કથા-સપ્તાહ - ગંગાને કિનારે (ભેદ કે ભરમ? : ૧)

કેરી!


ganga

અન્ય ભાગ વાંચો

1  |  2  |

- સમીત (પૂર્વેશ) શ્રોફ

આમ તો ઉનાળાના આમþફળનો કોઈ વિકલ્પ નથી. એમાં પણ વલસાડી આફૂસ તો જગમશહૂર છે! શેખર જાણે છે કે મને કેરીનો કેટલો ચાવ છે. એટલે તો વલસાડના વેપારીને ઑર્ડર લખાવીને બબ્બે કરંડિયા ખાસ હૃષીકેશ મગાવ્યા છે અને ફળ તો જુઓ, મઘમઘતું!

‘ખુશ!’ શેખરે તેના વાળની લટ રમાડી, ‘તને ગમતું ફળ તને મળ્યું. હવે રાતે મારાં મનગમતાં ફળ મને ધરવાનો તારો વારો!’

વાક્ય ગલીપચી કરી ગયું. શેખર સાથે અંગત પળો માણતી વેળા હું ભૂલી જતી હોઉં છું કે દુનિયાની નજરમાં તે મારો દૂરનો મસિયાઈ ભાઈ છે!

જોકે વાસ્તવમાં એવી સગાઈ ક્યાં હતી? એ તો લગ્ન પહેલાંના મારા પિયુને સાસરામાં થાળે પાડવા ઉપજાવેલું સગપણ હતું!

રસોઈ કરતી આસિતા સાંભરી રહી:

હૃષીકેશથી બદરીનાથના રસ્તે આવેલું બાદરા ગામ નીચાણમાં નહીં એમ સાવ પહાડી પર પણ નહીં. છૂટીછવાઈ વસ્તીનો નિભાવ પશુપાલન અને ટૂરિસ્ટ્સ થકી થાય. સહેલાણીઓને ટટ્ટéની સવારી કરાવતો શેખર ખૂબસૂરત હતો તો વસ્તીની અપ્સરા ગણાતી આસિતા પણ ક્યાં કમ હતી? વસ્તીથી છાનો તેમનો પ્રણય પાંગરી ચૂક્યો હતો. રાતનું અંધારું ઓઢીને બેઉ નદીના કોતરમાં આવેલી ગુફામાં મળતાં અને પ્રણયઘેલાં બની વસ્ત્રોની મર્યાદા ત્યજી મધુર પળોને બેસુમારપણે માણતાં. અલબત્ત, મહિને માંડ બે-ચાર વાર આ રીતે મળી શકાતું. શેખરને એની તડપ રહેતી, ‘ચલો શાદી કર લેં. અબ યે દૂરી નહીં સહી જાતી.’

શેખરને ઉત્કટપણે ચાહતી હોવા છતાં આસિતા શાદીના ઉલ્લેખે સહેમી જતી.

‘તું લગ્નનું કહે છે શેખર; પણ એની ફળશ્રુતિરૂપે પિયરના ઘરથી છ ઘર દૂરના તારા ખોરડે આવવાનું હોય, એ જ ગરીબી અને એ જ હાલાકી બરકરાર રહેવાની હોય તો મારે નથી કરવાં લગ્ન.’

પહેલી વાર આ સાંભળ્યું ત્યારે શેખર સમસમી ગયેલો. ગામમાં રહેનાર બધા જ સર્વસાધારણ હતા. આસિતા કોને વરવા માગે છે?

‘વસ્તીમાંથી કોઈ નહીં.’ આસિતાએ પિયુના ખભે માથું ટેકવ્યું હતું. ‘મારે તો આ વસ્તી જ છોડવી છે.’

હેં! ખરેખર તો આ બદલાવની નિશાની હતી. પિતાની મૅગી પૉઇન્ટની લારીએ પ્રવાસીઓની કાર અટકતી અને તે સહેલાણીઓના વૈભવ, વસ્ત્રો, તેમની એટિકેટથી પ્રભાવિત બનતી - ખરી જિંદગી તો આ છે! ઐશ્વર્યથી ભરપૂર, સુખસગવડથી છલકતી. ના, ના, મારે કંઈ આ પહાડોમાં જીવન નથી વિતાવવું! અને એ એક જ રીતે સંભવ લાગ્યું

આસિતાને - મારાં લગ્ન શહેરમાં વસતા, પામતા-પહોંચતા જુવાન જોડે થાય તો જ મારું સમણું સાકાર થાય! મન આવું આયોજન કરતું ને હૈયે શેખરની પ્રીત ઘૂંટાતી હતી. આ વિરોધાભાસ આસિતાને અકળાવતો, મૂંઝવતો; પણ ન હૈયું માનતું, ન આકાંક્ષા છૂટતી. પ્રેયસીનું આ રૂપ શેખર માટે નવતર હતું,

‘તો શું હું આને આપણા સંબંધનો અંત સમજું?’

ઉદાસ બનતા પિયુને તે ચુંબનોથી ભીંજવતી, ‘આવું ન બોલ. મારા હૈયાનો એકમાત્ર માલિક તું રહેશે એ પૂરતું નથી?’

શેખરથી ઇનકાર થયો નહીં... ગુફામાં તેમનું ગપ્ત મિલન ચાલુ રહ્યું, એ જાણવા છતાં કે આપણે પરણવાના નથી!

બીજી બાજુ અઢારની થયેલી એકની એક દીકરીની ઇચ્છા અનુસાર માબાપે મુરતિયા માટે શોધખોળ આરંભી. દૂર વસેલાં બે-ચાર સગાંવહાલાંના કાને વાત નાખી ને આસિતાના નસીબજોગે લગ્નનો ઉચિત પ્રસ્તાવ તેમને સાંપડ્યો પણ ખરો!

‘ઊંચા અને ખમતીધર ખાનદાનનો નબીરો શોધ્યો છે આપણી આસિતા માટે... છોકરાનું નામ છે આનંદ. હૃષીકેશનો છે. ગઈ સાલ તેની માના દેહાંત પછી સંસારમાં તે અને તેનો નાનો ભાઈ આરવ બે જ જણ છે. ખેતી છે, લક્ષ્મણઝૂલા પાસે ચાર ગાળાની દુકાન ભાડે આપી છે. આનંદ પોતે બારમું પાસ છે, પણ હોશિયાર એવા નાના ભાઈ આરવને મુંબઈની કૉલેજમાં ઍડ્મિશન અપાવ્યું છે એટલે પરણ્યા પછી હૃષીકેશમાં પતિ-પત્નીએ જલસો જ કરવાનો છે!’ દૂરનાં રત્નામૌસીએ જશ લેવાની ઢબે કહીને ઉમેરેલું, ‘શું છે કે આનંદના પગે જરા ખોડ છે એટલે પણ તેમને એવી કન્યાનો ખપ છે જે ગરીબ ઘરની છતાં સંસ્કારી હોય, ઘર સંભાળી જાણે એવી હોય, પતિની પંગુતા જેને કનડે નહીં.’

‘મને મંજૂર છે મૌસી.’ ઉમેદવારનો ફોટો સુધ્ધાં જોયા વિના આસિતાએ હકાર ભણ્યો હતો!

જોકે માબાપને એવી ઉતાવળ નહોતી. પહેલા આનંદને મળીએ, જોઈએ તો ખરા! વસ્તીમાં જોણું નથી કરવું. હૃષીકેશના ઘરે જ મુલાકાત ગોઠવીએ...

- અને શહેરને અડીને આવેલી આનંદની કોઠીનો ઝાંપો ખોલીને પગ મૂકતાં જ આસિતાને ઝણઝણાટી થઈ હતી. આગળ નાનકડો બગીચો, બે માળની આલીશાન કોઠી, પાછળ ઢોળાવ ઊતરતાં જ ગંગાનો ઘેઘૂર પ્રવાહ... આવું જ સાસરું તો હું ઇચ્છતી હતી!

‘મારા ભાઈ જરા ઓછાબોલા છે.’ ૨૬ વરસના આનંદથી ચારેક વરસ નાનો આરવ બોલકણો લાગ્યો, ‘તેમનો ડાબો પગ જનમથી જ જરા ટૂંકો છે, પણ એથી તેમના સ્વભાવ કે ચારિhયમાં કશી ખોટ નથી...’

ત્યારે સમજાયું કે છોકરામાં ક્યારે શું બોલવું એની સૂઝ પણ છે. મોટા ભાઈને ચાહતો જ નથી, પૂજે પણ છે. ઘર બતાવતી વેળા આરવે ઘરના વડીલની જેમ પેટછૂટી વાત કરી લીધી તો એકાંત મુલાકાતમાં આનંદનું ફોકસ નાના ભાઈ પર રહ્યું. આસિતાને આમાં પણ કશું વાંધાજનક નહોતું લાગ્યું. એથી પણ આનંદનું મન બેઠું. લગ્ન માટે તેનો પણ હકાર થતાં આસિતાએ હરખનો ઉછાળો અનુભવ્યો હતો.

શેખરને આનંદથી દૂર રહેવા સમજાવી દીધો - રખેને તારા માટેનો પ્રેમ મારી આંખોમાં આનંદ ભાળી ગયો તો મારું સુખ રેલાઈ જશે...

રંગેચંગે લગ્ન પત્યાં. હૃષીકેશની કોઠીની મેડીએ સુહાગરજની ઊજવાઈ. આનંદ શેખર નહોતો - વાસ્તવમાં પણ અને પથારીમાં પણ! આંખો મીંચીને આસિતાએ બેવડું સમાધાન સ્વીકારી લીધું.

બીજા છ માસમાં તે નવી ગૃહસ્થીમાં ગોઠવાઈ ગઈ. મુંબઈ હૉસ્ટેલમાં રહેતા આરવની પણ તે કાળજી રાખતી, આનંદનો ભરોસો જીતી શકેલી. પિયર જતી ત્યારે ગુફામિલનમાં શેખરને માણતી વેળા પતિને છેહ દીધાનો ભાવ ઊમડતો નહીં. બલ્કે શેખરના પ્યારને તે પોતાનો હક સમજતી.

ન જાણે આમ ક્યાં સુધી ચાલત, પણ કુદરતે જ મહેર કરી - એ પણ કોપ સ્વરૂપે!

હજી ગયા જુલાઈમાં, લગ્નના દસમા મહિને બદરીનાથમાં અણચિંત્યું આભ ફાટ્યું હતું...

‘આસિતા, બદરીનાથમાં આભ ફાટ્યું છે...’ એ બપોરે આનંદ ખેતરેથી જીપમાં દોડી આવેલો. વરસાદ તો હૃષીકેશમાં પણ હતો, પરંતુ બદરીનાથમાં આભ ફાટ્યું હોય તો એની અસર અમારા બાદરા ગામે અવશ્ય થવાની... માબાપ જેટલી જ ચિંતા તેને શેખરની હતી. પત્નીના રૂદનમાં માબાપ ઉપરાંત પ્રિયતમનો પણ શોક છે એની બિચારા આનંદને તો ભનક સુધ્ધાં નહોતી.

છેવટે તો ધારણા હતી એવું જ થયું. આખું બાદરા ગામ નાશ પામ્યું હતું. મોટા ભાગનાની તો લાશ પણ ન મળી... આસિતા માટે આ આઘાત અસહ્ય હતો.

કદાચ નદીમાં ઝંપલાવીને તેણે શેખર પાછળ આત્મહત્યા કરી લીધી હોત, પણ વિધિના લેખ એવા નહીં હોય એટલે હોનારતના દસમા દિવસે બીજું કોઈનહીં ને સ્વયં શેખર તેના દ્વારેઆવી ઊભો!

‘શે...ખુ...’ હરખની, અચંબાની મિશ્ર ચિચિયારી નાખતી આસિતા તેને વળગીને બેહોશ થઈ ગઈ હતી!

હોશ આવ્યા ત્યારે તે પલંગ પર હતી ને શેખર સામે બેઠો હતો.

‘હું બચ્યો એ ચમત્કાર જ ગણાય...’ કુદરતની થપાટનો ખોફ શેખરની કહાણીમાં તરવરતો હતો, ‘ભેખડની ભેખડ ધસી નાખતા પૂરમાં શિલાનો આધાર ન સાંપડ્યો હોત તો હું પણ તણાઈ ચૂક્યો હોત... બચાવટીમે મને ઉગાર્યો. તને જાણ કરવી હતી, પણ રાહતકૅમ્પમાંથી ફોન કરવાનાં પણ ફાંફાં હતાં... પછી થયું, જાતે જ પહોંચીને તને સરપ્રાઇઝ આપું. મને ખબર હતી કે મને જીવતો ભાળીને તું ભાન ભૂલશે એટલે આનંદના નીકળ્યા બાદ આવ્યો. ’

પતિનો ઉલ્લેખ થવા છતાં આસિતાને ફરક ન પડ્યો. તેણે શેખરને બાથ ભીડી, ‘હવે હું તને ક્યાંય જવા નહીં દઉં.’

‘એ કેમ બને? તારા ઘરે મારાથી કેમ રહેવાય?’

‘કેમ ન રહેવાય?’ આસિતાના સ્વરમાં જીદ હતી, ‘કહી દઈશ હું આનંદને કે તું મારો મિત્ર છે...’ તે અટકી. ના, મિત્ર કહેવામાં જોખમ છે. પત્ની પોતાના મિત્રને ઘરે રાખવા માગે એ કોઈ પણ પતિને ખટકે. એના કરતાં દૂરનો ભાઈ કહીશ તો આનંદને અણખટ નહીં રહે!

ઘરે રોકાવાના આસિતાના આગ્રહે શેખરે કબૂલ થવું પડ્યું. સાંજે ઘરે આવેલો આનંદ નવા મહેમાનને ભાળીને અચંબિત થયો તો આસિતાએ સરળતાથી કહી દીધું, ‘આનંદ, આ મારો દૂરનો મસિયાઈ ભાઈ શેખર છે. તમે કદાચ તેને મળ્યા નથી, આપણાં લગ્નમાં એ નહોતો આવી શક્યો... બાદરાથીયે ઉપરના ગામમાં રહેતો જે તબાહ થતાં મેં તેને આપણે ઘરે આશરો આપ્યો છે. મહેમાનખંડમાં રહેશે અને ખેતીના કામમાં તમારી જોડે દેખરેખ રાખશે... સર્વસ્વ લૂંટાવી ચૂકેલા આદમીને આપણા સહારાનો ખપ છે!’

આનંદથી ઇનકાર ન થયો ને થોડા દિવસોમાં તો શેખર આસિતાના સંસારમાં બનાવટી સગપણે ગોઠવાઈ ગયો! દિવાળીની છુટ્ટીઓમાં ઘરે આવેલા આરવને પણ બનાવટ ગંધાઈ નહોતી...

આરવના મુંબઈ ગયાની રાત્રે તે આનંદને ઊંઘતો મૂકીને શેખરની ઓરડીએ પહોંચી હતી, ‘ઘણા દિવસોની મારી પ્યાસ બુઝાવી દે!’

શેખર પણ ભાન ભૂલ્યો. આમ બે-ચાર મહિના તો સુખરૂપ નીકળ્યા. આનંદ ખૂબ થાકીને સૂતા હોય ત્યારે તે શેખરની રૂમ પર જતી, પણ ૫છી...

‘શું છે આ બધું!’

ડિસેમ્બરની એક મધરાતે શેખર-આસિતા ભાન ભૂલી કામક્રીડામાં રત હતાં ત્યાં આનંદ આવી ચડ્યો. પાણીની તરસે તેની નીંદ તૂટી એમાં ભેદ ખૂલી ગયો! શેખર-આસિતા ભડક્યાં. અળગાં થઈને ફટાફટ ચાદર વીંટાળી.

‘ભાઈ સાથે સૂનારી સ્ત્રી મારી પત્ની ન હોઈ શકે. હું કાલે જ ફારગતીનાં કાગળિયાં તૈયાર કરાવું છું.’

ફારગતી. મતલબ ડિવૉર્સ!

‘રોક આને શેખર.’ આસિતા હાંફળી-ફાંફળી થઈ. ‘આનંદ ફારગતી આપશે તો આપણે રસ્તે રઝળતાં થઈ જઈશું..’

જોકે શેખર કંઈ કરે એ પહેલાં પોતે જ સાઇડ ટેબલ પર પડેલું લોખંડનું વાઝ ઊંચકીને આનંદની પીઠ પાછળ ઘા કર્યો હતો. ઝનૂનભેર વીંઝાયેલું વાઝ આનંદના માથામાં ટીચાયું ને એ એક જ ઘાએ આનંદના પ્રાણ હરી લીધા! ઘૂંટણ વાળીને ફસડાઈ પડતો આનંદ માથાના ઘાથી મરી ચૂક્યો છે એવું પહેલાં તો મનાયું નહોતું, પણ હકીકત તો હકીકત જ રહે છે. હવે?

‘ડ૨ નહીં, બંગલો એકાંતમાં છે. કોદાળી-પાવડો આપ, ઢોળાવના કાંઠે ખાડો ખોદીને આને દાટી દઉં છું.’

‘હેં! પછી?’

‘પછી શું... કહી દેવાનું કે પગે ખોડ હોવાનો ગમ વેંઢારતો નહીં હોય એટલે આનંદ ગામ-ઘર છોડીને અજાણવાટે ચાલી નીકળ્યા..’

એવું જ થયું. ત્રણ કલાકની આકરી મહેનતથી શેખરે આનંદની લાશ પછવાડે દફનાવી દીધી, કતલનાં કોઈ નિશાન ૨હેવા ન દીધાં.

બીજી સવારે આસિતાએ આનંદના નામની હોહા મચાવી; આનંદ ઘરમાં નથી, તેમનો મોબાઇલ લાગતો નથી... જાણે તે ક્યાં ગયા?

તેણે શેખરને દોડાવ્યો. આરવને બીજે દહાડે જાણ કરી ને પોલીસ-ફરિયાદ તો તેના દોડી આવ્યા બાદ નોંધાવી...

‘મને તો લાગે છે કે પગની ખોડે જ તેમને સંસાર છોડવા સુધી દોર્યા.’ ભાભીની આ ગણતરી બીજાને ગળે ઊતરી જતી, પણ ભાઈને જાણતા આરવને આ તર્ક જચ્યો નહોતો : નહીં, ભાઈમાં ભાગેડુ વૃત્તિ તો સહેજે નહોતી, જરૂર કંઈક બન્યું છે!

અને છતાં એ અઘટિત સુધી પહોંચવું આરવ માટે શક્ય નહોતું બન્યું. થાણાનાં ચક્કર કાપ્યાં, મનની શાતા માટે એકાદ ગુરુના આશ્રમમાં પણ રહ્યો. થાકી-હારીને તેણે મુંબઈની કૉલેજ જૉઇન કરી ને ત્યારની અમને અહીં ભરપૂર એશ છે! ખેતી-ઉઘરાણીનાં કામ મારા ‘ભાઈ’ શેખરે સંભાળી લીધાં છે. દેખાવ ખાતર હું

પતિના ચાલ્યા જવાનો શોક કદીમદી દેખાડતી રહું છું. બાકી ઘરે કામવાળી પણ રાખી નથી. શેખુ સાથેના એકાંતમાં કોઈ વિઘ્ન ન જોઈએ!

પણ એમાં હવે રુકાવટ આવશે. આરવની અંતિમ પરીક્ષા પતશે કે આવતા અઠવાડિયે તે હંમેશ માટે પરત થવાનો... પછી આવી છૂટ માણવા નહીં મળે!

ત્યારે તો તેનો પણ ઇન્તેજામ કરી રાખવો ૫ડશે!

€ € €

રાતે સમાગમનો થાક ઉતારીને આસિતાએ મુદ્દાની વાત છેડી, ‘આરવ પરત થતાં આવી છૂટ માણવા નહીં મળે શેખુ!’

‘હં!’ શેખરના હોઠ વંકાયા, આસિતા સાથે નજરો મેળવી, ‘કેમ, જેવું મોટા ભાઈ સાથે થયું એવું નાના ભાઈ જોડે ન થઈ શકે?’

હેં! મતલબ બીજું ખૂ...ન? શેખરનું મગજ તો ઠેકાણે છેને! આનંદને અમારે મારવો નહોતો, તેનું મૃત્યુ ફક્ત એક અકસ્માત હતો. તેના ગુમ થયાના દાવમાં અમે ફાવ્યા એનો અર્થ એ નહીં કે બીજી વાર પણ ફળશે! અહં, કંઈક બીજું વિચારો.

‘વિચારવા માટે ઘણો સમય છે પ્રિયે. અત્યારની આ સોનેરી પળો એમાં શીદ વેડફીએ?’

શેખર આસિતા પર છવાયો... આનો આસિતાને ક્યાં ઇનકાર હતો!

(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK