કથા-સપ્તાહ - ઘટના (તાણાવાણા : 4)

આનંદ શાહ.


અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |  4  |  5 


વારે-વારે ભૂતકાળની ગર્જના આરવના અસ્તિત્વને હચમચાવી દે છે. સ્મરણોની હેલીમાં ઊતર્યા વિના છૂટકો નથી.

કુકિંગ કૉમ્પિટિશનમાં આનંદથી અસલામતી જાગી ને પોતે તેને સ્પર્ધામાંથી બાકાત કરવા આનંદના

લેમન વૉટરમાં લૂઝ મોશનની ટૅબ્લેટ ભેળવી દીધી... ત્રણ દિવસ માટે તેણે હૉસ્પિટલમાં રહેવું પડ્યું અને સ્પર્ધાના નિયમ મુજબ ચૅનલે તેને રુખસદ આપવી પડી...

‘બિચારો બહુ અપસેટ છે. અમે મળવા ગયા તો એવું રડ્યો...’

મોટા ભાગના સ્પર્ધકો આનંદની ખબર કાઢવા હૉસ્પિટલમાં ગયેલા. તેઓ કહેતા, ‘અમે તો ત્યારે જાણ્યું કે ગુજરાતના હિંમતનગરનો આનંદ તેની વિધવા માનો એકનો એક સહારો છે. તેની મા ત્યાંના અનાથાશ્રમમાં નાનાં ભૂલકાંઓની દેખભાળનું કામ કરે છે.

મા-દીકરો ત્યાંની જ એક ઓરડીમાં રહે છે.’

આનંદને મળવા હું ગયો નહોતો. કર્ણનાં કવચ-કુંડળ કપટથી છીનવ્યા પછી અર્જુને તેના દુ:ખમાં રડવાનું ન હોય, પણ અન્ય હરીફ મિત્રો કહેતા એ દિલગીરીના ભાવ સાથે સાંભળતો ખરો.

‘આનંદ ઘણી વાર તેની દીદીનો ઉલ્લેખ નથી કરતો? તે છોકરી આશ્રમની સામેના ઘરમાં રહે. આનંદ ઘણા ભાગે દીદીના ઘરે જ પડ્યો-પાથર્યો હોય. રસોઈનો ચસકો દીદીની કંપનીમાં જ વળગ્યો. માને તે કહેતો : હું મોટો કુક થઈને તને દુનિયા ઘુમાવીશ... જવાબમાં સાવિત્રીમા હેતથી દીકરાના માથે હાથ ફેરવે : મને દુનિયા ફરવાની તમન્ના નથી દીકરા, પણ તું મોટો માણસ બને તો આ આશ્રમની બાજુમાં ભૂખ્યા જન માટે જરૂ૨ અન્નક્ષેત્ર ચાલુ કરજે.’

વાહ. એક સામાન્ય કામ કરનારીનો કેવો ઉમદા વિચાર. બેશક, આનંદ જીત્યો હોત તો માનું સમણું પૂરું કરવાની દિશામાં મોટું કદમ ગણાત, પણ વાંધો નહીં. તેની ટૅલન્ટ જેન્યુઇન છે. હી વિલ ગેટ અધર ચાન્સ. બાકી મેં કાવતરું કરીને તેને હટાવ્યો ન હોત તો પણ મારાથી તે જીતી શકત એવું કેમ માનવું?

‘તેની મધરને કૅન્સર છે.’

અરેરેરે. મેં હળવો આઘાત અનુભવ્યો.

‘સાવિત્રીમાને જીતવાનું પ્રૉમિસ દઈને તે મુંબઈ આવ્યો હતો... મા જિંદગીનો જંગ હારવાની એરણે છે. કૅન્સર ત્રીજા સ્ટેજમાં પ્રસરી ચૂક્યું છે. ખરેખર તો મા અને દીદીએ જ હિંમત આપીને તેને ભાગ લેવા પ્રેર્યો હતો. દીદીને કારણે

તેને માની ફિકર ન રહેતી. ચૅનલે આપેલા નવા મોબાઇલમાં રોજ વિડિયોચૅટ થતી. મા તો આવી નથી શક્યાં, પણ આનંદની દીદી આવી છે. તેય આઘાતમાં છે. અમને કહેતી’તી કે સદા હસમુખો રહેનારો છોકરો કેવો મૂરઝાઈ ગયો. આનંદને મેં આટલો અપસેટ કદી જોયો નથી...’

ડેમ ઇટ. આવી બધી ખબર હોત તો મેં એ ન જ કર્યું હોત જે કર્યું. અંતરાત્મા ડંખવા લાગ્યો એટલે ઘટના વિસારીને મેં ફિલોસૉફીનો સહારો લીધો : હું તો નિમિત્ત, છેવટે તો એ જ બનવાનુંં જે સૌના ભાગ્યમાં લખ્યું હોય છે! આજે હું રેસમાં છું. શક્ય છે આટલું કરીને પણ મારે જીતવાનું ન હોય તો કાલે હું માંદો પડું, મને અકસ્માત થાય. આવનારી ઘડીની ક્યાં કશી ગૅરન્ટી હોય છે! જે બન્યું એને કિસ્મતનો હવાલો આપીને મેં જાતને સેરવી લીધી. મનમાં પાપની યાદ નહોતી કે હૈયે પસ્તાવાની જગ્યા નહોતી... જરૂર પણ ક્યાં રહી?

પછી તો સ્પર્ધા મારા માટે વનસાઇડેડ બની રહી. છેવટે વિજેતાપદ પણ મને જ મળ્યું. રેસ્ટ ઇઝ હિસ્ટરી. પછીની કહાણીમાં આનંદ ક્યાંય નહોતો. સાજો થયા પછી તેની દીદી તેને હિંમતનગર લઈ ગઈ એટલા ખબર હતા. વિશેષ જાણવું પણ કોણે છે? મારી જીત બદલ આનંદે પણ ક્યાં વધાઈ આપી! મને એવી અપેક્ષા પણ કેમ હોય? મને પાંખો હતી, આકાશ હતું, ઊંચે ને ઊંચે ઊડવા સિવાય બીજું કંઈ જ સૂઝવાનો અવકાશ નહોતો. આખરે હું આરવ દીવાન... આઇ મેડ ઇટ! મા-પિતાને આનો કેવો ગર્વ છે.

અને હવે તો હૈયે મૌનવી પણ ટહુકા કરે છે...

તેની સમક્ષ હૃદયભાવ ઉજાગર કરવાનું વિચારું છું ત્યાં સાવ જ અણધાર્યો ફોન આવે છે : તમારું પાપ કબૂલી લો, નહીંતર...

આનંદને માર્ગમાંથી હટાવવાના કપટ જેટલું જ પાપ થયું છે જીવનમાં, બાઈ એની જ કબૂલાતનું કહેતી હોય.

વર્તમાનની કડી સાંધતાં આરવે ઊંડો શ્વાસ લીધો:

કોણ હશે તે સ્ત્રી? આનંદ સાથે તેને શું સંબંધ હશે? તેની માતા તો કદાચ હયાત ન હોય, તો શું તેની પેલી દીદી કે પછી પત્ની હશે? પણ કોઈનેય આનંદના નિકાલમાં મારો હાથ હોવાની ગંધ આવે જ કેમ? ખુદ આનંદ જે નથી જાણતો એ બીજું તો કોઈ જાણે જ કેમ?

અલબત્ત, એક ફોનથી હું કંઈ કબૂલાત કરવાનો નથી, કરું તો બાપદાદાની આબરૂને બટ્ટો લાગે, સમાજમાં કૂથલી થવા માંડે : દીવાનનો વંશજ આવો કપટખોર?

અહં. કબૂલાત તો હરગિજ નહીં કરું... જોઉં તો ખરો કે આવી ધમકી દેનારી બાઈ કઈ હદ સુધી જાય છે! એલફેલ બોલવાની થઈ તો કોર્ટમાં ઘસડી જઈશ હું... પુરાવા વિના કોઈ કશું પુરવાર કરી નહીં શકે.

આખી રાત આરવ છેલ્લું વાક્ય ઘૂંટતો રહ્યો. રાહત વર્તાઈ. શું થવાનું હતું એની કોને ખબર હતી?

€ € €

‘હું નીકળું છું મા-પપ્પા...’ ગુરુની બપોરે મૌનવીએ માતા-પિતાને પગે લાગી રજા લીધી, ‘બધું સમુંસૂતરું પાર ઊતરે એવી પ્રાર્થના કરજો.’

આ વખતની મુલાકાતમાં આનંદના નામ પર પોતે આશ્રમનાં બાળકો-સંચાલકની સહાયથી અફલાતૂન નાટક ઉતાર્યું છે. પપ્પા-મમ્મી સિવાય બાકીના સૌને એમ જ કે સપના અને વાસ્તવના તાણાવાણા દ્વારા આનંદની સ્મૃતિ પુન: જીવિત કરીને હું યુટ્યુબ પર નાટકનો વિડિયો ફરતો મૂકી આનંદને શ્રદ્ધાંજલિ અર્પવા માગું છું. હકીકત ઊઘડતાં સૌ ચોંકી જવાના!

મૌનવીની નજર પાછળ દેખાતા આશ્રમની એ જ રૂમ પર પડી જ્યાં આનંદ તેનાં સાવિત્રીમા સાથે રહેતો... સાવિત્રી માનો શ્રવણ હતો તે. સાવિત્રીમાએ પણ જિંદગીની વિપદાઓ વિસારીના લાડકોડથી દીકરાને ઉછેર્યો હતો.

આમ તો આશ્રમનાં બધાં બાળકો મૌનવીને વહાલાં, પણ આનંદની તો વાત જ નિરાળી. મૌનવીના પેરન્ટ્સનોય તે એટલો જ લાડકો.

અમારા હેતપ્રીત પર પહેલાં કુદરતની નજર લાગી... મૌનવીએ નિ:શ્વાસ નાખ્યો : સાવિત્રીમાને કૅન્સર નીકળ્યું. બીજી બાજુ કુકિંગ કૉમ્પિટિશનનો પ્રચાર થતાં આનંદને એમાં ભાગ લેવા પ્રેરિત કર્યો‍. કુકિંગની મને પણ પૅશન હતી. શોમાં હું પણ પાર્ટ લઈ શકી હોત, પણ મને આનંદનાં સમણાંની વધુ અગત્ય હતી.

કેટલાં સમણાં સાથે આનંદ મુંબઈ ગયો હતો. પહેલા બે રાઉન્ડમાં ન જીત્યો, પરંતુ ત્રીજા-ચોથા રાઉન્ડમાં તેણે લીડ લઈ લીધી... પણ પછી તબિયત અણધારી લથડતાં આનંદ શોની બહાર થયો ને સાવિત્રીમાને ઈfવરનું તેડું આવ્યું. તેમની વિદાય નિશ્ચિત હતી, પણ આનંદને હચમચાવી ગઈ : હું માની આખરી ઇચ્છા પણ પૂરી કરી ન શક્યો!

તેનું હાસ્ય, તેની પૉઝિટિવિટી સર્વ કંઈ તેનાં અશ્રુઓમાં હોમાઈ ચૂક્યું. ત્યાં સુધી કે આનંદે રૂમના પંખે લટકી આત્મહત્યા કરી લીધી!

જાણે અત્યારે પણ આનંદ લાશ બનીને રૂમમાં લટકતો હોય એમ મૌનવી હળવું ચિત્કારી ઊંઠી.

આનંદની વિદાય સાથે પોતે અસ્તિત્વનો ટુકડો ખાલી થતો અનુભવ્યો છે. તેની રૂમ આજેય એવી ને એવી જ છે. આજેય હું ત્યાં જાઉં છું ત્યારે આનંદનું સાંનિધ્ય અનુભવું છું. અમસ્તી જ તેનો કબાટ ગોઠવું છું, રસોઈની કિતાબો ખંખોળું છું...

પણ ખરો ચમત્કાર આઠેક મહિના અગાઉ થાય છે. આમ જ એક બપોરે હું આનંદની સ્મૃતિયાત્રા વાગોળતી તેની નિશાનીઓ સમેટી રહી છું અને મારા હાથમાં મોબાઇલ આવે છે.

આનંદને કુકિંગ-શોના શૂટ માટે મળેલો સેલફોન મારાથી અજાણ્યો નહોતો. અગાઉ પણ જોઈ ચૂકી છું,

પરંતુ એક જ તસવીરમાંથી દર વખતે અલગ-અલગ ભાવાર્થ જડી આવે એવું કંઈક બન્યું.

ફોન મચડતાં એક ફિલ્મ મળી આવી. દોઢ મિનિટના એ શૉર્ટ વિડિયોમાં એક વ્યક્તિ આનંદના લીંબુપાણીમાં કશીક દવા ભેળવતી દેખાઈ.

અને તે આરવ હતો!

શું બન્યું હશે એ મૌનવીને સમજાઈ ગયું. આનંદ વગેરેએ શૂટ દરમ્યાન મોબાઇલ કિચનના પ્લૅટફૉર્મ પરના સ્ટૅન્ડ પર મૂકવાનો રહેતો. સમહાઉ એ દહાડે બ્રેકમાં જતી વેળા તેનાથી વિડિયો રેકૉર્ડિંગનું બટન દબાઈ ગયું હશે યા ખુદ ગુનેગારથી કળ દબાઈ ગઈ હોય. તો જ આરવ અનાયાસ પાપ આચરતો ઝડપાયો! આનંદની તબિયત બગડી નહોતી, બગાડવામાં આવી હતી. બબ્બે રાઉન્ડથી જીતતો આનંદ આરવ દીવાન માટે ખતરારૂપ હતો એટલે તેણે આ રીતે તેનું પત્તું સાફ કર્યું. સૌએ એ ઘટનામાં નસીબનો દોષ કાઢ્યો, પણ આનંદનો ખરો અપરાધી તો આરવ છે. એ સિવાયનો બીજો કોઈ અર્થ આમાંથી નીકળતો નથી.

આરવના પગલે એક મરતી મા પોતાનું સમણું સાકાર થતાં જોઈ ન શકી, દીકરાએ એની વ્યથામાં આત્મહત્યા વહોરી... આનંદને તો હું બચાવી ન શકી, તેના ગુનેગારને છટકવા નહીં દઉં... સ્પર્ધા જીતનાર આરવની એક્સપર્ટાઇઝની મને કદર હતી. તેનો શો હું નિયમિત નિહાળતી એ દૃષ્ટિએ આરવ અજાણ્યો નહોતો. છતાં આનંદના દેહાંતનાં ચાર વરસે મને સબૂત મળ્યું છે ત્યારે ગુનેગારને પૂરેપૂરો જાણી લેવો પડે...

કુદરત હવે મારા ખોળે બેઠી હોય એમ આના થોડા જ અરસામાં આરવે ઍન્કરિંગ માટેની ઍડ આપી, મેં એપ્લાય કર્યું ને આજે સ્થિતિ એ છે કે હું તેની વિશ્વાસુ બની ચૂકી છું! કદાચ એથીયે વધુ.

મૌનવીએ હોઠ કરડ્યો.

આરવને અપરાધી તરીકે ઓળખ્યો ન હોત તો આંખ મીંચીને હું તેના પ્રેમમાં પડી હોત.... કુકિંગની તેની પૅશન અદ્ભુત હતી. અનેક પ્રાંતોમાં તેની સાથે ફરવાનું બન્યું, પણ ક્યાંય અણછાજતી છૂટ લેવાની વૃત્તિ નહીં. ભારોભાર સ્ત્રીદાક્ષિણ્ય. દીવાન હોવાનું ગૌરવ નસેનસમાં ટપકે. આવો જુવાન કપટ આદરી જ કેમ શકે? ક્યાંક

મારો ભ્રમ નથીને? આરવને હું ગલત તો નથી સમજતીને?

પ્રશ્નો પજવી જતા, પણ ફરી આનંદવાળો વિડિયો જોતી ને દ્વિધા શમી જતી. હૃદયને વાસ્તવનું તાળું મારીને તે જાતને વારતી. આરવ ધીરે-ધીરે તેનું અંગત ઉખેળતો થયો. લતાનાં ગીતોથી માંડી પૉલિટિક્સની ચર્ચા આરંભતો. બધું સહજપણે, અનાયાસ થતું. મૌનવીને પરખાતું. ભીતર ક્યાંક એની કંપારી અનુભવાતી ને ક્યાંક રાક્ષસી આનંદ પણ થતો : ગુડ. આરવ જેટલો મારો ભરોસો કરશે, મારામાં વિશ્વાસ મૂકશે એટલું જ મારો પલટવાર તેને વેદના આપશે...

ધૅટ્સ માય રિવેન્જ. આરવને પ્રણયમાં પલોટવાનું મારા મિશનનો ભાગ નથી, મેં સભાનપણે એવા પ્રયત્નો કર્યા પણ નથી. હું તો એમાં જ ગુલતાન રહેતી કે આરવને એક્સપોઝ કેમ કરવો? તેને ઉઘાડો પાડવાના ઇરાદે હું અનાથ યુવતી તરીકે તેની કંપનીમાં થાળે પડી. હિંમતનગરની કોઈ ક્લુ મારે આરવને દેવી નહોતી એટલે આટલું જૂઠનું રિસ્ક લીધા વિના છૂટકો નહોતો.

મારું ધ્યાન તક ખોળવામાં રોકાયેલું રહેતું એવામાં આરવના ડૅડીની ૬૦મી વર્ષગાઠના ભવ્ય ફંક્શન વિશે જાણ્યું. દીકરાને એક્સપોઝ કરવા બાપની વર્ષગાંઠથી વધુ સારો અવસર શું હોય!

બર્થ-ડેમાં આરવ પિતાને ટ્રિબ્યુટ આપતી ડૉક્યુમેન્ટરી દેખાડવાનો છે એટલે જાયન્ટ સ્ક્રીન્સની પણ વ્યવસ્થા થવાની છે તો આખી ઘટનાને ફિલ્મરૂપે દર્શાવી હોય તો? એ જોતાં જ મહેમાનોના પેટમાં ગુડ-ગુડ શરૂ થાય એ માટે તેમની વાનગીમાં સાગમટે જમાલગોટા ભેળવી દેવાનું કેવું રહે?

દીવાન કદી ન ભૂલી શકે એવું!

એની તૈયારી સાથે આરવ દીવાન હું આવી રહી છું!

€ € €

‘મિસ મૌનવી?’ બીજી સવારે સિસિલ્યાએ ફોન જોડીને સ્ટાફની ઔપચારિકતાથી પૂછ્યું, ‘સર તમને બે દિવસથી યાદ કરે છે. કૅન યુ પ્લીઝ ડ્રૉપ ઇન?’

યા, આરવનો ફોન હતો ખરો - તારા વિના ગમતું નથી... હં!

‘કમિંગ.’

€ € €

શી ઇઝ ધે૨! ઑફિસની બારીમાંથી બહારનું દૃશ્ય જોતી સિસિલ્યાએ મૌનવીને ટૅક્સીમાંથી ઊતરતી જોઈ.

પછી સામે પડેલી ચાની ટ્રેના એક કપમાં લૂઝ મોશનની દવા ભેળવી દીધી.

€ € €

અડધા કલાક પછી અર્ણવ સાથે

બર્થ-ડે પ્લાનિંગની ચર્ચા કરતી મૌનવીએ પેટમાં ગરબડ અનુભવી. આ સિસિલ્યાએ ધરેલી ચા પીધા પછી આ શું થવા માંડ્યું?

‘શું થાય છે?’ આરવ ચિંતિત બન્યો. આરવની કન્સર્ન સ્પર્શી જનારી રહી, પણ મૌનવી તો હૈયા આગળ પથ્થર ધરીને બેઠી હતી.

‘નથિંગ ધૅટ હાર્મફુલ.’ જવાબ ખાસ ચા સર્વ કરવા ઑફિસમાં આવેલી સિસિલ્યાએ આપ્યો, ‘જે દવા મૅડમ મૌનવી ઉર્ફે આનંદની દીદી તમારા ડૅડીની પાર્ટીમાં સૌને પીવડાવવા માગતી હતી એ જ તેની ચામાં ભેળવીને પાર્ટી પરનું વિઘ્ન મેં હટાવી દીધું છે!’

હેં. ઉપરાઉપરી ધડાકાએ આરવ હચમચી ઊઠ્યો. મૌનવી ફાટી આંખે સિસિલ્યાને નિહાળી રહી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK