કથા-સપ્તાહ - ઘટના (જીવનજ્યોત - ૧)

આ હુસ્ન!


ghatna

અન્ય ભાગ વાંચો

1  |  2  |


- સમીત (પૂર્વેશ) શ્રોફ

અરીસામાં દેખાતા પોતાના નિરાવૃત પ્રતિબિંબને નિહાળતી નેહાલીને થયું, ‘ઔરતના જિસ્મનું મરદોને આટલું ઘેલું કેમ હોતું હશે! રાજા-મહારાજાઓના જમાનામાં એને માટે યુદ્ધો થતાં. ગણિકાનો વ્યવસાય ત્યારે પણ હતો, આજે પણ છે... પુરુષની ભૂખ સ્ત્રીને ધંધો માંડવાનું સુઝાડે એ કેવું!’

અહં - નેહાલીએ સુધાર્યું : સ્ત્રી કદી મરજીથી દેહની હાટડી નથી માંડતી, એ તો પોતાની વાસના ઠારવા પુરુષોએ તેને ગોઠવી આપેલી સવલત છે! સંસારમાં પુરુષ છે ત્યાં સુધી વાસના છે ને ત્યાં સુધી સ્ત્રીઓનો આ ધંધો છે! શાfવત.

‘એક દિન હમ બુઢે હો જાએગેં, હમારા ગ્રાહક કભી બુઢા નહીં હોતા...’ દામિની કહેતી એમાં કેવળ વાસ્તવિકતા હતી.

મુંબઈમાં કૉલગલ્ર્સનું પણ વેલ્ફેર ગ્રુપ ચાલે છે એની ઘણાને ખબર નહીં હોય... જેઓ નથી પછાત રેડલાઇટ એરિયામાં રહેતી કે ન તો હાઈ સોસાયટીની એસ્ર્કોટ ગલ્ર્સનું સ્ટેટસ ભોગવે છે એવી અમારા જેવી મધ્યમમાર્ગીય રૂપજીવિનીઓને એક છત્ર નીચે આણવાનો યશ દામિની જેવાને જ જાય... શરૂ-શરૂમાં દામિની જાતે મુંબઈની જુદી-જુદી હોટેલના દ્વારે, ગેસ્ટહાઉસના પગથિયે ઊભાં રહેતાં, અનુભવી આંખે મજબૂર નારીને તારવતાં, તેને યુનિટી રચવા સમજાવતાં. હવે જોકે એટલું મથવું નથી પડતું. અહીં રૂપજીવિનીઓનો સામૂહિક વીમો ઉતરાવાય છે, વરસે બે વાર અમારું

ગેટ-ટુગેધર થાય, જાતીય જીવનનાં જોખમો પર મેડિકલ સેમિનાર થાય, ક્યાંક કોઈને મદદની આવશ્યકતા હોય તો એનો બંદોબસ્ત પણ પાર પડે એવા ફાયદાનું સાંભળીને યુવતીઓ સામેથી પૂછતી આવે છે.

‘આપણે કોઈને આ ધંધામાં આવતાં ન રોકી શકીએ, પણ આવ્યા પછીની તેની લાઇફ તો જાળવી જ શકીએ...’ સંસ્થાનું આ જ મિશન હતું રહ્યું છે. મંડળને આવકની ચિંતા રહેતી નહીં. ત્રણ હજાર રૂપિયાની આજીવન સભ્ય-ફી ઉપરાંત કમાણી સારી થઈ હોય તો યુવતીઓ સામેથી મોટો ફાળો સ્વેચ્છાએ આપતી. પુરુષની વાસનાની સૂગ ન રાખશો, તેઓ છે તો આપણો ધંધો છે એવું પણ શીખવાડાતું.

નેહાલીએ આ શીખ આત્મસાત કરી હતી. ગ્રાહકને રીઝવવામાં તેની હથોટી કેળવાઈ ગયેલી. બાકી સમાગમમાત્ર પોતાને માટે કેટલો કષ્ટદાયી નીવડે છે એની ભનક આજ સુધી કોઈને આવવા દીધી નથી. અઠવાડિયે ત્રણથી ચાર રાત્રિ પોતે બહાર ગાળતી. મલાડના ફ્લૅટમાં ભાડે રહું છું ત્યાં તો સૌ એમ જ જાણે કે હું કૉલ સેન્ટરમાં જૉબ કરું છું.

‘તું તો અમારી સમક્ષ પણ બંધ કળી જેવી જ રહે છે.’ હમઉમþ જેવી રોશની ક્યારેક કહી જતી : સંસારમાં તું એકલી છે, કોઈની સાડીબારી તારે નથી. તારી સ્માર્ટનેસ, આત્મવિfવાસ દેખીતાં છે. તારે કેમ આ વ્યવસાયમાં આવવું પડ્યું?

‘કિસ્મતનો લેખ, બીજું શું?’ નેહાલી ઊઘડી નહોતી શકી. કેમ કહેવું કે મને મારા ભાવિની ચિંતા નથી, વર્તમાનની ફરિયાદ નથી... મને પજવતો રહે છે મારો ભૂતકાળ!

ક્યારેક આજુબાજુમાં કે ફિલ્મ-ટીવીમાં માબાપનું હેત ઝીલતી બાળકીને જોતી ત્યારે મગજની તમામ ચેતા કસીને યાદ કરવા મથતી : ક્યારેક કોઈએ પણ મને આવું વહાલ કર્યું છે એવું ઊંડે-ઊંડે મને થાય છે; પણ એ સૂરત સાંભરતી નથી, મારું નામ પડઘાતું નથી...

‘રેલવેના અધિકારીને તું રેલવે-ટ્રૅક પર બેહોશ મળેલી. માથામાં ઈજાને કારણે તને સ્મૃતિભ્રંશ થયો હોવાનું ડૉક્ટરનું નિદાન સાંભળી તે બિચારો સજ્જન તને દહાણુના આપણા કન્યા આશ્રમમાં મૂકી ગયો... આઠ વરસની હશે તું ત્યારે. ’

થોડી સમજતી થયા પછી સંચાલિકા માયાબહેન કહેતાં. જોતાં જ ગોદમાં ભરાઈ જવાનું મન થાય એવાં મમતાળુ માયાબહેન પતિ-પુત્ર સાથે આશ્રમ કૅમ્પસમાં આવેલા કૉટેજમાં રહેતાં. તેમને પંડનો એક દીકરો હતો, પણ તે તો આશ્રમની તમામ કન્યાઓ માટે માતા સમાન હતાં. નિતાંત વાત્સલ્યની મૂર્તિ. નેહાલી નામ તેમણે આપ્યું.

‘મારી મા તમારા જેવી જ હોવી જોઈએ.’ તે બોલી પડતી. માયાબહેન વહાલ દાખવતાં : હું તારી મા જ છુંને.

આ સધિયારો કેવો હૂંફાળો લાગતો. ટ્રસ્ટ દ્વારા ચાલતા કન્યા આશ્રમમાં કોઈ જન્મથી અનાથ હતું તો કોઈનાં માબાપ મૃત્યુ પામતાં આશ્રમના શરણે આવ્યા હતા, પણ મારા જેવું ભૂતકાળ ભૂલેલું તો કોઈ જ નહોતું! કદાચ એટલે પણ માયાબહેનની હું લાડલી બની ગયેલી... તેમના ઘરે હું આવતી-જતી. વયમાં મારા જેવડા અંતર જોડે કેટલું રમતી!

અંતરનું સ્મરણ નેહાલીને મુગ્ધ કરી જતું. પછી જાત સંકોરીને કડી સાંધતી.

૧૪ની વયે સમજ થોડી પુખ્ત બની, અંગે યૌવન મહોર્યું પછી તો નેહાલીને ભૂતકાળની જ ખોજ રહેતી. માયાબહેન કહેતાં, ‘રેલવેમાં કામ કરતા અધિકારીનું નામ તો મને યાદ નથી આવતું, પણ તેની કથા બરાબર સ્મરણમાં છે... ચોમાસાની એ રાત્રે ટ્રૉલી પર દહાણુના રેલવે-ટ્રૅકનું ચેકિંગ કરવા પોતાની ટીમ સાથે નીકળેલા રેલવેના અધિકારીએ તને પડેલી જોઈ. માથામાં ઈજાને કારણે તું બેહોશ હતી. તાત્કાલિક રેલવે હૉસ્પિટલમાં તને લઈ જવાઈ.’

માયાબહેન ઉમેરતાં, ‘પોલીસમાં પણ ફરિયાદ નોંધાવાઈ... બીજે દહાડે તું હોશમાં આવી ખરી, પણ તને તો તારું નામ સુધ્ધાં યાદ નહોતું! પોલીસે દહાણુ સહિત આસપાસના વિસ્તારમાં સઘન તપાસ કરી, પણ કોઈ પત્તો ન ખાધો ત્યારે અઠવાડિયા પછી રેલવેના એ અધિકારી તને અહીં મૂકી ગયા...’

આમ તો ખૂબ ચોકસાઈવાળાં માયાબહેન કશું વિસરે એમ નથી... પણ એમ તો આશ્રમના કામકાજમાં આવું કંઈક ભૂલી જવાય એ પણ સંભવ ખરુંને! પોતે ઘણી વાર પૂછતી : મારાં માબાપ મારી રાહ નહીં જોતાં હોય? મને કોણે આમ રેલવે-ટ્રૅક પર નાખી હશે? મારી યાદદાસ્ત ક્યારેય વાપસ નહીં આવે? મને ક્યારેક ધૂંધળી છબિઓ દેખાય છે...’

માયાબહેનમાં મને સાંભળવાની ધીરજ હતી, ‘ઇલાજ શક્ય હોત તો અમે ન કરાવ્યો હોત? યાદદાસ્તનો જે ટુકડો ગયો એ ગયો, તને નવી ઓળખ મળી એને યાદ રાખ.’

માયાબહેન તેમની રીતે સાચાં હશે; પણ સ્મૃતિના જે ખંડમાં તમારું અસ્તિત્વ આરંભાયું હોય, બિનશરતી વહાલ કરનારાં માબાપ સાંપડ્યાં હોય, કદાચ મારાં

ભાઈ-બહેન પણ હોય - એ ટુકડા વિના મારું વજૂદ શું? સૌથી વિશેષ એવું તે શું બન્યું કે કોઈએ મને રેલવે-ટ્રૅક પર ફંગોળી? રેલવેના ટ્રૅક ૫૨ ટ્રૉલીને બદલે ટ્રેન આવી હોત તો હું કપાઈ મૂઈ હોત!

થથરી જતી નેહાલી ઉદાસ બનતી.

‘ચિંતા ન કર નેહાલી...’ અંતરથી નેહાલીની ઉદાસી ખમી ન જતી. ‘હું ડૉક્ટર થઈને તારો ઇલાજ કરીશ.’

‘શાબાશ...’ માયાબહેન પાનો ચડાવતાં. નજીકની લાઇબ્રેરીમાં જૉબ કરતા મનોહરઅંકલ પણ હસતા, ‘ચાલો, એ બહાને દીકરો ડૉક્ટર થાય એ રૂડું!’

સાંભળીને પોતે કેવું શરમાઈ જતી, પણ કુદરતને એ મંજૂર નહીં હોય...

સુરેખ ગુજરતી જિંદગીમાં ગમખ્વાર વળાંક સોળની ઉંમરે આવ્યો. ઉનાળાની રાત્રિ હતી. માયાબહેન અંકલ-અંતર સાથે તેમના સાસરે લગ્ન નિમિત્તે ગયાં હતાં. અઠવાડિયાનું તેમનું રોકાણ હતું. તેમના ગયાની બીજી રાત્રે...

‘બેટી, દેખો તો મૅડમ કે રૂમ મેં સે આવાઝ આ રહી હૈ, શાયદ કોઈ નલ ખૂલ ગયા હો...’

આશ્રમ જંપી ચૂકેલો. કામચલાઉ સંચાલિકા નયનાબહેન તેમની રૂમમાં પોઢી ગયેલાં. કમનસીબી વાટ જોઈ રહી હશે એટલે ઊંઘ ન આવતાં નેહાલી પરસાળમાં આંટા મારી રહી હતી. ત્યાં ગેટ પરના આધેડ વયના વૉચમૅને આવીને કહેતાં નેહાલી તેની સાથે થઈ. કૉટેજ ખોલીને બેઉ ભીતર પ્રવેશ્યાં. નેહાલી ઘરમાં ફરી વળી; પણ ક્યાંક કોઈ અવાજ નહોતો, પાણીનો પણ નહીં.

‘કહાં હૈ આવાઝ?’

‘વો તો અભી આએગી...’ ગજવામાંથી રૂમાલ કાઢીને હસતા ગુરખાના ભદ્દા સ્મિતનો અર્થ પરખાય એ પહેલાં તો બળકટ આદમીએ નેહાલીના મોં પર હાથ દબાવી ઉમેર્યું, ‘ખટિયે કી!’

આમાં કોઈ આગોતરું પ્લાનિંગ નહોતું. હજી ચારેક મહિનાથી જોડાયેલા ગુરખાને ખદબદતી વાસના ઠાવવા એક પાત્રની જરૂર હતી. તેની નજરે નેહાલી ચડી એટલો જ તેનો દોષ...

નેહાલીની ચીસ ન ફૂટે એ માટે તેના મોં પર રૂમાલનો ડૂચો બાંધીને ગુરખો ઝળૂંબે છે : બસ, થોડી વારમાં તને છૂટી કરી દઉં છું!

આંખે અંધારાં અનુભવતી નેહાલી સમક્ષ ધૂંધળી એક છબિ ઊપસી. આમ જ એક પુરુષ ઝળૂંબી રહ્યો છે... કોણ છે તું?

ટન ટન ટન... નેહાલીને લાગ્યું કે એકાએક શરૂ થયેલો મંદિરનો ઘંટારવ કાનના પડદા ફાડી નાખશે. ત્યાં ટ્રેનની તીણી વ્હિસલ સંભળાઈ. ઓહ, કેટલું અસહ્ય! નેહાલી છટપટી, ચીખવું હતું પણ જાણે વરસોથી ભીતર ધરબાઈ હોય એમ ચીસ ગળા સુધી આવીને અટકી જતી. હૃદયના ધબકારા મંદ પડતા ગયા. નેહાલી મૂર્છિત થઈ ત્યાં સુધીમાં ગુરખો સાચે જ તેને છૂટી કરી ચૂકેલો!

બ...ળા...ત્કાર!

મળસકે નેહાલીની આંખો ખૂલી. સવર્ત્રછ શાંતિ હતી. કોઈ ઘંટારવ, કોઈ વ્હિસલ સંભળાતી નહોતી; પણ... પણ... આ પીડા... પોતાની અવદશાએ ઘટનાનો ચિતાર આપી દીધો. બદમાશ ગુરખો મારું શિયળ લૂંટી ગયો!

ઝાટકા સાથે તે બેઠી થઈ. સોળની વયે આબરૂ ગુમાવવાનો અર્થ-આઘાત બેઉ સમજાય એમ હતા. હું કોઈને મોં દેખાડવા લાયક ન રહી!

અને બસ, એના આઘાતમાં માયાબહેનના નામે ચિઠ્ઠી છોડી, એમાં ઘટનાનો ચિતાર આપી પોતે પરોઢિયું થતાં પહેલાં આશ્રમમાંથી નીકળી ત્યારે ગુરખો ગેટ પર નહોતો. તેય શાનો રોકાય ગુનો કર્યા પછી? પોતે પણ દહાણુથી દૂર જવું હતું એટલી સૂઝ હતી. સ્ટેશને ગઈ તો મુંબઈની ટ્રેન ઊભી હતી... શહેર સદી ગયું, નિર્વાહ માટે તન વેચવાનો ધંધો ફાવી ગયો... આજકાલ કરતાં આઠ વરસ વહી ગયાં દેહવિક્રયમાં. પણ આ બધું કોને કહેવું, કેમ કહેવું!

કમબખ્ત ગુરખો. શું નામ હતું તેનું? યા ભૈરવસિંહ! મારી આબરૂ બોટતો ગયો બદમાશ!

આશ્રમમાં કન્યાઓ ૨૧ની થાય ત્યાં સુધી રહી શકતી. માયાબહેન જોકે તેમને પગભર કરીને બહારની દુનિયામાં થાળે પાડવા સુધીની જહેમત ઉઠાવતાં એ તેમનો છોકરીઓ માટેનો લગાવ. આશ્રમમાં રસોઈના મહારાજ, પટાવાળા જેવા પુરુષો કામ કરતો પણ કદી જો કોઈએ બાળકી પર કુદૃષ્ટિ કરી હોય... જાણે ભૈરવસિંહમાં શયતાન કેમ જાગ્યો!

એ રાત જ વેરણ હતી કદાચ. આશ્રમની નજીક શિવાલય હતું. દહાણુનું રેલવે-સ્ટેશન પણ નજીક. પરંતુ મધરાતે ઘંટારવ થયો હોય એવું પહેલી વાર થયું. ટ્રેનની વ્હિસલમાં કેવી તીણાશ હતી એ રાત્રે... આખું વાતાવરણ મગજમાં એવું જકડાઈ ગયું કે આજે પણ કોઈ પુરુષ મારા પર છવાય છે ને મારા કાનોમાં ઘંટારવ પડઘાય છે, ટ્રેનની સિટી વાગે છે અને મારી નહીં પ્રગટેલી ચીસ ગળે થીજી જાય છે... મારે ચીસ ગૂંગળાવી દેવી પડે છે, સમાગમનું એ કષ્ટ વર્તાવા દઉં તો કયો ગ્રાહક મારો ભાવ પૂછે! એટલે પછી મન બીજે વાળવા હું બેશરમ બની જાઉં છું... ને કસ્ટમર એને મારી એક્સપર્ટાઇઝ સમજે છે!

ક્યારેક થતું કે મારે સાઇકિયાટ્રિસ્ટની સલાહ લેવી જોઈએ. આવું વિચારતી ને અંતર સાંભરી જતો.

‘તારો ઇલાજ હું કરીશ નેહાલી!’ મારી વિખૂટી પડેલી યાદદાસ્તના સંદર્ભમાં તે કહેતો. ટ્રીટમેન્ટ શક્ય નથી એવું કંઈક માયાબહેન કહેતાં તોય અંતરને મારા ઇલાજની ઝંખના રહેતી. કેટલી નર્દિોષ એ કિશોરાવસ્થા! મારી સાથે બળાત્કારની દુર્ઘટના ન ઘટી હોત તો એ દોસ્તી કોઈ વધુ મધુર વળાંકે વળી હોત, પણ કિસ્મતને એ મંજૂર નહીં હોય!

આશ્રમ છોડતા પહેલાં ભારે હૈયે પોતે માયાબહેનને લખેલી ચિઠ્ઠીમાં બળાત્કારની ઘટના આલેખી હોવાથી અંતરથી છાનું નહીં રહે. તેનું દિલ ચોક્કસ દુ:ખશે, પણ પછી છંડાયેલી કન્યા તેની સ્મૃતિમાં પણ નહીં રહે! આજે તો જાણે જીવનમાં તે ક્યાં પહોંચી ગયો હશે...

વીત્યાં વરસોમાં આશ્રમ પર નજર નાખવાની લાલસા પોતે સેવી નથી. વળી કોઈ પણ માબાપ દીકરીને વેશ્યાના વ્યવસાયમાં જોઈ ન શકે. હું ઘરવાપસીને લાયક ન રહી હોઉં તો સ્મૃતિવાપસીની જરૂર પણ શું છે? અને પોતે સાઇકિયાટ્રિસ્ટને મળવાનું ટાળી જતી...

- બસ નેહાલી. તેણે જાતને ટકોરી. ભૂતકાળની ભૂતાવળ છોડીને હવે વર્તમાનમાં આવ... યુ આર ઑન ડ્યુટી. ઠીક-ઠીક ગણાય એવી વરલીની હોટેલ નીલામાં રૂમ રાખનાર અકિંજય આજે તારો ગ્રાહક છે. અરે, પણ મને નિર્વસ્ત્ર કરીને દેખાવમાં આકર્ષક એ જુવાન ક્યારનો વૉશરૂમમાં કેમ ભરાણો છે! ડ્રગ-બગ તો નહીં લેતો હોય?

‘ગૉટ ઇટ? ગિવ મી યૉર ફાઇનલ કૉલ. બાય.’ અવાજ આવ્યો ને બીજી પળે મોબાઇલ બંધ કરતાં તેણે અટૅચ્ડ વૉશરૂમમાંથી દેખા દીધી.

અરીસામાં તેનું પ્રતિબિંબ જોઈને નેહાલીએ ચિચિયારી મારી. એ ખરેખર તો ઘંટારવ અને ટ્રેનની વ્હિસલને દબાવી દેવાની ચેષ્ટા હતી!

€ € €

હવે મને કોઈ રોકી નહીં શકે!

નેહાલીની રૂપકડી કાયાને બેરહેમપણે ધમરોળતી વખતે તેના દિમાગમાં તો જુદી જ ગણતરી ચાલે છે ને એનું જોર તેના આક્રમણમાં પડઘાય છે.

તમારો ખેલ ખતમ મહારાજ! તમને ગોળીએ દેવાનો બંદોબસ્ત ગોઠવાઈ ચૂક્યો છે... ત્રણ દિવસ પછી શરૂ થનારા અધિક માસમાં તમારો દેહ પડે એ ઘટના ભક્તજનો માટે આઘાતજનક રહે, પણ મારા માટે તો સિમ-સિમના ખજાના જેવી નીવડવાની. એટલે તો પુરુષોત્તમ માસમાં ભાડૂતી હત્યારાને દાન દઈને તમારા સ્વર્ગવાસનું પુણ્ય કમાઈ લેવું છે!

ના, આજના મારા આવેશનું ખરું કારણ વેશ્યાને પણ વર્તાવું જોઈએ નહીં! ભલે મને તે અકિંજયના નામે જાણતી હોય, મુંબઈનો વેપારી માનતી હોય... મારું સાચું નામ નિત્યાનંદ છે ને હું વાપી નજીકના કરમબેલે ગામની વિખ્યાત વૈષ્ણવ હવેલીના સર્વેસર્વા અખંડાનંદજી મહારાજનો ભત્રીજો થાઉં એવું આ વેશ્યાને જણાવવું પણ શું કામ જોઈએ?

(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK