કથા-સપ્તાહ – એસ્કૉર્ટ ( દેહ, દિલ, દીવાનગી – 2)

અનાહતના અંતરમાં પ્યાર ઊમડ્યો. પત્નીના વાળની લટ સમારતાં સાંભર્યું.


escort

બીજા ભાગ વાંચો

1  |   2   |  3  |  4  |  5કેવી હતી ગોવાની એ ટ્રિપ? અનાહત વાગોળી રહ્યો.

નીકળવાના આગલા દિવસે રોમા તેને લવલીનને મળવા લઈ ગઈ હતી. મલબાર હીલ્સના બંગલે શેઠાણીના રૂઆબમાં રહેતી લવલીન થર્ટી ફાઇવ પ્લસ હોવા છતાં ફિગર બરાબર જાળવ્યું હતું અને અનાહતને જોતાં જ તેની આંખોમાં ઊપસેલી ચમકે તેની ભૂખનો અંદાજો પણ સમજાઈ ગયો!

બેઉ અલગ-અલગ રીતે ગોવા પહોંચ્યાં હતાં. બોગમાલા બીચના સેવન સ્ટાર રિસૉર્ટના સૌથી ઉપલા સાતમા માળે તેમના સ્વીટ અડખેપડખે હતા ને વચ્ચે કૉમન ડોર હતું! દેખીતી રીતે એકલી ફરવા આવેલી સ્ત્રીની પ્રાઇવસી સાચવવાની સવલતો પણ હોટેલવાળા કેવી સાચવે છે!

સ્વીટમાં સેટ થતાં જ બધી ગરવાઈ મૂકી લવલીન અનાહતના સ્વીટમાં સરકી આવી તેને પથારીમાં તાણી ગઈ હતી. અનાહતના ઉઘાડે અનુભવી સ્ત્રી પણ હાંફી ગયેલી. તેની હરકતોએ પછી તો અનાહત પણ એવા જોશમાં ત્રાટક્યો કે સ્વીટનો સૉફિસ્ટિકેટેડ બેડ તૂટી ગયો હતો!

‘સાચું કહેજો, પલંગ તૂટ્યો ત્યારે તમે બેડમાં એકલાં હતાં?’

આમ પૂછનાર હતી રિસૉર્ટની રેગ્યુલર ફ્લોર ડાન્સર ગુલનાર!

એક તો પલંગ તૂટવાનો અવાજ અને પછી રિપેરિંગ જૉબને કારણે ખબર છૂપા નહોતા રહ્યા.

‘થૅન્ક ગોડ, આપણે મારા બેડ પર નહોતાં!’

પલંગ તૂટતાં પોતાના સ્વીટમાં સરકી આવેલી લવલીનને આબરૂ બચ્યાનો હાશકારો જતાવતાં ભાળી અનાહતને તેના દંભની અરુચિ થઈ હતી. પલંગ તૂટવાનું કારણ ભલે કોઈ પૂછે નહીં, પણ સમજતાય નહીં હોય એટલા નાદાન કોઈને કેમ માનવા!

સ્વીટના એકાંત સિવાય લવલીન સાથે બહાર ક્યાંય દેખાવાનું નહોતું એટલે સંધ્યાટાણે અનાહત ટહેલતો બા૨રૂમમાં પહોંચ્યો ત્યાં સુધીમાં ઘણા સ્ટાફ-મેમ્બર્સની નજર કહેતી સંભળાઈ - અચ્છા તો તમે છો મિ. પલંગતોડ!

‘વન કોક પ્લીઝ.’

સૉફ્ટ ડ્રિન્ક લઈ અનાહત ખૂણાના ટેબલ પર ગોઠવાયો કે સામે તે આવીને બેઠી, ‘હાય.’

૨૨-૨૩ની વય, સપ્રમાણ કાયા, ગોરો વાન, ઝાકઝમાળભર્યા ડ્રેસમાં છૂપ્યાં ન છુપાતાં પુક્ટ અંગો, જોતાં જ જકડી લે એવી મારકણી નજર ને હોઠો પર લલચામણું સ્મિત જ તેનો વ્યવસાય કહી આપે છે. જરૂર આ રિસૉર્ટની ફ્લોર ડાન્સર ગુલનાર હોવી જોઈએ.

અનાહત માટે સુપર રિચ રિસૉર્ટમાં રોકાવાનું પહેલી વાર બન્યું હતું. અત્યાર સુધી આ લાઇફ-સ્ટાઇલ માત્ર હિન્દી ફિલ્મોમાં જોઈ હતી. સવારે રિસૉર્ટનું વેલ્કમ ડ્રિન્ક માણતાં તેણે ઘણુંબધું જાણી લીધેલું - પંદર વર્ષ જૂનો રિસૉર્ટ ગોવાનો મોસ્ટ એક્સ્પેન્સિવ ગણાય છે. આંતરરાષ્ટ્રીય કક્ષાના રિસૉર્ટની કૅથ્લિક બાંધણી એને ઑથેન્ટિક લુક આપે છે. રિસૉર્ટનો પ્રાઇવેટ બીચ છે. સ્વિમિંગ-પૂલ, જિમ, પાર્લરની ફૅસિલીટી તો ખરી જ. ડિનર સાથે રિસૉર્ટની ફ્લોર ડાન્સર ગુલનારની કલા માણવાનું ચૂકશો નહીં અને હા, જુગારના શોખીન હો તો પહેલે માળે ગોવાનો બેસ્ટ ગણાતો કસીનો આપની સેવામાં ચોવીસ કલાક ખુલ્લો હોય છે!

પોતાની પાસે જુગારમાં ઉડાવવા જેટલી મૂડી છે પણ નહીં છતાં અત્યારે નીચે ઊતરતાં પહેલાં કસીનોમાં લટાર મારી પૂલ, જિમનો રાઉન્ડ લઈ છેવટે બારમાં કોક લઈ હજી બેઠો જ કે સામે તે ગોઠવાઈ હતી - ગુલનાર!

તેની ઓળખના અનુમાન છતાં અનાહત તેને પ્રશ્નાર્થ નજરે તાકી રહ્યો એટલે બોલી, ‘હું અહીંની ફ્લોર ડાન્સર ગુલના૨. રિસોર્ટના પે રોલ પર છું, પછવાડેના સ્ટાફ ક્વૉર્ટરમાં રહું છું.’

‘ઓહ.’

‘લોકો મને ગોવાની હેલન કહે છે. યુ નો ધૅટ યસ્ટ યર્સ ફિલ્મ ડાન્સર?’ કહી તેણે પાંપણ પટપટાવેલી. ‘બાકી તો તમે જોઈને ફેંસલો કરજો.’

અનાહતને સૂઝ્યું નહીં શું કહેવું.

‘જોકે તમારી પહોંચ તો આગમનના થોડા જ કલાકમાં અમે જાણી લીધી.’ મર્માળુ હસી ગુલનાર અનાહત તરફ ઝૂકી હતી, ‘સાચું કહેજો, પલંગ તૂટ્યો ત્યારે તમે એકલા હતા?’

અનાહત સંકોચાયો.

‘કમ ઑન, અનાહત. આ રિસૉર્ટમાં મને બે વરસ થયાં છે. કયા રૂમનો દરવાજો ક્યાં ખૂલતો હોય હું નહીં જાણતી હોઉં શું?’

કહી ચપળપણે નજર ઘુમાવી હતી. ‘લો, આવી ગયાં તમારાં શેઠાણી પાર્લરમાં થોડાં વધુ યંગ બનીને.’

બારરૂમની ગ્લાસવૉલમાંથી પૂલસાઇડ તરફ વળતાં લવલીનને જોઈ હોઠ જ કરડી શક્યો અનાહત. ગુલનારે સાચે જ ઘણુંબધું જાણી લીધું કહેવાય!

‘આઇ વન્ડર અનાહત, લવલીન સાથે સૂઈ તમે પલંગ તોડો છો, કદી મારા ૫હેલુમાં આવી જુઓ તો આખો ફ્લોર તોડી પાડવાનો જુવાળ જાગશે એની ગૅરન્ટી!’ આંખ મીંચકારી તેણે વિદાય લીધી.

એક ફ્લોર ડાન્સર પાસે બીજી અપેક્ષા પણ શું હોય! અનાહત અણધાર્યા પ્રસ્તાવનો આંચકો પચાવી ગયો.

જોકે ડાન્સ ફ્લોર પર તે આગ લગાવી દેતી એ તો કબૂલવું પડે. પહેલે દહાડે ‘હુસ્ન કે લાખોં રંગ’ ગીત પરનો તેનો ડાન્સ એટલો હૉટ હતો કે લવલીન મૅડમ અનાહતને ઇશારો કરી અડધા ડિનરે નીકળી ગયાં હતાં!

એ એક રાત પછી તો લવલીનને અનાહતનો એવો ચસકો લાગ્યો કે મોટા ભાગનો સમય સ્વીટ પર જ ગુજર્યો.

‘તેં મારી પ્રપેઝલનો જવાબ ન વાળ્યો અનાહત...’

અઠવાડિયાના રોકાણ દરમ્યાન અલપઝલપ મળવાનું થતું ત્યારે ગુલનાર પોતાની પ્યાસ કહો કે આશ દર્શાવવાનું ન ચૂકતી. બીજું કોઈ હોત તો પોતાની મર્દાનગી કોઈને આટલી ગમી ગઈ હોવાનો ગર્વ અનુભવત, અનાહતને એકની એક વાતથી અરુચિ થતી હતી. અનાથ છોકરી ધંધે બેસવાને બદલે લલચામણા ડાન્સથી પેટિયું રળે એ સરાહનીય ગણાય પણ તેની આવી હરકત તેને ચીપ બનાવી દે છે. એમાં નીકળવાના ટાણે પણ ગુલનાર એ જ માંગ લઈને બેઠી એટલે અનાહતથી બોલાઈ ગયું, ‘તું ગ્રાહકોનું મનોરંજન કરવાના પૈસા લેતી હોય છેને ગુલનાર, હું પણ મફતમાં કોઈને નથી રીઝવતો. મારી એક રાતની ફી ફલાણી છે, ચૂકવવાની હેસિયત હોય તો તેડાવી લેજે.’

કહી સડસડાટ અનાહત ત્યાંથી નીકળી ગયેલો. પછી જોકે અફસોસ થયેલો, નાહક હું ગુલનાર પ્રત્યે આકરો થયો. બિચારી કેવી ડઘાઈ ગઈ હતી! મને તેડાવી લેજે એમ કહ્યું, પણ પોતે કૉન્ટૅક્ટ-નંબર રિસૉર્ટના લેજરમાં મેન્શન નહોતો કર્યો‍ અને ઍડ્રેસ ઑબ્વિયસïïïલી ભળતું જ લખાવેલું. અલબત્ત, હું લવલીનના એસ્કૉર્ટ તરીકે આવ્યાનું છૂપું ન જ હોય, પણ એથી મારા માટે લવલીન સુધી પહોંચવાનું ગુલનારનું ગજું નહીં!

જોકે મુંબઈ આવ્યા પછી એ બધું નેપથ્યમાં જતું રહ્યું. ત્યાર પછી

પપ્પા-મમ્મી પણ ઝાઝું ક્યાં જીવ્યાં? કૉલેજ પતાવી ત્યાં સુધીમાં વારાફરતી બેઉએ રુખસત લીધી. અમુક સત્યો તે જાણવા ન પામ્યાં એનો વસવસો નથી. બલકે તેમને માટે સર્વ કંઈ કરી  છૂટ્યાનો સંતોષ અવશ્ય હૈયે છે.

ત્યાર પછી મારે જોકે એસ્કૉર્ટનું કામ કરવાની જરૂર ન રહી. રોમા પરણીને વિદેશ મૂવ થઈ ગઈ, લવલીન જેવાને પોતે ઇન્કાર કરતો ગયો એમ એ ગ્રાહક મંડળ વિમુખ બનતું ગયું. માસ્ટર્સ કરી મેં મલ્ટિનૅશનલમાં નોકરી મેળવી. વરસમાં તો મને રહેવા માટે આ ફ્લૅટ, કારની સવલતો મળી. અંધેરીનાં પાડોશી શ્યામામાસીએ તેમની દૂરની ભત્રીજીનું ઠેકાણું ચીંધ્યું. એ સંસ્કારમૂર્તિ લાજવંતી એક નજરમાં ગમી ગઈ. સાદાઈથી અમે પરણી ગયાં એથી મમ્મી-પપ્પા રાજી જ થયાં હોય!

હિન્દીમાં બીએ થયેલી લાજોએ મને તેના સ્નેહ-સમર્પણથી સુખભર્યો‍ રાખ્યો છે. હા, ભૂતકાળનો એક ટુકડો તેની સાથે વહેંચ્યો નથી. એમાં કશું છુપાવવાથી વિશેષ મારા પેરન્ટ્સ માટે મેં જે કર્યું એનો ઢોલ ન ગાવાની વૃત્તિ વધુ કારણભૂત હતી. આમાં ક્યારેય મેં લાજોને હું છેતરતો હોવાનું મહસૂસ નથી કર્યું. હું પૂર્ણત: લાજોનો છું એ જ મારું સત્ય.

અનાહતના અંતરમાં પ્યાર ઊમડ્યો. પત્નીના વાળની લટ સમારતાં સાંભર્યું. લાજોએ ઠીક યાદ અપાવ્યું, આવતી દિવાળીએ અમારાં લગ્નને વરસ થવાનું. પત્નીને પ્રથમ ઍનિવર્સરીની કોઈક સ્પેશ્યલ ગિફ્ટ આપવી જોઈએ!

€ € €

‘સાત દિવસની સાગર સફર!’

‘વાઇલ્ડ ક્રૂઝ’ લક્ઝરી લાઇનરની મુંબઈ-હૉન્ગકૉન્ગની ટૂર ટિકિટ જોઈ લાજો ઊછળી, ‘ઓહ અનાહત, યુ આર ગ્રેટ!’

અનાહતે પત્નીનો ગાલ ચૂમ્યો, ‘ધૅટ્સ વાય આયેમ યૉર્સ!’

ફસ્ર્ટ ઍનિવર્સરી નિમિત્તે લાજોને કશુંક સ્પેશ્યલ ગિફ્ટ કરવાનું નક્કી કર્યાના આ પખવાડિયામાં અનેક ઑપ્શન્સ વિચાર્યા બાદ દરિયાઈ ટૂરની જાહેરાત નજરે ચડી. લાજોને ક્રૂઝ પસંદ હોવાનું સાંભર્યું ને બસ, બુકિંગ કન્ફર્મ કરતાં જુઓ તો મારી હૃદયરાણી કેવી ઉલ્લાસિત બની છે!

ખરેખર તો ‘વાઇલ્ડ ક્રૂઝ’ની લક્ઝરી લાઇનર વિશ્વપ્રવાસ ખેડે છે, એમાંનો શૉર્ટ રૂટ પોતે પસંદ કર્યો છે. હૉન્ગકૉન્ગ પહોંચતાં અઠવાડિયું લાગશે. બે દિવસ હૉન્ગકૉન્ગ ઘૂમી અમે બાય ઍર મુંબઈ પરત થઈશું. એ યાત્રા મોસ્ટ રોમૅન્ટિક બની રહેવાની!

અનાહતે ધાર્યું, પણ ખરેખર શિપ પર શું થવાનું હતું એની ક્યાં ખબર હતી?

€ € €

‘એવો મારો સાંવરિયો...’ ભાવભર્યા કંઠે લતાનું ગીત ગણગણતી લાજવંતી ચાર દિવસ પછીની યાત્રાનો સામાન ગોઠવી રહી છે.

‘હું તો કહેતી જ હતી કે તું નસીબવાળી છે... બાપના ઘરે ભલે ગરીબીમાં રહી, સાસરે ક્યારેય કશી ખોટ નહીં વર્તાય.’

થોડી વાર પહેલાંના માના શબ્દો સાંભરતાં મુસ્કાન ગહેરી બની.

ના, દહિસરના પિયરમાં ગરીબી ભલે હોય, એકની એક દીકરી તરીકે મને લાડ-સંસ્કારની કમી ક્યારેય નહોતી. સાસરું સધ્ધર જ જોઈએ એવી કદી મન્શા પણ નહીં. મારો પતિ મૂલ્યોમાં માનનારો, પથ્થરમાંથી પાણી કાઢી શકવાની ખુમારીવાળો જોઈએ એટલી જ અપેક્ષા.

લાજવંતીના આ ગુણ, તેનો આત્મવિશ્વાસ અનાહતને સ્પર્શી ગયેલા. હું કંઈ એવો અમીર હજી બન્યો નથી, પણ તમને સુખની ખોટ નહીં વર્તાવા દઉં એટલું ચોક્કસ...

અનાહતની કટિબદ્ધતા કહો કે નિખાલસતા આકર્ષી ગઈ. અરે શું નહોતું અનાહતમાં જે ન આકર્ષે!

આવાં વર-ઘર મળવા બદલ મા આજેય ઈશ્વરનો આભાર માનતી હોય છે, અમે પહેલી વાર સજોડે ફૉરેન જવાનાં એથી અમારાથી વધુ મારાં મા-બાપ ખુશ છે! અનાહત તેમને પણ એટલું જ માને છે એ સુખ પણ જેવુંતેવું છે?

અમારું સુખ નજરાય નહીં એટલી મહેર કરજો, હે પ્રભુ!

€ € €

અને એ ઘડી પણ આવી પહોંચી.

ગુરુવારની બપોરે પાલવા બંદરે લાંગરેલી લક્ઝરી લાઇનરમાં મુંબઈથી જોડાનારા સિત્તેર પ્રવાસીઓ ભેગા જહાજ પર પ્રવેશતાં અનાહત-લાજો રોમાંચિત થઈ ઊઠ્યાં.

ગ્રુપ ફોટોસેશન, સેફ્ટી-ઇન્સ્ટ્રક્શન પછી અંગ્રેજ કૅપ્ટન સ્મિથસનનું ટૂંકું વેલકમ પ્રવચન પતતાં સુધીમાં સ્ટીમર મુંબઈથી દૂર નીકળી આવેલી. પ્રવાસીઓ સૌ પોતપોતાની કૅબિનમાં થાળે પડી શિપની જાહોજલાલી માણવા થનગનતા હતા.

અનાહત-લાજોની કૅબિન ઇકૉનૉમી ક્લાસના આઠમા માળે હતી. તરતા મહેલ જેવી શિપમાં અટવાતાં-અટવાતાં ૮૦૧ નંબરની તેમની કૅબિનમાં પહોંચ્યાં. અટૅચ્ડ વૉશરૂમ ધરાવતી નાનકડી રૂમમાં ડબલ બેડ ઉપરાંત ઇન્ટરકૉમ, મિની ફ્રિજ, ટીવીની સવલત સાથે બે જણ ઊભા રહી શકે એવડી બાલ્કની ખરી.

રાત્રે ડિનર પછી પતિ-પત્ની શિપની ગાઇડબુક લઈ બધે ઘૂમી વળ્યાં. શિપ પર ગોરા-કાળા તમામ પ્રદેશના લોકોનો જાણે શંભુમેળો જામ્યો હતો. એમાં ઇન્ડિયન્સ અને ખાસ તો ગુજરાતીઓ મળી આવે એનો આનંદ જ અનેરો હોય. તેમના જેવું જ યંગ કપલ માનવ-મોહિની હનીમૂન પર નીકળ્યું હતું. તેમની કૅબિન ઇકૉનૉમી ક્લાસમાં છઠ્ઠા માળે હતી. બહુ જલદી તેમની દોસ્તી જામી.

‘આપણે લંચ-ડિનરમાં સાથે રહીશું.’ લાજો-મોહિનીએ પાકું કર્યું.

 

‘શિપ પર મોડી રાત્રે ઍડલ્ટ ડાન્સ પણ થાય છે. પૅરિસનું ગ્રુપ સ્ટ્રીપ ડાન્સ પર્ફોમ કરે છે. બૈરાં ન માને તો પણ આપણે તો એ આઇટમ એક વાર જોવી જ છે.’ માનવ અનાહતના કાનમાં ગણગણ્યો.

લાજોના ધ્યાનમાં હતું. છૂટા પડતાં જ તેણે પૂછયું, માનવભાઈ શું ગુફ્તગૂ કરતા હતા?

‘બહુ કામની વાત હતી.’ અનાહતે સ્ટ્રીપ ડાન્સ વિશે કહી ઉમેર્યું, ‘આપણે જવાનું છે. ઇટ વિલ બી એક્ઝૉટિક.’

‘નૉટ ઍટ ઑલ’ લાજોએ મક્કમતા દાખવી, ‘નૃત્ય જેવી કળાને પણ પãશ્ચમી સંસ્કૃતિએ અભડાવી મૂકી છે. નાચતાં-નાચતાં કપડાં ઉતારવાનાં? એ જોનારા તો વિકૃત ગણાય જ, હું કહીશ સ્ટ્રીપ ડાન્સ કરનારાનેય ચારિત્ર્ય જેવું કંઈ નહીં હોય.’

બીજા શબ્દોમાં તું મને પણ ચરિત્ર્યહીન કરી ગઈ લાજા! ભલે ખાનગીમાં, પણ જીવનના એક તબક્કે હું પણ આવો નાચ નાચી ચૂક્યો છું એની તને ક્યાં જાણ છે?

અને હવે થાય છે કે તને જો એની જાણ થઈ તો હું તને ગુમાવી બેસવાનો! અજાણ્યા સ્ટ્રીપર્સ માટે આટલી નફરત, ઘૃણા દાખવનારી પતિનું એ રૂપ સહી નહીં શકે, સ્વીકારી નહીં શકે...

અહં. ભૂતકાળને ઢાંકેલો રાખી પોતે ડહાપણનું કામ કર્યું છે. એને ઉખેળવો પણ શું કામ?

(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK