કથા-સપ્તાહ - દેશ-વિદેશ (નારી તું નારાયણી - 2)

નીકળવાના દિવસ સુધી અજિત મને કન્વિન્સ કરવા મથ્યો, પણ મને નર્ણિયની દ્વિધા નહોતી...અન્ય ભાગ વાંચો

1  |  2  |  3


નીકળવાના દિવસ સુધી અજિત મને કન્વિન્સ કરવા મથ્યો, પણ મને નર્ણિયની દ્વિધા નહોતી...

સોમની સવારે ચાનો મગ  લઈને હીંચકે બેઠેલાં ઉષાબહેન વાગોળી રહ્યાં...

‘તું મારે ખાતર ઇન્ડિયા નહીં છોડી શકે?’ અજિત કરગરતો.

‘તમે મારા માટે અહીં રોકાઈ ન શકો?’ ઉષા તેને વારવા મથતી. અજિત વિનાના જીવનની કલ્પનાએ ફફડી જવાતું.

પણ છેવટે વિદેશનો મોહ જીત્યો, પ્રીત હારી. ના, અજિતને ઊંડે-ઊંડે ક્યાંક ખાતરી હતી કે ઉષા મારા વિના જીવી ન શકે. બૅરિસ્ટર થઈને સીધું તેના ઘરે માગું મૂકીશ તો ઇનકાર

નહીં જ કરે!

આ આશાને જીવંત રાખીને તે વિદેશ ઊડ્યો. ઉષાએ એ જ ઘડીએ હૃદયદ્વાર સજ્જડપણે બંધ કરી દીધેલું.

બે વરસ પછી વકીલ થઈને અજિત લગ્ન કરવા પૂરતો પાછો આવ્યો ત્યારે કેવો બદલાયેલો લાગ્યો. સૂટબૂટ-હૅટનો પોશાક, વાતે-વાતે ઇંગ્લિશ શબ્દો ફેંકવાની ટેવ, ગરમી-ધૂળનો ત્રાસ - જાણે ક્યાં નર્કમાં આવી ગયો હોય!

‘હાઉ કુડ યુ પીપલ લીવ ઇન સચ અ ડર્ટી પ્લેસ!’

તેને કોણ કહે કે આ જ ધૂળઢેફાંમાં રમી તું મોટો થયો છે!

‘મા, તારે છોકરી શોધવાની જરૂર નથી. આઇ હૅવ સમવન ઇન માય માઇન્ડ. સુબોધ માસ્તર નથી? તેમની ડૉટર ઉષા.’

અજિતને હતું કે સંસ્કારમૂર્તિ ઉષાને વહુ બનાવવાનો માતા-પિતાને વાંધો હોય જ નહીં અને ઉષા મારી માને નકાર ફરમાવે નહીં!

પણ...

‘માસ્તરની ઉષા? ગાંડો થયો છે?’ માએ ઠપકો આપ્યો, ‘એ નાટકચેટકવાળી કન્યા આપણને ન શોભે.’

ત્યારે અજિતને અહેસાસ થયો કે બે વરસમાં અહીં પણ કંઈકેટલું બદલાઈ ચૂક્યું છે!

અજિતના વિદેશ ગયા બાદ ઉષાએ માતા-પિતાને તેમના પ્રેમપ્રકરણની જાણ કરીને ફેંસલો સુણાવી દીધેલો : હું મારો દેશ છોડીને ક્યાંય ન જાઉં. અજિત તેમનાં સમણાં સાકાર કરવા ગયા છે, તેમને મારી શુભેચ્છાઓ છે. તમે પણ તેમના પ્રત્યે દ્વેષ ન રાખશો. બસ, મારા હૈયે બીજા કોઈને બેસાડવાની જીદ ન કરશો...

સુબોધભાઈ-સવિતાબહેન સત્ય જાણીને ડઘાયાં, દીકરીને થોડી ઠપકારી, સમજાવી; પણ ઉષા અડગ, નિશ્ચલ - મેં અજિતને પ્રેમ કર્યો એ કર્યો, હવે કોઈ બીજાની કેમ થઈ શકું?

‘તો પછી તેની જોડે લંડન જા...’ છેવટે માબાપે એ સમાધાન પણ સ્વીકાર્યું. પરંતુ ઉષાને એનીયે દ્વિધા નહોતી : હું દેશ છોડું તો મારા દાદાની શહીદી લાજે!

ત્યારે થાકી-હારીને સુબોધભાઈએ ઉષાને તેનાં માસીને ત્યાં મુંબઈ મોકલી. તેમને પેટછૂટી વાત કરી રાખેલી : ક્યાં તેને લંડન જવા રાજી કર, ક્યાં બીજે પરણવા!

મુંબઈ રહેતાં સુમિત્રામાસી સ્માર્ટ હતાં. માસાની કાપડની દુકાન સારી ચાલતી અને બેઉ કઝિન્સ ઉષાથી થોડા નાના. લંડન ન જવા બાબત ઉષા અડી રહી એટલે જીજાએ આપેલું કામ બરાબર સમજી ચૂકેલાં સુમિત્રામાસીએ ભત્રીજીનો હવાલો બિલ્ડિંગના પાડોશી જુવાન શેખરને સોંપ્યો : તમે દેશભક્તિના વિષય પર નાટક કરવાના હતાને. એમાં મારી ભત્રીજીને તક આપો. તે છટાથી અભિનય કરી જાણશે...

જુવાન શેખરની લાયકાત અને બૅકગ્રાઉન્ડથી માસી વાકેફ હતાં એટલે ખરેખર તો શેખર સાથે જ ઉષાનું ગોઠવાઈ જાય એ મતલબથી તેમણે દાણો ચાંપ્યો હતો.

ઉષાને ગમ્યું હતું. અજિતના ગયા બાદ ઉદાસ રહેતા મનને કશી ભરચક પ્રવૃત્તિની જરૂર હતી.

શેખરથી માસીને ઇનકાર ન થયો ને બીજા દિવસથી ઉષાએ તેની સાથે નાટકમંડળમાં જવા માંડ્યું.

ખરેખર તો એ નાટ્યવિદ્યા વિષ્ણુ ત્રિવેદીની નાટ્યસંસ્થા હતી. મહાલક્ષ્મીના તેમના બંગલે આર્ટિસ્ટોનો મેળો જામતો. દેશની આઝાદીનાં ત્રીસ-પાંત્રીસ વરસે આપણે શું મેળવ્યું, શું મેળવી શક્યા હોત એ વિષય પર નાટu રજૂ કરવાની ત્રિવેદીસાહેબની ઇચ્છા હતી. આ વખતે ડિરેક્શનનો ભાર તેમણે શેખરને સોંપ્યો હતો. વિષય અઘરો હતો, પણ એ સમયે નાટકોમાં વૈવિધ્ય રહેતું. સ્ક્રીપ્ટ વાંચીને ઉષાએ બે-ત્રણ રેફરન્સ કરેક્ટ કરાવતાં ત્રિવેદીસાહેબ તેને નિહાળી રહ્યા. ડોક ધુણાવીને અમુકતમુક દૃશ્યના ડાયલૉગ્સ બોલવા કહ્યા.

ઉષાનો એ કેળવાયેલો ગુણ હતો. તેની છટાથી સૌ પ્રભાવિત બન્યા.

‘તું તખ્તા માટે સર્જા‍ઈ છે છોકરી...’ દિગ્ગજ ત્રિવેદીસાહેબે નાટકના મુખ્ય પાત્ર - ભારતમાતા - તરીકે તેને કાસ્ટ કરીને રિહર્સલમાં તેની કલાને ઘાટ આપવા માંડ્યો.

રંગભૂમિના બેઝિક્સ ત્યાંથી શીખ્યા. નાટકમાં જીવ પરોવતાં ગયાં એમ અજિતનો ગમ નેપથ્યમાં જતો રહ્યો. પ્રથમ અંકના પ્રથમ દૃશ્યથી તેઓ સ્ટેજ પર એવાં છવાયાં કે આજે સાંઠની ઉંમરે પણ તેમનો પર્યાય નથી!

ચાનો છેલ્લો ઘૂંટડો લઈને ઉષાબહેને ગતખંડની કડી સાંધી...

પહેલા નાટકથી પોતાને વધાવી લેવાઈ. ગુજરાતનો કોઈ ખૂણો એવો નહીં હોય જ્યાં આ નાટક ન પહોંચ્યું હોય. દરેક ભજવણી ઉષાને નિખારતી ગઈ. અજિતનો ખાલીપો તખ્તાથી ભરાણો.

‘હવે હું તખ્તાને જ સમર્પિત.’ તેમણે કહી દીધું.

મા-બાપુજી સ્વાભાવિકપણે થોડાં નારાજ થયાં, દુ:ખી પણ થયાં; પરંતુ માસીએ તેમને મનાવ્યાં : આપણને તો ગવર્‍ થવો જોઈએ ઉષાના સંસ્કાર, સમજ અને તેની કળા પર. જાણો છો પેલો શેખર મને શું કહે છે? એ જ કે ઉષા અસ્પૃશ્ય છે. તેને અમારા જેવાથી કેવળ નમન થાય...

મુઠ્ઠીઊંચેરી પુરવાર થયેલી દીકરીને ત્યારે માવતરે વધાવી લીધી હતી... એટલું જ નહીં, મુંબઈમાં નાટક ભજવતી દીકરી સાથે રહી શકાય એ માટે મુંબઈ શિફ્ટ થઈ ગયાં.

- બે વરસમાં આટઆટલું થઈ ગયું જાણીને અજિત બઘવાયેલો. મુંબઈ જઈને ઉષાને મYયો હતો : તેં આ નાટકનું શું તૂત પકડ્યું? મા-પિતાજી ખફા છે. છોડ આ બધું ને ચાલ

મારી સાથે...

‘શું મૂકું અજિત, કેટલું મૂકું ને કોને ખાતર મૂકું? તમારી પ્રીતે બંધાયેલી હું તમારા બોલે મારો fવાસ મૂકવા તૈયાર, શરત એટલી કે મારો એ fવાસ મારા દેશની ધરતી પર છૂટવો જોઈએ.’

‘ઉફ્ફ. આ તારી જીદ છે ઉષા, નર્યો ભાવનાવાદ છે. જીવનની સંધ્યાએ કોઈ વાર હિસાબ માંડીશ તો પસ્તાશે કે દેશ ખાતર મને છોડીને તું ખોટમાં રહી.’

‘આ તમારો પુરુષ તરીકેનો અહમ્ બોલે છે અજિતરાય. નારી તરીકે હું તો તમારા સુખની જ કામના કરીશ.’

અમારી વચ્ચે થયેલો એ છેલ્લો સંવાદ હતો... ત્યાર પછી પોતે નાટકમાં વ્યસ્ત બનતાં ગયાં. નામ થયું, શોહરત મળી એમ સ્ટેટસ ભલે બદલાયું; અંદરખાને તો પોતે એ જ ઉષા છે. આવકનું ટ્રસ્ટ છે. એમાંથી ચૅરિટીનાં કામો કરું છું. બે નાટકના વિરામ વચ્ચે ટ્રાઇબલ એરિયામાં જાતે ફરીને જનજાગૃતિના મિશનમાં ડૂબી જાઉં છું. માબાપનો સાથ છૂટ્યાનેય વરસો થયાં. વતનનું ઘર હજી મેં રાખ્યું છે, પણ વલસાડ ખાસ જવાતું નથી. શો માટે જવાનું થાય ત્યારે નગરવાસીઓ બહુ પ્રેમથી મળે. એમાંથી અજિતના ખબર પણ સાંપડી જાય.

લંડનમાં તે બહુ મોટો વકીલ બન્યો. બ્રિટિશ રાજઘરાના સાથે ઊઠબેઠ થાય એ હદની સિદ્ધિ મેળવી. લંડનની જ ફ્ય્ત્ કન્યાને પરણ્યો પણ ખરો. આજે જોકે તેની પત્ની હયાત નથી. કેવળ એક પુત્રી છે જે લગ્નયોગ્ય થઈ ચૂકી હશે યા પરણીયે ગઈ હોય!

ના, દૂર રહ્યે પોતે તેને ચાહતાં રહ્યાં હોય, પૂજતાં રહ્યાં હોય એવું નથી. એમ તેની પાછળ નિસાસો પણ કદી નાખ્યો નથી. જિંદગીનું એક ચૅપ્ટર વિછોડાના વળાંકે પતી ગયું બસ. ન રંજ, ન ફરિયાદ. તખ્તાને અર્પણ થયા પછી બીજા કોઈનો અવકાશે ન રહ્યો, ચાહના પણ નહીં.

બાકી જિંદગી પોતે લહેરથી જીવ્યાં, જુસ્સાથી જીવ્યાં, દેશના ઉત્થાનમાં કલાકાર તરીકે વિનમþ ફાળો દઈને જીવ્યાં... નહીં અજિતરાય, જિંદગીની સંધ્યાએ આજે હિસાબ માંડું છું તો મારું પલડું છલોછલ દેખાય છે મને, પસ્તાવો રતિભાર નથી. જીવનની સાઠમી વસંતે હૈયે સંતુષ્ટિ છે. ગ્લોબલાઇઝેશનના આજના જમાનામાં પણ મને મારો નર્ણિય ગલત નથી લાગતો. નાટકો માટે આખી દુનિયા ફરી છું; પણ

મારી ભારતભૂમિ જેવી મહાનતા બીજે ક્યાંય ભાળી નથી, તમારા લંડનમાં પણ નહીં!

સ્મરણોનું સમાપન કરતાં ઉષાબહેનને હવે શું થવાનું એની ક્યાં ખબર હતી?

€ € €

‘આજનો શું પ્રોગ્રામ છે મનોહર?’

નિયમ પ્રમાણે સૂર્યોદયે ઊઠનારાં ઉષાબહેન દસ વાગ્યા સુધીમાં

નાહી-ધોઈ પૂજાપાઠમાંથી પરવારી જાય ત્યાં સુધીમાં મેઇડનું આગમન શરૂ થઈ જાય. આખા દિવસની આધેડ શાંતાબાઈની પાછળ જ રસોઈવાળાં મમતાબહેન પધારે, અગિયારેક વાગ્યે મૅનેજર મનોહરનો ટકોરો પડે.

આમ તો પચાસ ક્રૉસ કર્યા પછી ઉષાબહેન કેવળ સિલેક્ટિવ કામ જ કરતાં. એમ આ ઉંમરે પણ ચૅલેન્જિંગ પાઠ ભજવવા આતુર રહેતાં. તેમની ડેટ્્સ, પેમેન્ટ વગેરેના મૅનેજમેન્ટ ખાતર મૅનેજર રાખેલો જે ભ્ય્ વર્ક પણ સંભાળે, ટ્રસ્ટનાં કાર્યોની પણ દેખરેખ રાખે. સ્ટાફને બહુ મમતાથી રાખનારાં ઉષાબહેન ટ્રસ્ટનો હિસાબ જોવામાં પણ ચોક્કસ રહેતાં.

નાટકના શો મોટા ભાગે વીક-એન્ડમાં થતા હોય, વીક-ડેઝમાં રિહર્સલ સિવાય મહદંશે ફુરસદ રહેતી. એ દરમ્યાન નવી સ્ક્રીપ્ટનું સિટિંગ હોય કે પછી ટ્રાઇબલ એરિયાનાં વેલ્ફેરનાં કામો હોય... ત્રીસેક વરસનો મનોહર સુપેરે બધું ગોઠવી કાઢતો. આર્ટિસ્ટ તરીકે ઉષાબહેનની પસંદ-નાપસંદનો તેને ખ્યાલ આવી ગયેલો. ઉઘરાણીમાં ચૂકે નહીં.

આજે પણ કેવી અદબથી કવર ધર્યું, ‘મૅમ, લંડનના અખિલ ભારતીય મંડળ તરફથી પત્ર, ઈ-મેઇલ આવ્યાં છે.’

લંડન. હજી થોડી વાર અગાઉ ભૂતકાળ સમેટ્યો ને ત્યાંનું નિમંત્રણ ટપકી પડ્યું! તેમણે પત્ર નર નજર દોડાવી.

નાટકોની ટૂર દરમ્યાન આવાં અનેક મંડળોને મળવાનું થતું. એમની ગતિવિધિઓ આનંદ પમાડતી. લંડનનું અખિલ ભારતીય મંડળ પ્રતિષ્ઠિત સંસ્થા છે. દર વરસે બીજા તહેવારોની જેમ ૧૫ ઑગેસ્ટ અને ૨૬ જાન્યુઆરીની ઉજવણી પણ ધામધૂમથી કરે છે.

‘આ ૧૫ ઑગસ્ટે પણ શહેરમાં રૅલી નીકળશે. રૅલીના સેલિબ્રિટી ચીફ ગેસ્ટ તરીકે આપને નિમંત્ર્યા છે. ’

આની જોકે નવાઈ ન હોય... તખ્તાના અનન્ય કલાકાર, પ્રેરક સોશ્યલ વર્કર તરીકે ઉષાબહેનનો મોભો અનેરો હતો. ગુજરાતીઓ માટે તો અતિ આદરણીય નામ. તેમના લેજન્ડરી સેટલની ગરવાઈને અનુરૂપ તેમની દેશ-લગનીના દાખલા દેવાતા. જોકે ઉષાબહેનને અંગતપણે આવા પ્રચાર-પ્રસિદ્ધિનો મોહ નહોતો. અનેક ઑફર્સ છતાં તેમને કદી ફિલ્મો અને ટીવી-સિરિયલનો મોહ ન લાગ્યો. નાટક જ તેમનું સવર્‍ કંઈ.

અને આ તો તેમનું ષષ્ટિપૂર્તિ વરસ. મુંબઈ-ગુજરાતમાં તો આ વિશે કાર્યક્રમો થઈ જ રહ્યા છે, વિદેશમાં વસનારાઓએ પણ મને એ નિમિત્તે સાંભરી એ સ્નેહનું વળતર શું હોય!

સામાન્યપણે ઉષાબહેન રાષ્ટ્રીય તહેવારો જનતાની વચ્ચે જઈને મનાવવામાં માનતાં. તક મYયે પ્રથમ નાટક ‘ભારતમાતા’ના ડાયલૉગ્સનું પઠન બુલંદ અવાજે કરતાં ને જુસ્સો ફેલાઈ જતો. વિદેશ પોતે અનેક  વાર ગયાં, પણ ૧૫ ઑગસ્ટે?

પછી થયું, વાય નૉટ! અને અંગ્રેજોની ધરતી પર દેશની આઝાદીનું ફંક્શન ગૌરવની ઘટના ગણાય.

‘કેવળ એટલું જ નહીં, એ વીક-એન્ડમાં આપના સન્માનનો જાહેર કાર્યક્રમ પણ રખાયો છે.’
સન્માનની વાતે ઉષાબહેન થોડાં સંકોચાયાં.

‘તમારે ત્યાં ડ્રામા રજૂ કરવો હોય તો એ માટે અન્ય કલાકારોને તેડવાથી માંડીને નાટકની રજૂઆત સુધીની તમામ તૈયારી મંડળ સહર્ષ પૂરી પાડશે એવુંય લખ્યું છે.’

‘ના, ના... નવું નાટક તો નહીં, આઝાદીના પવર્‍ નિમિત્તે ‘ભારતમાતા’ના અંશો રજૂ કરીશ, એ પ્રસંગોચિત પણ લાગશે... એની ટેપ્સ મૂકી રાખજો. એ અરસામાં ત્રણ-ચાર દિવસનો અવકાશ નીકળે એમ હોય તો મંડળના સેક્રેટરી...’ તેમણે પત્રમાં નામ વાંચ્યું, ‘જીવણભાઈને હકાર કરી દો, ડીટેલ જોઈએ તો પછી ચર્ચી લઈશું. અને હા, આ કાર્યક્રમનો એક પણ પૈસો લેવાનો નહીં.’

અફર્કોસ, ઉદાત્ત રાષ્ટ્રભાવના ધરાવતા મૅમ આવા ફંક્શનનો ચાર્જ ઓછો લે! અને આમાં દંભ નહોતો એટલું તો હવે તેમનો સ્ટાફ પણ જાણતો.

ખાસ્સા અંતરાલે મહિના પછી લંડન જવાનું થશે. અગાઉ પોતે શો લઈને તો છથી સાત વાર જઈ આવેલાં, પણ કદી અજિત પ્રોગ્રામ જોવા આવ્યા હોય એવું બન્યું નથી કે ન પોતે કદી તેમને ત્યાં જવાની, મળવાની તસ્દી લીધી. વીત્યાં વરસોમાં અનેક સહૃદયી સ્વજનો તખ્તાના સંબંધે મળ્યા, પોતાના પ્રણયસંબંધની ચર્ચા કદી કોઈ જોડે થઈ નથી; જરૂર પણ શી?

આ વખતની વિદેશયાત્રામાં શું થવાનું એની ક્યાં ખબર હતી?

(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK