કથા-સપ્તાહ - ગંગાને કિનારે (ભેદ કે ભરમ? : 3)

‘આજે બહુ પ્રસન્ન દેખાય છે તુલસી!’અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |  4  |


ગોસેવામાંથી પરવારીને ચોકડીમાં હાથ-પગ ધોતા ગુરુજી કહેવાની ઢબે પૂછી બેઠા એટલે તુલસીને કુતૂહલ દર્શાવવાનો મોકો મળી ગયો, ‘ગુરુજી, આપ ત્રિકાળજ્ઞાની ગણાઓ છો... મારી પ્રસન્નતાનું કારણ આપનાથી અજાણ્યું હોય ખરું?’

ના, ગુરુજીની સિદ્ધિમાં તુલસીને શંકા નહોતી. ધર્મસ્થાનમાં કરુણામૂર્તિ વિશ્વાનંદની મહત્તા આખા પંથકમાં વર્તાતી. સાધુ-સાધ્વીઓનો આશ્રમ એક હોય ને એમાં પ્રસંગોપાત્ત તુલસી જેવા સંસારી પણ રહી શકે એવું તો જ સંભવ બને જ્યારે એના કર્તાહર્તા ગુરુજી જેવા વિલક્ષણ સાધુપુરુષ હોય! પોતાના જ્ઞાન-આવડતની વાતોથી સામાને વશમાં કરી દેવાનું લક્ષણ ગુરુજીમાં ન જ હોય, પણ સિદ્ધપુરુષ પોતાની સિદ્ધિની અજમાયશ કરતા હોય ખરા! એ અર્થમાં તુલસીએ પૂછ્યું હતું.

જવાબમાં ગુરુજી મલક્યા, ‘આરવ જોડે વાત થઈ હોવી જોઈએ.’

તુલસી ડઘાઈ. થોડી વાર પહેલાં જ આરવ સાથેની વિડિયોટૉક પતી હતી. પઢાઈ પૂરી કરીને આવતા અઠવાડિયે એ હૃષીકેશ આવી રહ્યો છે. તેના આગમનના ખબરે હું સ્વાભાવિકપણે ખુશ થઈ એ ભાવ પાછળનું કારણ ગુરુજી કળી શકતા હોય એ સિદ્ધિનું જ પ્રમાણપત્ર થયુંને!

‘નહીં તુલસી.’ ચોગાન તરફ ચાલતા વિશ્વાનંદ ગંભીર બન્યા, ‘આરવનો ફોન આવ્યો ત્યારે તું ક્યાં હતી?’

‘ગૌશાળા આગળ.’

‘અને હું ભીતર હતો. તમારી વાતચીત મારા કાને પડી. પછી આમાં ત્રિકાળજ્ઞાન ક્યાં આવ્યું? અત્યંત કઠિન સાધના પછી આવી સિદ્ધિ સાંપડતી

હોય છે તુલસી. હું તો એનાથી જોજનો દૂર છું.’

આ તેમની નમ્રતા પણ હોઈ શકે અને નિખાલસતા પણ!

એ વખતે તુલસીની નજર પૂજા કરવા જતા નિત્યાનંદ પર પડી. મનમાં પડઘો ઊઠ્યો : ગુરુજી, તમારો આ ચેલો માર્ગ ભૂલ્યો છે, ભગવાને છાજે નહીં એવું કુંવારી કન્યાને મા બનાવવાનું ઘોર પાપ તેના હાથે થયું છે!

પરંતુ હજી ગઈ સાંજે ગંગા ઘાટે સાંભળેલી ગુપ્ત વાતચીતનો હવાલો દઈને ગુરુજીને શા માટે વિચલિત કરવા? એના કરતાં આરવના મોટા ભાઈ બાબત ગુરુજી પ્રકાશ પાથરી શકતા હોય તો...

‘આનંદ!’ વિશ્વાનંદે દાઢી પસવારી, ‘તુલસી, તને કહેવામાં વાંધો નથી... પણ હું નથી માનતો આનંદ જીવિત હોય.’

હેં. તુલસી હેબતાઈ. હજી થોડી ક્ષણો પહેલાં ત્રિકાળજ્ઞાની હોવાનો ઇનકાર કરનારા ગુરુજી આ કેવી અગમવાણી ઉચ્ચારી બેઠા!

‘આને તું મારી અગમ સ્ફુરણા કહી શકે તુલસી...’ ગુરુજી ગંભીર બન્યા, ‘આરવે મને આનંદની જન્મકુંડળી પણ દેખાડી હતી તુલસી. તેના ગ્રહોની ગોઠવણી પણ એવું જ સૂચવે છે કે તેની પાસે આયુષ્યની મૂડી નથી રહી! ગ્રહદશા એવું પણ કહે છે કે આનંદનું મૃત્યુ કુદરતી નહીં હોય.’

તુલસીની છાતી ધડકી ગઈ. આનો બીજો અર્થ એ કે ક્યાં આનંદે આત્મહત્યા કરી યા તો તેની હત્યા થઈ! પણ ખુદકુશી કરનારો અંતિમ ચિઠ્ઠી તો છોડેને... એવું અહીં બન્યું નથી તો શું તેની હત્યા થઈ?

‘જે બન્યું એ ચોક્કસ રહસ્યમય છે તુલસી. બાકી ખરો ખેલ તો વિધાતા જ જાણે.’ ગુરુજીએ ચોખવટ કરી, ‘આ સત્ય આરવથી જીરવાયું ન હોત તુલસી, એથી હું તેને કહી ન શક્યો...’

સંસારીની ઉમ્મીદ ભાંગતાં સંન્યાસીનો જીવ ન ચાલે એ કેવું!

‘જોકે મિત્રભાવે તું આરવને કહી શકે તુલસી. પ્રિયતમા બનીને તું તેને સંભાળી શકે.’

બીજા કોઈએ કહ્યું હોત તો તુલસીનાં ભવાં તંગ થઈ જાત, પણ ગુરુજીના કથને તેણે સહેજ સહેમીને નજર ઝુકાવી દીધી, હૈયે હલચલ ઊમડી. ગુરુજી મારા માટે પિતાતુલ્ય રહ્યા છે. આરવ પણ મારા જેટલો જ વહાલો છે તેમને. આરવની લાયકાતમાં બેમત નથી. વિના કારણ તો તેઓ આવી ભલામણ ન કરે... આરવના આગમને મને અનુભવાતી ખુશીનું આજ તાત્પર્ય હશે? તુલસી મૂંઝાઈ, લજાઈ.

‘મારા આર્શીવાદ છે તુલસી. ગંગામૈયા તમારી જીવનનૌકા કદી ડૂબવા નહીં દે!’

ત્યારે દ્ધિધા સમેટીને નતમસ્તક થતી તુલસીએ કૃતાર્થતા અનુભવી.

€ € €

ઉફ, આ જોબન! ભગવાં ઉતારીને નિત્યાનંદ ચારુબાળાના અંગ સાથે

ચંપાઈ ગયો.

આ જ તેની એક કમજોરી હતી. સંસારનાં બીજા સુખ પોતે છોડી

શક્યો; બસ, કામસુખ છૂટ્યું નહીં! નિત્યાનંદ સમક્ષ પોતાનો પૂર્વાશ્રમ તાદૃશ થઈ ઊઠ્યો :

શહેરની કૉલેજમાં ભણતો ગામના પ્રકાંડ પંડિત દીનદયાળ શર્માનો બેટો સંગ્રામ એકના એક, નમાયા દીકરા તરીકે પિતાની કડક શિસ્તમાં ઊછર્યો‍ હતો. વેદ-ઉપનિષદની શિક્ષા દેતા દીનદયાળજીની આર્થિક હાલત ભલે પાતળી હોય; તેમની વિદ્યા, તેમનાં મૂલ્યો થકી પંથકમાં તેમનો દબદબો હતો. સંગ્રામ બેહદ કામણગારો હતો. ગામઠી જીવન અને કસરતના શોખને કારણે ગોરુંચિટ્ટું બદન કસાયેલું હતું... ભાગ્યે જ કોઈ સંગ્રામને ઇનકાર કરી શકતું. શહેરની છોકરીઓ ભેગી તેના ગામની ભાભીઓ પર નજર દોડાવા માંડી.

‘કપાતર!’ એક બપોરે પોતે નાવણિયામાં બાજુના મહોલ્લાની રસીલીભાભી જોડે રાસલીલા માણતો હતો એ ખુદ પિતાજી જોઈ ગયા. પછી તો દુર્વાસાની જેમ તેમનો ક્રોધ ફાટ્યો, ‘બ્રાહ્મણનો દીકરો થઈને તું આવું કૃત્ય કરી જ કેમ શકે! નીકળી જા મારા ઘરમાંથી. આજથી તું મારા માટે મૃત સમાન. જા, તારું કાળું મોં લઈને ગંગામાં ડૂબી મર...’

ગંગા.

લાકડીએ ફટકારતા પિતાના જાકારામાં દિશા સાંપડી ને પોતે હરિદ્વારની વાટ પકડી. મન ગ્લાનિસભર હતું. જોકે ગંગામૈયામાં ડૂબતાં તો જીવ ન ચાલ્યો, પણ સંસાર ત્યજીને ભગવાં ધારણ કરવાનું જરૂર સૂઝ્યું - એ જ મારા પાપનું પ્રાયિત્ત!

સંન્યસ્ત તરફની એ સફર ગુરુ વિશ્વાનંદના મિલન સાથે આશ્રમનો મુકામ પામી. નવું નામ મYયું. સાધના, શાસ્ત્રભ્યાસની લગની જાગી. ખોટ એક જ હતી. આશ્રમમાં સાધ્વીઓ પણ રહેતી. તેમની સાથેના સ્વાભાવિક

વાત-વહેવારમાં મનના ખૂણે સાપોલિયાં સળવળવા માંડતાં. કોઈ તુલસી જેવું ઉતારું આવતું તો મન વધુ ચંચળ થઈ ઊઠતું. વશમાં ન રહેતી વૃત્તિ ગુરુજી જેવાથી અજાણ નહીં હોય. પોતે જાણતા કે ચારિત્ર્યભ્રષ્ટ શિષ્યને વિશ્વાનંદ કદી નહીં સંઘરે! પોતે ખાતરી આપી હતી : ગુરુજી, ભગવા નહીં ખરડાય એની ખાતરી આપું છું...

છતાં મન લપસ્યું. આશ્રમમાં રહ્યાનાં આઠ વરસે એક કુંવારી કન્યા મારું તપભંગ કરી ગઈ! ચારુને ચૂંથતા નિત્યાનંદે સ્મરણયાત્રાની આખરી કડી સાંધી:

હરિદ્વારના જાણીતા કંદોઈ વિષ્ણુભાઈ ગુરુજીના ભક્ત. તેમને ત્યાં કથા-પ્રવચન માટે અમારે ઘણી વાર જવાનું થાય. એમાં તેમની દીકરી ચારુબાળા પર નજર પડ્યા પછી હટે એવું ક્યાં હતું? ૧૩-૧૪ની વયે જ તેને યૌવન બેઠું ને ૧૮-૧૯ની થતાં મહેક પ્રસરવા માંડી. ત્યારની નજર બહાવરી બની. ગયા વરસે આશ્રમના ઘાટે ગંગા દશેરાની પૂજાઅર્ચના માટે તે આવી. સ્નાન કરીને વસ્ત્રો બદલતી ચારુને નિહાYયા બાદ રહ્યો-સહ્યો સંયમ સરી ગયો. મારા ચાર્મથી મેં તેને વશમાં કરી ઇચ્છા થઈ ત્યારે તેને ભોગવી છે... ઘરે કોઈ ન હોય ત્યારે તે જ મને તેના ઘરના પાછલા દરવાજેથી અંદર લઈને મેડીની તેની રૂમમાં લઈ જતી! આ ઉંમરે કામસુખ કોને નથી ગમતું!

પણ ના, તેના પક્ષે માત્ર કામ નહોતો... તે તો મારાં વચનોથી ભરમાઈ હતી. ‘તું મને પહેલાં મળી હોત તો હું સંન્યાસી ન બન્યો હોત.’

‘તારે ખાતર હું સંન્યાસ પણ ત્યજી શકું’ની વાતોથી બિચારી ભોળવાઈને મને પત્નીભાવે દેહ ધરતી રહી. આમાં છ માસ અગાઉ ગર્ભ રહ્યો ત્યારે તો તે બચ્ચું પડાવવા માની ગઈ, પણ હવે ફરી પ્રેગ્નન્સી રહી છે ત્યારે ગર્ભપાતમાં તે માનતી નથી.

તેનું દબાણ, રાધર ધમકી, છે કે મારે તેને પરણી જવું!

ચારુનો આગ્રહ સ્વાભાવિક છે, પણ મારે ક્યાં ભગવાં ત્યજવાં છે? જે કારણે સંસાર છૂટ્યો એ જ કારણે સંન્યાસ પણ છોડું તો એમાં મારી ગરિમા ક્યાં? મારી ઊજળી છાપનું શું? હવે હું પંડિતનો દીકરો નથી, સ્વયં અનેક શાસ્ત્રર્થ જીતનારો સાધુ છું. ચારુ સાથેનાં લગ્ન પાછળ તે ગર્ભવતી હોવાનું ખરું કારણ છૂપું ન રહે, સાધુ થઈને હું કુંવારી કન્યાને ભોગવતો રહ્યાની સચ્ચાઈ મારા માથે કલંક જેવી બની રહે. એવું તો થવા જ કેમ દેવાય!

આનો એક જ ઉપાય છે. ચારુ બાળક પડાવવા નથી માનતી તો બાળક સાથે તેને પણ માર્ગમાંથી હટાવી દેવી!

અને ઘાતકી વિચારનું જોશ ઠાલવતા નિત્યાનંદ ચારુબાળાના પ્રસ્વેદભીના ઉરજો પર ઢળી પડ્યા!

€ € €

‘વેલ્કમ ટુ હરિદ્વાર.’

સાંજે સાડાછ વાગ્યાની ટ્રેનમાં સ્ટેશને ઊતરતો આરવ તુલસીને ભાળીને ખીલી ઊઠ્યો. તુલસી પોતાને રિસીવ કરવા આવશે એવું ધાર્યું નહોતું. અલબત્ત, તે આવી એ ગમ્યું, ખૂબ ગમ્યું!

‘ચાલ, પહેલાં ગુરુજીના આશ્રમે જ જઈએ...’

સાવ અનાયાસ આરવે તુલસીનો હાથ પકડી લીધો. બેઉએ સાથે કદમ ઉપાડ્યાં અને એ સાથે જ દૂર ઘાટ પર ગંગામૈયાની આરતીનો મંગળધ્વનિ ગુંજી ઊઠ્યો. સહજીવનની આનાથી મંગળમય શરૂઆત શું હોય?

€ € €

‘આવ આરવ...’ આરતીમાંથી પરવારીને ગુરુજીએ નમન કરતા આરવના માથે હાથ મૂક્યો, ‘તમને જોડે જોઈને મારી આંખો ઠરી.’

આરવ મલકી ઊઠ્યો. તુલસી સહેજ શરમાઈ. વીત્યા દિવસોમાં તુલસી તેનો આધાર બની ચૂકી હતી. તેની સાથે અંગત વહેંચી શકાતું. પોતાનો હૈયાભાવ તુલસી સમક્ષ કબૂલવો હતો, પણ ગુરુજીએ બધું સરળ કરી દીધું.

તુલસીની પણ આમાં મંજૂરી હોય પછી બીજું શું જોઈએ?

‘બસ, હવે મારા મોટા ભાઈનો પત્તો મળી જાય...’

ગુરુજી-તુલસીની નજરો મળી-છૂટી પડી.

‘આરવ, બે દિવસ પછી હૃષીકેશમાં અઠવાડિક સપ્તાહનો કાર્યક્રમ છે. હું તો નથી જવાનો, મુખ્ય કર્તાહર્તા નિત્યાનંદ રહેશે.’

નિત્યાનંદ. તુલસીને થયું કે પોતે ખુદમાં મશગૂલ રહી એમાં નિત્યાનંદનો કિસ્સો તો સાવ ભુલાઈ ગયો! એક જ સ્ત્રીને બીજી વાર ગર્ભવતી કરનાર સાધુ હજી કેમ ગુરુજી સમક્ષ સંસારપ્રવેશની વાત નથી ઉચ્ચારતો? બાઈએ ચોખ્ખું કહ્યું છે કે એક વાર હું ગર્ભ પડાવી ચૂકી; ફરી વાર એવું પાપ કરવાને બદલે બાળકને જન્મ આપીશ, છડેચોક તેને તમારું નામ આપીશ! ત્યારે નિત્યાનંદે ખાતરી આપી હતી કે હું ગુરુજીને વાત કરીશ, મને થોડો સમય આપ... જવાબમાં તે બાઈ એવું પણ બોલી હતી કે હું તો સમય આપીશ, પણ મારું ઊપસેલું પેટ વધુ સમય નહીં આપે! અને નિત્યાનંદે કહ્યું હતું કે હું ઓછા સમયમાં કિસ્સાનો અંત આણી દઈશ...

શબ્દોના પડઘાએ તુલસી અત્યારે થોડી વિહ્વળ થઈ ઊઠી : કિસ્સાનો અંત એટલે સંસારજીવનની શરૂઆત એ જ મતલબ હશેને નિત્યાનંદનો?

પણ તો પછી તેણે ગુરુજીને હજી સુધી કંઈ કહ્યું કેમ નથી! તેણે કંઈક બીજી રીતે કિસ્સાનો અંત આણી દીધો હશે કે પછી આણવાનો હશે? તુલસીએ હોઠ કરડ્યો. ના, ના, હું વધુપડતું વિચારું છું. શક્ય છે કે નિત્યાનંદની ગુરુજી સમક્ષ કબૂલાત કરવાની હિંમત ન થતી હોય. મારાથી પણ ક્યાં આ બધું ગુરુજીને કહેવાયું!

છતાં નિત્યાનંદના નિર્ણય સાથે માસૂમ યુવતીનું ભાગ્ય, ગુરુજીની શાખ જોડાયાં છે એટલે પણ મારે તેના પર નજર તો રાખવી રહી.

તો પછી હૃષીકેશની સપ્તાહનો લાભ શા માટે ન લેવો? એ બહાને નિત્યાનંદ પર ચોકી રહેશે એમ આરવને આનંદભાઈ બાબત ગુરુજીની અગમ સ્ફુરણા કહેવાની, કહ્યા પછી તેને સંભાળવાની મોકળાશ પણ મળશે...

‘ગુરુજી, હું પણ સપ્તાહમાં બેસીશ.’ તુલસીએ ઉમેર્યું, ‘અને આશ્રમના સંઘ ભેગી અઠવાડિયું ત્યાં જ રહીશ.’

‘તું મારા ઘરે રોકાજે તુલસી. ભાભીને પણ કંપની મળશે.’

‘નહીં આરવ...’ ગુરુજીએ દરમ્યાનગીરી કરી, ‘સગપણ વિના તુલસી તારે ત્યાં રહે એ સારું ન લાગે.’

‘ત્યારે તો આનંદભાઈનો પત્તો મળતાં જ અમારી સગાઈ કરી દો.’

સાંભળીને ગુરુજીનાં નેત્રોમાં કરુણા ઝબકી, તુલસીએ નિસાસો દબાવી રાખ્યો.

€ € €

‘આપ આ ગએ ભૈયા! જી કો તસલ્લી હુઈ.’ આદર્શ ભાભીનો પાઠ ભજવતી આસિતાએ દિયરનાં ઓવારણાં લઈને સાદ ભીનો કર્યો‍, ‘વર્ના તો ઇસ બડી કોઠી મેં અકેલી રહકે ગભરા ગઈ થી.’

‘અકેલી!’ આરવ જરા ચમક્યો, ‘કેમ, તમારો ભાઈ હવે અહીં નથી રહેતો?’

‘ના રે. તેને તો કલકત્તામાં નોકરી મળી એટલે પાંચેક દિવસ અગાઉ જ નીકળી ગયો. આવડા મોટા બંગલામાં દિયર-ભોજાઈ બે જ રહ્યાં!’

તેના વાક્યમાં રહેલો ભાવ આરવને કળાય એમ ક્યાં હતો? હવે પછી શું બનવાનું એની પણ ક્યાં ખબર હતી?

(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK