કથા-સપ્તાહ - ગંગાને કિનારે (ભેદ કે ભરમ? : 4)

સૂની પથારી આસિતાને ડંખી.અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |  4  |  5 


‘બસ, થોડા સા ઇન્તેઝાર...’ શેખરના શબ્દો પડઘાયા, ‘આરવનો કાંટો કાઢવાનો એક દાવ બરાબર ખેલી લેવો છે...’

પોતે વધુ એક કતલની તરફેણમાં નહોતી એટલે એની અવેજીમાં આરવને દૂર કરવા શેખરે ઘડેલો પ્લાન બહુ દમદાર લાગ્યો હતો આસિતાને.

‘સૌ પહેલાં તો આરવના આગમનના પાંચ-છ દિવસ અગાઉ હું અહીંથી ઉચાળા ભરી જઈશ. તારે આરવ સહિત સૌને એવું કહેવાનું કે શેખરને કલકત્તામાં નોકરી મળતાં તે ત્યાં જતો રહ્યો...’

હરિદ્વાર-હૃષીકેશમાં દેશભરમાંથી શ્રદ્ધાળુઓ આવતા હોય છે. આવામાં કલકત્તાના શેઠનો શેખરને સંપર્ક થયો હોય ને તેને પોતાના ભેગો લઈ જાય એમાં ન માનવા જેવું કશું નથી.

‘અલબત્ત, વાસ્તવમાં તો વેશ બદલી હું રહીશ હૃષીકેશમાં જ.’

હાશ.

‘આનો બીજો અર્થ એ આસિતા કે આરવના આગમન બાદ દિયર-ભોજાઈ કોઠીમાં એકલાં હશે! તારે કોઈ પણ હિસાબે આરવને તારા તરફ ખેંચવાનો.’

સાંભળીને ભડકેલી આસિતાને શેખરે શાંત પાડી હતી. ‘તારે અંતિમ હદ સુધી નથી જવાનું આસિતા, પણ થોડો ડ્રામા તો કરવો પડશે.’ ત્યારે આનાકાની મૂકીને આસિતાએ દલીલ કરી હતી કે મારી હરકત આરવને ઊલટું ચેતવી દેશે, આરવ ભાભી પર નજરે બગાડે તો-તો ધરતી રસાતાળ જાય.’

‘એ જ તો તારા હુશ્નને પડકાર છે.’

‘ઠીક, પણ પછી?’

‘પછી લાગ જોઈ આરવને પલોટીને એક તબક્કે તારે હોહા-મચાવી દેવાની -  આરવે મારી આબરૂ પર હાથ નાખ્યો!’ શેખરનું સ્મિત પહોળું થયેલું. ‘આરવ પાસે તેની નિર્દોષતા સાબિત કરવાનું સબૂત નહીં હોય. આવા મામલામાં સ્ત્રીની જુબાની સચ મનાય છે. બળાત્કારના પ્રયાસના તારા આરોપે આરવની બે-ત્રણ વરસની જેલ પાકી અને આરવ છૂટશે ત્યાં સુધીમાં બધું વેચી-સાટીને આપણે પોબારા ગણી ચૂક્યા હોઈશું.’

ખૂન કરતાં આમાં જોખમ ઓછું હતું... શેખર નિકામસિંહ તરીકે એકાદ ગેસ્ટ-હાઉસમાં ગોઠવાઈ ગયો છે, કાલે આવી ચૂકેલા આરવને પલોટવામાં દેર શું કામ?

- આસિતાએ છાતીમાં જુસ્સો ભર્યો‍.

€ € €

‘ભૈયા, આપ પરાઠે ખાએંગે?’ સવારે આરવ નાહી-ધોઈને ડાઇનિંગ ટેબલ પર ગોઠવાયો એટલે ચાનો કપ ધરતી આસિતાએ લાડથી પૂછ્યું.

‘જી...’ કહેતાં આરવની નજર ઊંચકાઈ અને ચોંટી રહી.

આસિતાનો સાડીનો છેડો હોવો જોઈએ એ જગ્યાએથી સરકી ગયેલો. એમાં પાછાં બ્લાઉઝનાં ઉપલાં બે બટન ખુલ્લાં હતાં.

સત્વર આરવે નજર વાળી લીધી. હોઠ વંકાવીને આસિતાએ સાડીનો છેડો ઠીક કર્યો‍.

€ € €

‘અબ પલ્લુ કો કિતના સંભાલે!’

અગિયારેક વાગ્યે શાકભાજીવાળો તેની લારી લઈને મહોલ્લામાં દેખાયો એટલે બીજી ઔરતો ભેગી આસિતા પણ તરકારી લેવાના બહાને દિયરના અવગુણ ગાવા લાગી, ‘સવારે પરાઠા વણતાં રેશમી સાડીનો છેડો સરકી ગયો. મને તો એની સૂધ પણ નહીં. કામમાં ક્યાં આવુંબધું ધ્યાન રહેતું હોય છે! એ તો પ્લૅટફૉર્મની બાજુમાં બેસિન પરના અરીસામાં નજર પડી ત્યારે જાણ્યું કે ડાઇનિંગ ટેબલ પર બેઠેલો મારો દિયર ભુખાવળો થઈને મને તાકી રહ્યો છે! કોઈને કહું તો માને નહીં, પણ લક્ષ્મણના પોતનું પરખ રામની ગેરહાજરીમાં જ થતું હોય છે! એમાં આરવ મુંબઈની હવા ખાઈને આવેલો, જાણે કેવો ને કેટલો વટલાયો હોય...’

ઔરતોને કૂથલીનો વિષય મળી ગયો. આસિતાને થયું કે આવા બે-ચાર પ્રસંગ ઘૂંટતી રહીશ તો બળાત્કારની બળજબરી કોઈને મિથ્યા નહીં લાગે!

€ € €

‘મને બહુ અજીબ લાગ્યું તુલસી.’

કાલ સવારથી અઠવાડિયા માટે ચાલનારી સપ્તાહ માટે આશ્રમનો સંઘ સાંજ ઢળ્યે હૃષીકેશ આવી પહોંચ્યો છે. ઘાટ નજીકના સમથળ મેદાનમાં મંડપ બંધાયો છે. સંઘવાસીઓ માટે ગંગાતટે તંબુ ઊભા કરાયા છે. આઠેક જેટલા સંઘવાસીઓમાં બે સંન્યાસિનીઓ ઉપરાંત ત્રીજી તુલસી પણ છે.

‘નિત્યાનંદ, તારું ધ્યાન ક્યાં છે?’ આશ્રમમાંથી નીકળતાં અગાઉ તે રાબેતા મુજબના ગુરુના આશિષ લેવાનું ચૂક્યો એથી એકાદ સાથીએ ટકોર પણ કરી હતી. સાંભળીને ખસિયાણું મલકતા નિત્યાનંદને નિહાળતીને તુલસીને તેનામાં નવર્સ નેસ પડઘાઈ હતી. વિશ્વાનંદ પણ બોલ્યા : તબિયત અસુખ હોય તો તું રહેવા દે, આપણે વþજભારતીને સુકાન સોંપીએ.

જવાબમાં ઇનકાર ફરમાવી નિત્યાનંદ ગુરુના આર્શીવાદ લઈને આવ્યા છે ખરા, પણ યાત્રામાં ભાગ્યે જ કોઈ જોડે બોલ્યા. અહીં આવીને પણ તંબુમાં જ આરામ ફરમાવી રહ્યા છે.

‘નિત્યાનંદ કશીક ગડમથલમાં છે.’

તંબુમાં થાળે પડેલી તુલસીએ પોતાને મળવા આવેલા આરવ સમક્ષ નિત્યાનંદની પ્રણયગાથા કહો કે કામકથા ઉલ્લેખી તેના પર નજર રાખવાની પોતાની મકસદ પણ દર્શાવી. ઘણી વારે ખ્યાલ આવ્યો કે ક્યારની પોતે બોલ્યે જાય છે, આરવ તરફથી પ્રતિસાદ કેમ નથી સાંપડતો! તે મને મૂંઝાયેલા કેમ લાગે છે?’

‘મારી મૂંઝવણનું કારણ છે મારી ભાભી...’ આરવે મન ખુલ્લું મૂક્યું. આ બે દિવસમાં તેની વર્તણૂક અજીબ બની ગઈ છે. બનાવટી નિર્દો‍ષતાથી તેનાં અંગો દેખાડે છે. અણછાજતી ચેષ્ટાઓથી મારો કામ ઉશ્કેરવા માગતી હોય એવું લાગે છે મને તો!

ચમકવાથી વધુ તુલસીએ સહાનુભૂતિ અનુભવી : બિચારાં ભાભી. મહિનાઓથી લાપતા પતિની જુવાનજોધ પત્નીને કામ પજવે તો ક્યાં જાય, શું કરે? આમાં તેમનો દોષ જોવાને બદલે મોટા ભાઈનું સત્ય

પ્રગટ થાય એવું કંઈ થવું જોઈએ, કરવું જોઈએ...

‘એ તો સાચું જ, તુલસી, પણ મારે બીજું પણ કંઈક કરવું છે...’ આરવના સ્વરમાં નિર્ણયની દૃઢતા હતી. તુલસી તેને તાકી રહી.

€ € €

પ્રેયસી!

આસિતાને તમ્મર આવતાં રહી ગયાં. મારી હરકતોથી અસ્વસ્થ બનતો આરવ મોટા ભાગે ઘરની બહાર રહેતો હોય છે. ઘરમાં હોય ત્યારે બેડરૂમને ડબલ લૉક ચડાવી રાખતો હાય છે. ત્યાં સુધી ઠીક, પણ અત્યારે ડિનર ટાઇમે તે એક રૂપવતી કન્યાને લઈને આવે છે અને કહે છે કે તેની પ્રિયતમા છે! હાય રામ. જેની પાસે કોરીકટ માશૂકા હોય તે ભાભી પર નજર શું કામ બગાડે?

પોતાના કાવતરાનો મુખ્ય આધાર કડડડભૂસ થતો અનુભવ્યો આસિતાએ. તુલસી ચબરાક છે, વાત-વહેવારમાં ચતુર જણાઈ. ‘મોટા ભાઈની ચિંતા અમને પણ છે’ કહીને હમદર્દી પણ દાખવી એમાં બનાવટ નહોતી, પણ મારે તેની લાગણી શી કામની? તે કઈ આરવ પરનો મિથ્યા આરોપ ખમી ન લે. હવે?

€ € €

‘હવે એક જ માર્ગ રહે છે...’

જમી-પરવારીને આરવ તુલસીને ઉતારે મૂકવા જવા નીકળ્યો કે અધીરી બનેલી આસિતાએ શેખરને ફોન જોડીને હૈયાઉકળાટ ઠાલવી દીધો. મોટા ભાઈનો શોક મનાવતો આરવ પ્રેમમાં ડૂબ્યો હશે એવું ધરાય પણ કેમ? અણધાર્યા વિઘ્ને પહેલાં તો શેખરની મતિ મૂંઝાઈ, પણ પછી દિમાગ દોડવા લાગ્યું.

‘આદરેલી બાજી અધૂરી છોડવી નથી. બલ્કે આજે રાતે જ ખેલ પાર પાડી દઈએ.’

આજે જ! આસિતાનું હૈયું ધડકી ગયું.

‘રાહ જોવામાં શાણપણ નથી. તારા ઢંગ જોઈને જ આરવ પ્રિયતમાને તને દેખાડવા લાવ્યો હોય. સપ્તાહ માટે અઠવાડિયું હૃષીકેશ રહેનારીને મહેમાન તરીકે ઘરમાં પણ ઘાલી તો મુશ્કેલી થવાની...’ શેખરની ગણતરી પાકી હતી, ‘એના કરતાં આજે જ તેનું બૅન્ડ બજાવી દઈએ. પરણેલા પુરુષો લપસતા હોય ત્યાં પ્રિયતમા હોવાથી જુવાન બીજે મોં નહીં મારે એવું ઓછું! આ દલીલ, આરવની તેં પલટેલી ઇમેજ ધાર્યું કામ આપશે અને આપણા પ્લાનમાં કશું અણધાર્યું ન ઘટે એ માટે હું વરંડામાં છુપાયેલો રહીશ...’

સાંભળીને આસિતાને પણ જોમ ચડ્યું : વાત તો સાચી, વાર કરવો હોય તો કાલ કેવી! આજની રાત આરવ કદી ભૂલી નહીં શકે. અલબત્ત, પોતે ટ્રૅપ થયાનું તેની તો જાણમાં રહેશે જ, પણ તુલસી સિવાય કોણ એને સચ માનવાનું! અને કોને ખબર, મારી જુબાની તુલસીને પિયુના સચથી વધુ અપીલ કરી જાય એમ પણ બનેને!

‘ઠીક તો તું આવી પહોંચ.’

€ € €

‘રાત્રે હું અહીં રોકાઈ જાઉં તુલસી? ઘરે જવામાં ડર લાગે છે. કશુંક અણગમતું બનવાના ભણકારા વાગે છે.’

રાત્રે દસનો સુમાર હતો. ગંગાતટે ઊભા કરેલા તંબુઓમાં બ્રાહ્મમુરતમાં ઊઠવાની ટેવવાળાં સાધુ-સાધ્વીઓ પોઢી ચૂક્યાં હતાં. વાતરવરણમાં ગંગાના ખળખળ પ્રવાહ સિવાય સવર્ત્રા નીરવતા હતી.

આરવની ફડક તુલસીને સમજાતી હતી, પણ એથી તેને આમ અહીં રોકાવા ન દેવાય. તેના રાત્રિરોકાણ વિશે સવારે સાધુસંઘ જાણે તો કેવો આઘાત પામે. અત્યારે પૂછવુંય કોને? વિના કારણ તેઓ અમને દોષી ધારી લે એવું શું કામ થવું જોઈએ?

‘આ એક રાત વિતાવી દો આરવ. સવારે બૅગ લઈ અહીં આવી પહોંચો.’

€ € €

કલાક પછી આરવને વિદાય આપીને તંબુમાં જતી તુલસી ચમકી. આ ઓળો શાનો?

શુક્લ પક્ષની ચાંદનીના અજવાશમાં નજર કરી તો પડછંદ દેહધારી પુરુષ કિનારાને સમાંતર ઉત્તર તરફ જતો જણાયો. એ તરફ ગાઢ વનરાજિ છે. માનવવસ્તી સાવ પાંખી. અડધો કલાક જેટલું ચાલતા રહો તો આરવના ઘરનો પછવાડેનો ઢોળાવ આવી જાય. આ પુરુષ ત્યાં ક્યાં જાય છે?

પોતાને માત્ર તેની પીઠ દેખાતી હતી, પણ તેની ચાલે સળવળાટ પ્રેયો : અરે, આ તો નિત્યાનંદ! હાથમાં ફાનસ ઊંચકીને તે અત્યારે ક્યાં જઈ રહ્યા છે? આજુબાજુ જોઈ રહેવાની તેમની ચેષ્ટા કેવી ભેદ ભરી છે! આવ્યા ત્યારના લગભગ પોતાના તંબુમાં રહેલા નિત્યાનંદ મહારાજે અત્યારે ક્યાં જવાનું થયું, કોને મળવાનું થયું હશે?

અને તેને ઝબકારો થયો : પેલી છોકરી!

આવેશમાં નીચલો હોઠ દબાવીને તુલસી ચૂપકેથી તેની પાછળ પડી. સંસારી-સંન્યાસી પોતાના ભાગ્યને આધીન વર્તી રહ્યાં હતા ત્યારે થોડે દૂર ગંગાનાં નીર એ જ ની૨વતાથી વહી રહ્યાં હતાં.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK