કથા-સપ્તાહ - ઘૃણા (જનક-જનની : 4)

તેમના માટે...’


અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |  4  |  5 


અતુલ્ય સાથે વાત થયા પછી નીમાના ચિત્તમાંથી અતુલ્યના પિતાની પપ્પાને ઓળખ હોવાની બીના ઓસરતી નહોતી. જાણું તો ખરી કે તેમણે બીજા કેવા ખેલ રચ્યા છે! જમતી વેળા તેણે સ્વાભાવિકપણે વાત છેડી, ‘પપ્પા, પેલા ઇન્કમ-ટૅક્સ ઑફિસરનો શું કિસ્સો છે? તમે મને થોડા દિલગીર લાગ્યા

‘બિચારો અમૂલખ.’

પિતાના સાદે નીમા ચમકી. અતુલ્યના ફાધર બિચારા કેવા?

‘ઇન્કમ-ટૅક્સ ખાતાનો ઉચ્ચ અધિકારી. તેના જેવા ફરજનિષ્ઠ અને પ્રામાણિક અધિકારીઓ બહુ ઓછા જોવા મળે. ’

માણસ નોકરીમાં ગમે એટલો નીતિવાન હોય, ઘરમાં વહેશીપણું બતાવતો હોય તો એનો શું અર્થ! પપ્પાને બિઝનેસના નાતે ઇન્કમ-ટૅક્સમાં ઓળખાણ, આવરો-જાવરો રહેવો સ્વાભાવિક છે; પણ અમૂલખભાઈની વરવી અંગત બાજુની તેમને શીદ જાણ હોય?

‘તેમની કાર્યદક્ષતાનો આજે પણ દાખલો દેવાય છે... પણ તેમનું અંગત જીવન સુખી નહીં હોય.’

હેં. નીમાનાં નેત્રો પહોળાં

થયાં - પપ્પાને એનીયે જાણ છે?

‘તેમની વાઇફ વૃંદા એટલી જ ભ્રષ્ટ.’

નીમાના કાનમાં ધાક પડી. અતુલ્ય હોત તો મલાજો વિસરીને તેમણે પપ્પાની ગરદન પકડી લીધી હોત! અતુલ્યને જેનો ઝુરાપો આજે પણ છે, જેનું મૃત્યુ અતુલ્યને મન આજે પણ સંદિગ્ધ છે તે સ્ત્રી ભ્ર...ષ્ટ?

‘વ્યાપારવર્તુળમાં કહેવાતું કે

ઇન્કમ-ટૅક્સના સાહેબ પાસે કામ કઢાવવાનો રસ્તો તેમની પત્નીના બટવામાં થઈને નીકળે છે!’

‘અરેરેરે...’ નીમાને શાનો આઘાત લાગ્યો એ પૂછવાનું પિતાને સૂઝ્યું નહીં.

‘એક વાર તો મેં પણ તેમને જ્વેલરીનો સેટ પહોંચાડેલો,એ કબૂલી લઉં.’

નીમાની બુદ્ધિ બહેર મારી ગઈ. અતુલ્ય માને છે કે મમ્મીને શૉપિંગનો શોખ હતો. ના, એ ખરેખર તો ઉપરની કમાણી હતી. અમૂલખને એનો વાંધો હોય એટલે જ તેમની વઢ હોય! પણ દીકરાને તે જુદો જ પાઠ ભણાવતાં રહ્યાં. પતિની નબળી કડી સમાન દીકરાને પોતાના પક્ષમાં કરવાની ચાલરૂપે તેમનું હેત હતું.

નીમાને લાગ્યું કે બાજી ખૂલી ગઈ.

જોકે આટલી સિફતથી રમનારી આપઘાત કરે ખરી! ભલે તેમણે અંતિમ ચિઠ્ઠી જેવું કંઈ લખ્યું નહોતું, છતાં પોલીસતપાસમાં એ આત્મહત્યા જ પુરવાર થયેલી એ અંકલની વગને કારણે તો ન હોય? ખરેખર કોઈ નબળી ક્ષણે અમૂલખભાઈએ જ પત્નીને પતાવીને આપઘાતનો સીન પુરવાર કર્યો‍ હોય...

- એથી જોકે વૃંદામાનો દોષ નથી ઘટતો અતુલ્ય. એમાં તો સુધારો કરવો રહ્યો!

એ માટે એક વા૨ અમૂલખભાઈનો પક્ષ પણ સમજવો રહ્યો. એક જ ડૉક્ટરને ત્યાં આપણા પિતાઓની તપાસનો એ જ સાર હોય અતુલ્ય!

€ € €

અને બીજી બપોરે અમૂલખભાઈના ઘરે ડગ માંડતી નીમા ચમકી. બ્ભ્Dમાં મળેલા વડીલને તે ઓળખી ગઈ. અમૂલખભાઈને પણ તેની ઓળખ સાંપડી. જોકે ચમકવાનું કા૨ણ હતી ઘરની દીવાલો. દ૨ેક દીવાલ અતુલ્યમઢી. પિતાના ઝુરાપાનો આથી વિશેશ પુરાવો શું હોય?

તમે એક વાર પણ અહીં આવ્યા હોત અતુલ્ય તો...

નીમાને દ્વિધા ન ૨હી.

‘પ્રણામ અંકલ...’ નીમાએ પાયલાગણ કર્યાં, ‘હું નીમા. તમારી થનારી પુત્રવધૂ.’

હેં! અમૂલખભાઈની આંખો વરસી પડી. પુત્રવધૂના આગમનમાં તેમને પુત્ર આવી રહ્યાના ભણકારા સંભળાતા હતા!

€ € €

‘હું તો તમને પરણીને ફાવી ગઈ!’

લગ્નના ત્રીજા જ મહિને ગળામાં ચંદનહાર નાખીને મહાલતી પત્નીના દીદારે અમૂલખ ચમક્યા. આવો મોંઘો હાર તું ક્યાંથી લાવી?

‘લાવી ક્યાં છું? કોઈ આપી ગયું.’ વૃંદાએ જ્વેલ-બૉક્સમાંથી કાર્ડ કાઢીને પતિને ધર્યું, ‘આમનું કામ તમે કરી આપજો, તો બીજું ઘણું આપી જશે.’

અમૂલખનું કાળજું તરડાયું. સીધા શબ્દોમાં આને લાંચ કહેવાય એટલી સમજ તો વૃંદાને હોય જ.

ઓહ, પાત્ર-પસંદગીમાં પોતે કેમ થાપ ખાધી?

જુવાન વયે ઇન્કમ-ટૅક્સ ખાતામાં ઉચ્ચ અધિકારી તરીકે નિમણૂક મળી એમાં સ્વર્ગસ્થ માતા-પિતાના આર્શીવાદ નિહાYયા હતા અમૂલખે. તેમણે સીંચેલા સંસ્કારો થકી જીવનપથ ઉજાળવો હતો, આદર્શવાદ અણુ-અણુમાં ફૂંફાડા મારતો હતો. નિકટના સગાની મધ્યસ્થી દ્વારા પસંદ કરેલી કન્યા સમક્ષ પોતાનાં મૂલ્યો સગર્વ રજૂ કર્યાં હતાં. ગ્રૅજ્યુએટ થયેલી વૃંદાએ એમાં હામી પણ ભરી હતી. એ સમયે કેવી સીધી, સરળ લાગી હતી વૃંદા! પણ પછી..

આ દેશમાં પ્રામાણિક અધિકારી કોઈને ગમતો નથી, પોતે લાંચ-રુશવતથી દૂર ભાગતા તો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ધરાવનારા લોકોએ મારા ઘર તરફ નજર દોડાવી ને વૃંદા લલચાઈ. તેની લાલચસભર પ્રકૃતિનો મને કેમ અંદાજ ન આવ્યો! અરે, મારા આદર્શ જાણતી વૃંદા એને વળોટવા જેવું કૃત્ય આચરી જ કેમ શકે? આ જ પત્નીધર્મ?

‘ધર્મની વાત સાધુ-સંતોને શોભે. આપણે સંન્યાસી નથી અને સંસારીઓ માટે સબસે બડા રૂપૈયા.’

‘આ સૂત્ર મારા ઘરમાં નહીં ચાલે.’ પત્નીના ગળામાંથી હાર ખેંચીને અમૂલખે ઘા કર્યો, ‘ફરી આવી ભૂલ

ન થાય.’

€ € €

‘...ત્યારે તો તે જાણે માની ગઈ એવું લાગ્યું. ખરેખર તો એ યુદ્ધવિરામ જેવી સ્થિતિ હતી...’

અમૂલખભાઈ નીમાને કહી રહ્યા છે, ‘અતુલ્યના જન્મ પછી તેને જાણે પાંખો મળી... ઘરમાં ફરી ભેટ-સોગાદો આવવા લાગી. ઘરેથી ફાઇલ ક્લિયરન્સ જેવા કાર્યોની ભલામણની વણજાર ચાલુ થઈ. વૃંદા રીતસર દબાણ કરતી - મેં ઑલરેડી ગિફ્ટ લઈ લીધી છે એટલે કામ તો તમારે કરવું જ પડશે...

‘અને ન કરું તો?’

‘તો...’ તે અતુલ્ય તરફ નજર નાખતી. ત્રણ-ચાર મહિનાનો ધાવણો છોકરો ભૂખ્યો થઈને એટલું રડે તોય ધરાર જો તેને થાને ચાંપતી હોય! નફ્ફટની જેમ નેઇલપૉલિશ કરતી રહે, પણ તેના પેટનું પાણી ન હાલે. મારાથી દીકરાની ભૂખ, રુદન સહ્યાં ન જાય. લાચારપણે હું તેની માગણીને વશ થાઉં તો મારો દીકરો દૂધ પામે!’

અરેરેરે.

‘તારા પપ્પાએ સાચું કહ્યું. અત્તુ આઠેક વરસનો થયો ત્યાં સુધીમાં બિઝનેસ-વર્તુળમાં ખાનગીપણે ચર્ચાતું થઈ ગયેલું કે ઇન્કમ-ટૅક્સ અધિકારી ભલે પ્રામાણિક હોય, તેની પત્ની સર્વગ્રહી છે!’

અમૂલખની લાચારી અનુભવી શકાઈ.

‘અતુલ્ય જાતે ખાતો-પીતો થયા પછી મને તેની ક્યાં સાડાબારી રહેવાની? હું આવું વિચારતો, પણ વૃંદા બે કદમ આગળ નીકળી. નાની-મોટી ગિફ્ટસથી તે મને ઉશ્કેરતી, ઝઘડો થતો ને કોઈ કાળે વૃંદા ન માને એવું લાગતાં બેકાબૂ થતો મારો હાથ ઊપડતો. બસ, આ દૃશ્યોમાં પોતાનાં આંસુ ભેળવીને તે ધાર્યું અર્થઘટન અતુલ્યને ઘૂંટાવતી...’

નીમા સાંભળી રહી. અતુલ્યનાં મા સાથેનાં સંભારણાં હવે જુદા જ અર્થમાં ઊઘડતાં હતાં. શૉપિંગ-તહેવારોની

ભેટ-સોગાદો... બધી ખરેખર તો લાંચ-રુશવત હતી!

‘દીકરો ભુલાવામાં ન રહે એ એકમાત્ર કન્સર્ને મેં તેને ગુરુકુળમાં મૂકવાનું નક્કી કરી લીધું...’

નીમાને માલૂમ હતું. ત્યારે વૃંદામાએ કાંડું કાપવાની ધમકી આપેલી એ ખરેખર તો પોતાનું પ્યાદું બચાવવાનો મરણિયો પ્રયાસ હતો. આમાં ક્યાંય મમતા નહોતી. દીકરા ખાતર જીવ આપી દે એવી તે મા જ નહોતી. અમૂલખભાઈએ વારી ન હોત તો મામૂલી ઘસરકો કરી મૂકીને સીન જરૂર જમાવી દેત... અમૂલખે મારવાની ઢોંસ આપી તો કેવી પીછેહઠ કરી લીધી!

‘બેશક, અતુલ્યને એનું વસમું લાગેલું...’ અમૂલખભાઈએ કાંડું પંપાળ્યું. અતુલ્યે ભરેલા બચકાનાં નિશાન નહોતાં રહ્યાં; પણ અતુલ્યના દૂધિયા દાંત તોડનારો રોષ, ઘૃણા વય સાથે વધતાં જ રહ્યાં છે.

‘અતુલ્યના ગયા પછી હું મુસ્તાક બન્યો. અતુલ્ય સમક્ષ ફોન દ્વારા

વ્યાકુળ-આતુર માનો ભ્રમ જાળવતી વૃંદા બે મહિનામાં પામી ગઈ કે હવે કોઈ ત્રાગાએ મને નબળો પાડી શકાય એમ નથી એટલે તેણે નવો માર્ગ લીધો...’ અમૂલખભાઈએ નિ:શ્વાસ નાખ્યો. ‘આત્મહત્યાની ધમકીનો!’

નીમાએ કથાની પરાકાષ્ઠા ઢૂંકડી અનુભવી.

€ € €

‘બોલો, ક્રિપલાણીની ફાઇલ પાસ કરશો કે નહીં...’

અબજોની હેસિયત ધરાવતા ક્રિપલાણીની ફાઇલ માટે વૃંદાએ કમસે કમ કરોડની બોલી માંડી હશે!

અમૂલખ ઑફિસ જવા તૈયાર થાય છે કે તેણે પંખા નીચે સ્ટૂલ ગોઠવ્યું...

‘આખરી વાર કહું છું, માની જાઓ...’ સ્ટૂલ પર ચડીને વૃંદા ગાળિયો તૈયાર કરે છે, પણ અમૂલખની નિર્લે૫તામાં તસુનોય ફેર પડતો નથી.

‘સાવ પથ્થરદિલ છો... મારો છોકરો નમાયો બની જશે...’ રોદણાં કામ ન આવ્યાં ત્યારે અમસ્તો ગાળિયો ગળામાં નાખ્યો, પણ એવું જ તેણે બૅલૅન્સ ગુમાવતાં સ્ટૂલ હાલકડોલક થઈને ગબડ્યું ને ઘડીના છઠ્ઠા ભાગમાં તો તે હવામાં અધ્ધર લટકી રહી!

હાકા-બાકા થતા અમૂલખ દોડ્યા, પણ...

€ € €

‘આગ સાથેની રમતમાં તેણે દાઝવું પડ્યું. હસવામાંથી ખસવું થઈ જાય એના જેવું...’ અમૂલખભાઈએ કડી સાંધી, ‘નૅચરલી, પોતે મરવાની હતી નહીં એટલે ચિઠ્ઠી લખવા જેવી કાળજી તે શું કામ લે? અતુલ્યે બધાની વચ્ચે મારા પર માના ખૂનનો આરોપ મૂક્યો, પણ સદ્નસીબે પોસ્ટમૉર્ટમમાં કશું વાંધાજનક નહોતું નીકળ્યું અને આત્મહત્યા પર પોલીસની મહોર લાગી. એમાં મારું કોઈ સેટિંગ નહોતું. હા, તેના કાર્યકારણની બહુ ચર્ચા ન થઈ. ઑલરેડી ટ્રૉમા અનુભવતા અત્તુને વધુ આઘાત ન પહોંચે એ માટે મેં પણ થોડુંઘણું સંદિગ્ધ રાખ્યું હતું.’

અતુલ્ય માટે મા ન રહી એ સત્ય હતું અને ખૂન હોય કે આત્મહત્યા, દોષી એક જ વ્યક્તિ હતી - અમૂલખભાઈ!

‘માની વિદાયે અતુલ્ય મારાથી સાવ દૂર થઈ ગયો... મને જાણ નહોતી કે ગુરુકુળમાં પણ...’ તે અટક્યા. વિfવદૂતને ઉલ્લેખતાં ખચકાયા. નીમાને બધી જાણ ન પણ હોય! પરંતુ...

‘મને ખબર છે અંકલ...’ નીમાએ ડોક ધુણાવી. ‘વિfવદૂતે તેમને ઘણા રિબાવ્યા. અતુલ્ય કશું છુપાવી પણ ન શકેને.’

‘ત્યારે તો તે મારો દીકરો સાચો!’ પિતાનો ગર્વ બોલી ઊઠ્યો, ‘ગુરુકુળ મને એટલું તો ફળ્યું.’

તેમણે નીમાને નિહાળી, ‘તેને જાળવનારી તું નીમા. હું એથી નિશ્ચિંત.’ તેમણે હાથ જોડ્યા, ‘મારું આ આંગણું તમારી રાહ જુએ છે નીમા. હું તો હાર્યો‍, આયખાનો અંત આવે એ પહેલાં અત્તુના ગળે વળગવાની અબળખા હવે તું જ પૂરી કરી શકે એમ છે.’

નીમાએ ભીની પાંપણ લૂછી, ‘આજથી એ જ મારું મિશન પપ્પા.’

પપ્પા. વરસો પછી આ સંબોધન સાંભળીને અમૂલખભાઈની આંખો ફરી વરસી પડી.

€ € €

‘નીમા, તું કોઈ ગડમથલમાં લાગે છે.’ અરવિંદભાઈએ દીકરીને પૂછ્યું. દીકરી કશી મૂંઝવણમાં છે એવી તેમની ધારણા સાચી પડી.

નીમા પાસે સત્ય હતું. હવે એને ઉજાગર કરવાની જવાબદારી મોટી હતી. કહેવામાત્રથી અત્તુ ન જ માને, અમૂલખની કબૂલાત પર તો ધરાર વિશ્વાસે ન મૂકે. તો પછી? શું કરવું એનો માર્ગ મળતો નથી.

‘નીમા, એવી કશી મૂંઝવણ હોય તો તારી મમ્મીની રોજનીશી વાંચી જો. એ ગીતા જેવી છે.’

રોજનીશી. નીમાની ભીતર કશુંક ઊછળ્યું. નિર્મળામાને ડાયરી લખવાની ટેવ હતી. એમાં પળે-પળે મા હાજરાહજૂર લાગતી. પપ્પાએ બહુ જતનથી માની ડાયરીઓ સાચવી છે.

ધારો કે આવી રોજનીશી વૃંદાબહેન પણ લખતાં હોય તો?

€ € €

‘નહીં...’ અમૂલખભાઈએ ડોક ધુણાવી. પોતે અમૂલખભાઈના સંપર્કમાં રહે છે એની ગંધ પણ નીમાએ અતુલ્યને આવવા નહોતી દીધી... આજે તે આવી તો વૃંદાની રોજનીશી જોવા, પણ વૃંદાને લખવાનો શોખ જ ક્યાં હતો?

‘હું જાણું છું પપ્પા કે વૃંદાબહેન ડાયરી નહોતાં લખતાં. એવું હોત તો તમે ક્યારની એની જીવનગાથા અતુલ્યને ધરી હોત.’ નીમાએ ફોડ પાડ્યો, ‘અતુલ્ય તેની મા સિવાય કોઈનું સાંભળશે નહીં.’

‘એ જ તો તકલીફ છે.’

‘નહીં, પપ્પા એ જ આપણી તકલીફનું નિવારણ છે!’ નીમા મોઘમ બોલી. અમૂલખભાઈ તેને તાકી રહ્યા.

(આવતી કાલે સમાપ્ત)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK