કથા-સપ્તાહ - ઘટના (જીવનજ્યોત - 3)

‘ચંદા હૈ તૂ મેરા સૂરજ હૈ તૂ...’


અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |  4  |


લતાની લોરીથી નાનકડા શિશુને તેડીને સુવડાવવા મથતી માનું દૃશ્ય નેહાલીને ભીતર ક્યાંક ભીંજવી ગયું. ટીવી-સ્ક્રીનના દૃશ્યને બદલે ધૂંધળી છબિ ઊપસી આવી. કદાચ કોઈ ઘરનું પ્રંાગણ છે જેમાં એક સ્ત્રી-પુરુષ વહાલથી દીકરીને ઝુલાવી રહ્યાં છે...

મગજની તમામ ચેતા કેãન્દ્રત કરીને તે આ છબિ સાફ કરવા મથતી, પણ નાકામ રહેતી. દૃશ્યમાંની બાળકી હું છું ને વહાલથી ઓપતાં એ મારાં માબાપ છે એવું માનવું ગમતું, સાચું હોય કે ન હોય!

નેહાલીએ ઝાટકાભેર વિચારો ખંર્ખેયા. અત્યારે મારું ફોકસ કરમબેલેની હવેલી પર હોવું ઘટે. ગઈ રાતે મારા ગ્રાહક બનીને આવેલા અકિંજયે ત્યાંના પૂજારીની હત્યાની સોપારી દીધી છે એ સત્ય મારે પોલીસને જણાવી દેવું જોઈએ?

અહં, પોલીસ પુરાવા માગશે, જાણીનેય ઍક્શન લે જ એવી શી ખાતરી? એના કરતાં મારે ખુદ મંદિરના મુખિયાજીને જ ચેતવી દેવાના હોય! હું ભલે દેહનો સોદો કરતી હોઉં, કોઈની હત્યાનું જાણીને ચૂપ બેસું તો મારી માણસાઈ લાજે...

પોતે દહાણુ રહેતી એટલે ગુજરાતની સરહદે આવેલું કરમબેલે ગામનું નામ તો સાંભળ્યું છે... એક દિવસ ગામની મુલાકાત લેવી પડશે.

- એ એક દિવસ કેવો નીવડવાનો હતો એની નેહાલીને ક્યાં ખબર હતી?

€ € €

અને ચોથા બુધની બપોરે હાઇવે પર ઊતરીને તેણે ગામ જવા રિક્ષા પકડી : હવેલી જવું છે ભાઈ...

એકલપટો વિસ્તાર વટાવીને છેવટે રિક્ષા વસ્તીમાં પ્રવેશી. પાદરની ધૂળમાં રમતાં બાળકો તેને મલકાવી ગયાં. નદીનો આ ઓવારો, ગ્રામ્ય શાળાનું પ્રાંગણ, પેલી કોરની આંબાવાડી, દક્ષિણમાં શિવમંદિરની ફરફરતી ધજા, ફળિયા વચ્ચે આવેલો આ કૂવો.... નજર આગળથી પસાર થતાં દૃશ્યો સ્મૃતિપટમાં સળવળાટ પ્રેરી રહ્યાં હતાં : આ બધું મને અજાણ્યું કેમ લાગતું નથી! ભીતરથી જાણે પડઘો ઊઠતો હતો : નેહાલી, તું અગાઉ અહીં આવી ચૂકી છે!

રિક્ષા હવેલીના પ્રવેશદ્વારે ઊભી રહી ત્યાં સુધીમાં તો નેહાલીના હૈયે ઝંઝાવાત જાગી ચૂક્યો હતો.

€ € €

આ હવેલી! બપોરે ચારના તાપમાં ફૂલોથી શણગારેલી હવેલી ભવ્ય જણાતી હતી અને માંડવામાં માનવમહેરામણ તો જુઓ! સહેજે હજાર માણસ હશે... ગલીના નાકે જોવા મળેલી ત્રણ લક્ઝરી બસ જ સૂચવે છે કે અધિક મહિનામાં અહીં દૂર-દૂરથી ભક્તજનો આવતા હોવા જોઈએ... પોતપોતાના ગ્રુપમાં ગોઠવાઈને કોઈ ગામગપાટા હાંકે છે, દૂર બેઠી મંડળીએ રામધૂન જમાવી છે, બાળકોને બહાર વેચાતાં બલૂન અને પિપૂડીમાં રસ છે. જમણે છાશના કાઉન્ટરનો લાભ પણ વૈષ્ણવો લઈ રહ્યા છે... કોઈ બોલી ગયું કે હવે પોણાછએ સંધ્યાઆરતીનાં દર્શન ખૂલશે...

વરસો પછી કોઈ મંદિરના પ્રાંગણમાં પગ મૂકનારી નેહાલીને થયું કે મંદિરના આ ઓટલે બેસવું જોઈએ. કોઈ અદૃશ્ય તત્વ પ્રેરતું હોય એમ ચંપલ જૂતાં-સ્ટૅન્ડમાં જમા કરાવીને તે ઉઘાડા પગે પગથિયાં તરફ વળી. આ તાપ મને દઝાડતો નથી, આ ધરતી મારાં પગલાંને પહેચાનતી હોય એમ કેમ લાગે છે! પહેલા પગથિયે ડગ મૂકતાં વિચિત્રસી ઝણઝણાટી થઈ. અહીં તો હું કેટલી વાર આવી ગઈ છું!

‘સુરીલી અહીં કેટલું રમતી.’

ઉપલા પગથિયાની પાળે ગોઠવાતી નેહાલી પોતાનાથી એક હાથ દૂર ઓટલે બેઠેલા પ્રૌઢ દંપતીને નિહાળી રહી. સાદો છતાં સુઘડ પોશાક, વ્યક્તિત્વમાં ટપકતી ગરવાઈ અને વદન પર થીજી ગયેલી ઉદાસીનતા... સુરીલી તેમની દીકરી હોવી જોઈએ. સુરીલી. આ નામે ઝણઝણાટી જેવી કેમ પ્રસરી!

‘પોસ્ટ-ઑફિસની નોકરીએથી છૂટીને ઘરે આવું કે બહેનબા તૈયાર જ હોય : પપ્પા, મને મંદિર લઈ જાઓ!’

‘તમારામાં તો તેનો જીવ.’ પત્ની બોલી, ‘યાદ છે, અહીંના મુખિયાજી તો કહેતાય ખરા કે તમારી સુરીલી એકની એક હોય તો શું થયું, દીકરાથી સવાઈ નીવડીને તમારી આંતરડી ઠારશે... રોજ સાંજે તેમના હાથની બંટાગોળીનો પ્રસાદ લીધા વિના તેને ચાલતું નહીં.’

નેહાલીએ પોતાના મોંમાં બંટાગોળીનો સ્વાદ અનુભવ્યો.

‘દીકરી જીવતી હોય તો આંતરડી ઠારેને! ’ પિતાએ નિ:fવાસ નાખ્યો.

‘ખબરદાર સુરીના પપ્પા, જો ફરી આવું બોલ્યા તો. કહેનારા ગમે એ કહે, આપણે તો તેના પુનરાગમનની જ રાહ જોવાની છે. જોજોને, આ વખતે આખો અધિક નકોરડો કરવાની છું. પછી તો ઈfવર રીઝશેને! ’

નેહાલી રહેવાયું નહીં. પૂછવા જતી હતી કે તમારી સુરીલી સાથે થયું શું? ત્યાં...

‘નિત્યાનંદ મહારાજ કી જય!’

આંગણે અટકેલી કારમાંથી ઊતરીને કેસરિયા ધોતી-કુર્તામાં સોહામણા ભાસતા જુવાનને ભાળીને ભાવિકોમાંથી ચાર-છ જણે જયઘોષ બોલાવ્યો એટલે નિત્યનું મુખ મલકી ગયું, જ્યારે નેહાલીએ દુપટ્ટાનો છેડો ખેંચીને મુખડું છુપાવવું પડ્યું : આ તો અકિંજય. મુંબઈનો વેપારી આ વેશમાં?

અહં, ખરેખર વેશ તો અકિંજયનો હતો - નેહાલીને ગડ બેઠી. આબરૂ ખાતર અમે વેશ્યાઓ અસલી ઓળખ છુપાવીએ એમ ગ્રાહકો પણ પોતીકા કારણસર મહોરું ઓઢીને મળે એવું બનતું હોય છે. નિત્ય અકિંજય બન્યો એમ!

તેની નજરે ચડવામાં જોખમ છે. મુંબઈની વેશ્યા કેવળ દર્શનાર્થે આવી હોય એવું માની લે એવો ભોટ નથી નિત્ય. રખેને હું તેનો ભાંડો ફોડી દઉં એ બીકે પણ મને નુકસાન પહોંચાડવા માગે એ સંભવ છે. નેહાલી ત્યાંથી સરકીને નિત્યની પીઠ પાછળના છાશના કાઉન્ટરે પહોંચી.

‘અધિક માસની ઉજવણીમાં સૌથી વધુ દોડધામ નિત્યાનંદજી કરી રહ્યા છે. વાપીથી ટ્રસ્ટીએ તેમની કાર ખાસ તેમના માટે મોકલી છે.’

વૉલન્ટિયરની વાતચીતમાં નેહાલીને નિત્યાનંદના પ્રભાવની ભાળ વર્તાણી. -તો પછી નિત્ય જેને મારવા માગે છે એ મહારાજ કેવી હસ્તી છે?

‘બધી દોડધામ નિત્યાનંદજી કરે છે તો શું મુખ્ય મહારાજની તબિયત...’ નેહાલીએ દાણો ચાંપતાં માહિતી મળતી ગઈ : ના ૨ે, મુખિયાજી હજી કક૨ા છે. નિત્ય તેમનો ભત્રીજો છે. ત્રીજા માળે મુખિયાજીના પરિવાર ભેગો રહે છે. કુટુંબમાં મુખિયાજીનાં ધર્મïપત્ની રુક્ષ્મણીબા અને નિત્ય જેવડો જ પુત્ર રામાનંદ છે...

‘મા, છાશ પીને અંકલ માટે લેતા જઈએ. આન્ટી પાણી સિવાય કંઈ નહીં લે.’

પીઠ પાછળ પુરુષસ્વર અફળાતાં નેહાલીએ સરકવામાં સલામતી જોઈ. િïતરછી નજરે નિહાળી લીધું કે નિત્ય પ્રાંગણમાં નથી, હાશ.

નજર ફેરવતી તે ચમકી. પોતાનાથી સહેજ ક્રૉસમાં, છાશના કાઉન્ટર પર આવીને ઊભેલા અત્યંત આકર્ષક જુવાન સાથેનાં સન્નારીને જોતાં જ તેનાં નેત્રો પહોળાં થયાં, છાતીમાં હાંફ પડી : મા...યાબહેન!

તેમનો સાડલો સાદો છે, ગળામાં મંગળસૂત્ર નથી. અર્થાત્ મનોહરઅંકલ ન....થી રહ્યા. અર;રેરે.

તેમનું વાત્સલ્ય સાંભરીને ઉદાસ બનતી નેહાલી બીજી પળે ચમકી : માયાબહેન સાથેનો આ જુવાન અં...ત...ર... છે!

હા, હા... અંતર જ. હૈયું પોકારી ઊઠ્યું : એ જ ફૂટડો ચહેરો, એ જ મોંફાડ, એ જ વદનની મોહકતા!

દોડી જઈને વળગી પડવાની ઇચ્છા થઈ કિશોરાવસ્થાના મિત્રને. પણ ના, હું તેને લાયક ક્યાં!

પગને મક્કમતાની બેડીથી જકડી રાખ્યા નેહાલીએ, પણ આંખ હટાવી ન શકી. કાને આપોઆપ તેમની વાતો પડતી રહી.

‘ઉપવાસ કરવાથી ગુમ થયેલી વ્યક્તિ પાછી મળતી હોત તો નેહાલી ખાતર હું પણ અન્ન ત્યાગું...’

કોણ, અંતર આમ બોલી રહ્યો છે! હું ગુરખાના બળાત્કારનો ભોગ બની ચૂક્યાનું જાણતો જ હોય તો પણ? નેહાલીનું હૈયું ઉમડઘૂમડ થયું. ‘નેહાલીએ આશ્રમ છોડવામાં ઉતાવળ કરી... તેણે તો કદાચ જાણ્યું પણ નહીં હોય કે તેની આબરૂ લૂંટનારો નેપાલી ગુરખો પણ એ જ રાતે આશ્રમ છોડીને ગામભેગો થવા જે બસમાં બેઠો એને ગમખ્વાર અકસ્માત નડતાં ઘટનાસ્થળ પર જ મૃત્યુ પામ્યો.’

(હેં. પણ આયુષ્યના થોડા કલાક પહેલાં કેવો કોહરામ મચાવી ગયો ગયો બદમાશ મારા જીવનમાં!)

‘હું તો કહીશ કે નેહાલીનો જ નિસાસો તેને નડ્યો...’ માયાબહેન છાશનો ઘૂંટ ગળીને બોલ્યાં, ‘નેહાલીએ આપણા આવવાની ધીરજ ધરી હોત તો હું તેને સમજાવત કે શરીર અભડાવાથી આત્મા દૂષિત થતો નથી. કોઈના કુકર્મની સજા તું ખુદને શું કામ આપે છે?’

નેહાલીને થયું કે વરસો અગાઉ માયાબહેને ખોળામાં લઈને મને આમ સમજાવ્યું હોત તો હું માની ગઈ હોત, જિંદગીનો પ્રવાહ પલટાત નહીં...

‘આપણે તેને ક્યાં ન શોધી! જોને, આજે પણ તેને ક્યાં વિસયાïર્ છીએ?’ માયાબહેને નિ:શ્વાસ નાખ્યો. ‘બિચારી. બળાત્કાર તેના ભાગ્યમાં એવો લખાયો...’

ત્યાં છાશ માટે ચાર-છ ભક્ત આવી જતાં મા-દીકરો થોડે દૂર ખસ્યાં, તેમની ચર્ચા કાને પડતી બંધ થઈ. હિંમત કરીને નેહાલી થોડી નજીક ઊભી રહી. હં. હવે સંભળાય છેï. માયાબહેન કહી રહ્યા છે કે...

‘તારે નેહાલીનો ઇલાજ કરવો હતો, ને તું ડૉક્ટર થયો...’

(અંતર સાચે જ ડૉક્ટર બન્યો!)

‘તને શું લાગે છે, વીત્યાં વરસોમાં નેહાલીની યાદદાસ્ત આવી હશે?’

‘મેમરી લૉસ ઇઝ અ વાસ્ટ સબ્જેક્ટ મૉમ, તપાસ વિના કહી ન શકાય. કોઈ કિસ્સામાં કોઈ ટ્રીટમેન્ટ કામ નથી લાગતી. ક્યારેક એવું પણ બને કે વ્યક્તિ એ જ માહોલમાં પાછી ફરે તો અનાયાસ ખોવાયેલી સ્મૃતિ સજીવન થવા માંડે...’

‘મતલબ નેહાલીને આપણે કરમબેલે લાવવી પડે...’ છાશનો ખાલી ગ્લાસ ડસ્ટબિનમાં ફેંકીને માયાબહેને રૂમાલથી હોઠ લૂછ્યા, ‘તો તેનામાં સુરીલી સજીવન થાય.’

સુ...રી...લી... નેહાલી પડતા રહી ગઈ. બહાવરી નજર મંદિરનાં પગથિયાં તરફ દોડાવી : પેલું દંપતી હજીયે ત્યાં બેઠું હતું.

આ મારાં મા....બાપ! આજેય મને તેઓ ઝંખે છે! બસ થયું, બીજું બધું ભૂલીને તેમને ગળે વળગીને રડી લેવું છે, તેમને હસતાં કરી લેવાં છે.

અને દોડવા માગતી નેહાલી પૂતળા જેવી થઈ : તું તારો ધંધો કાં ભૂલી! નેહાલી, તને પ્રગટ થવાનો હક જ નથી. તારા પ્રાગટuથી માબાપ ઊલટાના દુ:ખી થશે, અંતરનાં નેત્રોમાંથી ટપકતો ધિક્કાર તું નહીં ખમી શકે. તને તારી મૂળ ઓળખ મળી, માબાપને નિહાળ્યાં એ સુખ ઓછું છે! બસ, તેમની ચરણરજ લઈને ચૂપચાપ અહીંથી નીકળી જા...

ના, જતા પહેલાં એ કામ પતાવવું રહ્યું જેના માટે હું અહીં આવી છું! મુખિયાજીને મારે ચેતવી દેવા ઘટે.

સ્વસ્થ થઈ નેહાલીએ આમતેમ નજર ફેરવી. મંદિરનું મુખ્ય દ્વાર તો બંધ છે... પણ...

સ્મૃતિનો ફરફરાટ પ્રેરતો હોય એમ

તેણે સાંકડી ગલીમાંથી વરંડા તરફ કદમ ઉઠાવ્યાં - અહીં કદાચ એક સીડી હતી.

આહ! વરંડો સૂમસામ હતો. ત્યાંની લાકડાનાં પગથિયાં ધરાવતી ગોળાકાર સીડીને નેહાલી નજર નીચેથી ઉપર કરતાં તાકી રહી.

પછી દમ ભીડીને ડગ માંડ્યું. સૅન્ડલના ખટ-ખટ અવાજે નેહાલીની ચેતના રણઝણી ઊઠી, સ્મૃતિઘરના બંધ દરવાજા એકઝાટકે ખૂલી ગયા, પગથિયાં ચડતી નેહાલી ભૂતકાળનાં વરસો ઓળંગતી ગઈ.

€ € €

‘આજે તારા પપ્પા વાપીની મોટી પોસ્ટ-ઑફિસે ગયા છે. આવતા મોડું થશે. વળી વરસાદ પણ જામ્યો છે એટલે તારે બહાર જવાનું નથી હોં...’

માને જાણ કે આઠ વરસની થયેલી દીકરીને હવેલીની બંટાગોળી વિના ચાલતું નથી એટલે એકલી દોડી ન જાય એ માટે વારંવાર કહેતી રહી...

પણ બાળકીનું મન માને? મા જેવી રસોડામાં ખૂંપી કે બહેનબા છત્રી ઓઢીને ઘરની બહાર! હવેલી થોડી દૂર છે, પણ ગામમાં બીવા જેવું શું!

‘મુખિયાજી....’ પગથિયાં આગળ ચંપલ કાઢી, છત્રી બંધ કરીને તેણે જાળી ખખડાવી, ‘દર્શન થઈ ગયાં હોય તો બંટાગોળી આપોને!’

જાળી ખૂલતાં વાર થઈ. ધોતિયું સરખું કરતાં મુખિયાજીએ દેખા દીધી. ‘અરે, આ વરસાદમાં એક તું જ આવી!’

સુરીલી આખી ભીની થઈ ચૂકેલી. ફ્રૉક શરીર સાથે ચીપકી ગયેલુું. મુખિયાજીની કીકીમાં વિચિત્ર ચમક ટપકી, ‘પહેલાં તો તારાં કપડાં બદલાવ...’ કહીને તેને તેડી લીધી. જાળી બંધ કરી. આરતી વખતે બજતી મ્યુઝિકની ઑટો-સિસ્ટમ ચાલુ કરતાં ઘંટારવ ગુંજી ઊઠuો.

‘આપણે પાછલા દ્વારેથી ઉપર જઈએ.’ વરંડામાં નીકળીને મુખિયાજી સડસડાટ ગોળ સીડી ચડી ગયા.

‘તમારી પાસે ફ્રૉક છે? રામ ફ્રૉક ઓછા પહેરે?’ રૂમના પલંગ પર સુરીલીને બેસાડીને તેમણે તેનું ફ્રૉક ઉતારવા માંડતાં સુરીલીએ નિર્દો‍ષતાથી પૂછ્યું, પણ મુખિયાજીમાં જવાબ દેવાની ધીરજ નહોતી. ‘ચૂપચાપ બેઠી રહે...’ સુરીલીના મોં પર હાથ દાબીને તેમણે બાળકીને પલંગ પર પછાડી. પોતાના પર ઝળૂંબતા પુરુષની લોલુપ મુખરેખા ધૂંધળી થતી ગઈ. આરતીના ઘંટારવમાં નજીકની રેલવેલાઇનથી પસાર થતી ટ્રેનના એન્જિનની વ્હિસલ ચેતાતંત્રમાં જડાતી ગઈ. હોશ ગુમાવતી સુરીલીએ ચીસ નાખવી છે...

€ € €

‘બચાવો...’ નેહાલીની વરસોથી ધબરાઈ રહેલી ચીસ ફૂટી ને ભૂત-વર્તમાન એક થઈ ગયા.

‘શું થયું?’ પૂછતાં પુરુષસ્વર તરફ નેહાલીએ નજર ફેંકી...

આ ચહેરો! તેની કીકીમાં ખૌફ છવાયો, છાતી ધડકી ઊઠી. આઠ વરસની કુમળી વયે મારા પર ઝળૂંબતો આ જ ચહેરો!

‘મહારાજ, તેને પૂછો તો ખ૨ા. કોઈએ મૂઠ મારી હોય એમ પ્રેતાત્મા જેવી ઘરમાં ઘૂસી જઈ ક્યાં રહી છે?’ રુક્ષ્મણી.

મહારાજ. પોતે નેહાલી તરીકે જેનો જીવ બચાવવા આવી એ પુરુષ તો સુરીલીનો બળાત્કારી નીકYયો!

‘નહીં-નહીં...’ ચીસ નાખતી નેહાલીએ સામે ઊભા અખંડાનંદના વાળ પીંખ્યા, તમાચા વીંઝ્યા, ‘નરાધમ! રાક્ષસ!’

હદ થાય છે! પાગલ જણાતી બાઈએ વીંઝવા ઉઠાવેલો હાથ જકડીને અખંડાનંદે ધક્કો મારતાં નેહાલી દીવાલ સાથે અફળાઈ, માથામાં ઘા થયો ને તે મૂર્છિત બની.

રુક્ષ્મણી સ્તબ્ધ હતી, અખંડાનંદ હાંફી રહ્યા હતા. અફડાટના અવાજે દોડી આવેલો રામાનંદ બેહોશ સ્ત્રીને જોઈને હેબતાયો. લૉબીમાં દોડી નીચે સભાગૃહમાં સાદ નાખ્યો: જલદી કોઈ ડૉક્ટરને મોકલો. અહીં એક સ્ત્રી બેહોશ બની છે!

(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK