કથા-સપ્તાહ - દેશ-વિદેશ (નારી તું નારાયણી - 5)

બપોર સુધી બધું બરાબર હતું. સાંજે સાતના સુમારે મારે સિસે આપેલા ઍડ્રેસ પર પહોંચી જવાનું હતું. ત્યાં ડૅડની તબિયત અચાનક લથડી. તેમને ડૉક્ટર ભટ્ટના નર્સિંગ હોમમાં ઍડ્મિટ કરવા પડ્યા એટલે ઑબ્વિયસ્લી શૂટ પોસ્ટપોન કરવું પડ્યું... બાય ધ વે, ડૅડને થયું છે શું?


અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |  4  |  5

રિયા નિરાશ થઈ. જાણે મારા પૉર્નસ્ટાર બનવાનું મુરત કેમ નીકળતું નથી?

બપોર સુધી બધું બરાબર હતું. સાંજે સાતના સુમારે મારે સિસે આપેલા ઍડ્રેસ પર પહોંચી જવાનું હતું. ત્યાં ડૅડની તબિયત અચાનક લથડી. તેમને ડૉક્ટર ભટ્ટના નર્સિંગ હોમમાં ઍડ્મિટ કરવા પડ્યા એટલે ઑબ્વિયસ્લી શૂટ પોસ્ટપોન કરવું પડ્યું... બાય ધ વે, ડૅડને થયું છે શું?

‘ટ્યુમર.’

ડૉક્ટરના નિદાને તેને હચમચાવી દીધી : આવા સ્ટ્રોક તેમને ગમે  ત્યારે આવી શકે. ઍટ ઍની ટાઇમ હી કૅન કૉલેપ્સ.

હેં! ધક્કો લાગ્યો હોય એમ રિયા કૉરિડોરના બાંકડે બેસી પડી. ડૅડમાં આવેલો બદલાવ હવે સમજાતો

હતો. ગમે ત્યારે, ગમે તે થઈ શકે એ કેવી અનિશ્ચિચિતતા ? આવામાં તેમની કન્સર્ન મને પરણાવીને સેટલ કરવાની જ હોવાની...

રિયાએ દ્વંદ્વ અનુભવ્યો.

€ € €

‘આઝાદી અમર રહો!’ પંદર ઑગસ્ટના સ્વાતંત્ર્ય-દિને લંડનમાં નીકળેલી રૅલી ભવ્ય રહી. ‘ભારતમાતા’ નાટકના સંવાદોની ઝલક દઈને ઉષાબહેને વાતાવરણમાં જુસ્સો ભરી દીધો.

‘સમાપન કરતાં પહેલાં ક્ષમા પણ માગી લઉં... આમ તો શનિવારની રાત્રે ટાઉનહૉલમાં આપણો કાર્યક્રમ હતો એ મારી વિનંતીને માન આપીને જીવણભાઈએ અઠવાડિયું લંબાવ્યો, પણ સર્જનહાર ક્યારેક એનાં ચક્રો ગતિમમાન કરી દે ત્યારે આપણે મૂઢ માનવી અટવાઈ જઈએ એમ ફરી મેં આ શનિવારની જ વિનંતી કરી છે - અમારા નાટજગતનું એક સૂત્ર છે - શો મસ્ટ ગો ઑન... તો પ્રેક્ષકો, શનિવારે ટાઉનહૉલમાં મળીએ.’

€ € €

શો મસ્ટ ગો ઑન. પોતાના જ શબ્દો સાંભળી ઉષાબહેને મક્કમતા કેળવી.

આ વખતની લંડનયાત્રા કસોટીરૂપ રહેવાની. વરસો પછી અજિત મYયા. ગમ્યું. તેના પ્રત્યે રંજ યા દ્વેષ પોતે રાખ્યા નહોતા એમ તેણે અંગત વ્યથાને વાચા આપી એ સ્પર્શી ગયું. રિયાને બાપનો વલોપાત નહીં સમજાતો હોય? માના આત્માને કેટલું દુ:ખ પહોંચશે એ નહીં કળાતું હોય?

આ વિચારે કંઈક પ્રકાશ પથરાયો. રિયાનો કોઈ બૉયફ્રેન્ડ નથી. ફ્રેન્ડ્સ જોડે મોડી રાત સુધી ચૅટ કરતી હોય છે, બટ બીજી કોઈ એબ નથી. તેની ફિઝિકલ નીડ્સ અસામાન્ય હોય એવાં લક્ષણો નથી. આ સંજોગોમાં કંઈ નહીં ને પૉર્નસ્ટાર બનવાનું ઘેલું કેવળ કોઈનું દોરવાયેલું ગણાય. અજિતને જેના પર દીકરીના બ્રેઇનવૉશિંગનો વહેમ છે એ સિસિલ્યાની તપાસ થવી ઘટે - તે શા માટે રિયાને બહેકાવી રહી છે?

આની તપાસ ખાનગી ડિટેક્ટિવ મૅથ્યુને અજિતે સોંપી છે. દરમ્યાન પોતે રિયાની મા બનવાની પ્રક્રિયા આરંભી. અજિતે ઉર્વશીના વિડિયોઝ શૅર કર્યા. મનોહરને મેં તેડાવી લીધો એટલે બીજું બધું તે સંભાળી લેશે. અઠવાડિયાની મેં લીધેલી મુદતમાં બધું પાકા પાયે થયું હોત.

 - પણ હવે સમયની મારામારી છે. ગઈ કાલે અજિતને સ્ટ્રોકનો હુમલો થતાં નર્સિંગ હોમમાં ભરતી કરવા પડ્યા. ડૉક્ટરે ભલે કહ્યું કે બધું સુખરૂપ છે; પણ જાણે કેમ મારું અંતર ફફડે છે, પોકારીને કહે છે કે મોડું થાય એ પહેલાં મારે રિયાની માતાનો પાઠ ભજવી દેવો જોઈએ!

યા હોમ કરીને ઝંપલાવું છું રંગદેવતા, મારી લાજ રાખજો!

€ € €

‘ચિંતા ના કરતા અજિત, હું છુંને. સૌ સારાં વાનાં થશે.’ ઉષાબહેને અજિતરાયના માથે હાથ ફેરવ્યો.

કોણ છે આ સ્ત્રી? સામે ઊભી રિયાએ હોઠ કરડ્યો.

ના, ગુજરાતી તખ્તાનાં લેજન્ડરી ઍક્ટ્રેસ ઉષા મહેતા છે એટલી તો હવે ખબર છે. ડૅડીને ઍડ્મિટ કર્યા ત્યારથી સવાર-સાંજ નર્સિંગ હોમમાં આવીને તેમના ખબરઅંતર પૂછે છે, ડૉક્ટર સાથે પેશન્ટની હાલત બાબત ગહન ચર્ચા કરતાં હોય છે. ડૅડીને કેવા આત્મીયભાવથી મળે છે! મારી પણ એટલી જ કન્સર્ન હોય એમ હિંમત બંધાવે છે. પચીસ-ત્રીસ મિનિટની તેમની મુલાકાત જુદી જ ભાત છોડી જાય છે... આમાં ક્યાંય અભિનય નથી એટલું તો ચોક્કસ.

‘ડૅડી આવતી કાલના તમારા ટાઉન હૉલના કાર્યક્રમમાં આવવાના હતા...’ અત્યારે તે બોલી પડી.

ઉષાબહેને તેને નિહાળી. અજિતની દીકરી ઉછાંછળી નથી, ઉદ્દંડ નથી. હજી કુમળો છોડ છે, વાળી શકાશે. ખરું પૂછો તો તેની સાથે આત્મીયતા બંધાતી જાય છે.

‘ડૅડી આવે કે ન આવે, કાલના શોમાં તારે હાજરી પુરાવવાની છે. ઇટ્સ મેન્ડેટરી.’

રિયાનાં નેત્રો પહોળાં થયાં, ‘મને આમ કહી શકનારાં તમે છો કોણ?’

‘ઓહ...’ ઉષાબહેન મલક્યાં, ‘તારા ડૅડીને ઓછું બોલવાનું છે ને હું તને કહેતાં ભૂલી ગઈ કે અમે એક જ ગામનાં,

બાજુ-બાજુના મહોલ્લામાં રહેનારાં. તારા ડૅડી મારાથી બે વર્ષ મોટા. વકીલ ખાનદાનનું ફરજંદ. તમારું કુટુંબ ન્યાતમાં મોખરાનું ગણાતું. શું તારા દાદાનો પ્રભાવ હતો.’

‘અચ્છા...’ રિયાના ચહેરા પર સુરખી છવાઈ. આવું બધું જાણ્યું નહોતું, મે બી ડૅડી-મૉમે ક્યારેક કહ્યું પણ હોય તો યાદ નથી.

‘તું તેમનો વંશજ છે રિયા, દાદા-પિતા કરતાં સવાયી નીવડજે.’

માથે હાથ મૂકીને બોલાયેલા તેમના શબ્દો રિયાને થોડા પજવી ગયા. મારે જે કરવું છે એ હું કરીશ, બાપ-દાદાની ઇજ્જતના નામે હું મારો ઇરાદો ન બદલી શકું!

‘એક્સક્યુઝ મી...’ કહીને તે બહાર નીકળી ગઈ.

‘જોયું ઉષા?’ અજિતરાય તડપ્યા. ઉષાના યોજના-આયોજનમાં શ્રદ્ધા હતી, પણ સ્ટ્રોકના અણધાર્યા હુમલાએ તેમનો જુસ્સો ભાંગી પડ્યો હતો.

‘ચિંતા ન કરો અજિત. મેં કહ્યુંને, સૌ સારાં વાનાં થશે. મૅથ્યુનો રર્પિોટ પૉઝિટિવ છે એ કહી દઉં. એના આધારે પણ અમુક પગલાં લઈશું અને બાકીનું કાલના પ્રોગ્રામમાં. તમે ટકી જવાનો જુસ્સો કેળવશો અજિત તો મને ટેકણ મળશે.’

ત્યારે અજિતરાય સંતાપ વિસાર્યો.

 - અને શનિવારની રાત આવી પહોંચી.

રંગભૂમિનાં સમ્રાજ્ઞીની ષષ્ટિપૂર્તિ નિમિત્તે આયોજિત સન્માન-સમારંભમાં મોટી સંખ્યામાં હાજર રહીને કલારસિકોએ પ્રેક્ષાગાર છલકાવી દીધું. શાલ ઓઢાડીને તેમનું સન્માન થયું ત્યારે સ્ટૅન્ડિંગ ઓવેશન ઉપરાંત બે મિનિટ સુધી તાળીઓ ગુંજતી રહી.

‘નમસ્કાર...’ છેવટે ઉષાબહેને બે શબ્દો કહેવાના આવ્યા ત્યારે સૌનો આભાર માનીને તેમણે ઉમેર્યું, ‘પહેલાં મને હતું કે આ પ્રસંગે ભારત માતાના સંવાદોનું પઠન કરી લઈશ, પણ પછી ઇરાદો બદલાયો. ફુલફ્લેજેડ નવો ડ્રામા કરવો હતો, પણ એમાંય મેળ ન બેઠો. છેવટે એક નવતર પ્રયોગ તરીકે એકપાત્રીય અભિનય આપ સમક્ષ રજૂ કરું છું. ટાંચાં સાધનો સાથે બહુ ટૂંકા ગાળામાં કૃતિ તૈયાર થઈ છે.’ તેમણે સ્ટેજ પરથી પ્રથમ હરોળમાં બેઠેલી રિયા તરફ દૃષ્ટિ ટેકવી. ‘યુથને ધ્યાનમાં રાખીને વચ્ચે ક્યાંક અંગ્રેજી સંવાદો પણ રાખ્યા છે... કશીક ચૂક થાય તો ક્ષમા કરજો.’

રિયા અભિભૂત થઈ. સવારથી ડૅડીને બેટર ફીલ થતું હતું. સાંજે ઉષાબહેનના મૅનેજર મનોહરભાઈ તેડવા આવ્યા એટલે અહીં આવ્યા સિવાય છૂટકો ન રહ્યો... બટ ઇટ સીમ્સ વર્થ. તખ્તા પર ઉષાબહેનની આભા જ નિરાળી લાગે છે. તેમનું નાટક શું છે એ હવે જોઈએ!

અને પડદો ઊઘડ્યો. વૈભવી દીવાનખંડનો સેટ દૃશ્યમાન થયો. લોકેશન લંડનનું છે એ દર્શાવવા બારીની બહાર લંડન બ્રિજનો વિશાળ ફોટોગ્રાફ લટકાવાયો હતો.

‘આ મારું ઘર... લંડનના સૌથી પ્રતિષ્ઠિત ડૉક્ટર કદમની હું પત્ની... અને અત્યંત મીઠડી દીકરી રિચાની હું મા!’

સ્પીકરમાં ગૂંજતા ઉષાબહેનના અવાજે શ્રોતાઓ બંધાતા ગયા, રિયા પણ અપવાદ નહોતી.

‘જોકે તમે મને આ ઘરમાં ક્યાંય નહીં ભાળો... કેમ કે હું જીવંત નથી, મૃત છું.’ શબ્દોના રણકાર સાથે ઉષાબહેન પ્રવેશ્યાં.

રિયા આંચકો ખાઈ ગઈ.

‘છતાં મારો આત્મા મારા ઘર-પરિવાર સાથે જોડાયેલો રહેવાનો... નમસ્કાર. હું ઉર્વશી કદમ, આજે આપને મારા ઘરસંસારમાં ડોકિયું કરાવવા આવી છું... ચાલો મારી સાથે.’

ઉર્વશી. માય મધર! અરે, ઉષાબહેને પહેરેલી સાડી પણ મારી મમ્મીની છે. તેમની લઢણ, તેમની બૉડી-લૅન્ગ્વેજ - મારી મમ્મીને કેટલી મળતી આવે છે! અરે, તેઓ સુખી સંસારના જે પ્રસંગો વર્ણવે છે એ મારા ઘરમાં, મારી મમ્મી સાથે બન્યા છે!

રિયા ગદગદ થઈ. પિતાની બીમારીમાં પ્રબળપણે યાદ આવતી મા હાજરાહજૂર હોવાની લાગણીથી તે નાટકના વળાંકોમાં જકડાતી ગઈ. જાણે ખુદ મા મારી સાથે સંવાદ સાધતી હોવાનું અનુભવાયું એ ઉષાબહેનની સિદ્ધિ હતી. અને એ નાજુક વળાંક આવી પહોંચ્યો...

‘કૉલેજ ભણતી મારી લાડો રાહ ભૂલી. તેણે પૉર્નસ્ટાર બનવું છે, બોલો!’

રિયાએ કરવત અનુભવી. પિતાનો ગુસ્સો, વ્યથા અનુભવ્યાં હતાં; પણ સ્વર્ગે સિધાવેલી માને કેવું લાગતું હશે એનો કદી વિચાર પણ નહોતો થયો. તે પણ આટલી જ દુ:ખી?

‘તમારા રૂપનું, કાયાનું માન રાખતાં તમને આવડવું જોઈએ. હું હયાત હોત તો મારી દીકરીને સ્ત્રી હોવાનો અર્થ મેં સીતાના દાખલાથી સમજાવ્યો હોત, દ્રૌપદીનું ઉદાહરણ આપ્યું હોત, રાણી લક્ષ્મીબાઈની મર્દાનગી વર્ણવી હોત....’

આની સાથે કહેવાતાં તેમનાં ચારિhયો રિયાને દિગ્મૂઢ કરી ગયાં.

‘છેવટે મેં તેને એટલું જ પૂછ્યું હોત : હું પણ સ્ત્રી છું. મારા યૌવનકાળમાં હું પણ પૉર્નસ્ટાર બની શકી હોત. મારાં અંગઉપાંગ દુનિયા સમક્ષ ઉઘાડાં પાડી દીધાં હોત, પણ પછી તને મારી કૂખે જન્મ લેવાનું ગમ્યું હોત?’

રિયા ધ્રુજી ઊઠી. પોતાની મા પૉર્ન ઍક્ટ કરે એ કેવી અશોભનીય ઘટના ગણાય. બાળપણ બોજ હેઠળ કચડી નાખે એવી, જિંદગીને ખીલવા ન દે એવી!

‘તો પછી તું તારી આવનારી પેઢીને એ દુ:ખ કેમ દઈ શકે?’

રિયાની સમજબારી ખૂલી ગઈ. આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી.

‘કોઈ કારણ વિના જસ્ટ ફૉર ફન પૉર્ન કરવા માગતી તારા જેવી યુવતીએ તને એ માટે પ્રેરનારની મનસા જાણી લેવી જોઈએ...’

રિયા ટટ્ટાર થઈ.

‘હું સ્વર્ગમાં બેઠી જોઈ શકું છું - તારી મિત્ર સિસિલ્યા તેના સ્વાર્થે પ્રેમી માઇકલ સાથે મળીને તારા જેવી નાદાન યુવતીઓને ભોળવે છે.’

ત્રિકાળજ્ઞાનીની જેમ બોલતાં ઉષાબહેનના વાક્યે રિયા ચમકી. આ તો સિસિલ્યાનું સીધું નામ જ બોલ્યાં! માઇકલ... યા, તેનો કો-સ્ટાર!

‘પણ વાંધો નહીં. કદમને સિસિલ્યાનું બૅકગ્રાઉન્ડ ચકાસવા પ્રાઇવેટ ડિટેક્ટિવની મદદ લેવાની સદ્બુદ્ધિ સૂઝી. એનો રિપોર્ટ જોશે, એના આધારે કદમે નોંધાવેલી ફરિયાદના આધારે હજી થોડા કલાક પહેલાં જ સિસિલ્યાની ધરપકડ થયાનું રિચા જાણશે ત્યારે તેને દ્વિધા નહીં રહે.’

રિયા આંખો મીચી ગઈ : બસ, હવે બસ!

‘જાણું છું કે મારી દીકરી આટલું થયા પછી રાહ નહીં ભૂલે, બલ્કે ઉત્થાનના માર્ગે જઈને વિદેશની ધરા પર દેશને ગૌરવ અપાવશે.’

એવું જ બન્યાની નોંધ સાથે છેવટે પદડો પડ્યો ત્યારે અભિભૂત થયેલા પ્રેક્ષકોએ ઊભા થઈને આ નવતર પ્રયોગને વધાવી લીધો. રિયા બૅકસ્ટેજ જઈ ઉષાબહેનને ભેટી પડી : હવે તો કહો તમે છો કોણ?

‘અત્યારે એનો સમય નથી રિયા. આપણે તત્કાળ હૉસ્પિટલ પહોંચવાનું છે, ઇટ્સ સિરિયસ.’

€ € €

મૅથ્યુના રિપોર્ટ ના આધારે પોતે ફરિયાદ નોંધાવતાં સિસિલ્યાની ધરપકડ થઈ છે. આ બધામાં મનોહર બહુ કામમાં આવ્યો. ઉર્વશીના રૂપમાં રિયાની મા બનવાનો પાઠ ઉષા ભજવી લેશે, એનું ધાર્યું ફળ મળશે ખરું? બીજું કંઈ નહીં તો સ્વર્ગમાં મા પણ પોતાના નિર્ણયે તડપતી હશે એ વિચાર રિયાને નર્ણિયની ફેરબદલી કરવા પ્રેરશે એવી ઉષાની ધારણા સાચી પડે તો સારું... આ જ વિચારમાં અટવાતા અજિતરાયની તબિયત લથડી હતી. ઉષાબહેને તેમની ચાકરીમાં મૂકેલા મનોહરે હૉલમાં ખબર આપી દીધા હતા - અને જુઓ ઉષા મારી દીકરીને લઈ આવી પહોંચી! પણ આ ઉષા કે ઉર્વશી? બેઉ આટલાં એકરૂપ! અજિતરાયે ડૂબતા શ્વાસમાં રાહત અનુભવી. ઉર્વશીની સાડીમાં મને ઉષા ઉર્વશી જેવી લાગી ત્યારે તો સ્ટેજ પર રિયાને મા અનુભવાઈ જ હશે એમાં સંશય નથી!

‘દીકરી પાછી વળી અજિત, નચિંત મને સિધાવો...’ કહેતાં ઉષાબહેનની પાંપણોથી બુંદ ખરી, પણ પછી ધþુસકું નાખીને ‘સૉરી’ બોલતી રિયાને પડખે લેતાં મક્કમ થઈ ગયાં, ‘દીકરીની ચિંતા ન કરતા અજિત, તેને થાળે પાડનારી હું હજી બેઠી છું.’

અજિતરાયની ડૂબતી નજરોમાં ઊપસતો ભાવ કળાતો હોય એમ ઉષાબહેન સ્થિર બન્યાં. સમયની ધરી જાણે ફરી એ જ બિંદુ પર આવી હોય એવું લાગ્યું; પણ આ જીદનો, ટેકનો અવસ૨ નહોતો.

‘ભલે અજિત, હવે દેશ-વિદેશનો અંતરાય નહીં ૨ાખું. રિયા થાળે પડે ત્યાં સુધી હું વિદેશમાં રોકાઈશ, હૈયે એનો અજંપો ન રાખશો.’

અજિતરાયને સુકૂન સાંપડ્યું. ઉષાને હાથ જોડી, દીકરીના માથે હાથ ફેરવીને શ્વાસ મૂક્યો.

હૈયાફાટ રડતી રિયાને ઉષાબહેને વજ્રના થઈને જાળવી જાણી.

કથાના ઉપસંહારમાં એટલું કે પિતાના આઘાતમાંથી સ્વસ્થ બનેલી રિયાએ પોતાના આત્મીય બની ગયેલાં ઉષાબહેન પાસેથી પ્રણયગાથા જાણી. અભિભૂત થવાયું. સિસિલ્યા વિરુદ્ધ ફરિયાદ પાછી ખેંચી. એ છેડો જ ફાડી નાખ્યો. વકીલાતનું ભણીને પિતાની પ્રૅક્ટિસ તેણે આગળ ધપાવી. રૂડા રાજકુમાર જેવા અમલ સાથે પરણી ઠેઠ ત્યાર બાદ ઉષાબહેન દેશ, તખ્તે પરત થયા એ કયા સંબંધે એવો સવાલ સ્ટાફ સહિત ઘણાને થતો હોય; પણ તેમણે કદી જાહેર ખુલાસો કર્યો નહીં.

બાકી રિયા તેમને ઉષામા કહે ને તેના દીકરાઓ ઉષાદાદી કહે એ ઇશારો પૂરતો નથી?

(સમાપ્ત)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK