છે, પાછળ બેઠેલા પૅસેન્જર્સમાંથી પત્નીએ ચૂપકી તોડી, ‘ટ્રેનની ટ્રાવેલ ફરી હું ન કરું. સચ એ લૉન્ગ જર્ની! સારું થયું ઍર-કન્ડિશન્ડ કોચ હતો ને અગાઉથી તમે બુક

કરેલી ટૅક્સી આપણને લેવા સ્ટેશને મોજૂદ હતી...’

સાંભળીને આનંદના હોઠ મલકી ગયા, ‘ત્યારે તો અમીરીએ તને

વરસ-સવા વરસમાં બદલી કાઢી કહેવાય. બાકી પહેલાં તો મૅડમ થર્ડ ક્લાસમાં મુસાફરી કરતાં હશો, હવે પ્લેનની આદત થઈ ગઈ.’

‘હં...’ અનન્યાથી બોલી જવાયું, ‘પાછા થર્ડ ક્લાસના દિવસો ન આવે એની જ ચિંતા છે હવે.’

‘હોતું હોય!’ આનંદે પત્નીનો હાથ હાથમાં લીધો. ‘મારા નવા બિઝનેસ-પ્લાન્સ જબરદસ્ત છે. જોજેને, ઘરબાર વેચીને ઇન્વેસ્ટ થનારો પૈસો વરસ દહાડામાં ચારગણું રળી આપશે. બસ, આ વેકેશનથી પરત થઈને ઘરનો સોદો પાર પાડી દેવો છે. તું મારી સાથે છેને અનન્યા તો હું પથ્થરમાંથી પાણી કાઢી બતાવીશ.’

વાહ રે મારા ભરથાર, આમ શબ્દજાળમાં મને ન ફસાવો! તમારા કોઈ પ્લાનમાં ભલીવાર નહીં હોય. તમે મુંબઈ જઈને ઘર વેચવાના જ હો તો લખી રાખો - તમે મુંબઈ જીવતા જવાના જ નહીં! એ માટે અનન્યા, હવે તારે એકલીએ જ કંઈ કરવું રહ્યું!

€ € €

માઉન્ટ આબુ!

રાજસ્થાનમાં ગુજરાતની સરહદને અડીને આવેલું ગિરિમથક અત્યંત રળિયામણું છે. પહાડોને ચીરીને જતી પાકી સડકના સર્પાકાર વળાંકો દિલધડક છે. રસ્તાની એક બાજુ પડતી ખીણ ઊંચાઈએ જતા જઈએ એમ બિહામણી થતી જાય છે. નખી લેક, ઘોડેસવારી, ઍડ્વેન્ચર સ્પોર્ટ્સ અને ગુરુશિખર આબુનાં મુખ્ય આકર્ષણો છે.

મંઝિલ નજીક આવી એમ ડ્રાઇવર કહેતો રહ્યો : તમારી હોટેલ ઊંચાણમાં છેવાડે આવી છે. બહુમાળી મકાનને બદલે અહીં બેઠા ઘાટનાં રળિયામણાં કૉટેજિસ છે... સાઇટસીઇંગ માટે તમે મને કહેજો, રીઝનેબલ રેટમાં બે દિવસમાં આબુ ઘુમાવી દઈશ...

‘જરૂર શેરસિંહ...’ આનંદે આધેડ વયના ડ્રાઇવરને ધરપત આપી, ‘તમારો મોબાઇલ-નંબર છે મારી પાસે, હું

જાણ કરીશ.’

ટૅક્સી માઉન્ટ આબુની હદમાં પ્રવેશી કે અનન્યાના મોબાઇલમાં smsનો ટકોરો થયો. જોયું તો અજાણ્યા નંબર પરથી મેસેજ હતો : વેલકમ ટુ માઉન્ટ આબુ ઍન્ડ ઑલ ધ બેસ્ટ ફૉર અવર પ્લાન!

વૉટ ધ હેલ! વેલકમનો મેસેજ કદાચ હોટેલવાળાની કર્ટ્સી હોય, પણ ‘આપણી યોજના’ માટે શુભેચ્છા પાઠવવાનો મતલબ શું?

તેણે ટાઇપ કર્યું : હુ આર યુ?

જવાબમાં એટલું જ આવ્યું : યૉર વેલવિશર!

મારો શુભેચ્છક, આબુમાં? પાછો એવો શુભેચ્છક જે ‘પ્લાન’ને જાણતો હોય... અહં, મારો હમરાઝ તો એક હતો - આવકાર! હી ઇઝ ડેડ. તેની ગેરહયાતીમાં મારી ખબર રાખનાર કોણ ફૂટી નીકળ્યું?

‘શું થયું હની...’ આનંદનું ધ્યાન ગયું. ‘આટલો પસીનો કેમ?’

‘નહીં રે...’ દુપટ્ટાથી પસીનો પોછતી અનન્યાએ ઉચાટ પણ લૂછી નાખ્યો - હમણાં હોટેલ પહોંચીને આનંદની ઍબ્સન્ટમાં આ નંબર ડાયલ કરી જાણી લઉં છું કે મને આવકારવા આટલું કોણ તત્પર છે?

અનન્યાના પ્રયાસ જોકે નિષ્ફળ નીવડ્યા. smsવાળો અનલિસ્ટેડ નંબર સ્વિચ્ડ-ઑફ આવતો હતો. કોણ હશે મારો શુભેચ્છક? ખરેખર એ વેલવિશર જ હશે કે પછી... વિચારો જ વિચારો!

‘તારું ધ્યાન ક્યાં છે?’ આનંદે બે-ચાર વાર ટકોરતાં અનન્યાએ હોઠ કરડીને વિચારમેળો સમેટuો : જે કોઈ હશે તેણે ક્યારેક તો પ્રગટવું પડશે. ત્યાં સુધી હું પણ આગલી ચાલ નહીં ચાલુ!

€ € €

સનસેટ પૉઇન્ટ નજીક આવેલી હોટેલ મહારાજની બાંધણી ખરેખર રૉયલ જણાઈ. એના રમકડાં જેવાં ક્વૉર્ટર્સ સુવિધાભર હતાં.

‘તને જગ્યા ગમીને?’ બુકિંગની જહેમત ઉઠાવનાર આનંદ રોમૅન્ટિક બન્યો, ‘એનું વળતર તો આપ.’

બપોરે સમાગમ માણીને આનંદ સૂઈ ગયો, પણ અનન્યાના ચિત્તમાં તો અજાણ્યો શુભેચ્છક જ ઘૂમરાતો હતો.

સાંજે નજીકના સનસેટ પૉઇન્ટ પર ગયા. ડૂબતા સૂરજના મનોહર દૃશ્યમાં અનન્યા ઘડીભર સઘળું ભૂલી ગઈ.

‘મૅડમ, યે આપકે લિએ...’

આનંદ ઘોડેસવારી કરવા ગયો એ દરમ્યાન બાંકડાની બેઠકે બેઠેલી અનન્યા સમક્ષ બાર-પંદર વરસનો છોકરો રાતા ગુલાબનો બુકે લઈને આવ્યો.

‘મેરે લિએ!’ અનન્યા ચમકી,

‘કિસને દિયા?’

એક પળ લાગ્યું કે જરૂર આનંદની જ કરતૂત હોવી જોઈએ. પૈસો ગયો, પણ રોમૅન્ટિક થવાનું મુકાતું નથી!

‘વો...’ છોકરો આમતેમ જોવા લાગ્યો - લો, આ આનંદ પણ આવ્યા, પરંતુ તેના પ્રત્યે પણ છોકરો બ્લૅન્ક રહ્યો ત્યારે અનન્યાની ઉત્કંઠા તીવ્ર બની.

‘વો આદમી અભી દિખ નહીં રહા, પર હાં...’ છોકરાએ ચપટી વગાડી, ‘તેણે કહેલું કે આવકારે મોકલ્યું છે એમ કહેજે.’

આ...વ...કા...ર! અનન્યા પૂતળા જેવી થઈ. છોકરો દોડી ગયો. આનંદ નજીક ગોઠવાઈને ઘોડેસવારીની મજા વર્ણવે છે, પણ અનન્યાને કશું સ્પર્શતું નથી. તેના ચિત્તમાં ઘમસાણ મચ્યું છે.

જે માણસ મૃત્યુ પામ્યો છે તે ગુલદસ્તો કઈ રીતે મોકલી શકે? તેના નામે કોઈ મને ફસાવી રહ્યું છે? આ ટ્રૅપ છે?

બટ વેઇટ... ટ્રૅપ શું કામ હોય? આનંદને મારવાની ચર્ચા મારા-આવકાર વચ્ચે થઈ એ હું કોઈને કહું નહીં તો શું આવકારે કોઈને કહ્યું હશે? તંદુરસ્ત અવસ્થામાં આવકારે ત્રીજા કોઈને કહેવાનું સંભવ નથી, હૉસ્પિટલના બિછાનેથી કાવતરું ચર્ચવાના હોશ નહીં હોય... તો શું આવકાર ખુદ હયાત છે?

કમકમાટી પ્રસરી ગઈ. આવકારને નિપાહ વાઇરસ વળગ્યો એ મેડિકલ શ્ચિ૨પોર્ટ કદાચ ખોટો ઠર્યો‍ હોય, મરણને આરે પહોંચેલો તે ઊગરી ગયો હોય ને મારું ચારિhય જાણીને મને ફસાવવાની કોશિશ કરતો હોય એ સાવ સંભવ છે!

આખરે મેં તેની લાશ ક્યાં જોઈ છે? મારા પર આવેલો નર્સનો ફોન તેનું જ તરકટ હોય. પેપરમાં પણ પેશન્ટનું નામ અવતાર છપાયું હતું. ખરેખર એ પ્રિન્ટિંગ મિસ્ટેક ન હોય અને અવતાર જ મર્યો‍ હોય, આવકાર જી...વ...તો... હોય!

અનન્યાના ગળે શોષ પડ્યો. પણ આ જ તર્ક બંધબેસતો લાગ્યો. યસ, આવકાર જીવિત હોય અને તે જ મને અપસેટ કરવાની રમત રમી રહ્યો હોય - ફૉર રિવેન્જ! અંતિમ ગણાતી ઘડીઓમાં હું ખુલ્લી પડી અને બાદમાં તેને જીવનદાન મળતાં તેના મગજમાં બદલો જ ઘૂમરાતો હોય!

મને અપસેટ કરીને તારો ઇરાદો મને આનંદ સમક્ષ ખુલ્લી પાડવાનો જ હોય આવકાર, પણ હું એ નહીં થવા દઉં!

‘અનન્યા...’ પતિના ઊંચા સાદે તે ઝબકી. આનંદ પૂછતો હતો : આ બુકે કોણ આપી ગયું?

અને અનન્યાના હોઠ વંકાયા, ભારોભાર આત્મવિશ્વાસથી બોલી, ‘કોઈએ આપ્યો નથી, મેં ખરીદ્યો છે : ફૉર યુ, વિથ લવ!’

બાકીનું મનમાં બોલી : તારી નજરચોકી અમારા પર જ હશે આવકાર. જોઈ લે, તારો દાવ અવળો પડ્યો કે નહીં!

€ € €

બીજો દિવસ સુખરૂપ ગયો.

પતિ-પત્ની શેરસિંહની ટૅક્સી કરીને અડધું આબુ ઘૂમી વળ્યાં. આવકાર ક્યાંય ટપક્યો નહીં. એથી અનન્યાએ માન્યું કે બિચારો એક જ ચાલમાં ચીત થઈ ગયો, પણ એવું નહોતું એની જાણ ત્રીજી સવારે થઈ.

આનંદનો એ બર્થ-ડે! આમ તો આજના દહાડે આનંદે મરવાનું હતું, પણ આવકાર બાબતના ફણગાએ પ્લાન હોલ્ડ પર રાખવો પડ્યો છે, ભલે. તોય આ ગણાવાની તો આનંદનો છેલ્લો જ બર્થ-ડે, કેમ કે તે બીજા બર્થ-ડે સુધી જીવવાનો નથી! પછી ઉજવણીમાં કસર શું કામ છોડવી?

આલિંગન-ચુંબન-બુક્સ-પરફ્યુમની ગિફ્ટથી તેણે આનંદને ઉમંગમાં આણ્યો, પણ પછી શેરસિંહના ફોને કંઈ જ ઠીક રહેવા ન દીધું : સરજી, મૅડમ કે સાથ ફૌરન નખી લેક પે આઇએ, બહોત ઝરૂરી હૈ. યહાં પબ્લિક ઇકઠ્ઠી હો કે તમાશા દેખ રહી હૈ. આ૫ જલદી આઇએ.

તાકીદના બુલાવા વિશે જાણીને અનન્યાએ માની લીધું કે જરૂર આવકારે કશું ડીંડવાણું કર્યું હશે...

ઊચકજીવે તે આનંદ સાથે તળાવના કિનારે પહોંચી. સહેલાણીઓ ટોળે વળીને જાહેરાત માટે બોટહાઉસની ટેરેસ પરથી હવામાં ટીંગાડેલા વિશાળકાય હાઇડ્રોજન બલૂનને નિહાળી રહ્યા હતા. તેમને જોઈને દોડી આવેલા શેરસિંહે પણ

ત્યાં જ આંગળી ચીંધી : બલૂનની જાહેરાત તો વાંચો.

આનંદ-અનન્યાની નજર સાથે જ ત્યાં પહોંચી. બલૂન પર દૂરથી વંચાય એવા અક્ષરે લખ્યું હતું...

આનંદભાઈ, આપકી પત્ની અનન્યાદેવી બદચલન ઔર બેવફા હૈ. આપકા શુભચિંતક - આવકાર!

વાંચીને આનંદ લાલઘૂમ બન્યો, અનન્યાએ ધરતી રસાતાળ થતી અનુભવી. ઇટ્્સ ઑલ ઓવર!

‘દેખો યે ઔરત કે કારનામે...’

લેકના બોટહાઉસની ટેરેસ પરથી હિન્દીમાં લખેલા મેસેજ સાથે

આનંદ-અનન્યાના ફોટોગ્રાફ્્સ નહોતા, એટલે જમા થતા સહેલાણીઓની ભીડમાં તેમને કોઈ જોયેથી ઓળખવાનું નહોતું. તોય તેમની નજરમાંથી ટપકતી ઘૃણા અને વાણીમાં ડોકાતો વ્યંગ અમારા માટે હોવાની તેમને તો માલૂમાત હોય જને! કેટલાક સંજોગોમાં શબ્દો તીર જેવા બની જતા હોય છે, સીધા મર્મસ્થાને વાગે.

‘યે ભાંડા ફોડનેવાલા આવકાર જરૂર બાઈ કા લવર હોગા. કુછ અનબન હુયી ઔર બંદેને સરેબાઝાર ઉસકે કપડે ઉતાર લિએ.’

તર્ક કરનારે કેટલું સચોટ અનુમાન બાંધ્યું હતું!

‘મને તો બિચારા આનંદનું દાઝી આવે છે.’ એકાદે ટિપ્પણી કરી, ‘એક તો બૈરી પીઠ પાછળ રંગરેલી મનાવે. એમાં આ જોઈને તે બિચારાને તો મરવાનું મન થતું હશે.’

સાંભળીને આનંદના વદન પર ખિન્નતા ફેલાણી.

‘આમાં એકલી સ્ત્રીનો દોષ શું કામ કાઢો છો?’ એકાદ જુવાન બાઈએ ઊંચા સ્વરે પોતાની તરફેણ લીધાનું લાગતાં અનન્યા એકકાન થઈ, પણ કથનના ઉત્તરાર્ધમાં બાઈએ આનંદના ઘા પર મરચું ભભરાવા જેવું કર્યું, ‘શક્ય છે તેના વરમાં પત્નીને સંતોષવાની ત્રેવડ ન હોય... બાકી કારણ વિના કઈ પરણેલી સ્ત્રી લફ૨ામાં પડે?’

‘ચાલ મારી સાથે...’ વધુ રોકાવું અસહ્ય હોય એમ અનન્યાનું કાંડું મરોડીને આનંદ હોટેલ લઈ આવ્યો.

‘આ બધું શું છે અનન્યા?’ ક્રોધમાં, લાચારીમાં ત્રાડ પાડતો આનંદ અનન્યાને હચમચાવે છે.

અનન્યા શું બોલે? ભલે અજાણ્યા હિલ-સ્ટેશનમાં, પણ આબરૂનો આવો ધજાગરો કલ્પ્યો નહોતો. આવકારે આ કેવું વેર વાળ્યું! આબુમાં પ્રવેશતાં જ વેલકમનો રહસ્યમય મેસેજ, પછી સનસેટ પૉઇન્ટ પર બુકેની ગિફટ અને હવે બલૂન દ્વારા મારી બદચલનીનું જાહેર વિજ્ઞાપન... વાહ આવકાર, શું ચાલ ચાલ્યો તું! આનંદના આવેશ-આશંકાને મારે કેમ ઠારવા એ સમજાતું નથી...

નહીં, એમ હાર માનીને નહીં ચાલે. નિરાશ થતા મનને તેણે જુસ્સાની ચાબુક મારી. બુદ્ધિની ધાર કસીને તેણે પોતાનો વ્યૂહ વિચારી લીધો. આનંદની વર્ષગાંઠના દહાડે જ મને ખુલ્લી પાડીને તેં આનંદને બર્થ-ડે ગિફટ દીધાનું માનતો હોય તો જરા થમી જા આવકાર, વળતી ચાલ ચાલવાનો હવે મારો વારો છે!

- અને પોતાને હચમચાવતા આનંદની પકડ છોડાવીને અનન્યાએ એટલા જ ચિત્કારથી કહ્યું, ‘હું પણ પૂછું છું આનંદ, આ બધું શું છે? કોણ છે આ આવકાર?’

આનંદ સ્થિર બન્યો, ‘આ તું મને પૂછે છે?’

‘તો બીજા કોને પૂછું?’ અનન્યાએ ખભા ઉલાYયા, ‘આવકાર જરૂર તમારો કોઈ દુશ્મન હોવો જોઈએ. તમારી વર્ષગાંઠના દહાડે મારી આબરૂનો આમ ધજાગરો કરીને ખરેખર તો તેણે તમારું નિશાન સાધ્યું છે એ તમને પરખાતું નથી આનંદ?’

પછી જાણે ધક્કો લાગ્યો હોય એમ બે ડગલાં દૂર હટી, ‘ક્યાંક તમે તેની જાહેરાતને સા...ચી તો નથી માનતાને? હે રામ!’

‘વે...લ...’ આનંદે ડોક ધુણાવી. ‘તારી દૃષ્ટિએ પણ વિચારવું રહ્યું...’

અનન્યાએ શ્વાસ લઈ શકવા જેવો આવકાશ અનુભવ્યો. હાશ!

‘પણ આવકાર નામના કોઈ શખ્સને હું જાણતો નથી.’

‘કમઑન આનંદ, મારા ચારિhય પર વાર કરનાર સાચું નામ આપે તો-તો તેની પોલ ત્યાં જ પકડાઈ ન જાય!’

‘હં... તારી આ ગણતરી પણ સાચી.’

આનંદના વાક્યે અનન્યાને થયું કે કંઠે આવેલા પ્રાણ પાછા દેહમાં વYયા. જીવનદાન મનેય મળ્યું છે આવકાર. હવે રમત વધુ તાણવી નથી, તને ચેકમેટ કરીને મારે આનંદનો ખેલ ખતમ કરી દેવો છે!

(આવતી કાલે સમાપ્ત)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK