કથા-સપ્તાહ : ડંખ (ઓછાયાની છાયા : 4)

‘તમે કહેવા માગો છો તાનિયા કે તમારી શેઠાણીના ઘરે થયેલી ચોરી મીઠીએ કરી હોઈ ન શકે.


અન્ય ભાગ વાંચો

1  |  2  3  |  4  |  5


તાનિયાને આ શબ્દો ખટક્યા.

‘તમે એમ પણ કહી ગયાં તાનિયા કે મીઠી ચોર ન હોય તો પૈસા ચોરવાની તક બે જણ માટે જ સંભવ છે : કામ્યા અને તેનો પતિ મકરંદ!’

‘જી...’ તાનિયા ચોકસાઈથી બોલી, ‘તમે જાણો છો, પૈસા લેવા કશી તોડફોડ થઈ નથી. ઘરના માણસનું જ આ કામ હોય અને મીઠીને બાદ કરો તો પતિ-પત્ની સિવાય કોણ રહ્યું?’

અતીતે ધારીને તાનિયાને નિહાળી. ક્યાંક આ છોકરી જ તો ક્રાઇમમાં નથી સંડોવાઈને! ઓવરસ્માર્ટ ગુનેગારો જાતે જ પોલીસમાં હાજર થઈને અમને ભેખડે ભેરવવાની રમત રમે ખરા...

અહં, અતીતની અનુભવી આંખોએ તરત નિષ્કર્ષ તારવી આપ્યો. છોકરીના ચહેરા પર તેજ છે, કીકીમાં પારદર્શકપણું છે, અવાજમાં થડકો નથી... આ કન્યા સ્વાર્થપ્રેરિત કોઈ કામ કરી જ ન શકે.

તો પછી તેના તર્કશાસ્ત્રને પણ યોગ્ય રીતે જ મૂલવવું જ રહ્યું. ધારો કે મીઠી બેકસૂર હોય તો પૈસા લેવાની સવલત પતિ-પત્નીને જ હોય એ માનવું પડે. પૈસાની ચોરીમાં સમહાઉ કામવાળીને ફસાવવાની રમત હોત તો કામ્યા મીઠીને ક્લીન ચિટ આપવા જેવું શું કામ કરત? ચોરી ખુદ કામ્યાએ કરી હોત તો તે થાણામાં શું કામ આવત?

કામ્યા પણ માઇનસ થાય તો બચ્યો એક - મકરંદ! જેને ચોરીની વાત ચગાવવામાં રસ નથી, પોલીસ-ફરિયાદ સામે સખત નામરજી છે - વાય!

કારણ, તાનિયા કહે છે એમ તેના મનમાં ચોર છે! તાનિયાને સૂઝ્યું એ કામ્યાને પરખાયું હોત તો ત્રીસ હજારની ચોરીનો તેણે ઢંઢેરો ન પીટ્યો હોત! બલ્કે પતિ સાથે ઘરમેળે હિસાબ સમજી લીધો હોત...

‘આ કેસની તપાસ મારો મદદનીશ જોશી કરે છે તાનિયા. એમાં તમારો ઍન્ગલ ધ્યાનમાં રાખવાની સૂચના હું આપી દઉં છું.’

‘થૅન્ક્સ ઇન્સ્પેક્ટર...’ તાનિયા મલકી, ‘તમે એવા નથી જેવા મેં તમને ધાર્યા... કામ્યા મૅડમની વાતો પરથી લાગ્યું કે તમને કામવાળી પ્રત્યે ઍલર્જી‍ છે... જસ્ટ બિકોઝ મીઠી આયા છે એટલે તમે થર્ડ ડિગ્રી અજમાવી ગુનો કબૂલ કરાવવા માગો છો.’

તાનિયા કહેતી રહી, અતીત અવાકપણે સાંભળી રહ્યો.

‘એક ઑનેસ્ટ વર્ક૨ને અન્યાય ન થાય એ માટે ખાસ આપને મળવું હતું... મને લાગેલું કે તમે કન્વિન્સ નહીં થાઓ... પણ તમારી અંગત

માન્યતા ફરજ પર હાવી નથી થતી એ જાણવું ગમ્યું.’

અંગત માન્યતા. તાનિયા મને આટલો જાણી ગઈ!

‘સરળ છે અતીતબાબુ. તમે મને પણ કહ્યું - એક કામવાળી પર આટલો ભરોસો! મતલબ તમને કોઈ કામવાળીનો જરૂર કોઈ કડવો અનુભવ થયો છે.’

અતીત ચૂપ રહ્યો.

‘આના સંદર્ભમાં હું એટલું જ કહીશ અતીતબાબુ કે...’ - તાનિયાએ નજરો મેળવી, ‘કે કંસ મામો ખરો, પણ દરેક મામો કંસ નથી હોતો.’

ક્યાંય સુધી આ શબ્દો અતીતના ચિત્તમાં પડઘાયા કર્યા.

€ € €

‘બિલકુલ સાચું કહી ગઈ તે છોકરી...’

રાત્રે અતીતે હેવાલ આપતાં યશોદાબહેને રાજીપો અનુભવ્યો. હંસાને કારણે અતીતને કામવાળીની એટલી ઍલર્જી‍ કે ઘરકામ માટે આયાને બદલે ઘાટી રાખ્યો છે.

‘એક મુલાકાતમાં તને આવું કહેનારી તાનિયાને મારે મળવું પડશે. તને ગમી?’

‘મા...’ અતીત સહેજ શરમાયો. ‘તને તો જ્યારે-ત્યારે મારાં લગ્નની જ પડી છે.’ કહીને વાત બદલી. ‘તાનિયાએ આપેલી હિન્ટ પરથી અમે શું કમાલ કરી એ તો સાંભળ.’

યશોદાબહેન એકાગ્ર બન્યાં.

€ € €

બીજી બપોરે...

વિરારના લક્ષ્મી થિયેટરની કૅન્ટીન આગળ મોં ફેરવીને ઊભેલી તાનિયાનો જીભ ચૂંથાય છે. બસ, થોડી ક્ષણોમાં અતીતે ગોઠવેલા પ્લાનનું પરિણામ આવી જવાનું!

ગઈ કાલે અતીતને મળીને પોતે હજી તો ઘરે પહોંચી ત્યાં તેણે ફોન રણકાવેલો : તાનિયા, ગુનેગારને ઝડપવા અમે એક પ્લાન વિચાર્યો‍ છે. એમાં તારી મદદની જરૂર છે...

આમાં ઇનકાર હોય જ નહીં. અતીતનો પ્લાન આબાદ એટલો સરળ હતો. એ અનુસાર પોતે દુકાન પર મકરંદ શેઠને નનામો ફોન કર્યો હતો : તમારી ચોરીનું રહસ્ય મને માલૂમ છે, તમારી પત્નીથી છુપાવવું હોય તો તમારા હાથની સોનાની પહોંચી કવરમાં મૂકી એને લક્ષ્મી થિયેટરની કૅન્ટીન આગળના ડસ્ટબિનમાં બપોરે બે વાગ્યે નાખી જાઓ... નહીંતર...

ધમકીનો અધ્યાહાર ગુનેગાર માટે તો અસરદાર જ રહેવાનો... રૂપિયાનો વહેવાર કામ્યા સંભાળે છે એટલે મકરંદ પાસેથી ઘરેણું જ મગાય.

- અત્યારે એ સમય છે. હવે જોવાનું એ છે કે મકરંદ આવે છે કે નહીં!

‘હી હૅઝ અરાઇવ્ડ.’ સિવિલ ડ્રેસમાં સોહામણો લાગતો અતીત ગણગણ્યો ને તાનિયાને હૈયું ધડકી ગયું.

બસ, પછીની બે મિનિટમાં ખેલ ખતમ થઈ ગયો. આજુબાજુ જોતા પ્રસ્વેદભીના મકરંદે જેવું ડસ્ટબિનમાં કવર પધરાવ્યું કે અતીતે તેનો હાથ ઝડપી લીધો : યુ આર કૉટ,

મિસ્ટર બક્ષી!

€ € €

‘તમે, મકરંદ તમે ચોરી કરી?’ કામ્યા માની ન શકી.

‘તમારો ગુનેગાર ઝડપાઈ ગયો છે’ના અતીતના ફોને પોલીસ-સ્ટેશન દોડી આવેલી કામ્યા પતિને અપરાધી ભાળીને ચોંકી એટલી જ અચંબિત થઈ.

‘એ ચોરી નહોતી કામ્યા...’ મકરંદનો સ્વર સપાટ હતો. બાજી ખૂલ્યા પછી ડર શાનો.

‘તારું પત્તું સાફ કરવા માટેના પ્લાનની એક કડી હતી.’

હેં!

€ € €

મકરંદ કંટાળ્યો હતો કામ્યાની જોહુકમીથી. રૂપિયા-પૈસાનો કન્ટ્રોલ પોતે રાખીને તેણે મકરંદને જાણે કઠપૂતળી જેવો બનાવી દીધો હતો. ઘર-દુકાન મારા પપ્પાનાં છે એવું જતાવવાનું તે કદી ન ચૂકતી, જે મકરંદના સ્વમાનને ઘા કરતું. ધંધો મેં મારી હોશિયારીથી સંભાYયાની કોઈ કદર નહીં? સુખી જણાતા લગ્નજીવનનું ભીતર પતિના પક્ષે ખોખલું થતું જતું હતું.

‘તને જોતો ને કડવાશ છવાતી... તને છોડીને મારે સુખસંપત્તિ નહોતાં ત્યજવાં એટલે પછી મુક્તિનો એક જ માર્ગ દેખાયો : શા માટે તને જ દુનિયામાંથી દૂર ન કરી દેવી!’

‘એટલા માટે તમે કૉન્ટ્રૅક્ટ કિલરને સાધ્યો, મારી હત્યાના સોદા પેટે ત્રીસ હજાર ઍડ્વાન્સ ચૂકવવા ચોરી કરી.’ કામ્યા હજી આઘાતમાં હતી.

‘ઍડ્વાન્સ બે લાખનું હતું...’ મકરંદે ઘટસ્ફોટ કર્યો. ‘જેની ચુકવણી મેં મારી ચેઇન, વીંટી વેચીને કરી. તને શક ન જાય એ માટે એની ડુપ્લિકેટ કરાવવી પડી. ત્રીસ હજાર એના ચૂકવ્યા.’

મકરંદે ખભા ઉલાળ્યા, ‘મેં સપને ધાર્યું નહોતું કે ત્રીસ હજારની મામૂલી ચોરીને તું પોલીસચોકીમાં ફરિયાદરૂપે ઘસડી જઈશ... ક્યાંક આડા હાથે મુકાયા હશે એવું બહાનું તે ગણકાર્યું નહીં, મીઠી પરનો તારો ભરોસો, ઇન્સ્પેક્ટરની કામવાળી માટેની દાઝ આ તાનિયાને જુદા જ અર્થમાં પ્રેરી ગઈ અને જો હું ખુલ્લો પડી ગયો.’ મકરંદના અવાજમાં અફસોસ નહોતો, ‘બાકી આવતા વીકમાં હું માલની ખરીદી માટે બનારસ જાઉં એ દરમ્યાન મધરાતનો મહેમાન બનીને કૉન્ટ્રૅક્ટ કિલર તારું ખૂન કરવાનો હતો...’

‘અને રાજુ?’ કામ્યાનો સ્વર તરડાયો.

‘નમાયા દીકરાને મેં બહુ પ્રેમથી સંભાળ્યો હોત કામ્યા, આખરે તે મારો અંશ!’ મકરંદની આંખોમાં પહેલી વાર અશ્રુ ઝબક્યાં, ‘હવે તું તેને જાળવજે. મારા પ્રત્યેની રંજિત મારા દીકરા સાથે ન વસૂલીશ.’

ધારદાર ખામોશી છવાઈ રહી. છેવટે કામ્યાના હોઠ ઊઘડ્યા. ‘ઇન્સ્પેક્ટર, હું મારી ફરિયાદ પાછી ખેંચવા માંગું છું.’

અતીત-તાનિયાની નજરો મળી અને છૂટી પડી.

‘જે બન્યું અને જે બનતાં રહી ગયું એમાં મકરંદના ગુનાથી મારો વાંક મને વધુ દેખાય છે. ક્યાંક હું પણ ચૂકી. પિયરની નોકરાણી (મીઠી)ને હું જાળવી શકી, પતિનું માન જાળવતાં ન આવડ્યું. બીજું કંઈ નહીં તો અમારા રાજુ ખાતર હું એક તક ખુદને આપવા માગું છું...’ તેણે મકરંદ સાથે નજરો મેલવી, ‘જો તને સ્વીકાર્ય હોય.’

ના, આમાં વળતી ચાલ નહોતી, ડંખ નહોતો, પોતાની હત્યાનું પ્લાનિંગ કરનારને ફસાવવાની તરકીબ નહોતી. હતી કેવળ લગ્નજીવનને પુન:સરથી સાર્થક કરવાની ભાવના. પછી ઇનકાર કેમ હોય?

‘તારી તકમાં હું તારા પડખે

રહીશ કામ્યા...’

અને કામ્યાની આંખો વરસી પડી.

€ € €

‘લગ્નજીવન કેવા-કેવા તબક્કામાંથી પસાર થતું હોય છે!’

કામ્યા-મકરંદના કિસ્સાનો સુખાંત આવ્યાની ખુશી અતીત-તાનિયા બેઉને હતી. જરૂરી કાગળિયાં કરી દંપતી તેમનો વિશેષરૂપે આભાર માનીને નીકળ્યું હતું. મીઠીને પણ એનો આનંદ.

તેમના ગયા બાદ તાનિયાને થાણા સામેની હોટેલમાં કૉફી-સ્નૅક્સ માટે લઈ આવેલો અતીત તેના વાક્યે બોલી ઊઠuો, ‘લગ્નજીવનની એક કસોટી મારી માએ પણ ઝેલી છે તાનિયા, એનો અંત આવો સુખદ નહોતો.’

પહેલી વાર અનાયાસ જ તે ઊઘડતો ગયો. તેનું દર્દ, તેની વ્યથા તાનિયાના અંતરમાં કોતરાતી રહી, હૃદયના તાર જોડાતા ગયા. કામવાળી બાબતના અતીતના પૂર્વગ્રહનું કારણ હવે સાંપડ્યું.

વાત પૂરી થઈ ત્યારે બન્નેના હાથના અંકોડા ભિડાયેલા હતા. એને છોડવાની કોઈને ઉતાવળ નહોતી!

€ € €

‘સામી દિવાળીએ તેં ફટાકડા ફોડવા જેવા ખબર આપ્યા.’

વૃંદામા-મહાદેવભાઈનો રાજીપો ઝળક્યો. અતીત-તાનિયાની સગાઈના ન્યુઝ જ એવા હતા કે હરખ મટી પડે.

એક પખવાડિયામાં જિંદગી આમ બદલાશે એવું તાનિયાને પણ ક્યાં ધાર્યું હતું? કામ્યા મૅડમને ત્યાં ચોરીના કિસ્સા બાબત પોતે અતીતને પ્રથમ વાર મળી એ વીત્યા બે અઠવાડિયાંમાં તો હૈયાનો હાર બની બેઠો હતો! અંગત ઉખેYયા પછી અતીતે તાનિયાને માને મેળવવામાં દેર નહોતી કરી. યશોદાબહેનને એક નજરમાં છોકરી ગમી ગઈ : ‘મારા અતીતના ડંખ તારાથી છૂપા નથી તાનિયા. જેવો છે એવા મારા દીકરાને તું સંભાળી લેજે.’ સાવિત્રીબહેને અતીતને પોંખ્યો. ગોળધાણા ખવાયા ને અતીતને લઈને તાનિયા સીધી વૃંદામાને મળવા આવી. આમ તો તેમને અંદાજ હતો, પણ હવે બધું વિધિવત થયું એનો આનંદ અનેરો.

‘અતીત, તાનિયાને જાળવવાની ભલામણ તમને કરવાની ન હોય...’ વૃંદાબહેન હજી આટલું કહે છે ત્યાં...

‘વૃંદાબહેન...’નો સાદ નાખતી વાસંતી દોડતી આવી. તેનો fવાસ હાંફતો હતો, ‘જલદી આવો... સ્નેહાએ... તેણે ઝેર પીધું!’

હેં... બાકીના ત્રણે ઊભા થઈ ગયા, પણ અતીત...

ધૂંધવાતા fવાસે તે વાસંતીને નિહાળી રહ્યો : એ જ રંગ, એ રૂપ, એ જ સુરત...

અને હળાહળ ધિક્કાર ઓકતાં તે વાસંતીના મોં પર થૂંક્યો,

‘હં...સા... તું?’

તાનિયા ચમકી. મહાદેવભાઈ-વૃંદામા અતીતની ચેષ્ટાથી ઘડાયાં, જ્યારે વાસંતી ઉર્ફે હંસાને પોતાનાં બારે વહાણ ડૂબતાં લાગ્યાં... ફરી એક વાર!

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK