કથા-સપ્તાહ - ઘૃણા (જનક-જનની : 3)

અતુલ્યએ વાગોળ્યું.અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |  4  |


લોકોમાં હળવા-ભળવાના અનુભવને કારણે નીમા આઉટસ્પોકન હતી. હૉસ્પિટલની લિફ્ટમાં તેણે ચર્ચા ચાલુ રાખી.

‘તમે બિરજુના રિલેટિવ છો?’

‘નહીં...’ અતુલ્યએ કહેવું પડ્યું. ‘હું અહીંના ગુરુકુળનો સંચાલક છું. બિરજુ મારો વિદ્યાર્થી છે.’

હવે નીમા પ્રભાવિત થઈ. વિદ્યાર્થી પાછળ ઉજાગરા કરે એ સાચો શિક્ષક. એમાં અતુલ્યએ તો પિતાની જેમ બિરજુને જાળવ્યો.

‘પિતાની જેમ...’ અતુલ્યના ચિત્તમાં અમૂલખની છબિ છબકી. તેની કડવાશ ટપકી, ‘બિલકુલ નહીં.’

તેના બોલ, તેના હાવભાવ અસંબદ્ધ લાગ્યા નીમાને; પણ એને ખોતરવામાં અસભ્યતા હતી. વળી ગ્રાઉન્ડ ફ્લોર પણ આવી જતાં લિફ્ટ અટકી. બેઉ બહાર નીકળીને છૂટાં પડી ગયાં હોત, પણ ભલું થજો રિક્ષાવાળાઓનું કે કોઈ નીમાની હોટેલ જવા તૈયાર ન થયું. અન્ડરગ્રાઉન્ડ પાર્કિંગમાંથી બાઇક લઈને નીકળેલા અતુલ્યને જ રોકવો પડ્યો, ‘પ્લીઝ, મને જરા ગૅલૅક્સી (હોટેલ) ઉતારી દેશો?’

અતુલ્યથી ઇનકાર ન થયો. પહેલી વાર કોઈ છોકરી તેની બાઇક પર બેઠી. નીમાએ ખભે હાથ મૂકતાં ઝણઝણાટી પ્રસરી ગઈ હતી. રસ્તાના ખાડાટેકરામાં અતુલ્યએ બહુ જાળવીને બાઇક હંકારી એ જોઈને નીમા મલકી પડી - છોકરો સાવ સીધો છે!

ના, નીમાને હોટેલમાં ડ્રૉપ કરવા સાથે પણ મેળાપનો અંત ન આવ્યો.

‘તમે આટલું કર્યું અતુલ્ય, એક કપ કૉફી તો શૅર કરવી પડશે.’

બેઉ હોટેલના કૅફેટેરિયામાં ગોઠવાયાં. નીમા જ બોલતી રહી, પોતાના વિશે, પોતાના પેરન્ટ્સ વિશે.

‘મને તમારી ઈર્ષા થાય છે નીમા...’ એક તબક્કે અતુલ્યથી બોલી જવાયું.

‘તમે ઓછાબોલા છો અતુલ્ય,

જાણી ગઈ છું; પણ ઈર્ષાનું કારણ તો કહેવું પડશે.’

તે હસીને બોલી. અતુલ્યને લાગ્યું કે જાણે કોઈ પ્રેમથી પોતાની ઢાલ પસવારી રહ્યું છે અને તે ખૂલ્યો, ‘હું ઓછાબોલો છું નીમા, કેમ કે મારી પાસે વાત કરવા માટે તમારા જેવા પિતા નથી... તમારા પપ્પાએ તમને માતાની કમી વર્તાવા નથી દીધી, જ્યારે મારા પિતાએ માને એટલી રડાવી છે કે...’

અનાયાસ જ તેનું દર્દ ઉલેચાતું ગયું. નીમાએ હમદર્દીથી તેને સંભાળી જાણ્યો.

એ ઘડીએ દોસ્તીની ગાંઠ બંધાઈ ને વીત્યા આ મહિનાઓમાં અતુલ્ય વિfવદૂતનું કુકર્મ પણ વહેંચી શક્યો એ હદની આત્મીયતા ભળી ગઈ છે. નીમાએ એ દદર્નેત ઓગાળ્યું છે. ખરેખર તો બેઉનાં કોરાં હૈયાં પર એકમેકનાં નામ ઘૂંટાતાં થયાંનો આ ઇશારો હતો.

અત્યારે પણ મુંબઈથી આવેલા નીમાના કૉલે તે મહોરી ઊઠ્યો,

‘યસ નીમા...’

‘હાય અતુલ્ય...’ ખબરઅંતરની આપ-લે કરીને નીમા મૂળ મુદ્દે આવી, ‘તમે તો જાણો છો કે પપ્પાની હેલ્થ હમણાં ઠીક નથી રહેતી...’

‘હં...’ અતુલ્યે હોંકારો ભણ્યો. અરવિંદભાઈની તબિયતમાં કચાશ હોવાનું નીમા કહેતી હોય છે ખરી.

‘પેડર રોડના ડૉક્ટર ત્રિવેદીનું ઘણું નામ છે. તેમની અપૉઇન્ટમેન્ટ લીધી છે.’

‘હં...’ અતુલ્યે ઉમેર્યું, ‘ડોન્ટ વરી, પપ્પાને કંઈ નહીં થાય નીમા. અને તું તો બહાદુર છે.’

પોતાના પિતા માટે ઘૃણા ધરાવતો અતુલ્ય મારા પપ્પા માટે એટલો જ કન્સન્ડર્‍ છે! હવે મારે બેઉને મેળવી

પણ દેવા જોઈએ... હેલ્થને કારણે પપ્પાને તો અતુલ્ય વિશે ખાસ કંઈ કહેવાયું પણ નથી.

‘એટલે મારી ઇચ્છા એવી અતુલ્ય કે પપ્પા સાથે તમે ધરી ૨ચતા જાઓ...’ નીમાનો લહેજો અનેરો હતો. અતુલ્યએ મુગ્ધતા અનુભવી.

ફોન મૂક્યા પછી ઉદાસી ઘૂંટાઈ. નીમાને ત્યાં જવાનું બનશે, તેના

પિતાને મળવાનું થશે... આજે મા હોત તો? તેણે આભમાં નજર દોડાવી ને તારાઓમાં માની સૂરત શોધવાનો પ્રયત્ન કરવા લાગ્યો.

€ € €

‘પેડર રોડના ડૉક્ટર ત્રિવેદી શહેરના જાણીતા સજ્યર્ન  છે, પોતાની સ્વતંત્ર હૉસ્પિટલના પહેલે માળે તેમનું OPD છે. નાઓ ઇટ્સ ટાઇમ કે...’ ફૅમિલી ડૉક્ટર ગણાય એવા ભાનુશાલીએ અમૂલખભાઈને ચકાસીને સૂચન કર્યું, ‘તમારે તેમને કન્સલ્ટ કરવા જોઈએ. ’

અમૂલખના કપાળે કરચલી ઊપસી.

થોડા સમયથી તબિયતમાં નાની-મોટી તકલીફો વર્તાતી હતી. પ્રેશર, શુગર તો હતાં જ; પણ હમણાં ક્યારેક ચક્કર આવી જતાં, બૅલૅન્સ ન રહેતું, તાવ-ઊલટી જાણે કે ઊથલો મારતાં. બીમારીની ઉપાધિ અમૂલખને ડગાવતી નહીં. ભીતર એક ઝનૂન હતું - અતુલ્યના હેત વિના હું મરવાનો નથી!

સાવ એકાકીપણે જિવાયેલી જિંદગીનો વસવસો નહોતો. ધાર્યું હોત તો પોતે બીજો સંસાર માંડીને અન્ય સંતતિ પ્રાપ્ત કરી શક્યા હોત, પણ એવો મોહ નહોતો. રાધર એક જ મોહ હતો - અત્તુનો!

જાણતા હતા કે અત્તુ તેની વૃંદામાને પૂજે છે, મને તેનો ગુનેગાર માને છે... પણ ક્યારેક તો તેને મારો પક્ષ પણ સમજાશે, ક્યારેક તો મારી લાગણીને તે પારખશે... તે ચાહે એટલી કટુતા દાખવે, હું નાસીપાસ નથી થવાનો. ભગવાન પણ મને કેટલી વાર નાકામ કરશે?

એ માટે દેહ ટકાવવાનો હોય તો અપટુડેટ રાખવો પડે. ડૉક્ટરને કન્સલ્ટ કરવામાં અમૂલખભાઈ આળસ કરતા નહીં.

અને હવે મોટા ડૉક્ટરને મળવાની સલાહ.

અમૂલખભાઈ જાણે વધુ એક ફાઇટ માટે તૈયાર થયા અને ડૉક્ટરની ડાયરીમાં અપૉઇન્ટમેન્ટ નોંધાવી દીધી.

€ € €

‘આઇ ઍમ અફ્રેઇડ.’

અનેક ચકાસણીના અંતે ડૉક્ટર ત્રિવેદીએ પેશન્ટ સમક્ષ અફસોસ જતાવ્યો. ‘ધિસ ઇઝ અ કેસ ઑફ...’ કહીને મેડિકલ ટમ્સર્માં્ કેસ સંભળાવી ખભા ઉલાળ્યા, ‘અનફૉર્ચ્યુનેટલી આજની તારીખે મેડિકલ વલ્ર્ડમાં આનો કોઈ સચોટ ઇલાજ નથી. ઍની વે; તમારા કોઈ ફ્રેન્ડ, રિલેટિવ નથી એટલે તમને જ કહેવું પડશે - શાહસાહેબ, આપ પ્રતિદિન મૃત્યુ તરફ ધકેલાઈ રહ્યા છો.’

અમૂલખભાઈ આઘાત જીરવી ગયા, ‘દિવસોની અવધિ કેટલા દિવસની આપો છો?’

‘મહત્તમ છ મહિના.’

ઓ...હ.

€ € €

ડૉક્ટર ત્રિવેદીના OPDમાં પિતાને દોરતી નીમા કોઈ સાથે અથડાઈ પડી. કદાચ સામેવાળા અંકલ પણ બેધ્યાનીમાં હતા. તેમના હાથમાંથી પડેલા રિપોર્ટ્સ નીમાએ વીણી આપ્યા, ‘સૉરી.’

‘ધ્યાન રાખ નીમા.’ અરવિંદભાઈએ દીકરીને ટકોરી પણ.

‘આપ ઠીક છો અંકલ? ચાલો, હું તમને લિફ્ટમાં બેસાડી દઉં.’

વડીલ - અમૂલખભાઈ - ફિક્કું હસ્યા : અજાણી યુવતી આટલી મદદ કરે છે ને પંડનો દીકરો!

તેમને શું ખબર કે મદદગાર યુવતી પણ દીકરાની પ્રેયસી જ છે! એમ તો નીમાને પણ અંદાજ કેમ હોય કે વડીલ અતુલ્યના પપ્પા છે!

€ € €

‘અરવિંદ આનંદ શાહ - એ. એ. શાહ...’ પેશન્ટનું નામ વાંચીને ડૉક્ટર ત્રિવેદી મલક્યા, ‘વૉટ અ કો-ઇન્સિડન્સ... હમણાં આ જ નામના દરદી બહાર નીકળ્યા. હી ઇઝ અમૂલખ આણંદજી શાહ - એ. એ. શાહ!’

નીમા ચમકી. આ તો અતુલ્યના પિતા!

‘અમૂખલ...’ અરવિંદભાઈ સહેજ ચમક્યા. ‘કોણ પેલા ઇન્કમ-ટૅક્સવાળા?’

‘યા...’ ડૉક્ટર ત્રિવેદીએ હામી પુરાવી. ‘તમે ઓળખો છો તેમને?’

‘વેપારીને ઇન્કમ-ટૅક્સવાળા સાથે કામ રહેવાનું જને!’

નીમા માની ન શકી : પપ્પા ઓળખે છે તેમને!

પછી વાત અરવિંદભાઈની તપાસે ચડી, સદ્ભાગ્યે કશું સિરિયસ નહોતું. રાહત અનુભવતી નીમા પૂછી બેઠી, ‘સર, પેલા એ. એ. શાહનું શું થયું? આઇ ઍમ સૉરી, બીજાની હેલ્થની બહુ ચર્ચા ન કરવી જોઈએ; પણ સરખા નામનું કુતૂહલ પ્રેરે છે.’

‘હી ઇઝ સિરિયસ.’ કહેતાં ડોક્ટર ખુદ ગંભીર બની ગયા, ‘બીમારી નાઇલાજ છે. અફકોર્સ, અવેલેબલ ટ્રીટમેન્ટથી મૃત્યુની ઘડી લંબાવી શકાય, પણ છ મહિના પણ કદાચ જ કાઢે.’

નીમાને અરેરાટી ન થઈ. અતુલ્યની કથની જાણ્યા પછી તેને અમૂલખભાઈ પ્રત્યે માન નહોતું. બીજાના મૃત્યુની કામના ન કરવી જોઈએ, નીમાના એવા સંસ્કાર પણ નહોતા; પરંતુ એટલું ખરું કે અમૂલખ ન રહે તો અતુલ્યના હૃદયમાં ઘૃણા પણ ન રહે... એ હિસાબે અતુલ્યના ઘૃણામુક્ત થવાનો યોગ સર્જા‍યો ખરો!

€ € €

શોફર જિતુભાએ અમૂલખભાઈને હૉલના સોફા પર બેસાડીને

રુખસદ લીધી.

અમૂલખભાઈ આંખ મીંચીને પડ્યા રહ્યા. એક નોકરે શૂઝ કાઢ્યાં, બીજો પાણી લઈને દોડી આવ્યો, ત્રીજાએ કમર પાછળ તકિયો મૂકી આપ્યો... આટલી સુખસાહ્યબી છે જીવનમાં છતાં જીવને જંપ નથી... શું કામ?

કારણ છે ભગ્ન સંસાર! કારણ છે દીકરાનો તિરસ્કાર! વધુ અજંપો

એનો કે આનું કોઈ જ નિવારણ નથી મારી પાસે...

અને હવે તો જીવન પણ કેટલું રહ્યું? મૃત્યુ દરવાજે દસ્તક દેતું ઊભું છે, જીવનડોર લંબાવવાનો મોહ નથી. અપેક્ષા હોય તો એટલી કે એક વાર મારો અત્તુ મને પ્રેમથી ગળે વળગાડે, છેલ્લા દિવસોમાં દીકરો સાથે હોય, મને અગ્નિસંસ્કાર...

તેમણે મન મક્કમ કર્યું - દીકરાને મારો કરવાનો આખરી એક પ્રયત્ન તો હું જરૂર કરવાનો!

અને ગુરુની બીજી સવારે ઑેફિસમાં રજા મૂકીને તેઓ નાશિકના ગુરુકુળ જવા નીકળ્યા.

€ € €

રિયલી!

અતુલ્ય આંચકો પામી ગયો. એમાં જોકે આઘાતનો અભાવ વર્તાયો અમૂલખભાઈને. ચાલુ શાળાએ

અતુલ્ય તેની ઑફિસમાં હતો. વધુ એક વાર પિતાને આવી ચડેલા જોઈને મીટિંગ ગોઠવીને તેમને ટટળાવવાનો વિચાર થયો; પણ પછી થયું કે જાણું તો ખરો, મારા વેરીએ સવારમાં આવવાનું કેમ થયું!

અમૂલખભાઈએ પણ ઝાઝો વખત ન લેતાં રિપોર્ટ, નિદાન, અને મુદત સુધીનો ઘટનાક્રમ વર્ણવી દીધો...

‘હવે મારી અપેક્ષા કે આખરી ઇચ્છા એ જ છે દીકરા કે તું મારી સાથે, મારો બનીને રહે.’ તેમનાં અશ્રુ તગતગ્યાં, કંઠ રૂંધાયો. હાથ જોડતા પિતાનું દૃશ્ય કોઈ પણ સંતાનને હચમચાવી દેનારું હતું, પણ અતુલ્ય તો અલિપ્ત જ રહ્યો.

‘આજે મને સ્વીકારી લે દીકરા, શક્ય છે એ પળે જ મારો મોક્ષ હોય.’ તેમની આંખો વરસવા લાગી, ‘દીકરાના હાથે અગ્નિસંસ્કાર અને ઉત્તરક્રિયા થાય એની પણ પિતાને હોંશ હોય અત્તુ, મને તો છે.’

વાહ. મારી માને મારનારો,

ઉચ્ચ કક્ષાનો સરકારી અધિકારી,

સત્તા- શાણપણ છોડીને કેવી કાલકૂદી કરી રહ્યો છે! પણ તારી આખરી ઇચ્છા પૂરી નહીં થાય બુઢઉં. પછી ભલે મારા ઇનકારે તારું હાર્ટફેઇલ થતું! બટ વેઇટ. સીધી ના શું કામ પાડવી?

‘એક શરતે હું તમારા અગ્નિસંસ્કારનું વિચારી શકું...’

વળી પાછી શરત.

‘તમારું ડેથ નૅચરલ હોવું ન જોઈએ.’

અમૂલખભાઈ ઘા ખાઈ ગયા. આટલી ઘૃણા!

‘ક્યાં તો તમે મમ્મીને જેમ પંખે લટકી જાઓ...’ બહુ ઠંડા કલેજે અતુલ્ય બોલ્યો, ‘યા મારી માનું ખૂન કર્યાનો અપરાધ સ્વીકારીને ફાંસીએ ચડો તો હું તમને અગ્નિદાહ દઉં.’

‘આમ કહીને તેં મને જીવતેજીવ અગ્નિ ચાંપી દીધો...’ ફિક્કું હસીને અમૂલખભાઈ રિપોર્ટ સમેટીને ઊભા થયા. નીકળતા પહેલાં ઉંબરે અટક્યા. પાછું વળીને દીકરાને નિહાળ્યો, ‘આજે એટલું કબૂલીશ કે તારી મા જીતી અને હું હાર્યો‍.’

ક્યાંય સુધી તેમના શબ્દો કૅબિનમાં પડઘાયા કર્યા. અતુલ્ય એનો રોમાંચ માણી રહ્યો : કૉન્ગ્રેટ્સ મૉમ, વી હૅવ

ધ વિક્ટરી!

આની જાણ નીમાને પણ કરવી ઘટે.. અતુલ્યે ફોન જોડ્યો.

€ € €

‘ઓહ...’ નીમા આટલું જ બોલી શકી. કાલે જ તેમના વિશે જાણ્યું

હતું - એ કહેવાનું ટાળ્યું. શી જરૂ૨?

‘માના ગુનેગારને તરછોડીને તમને શાતા સાંપડતી હોય અતુલ્ય તો હુંય રાજી. બસ, એટલું કહીશ કે તેમના પ્રત્યેના ધિક્કારને, ઘૃણાને પણ હવે તિલાંજલિ દઈ દો. એક નવી શરૂઆત માટે.’

તેના શબ્દોનો મર્મ અતુલ્યને પરખાયો. મૂંગી થયેલી લાઇન પર બે હૈયાં ટહુકવા લાગ્યાં.

(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK