કથા-સપ્તાહ : ચાંદની - (ક્વીન ઑફ સિલ્વર સ્ક્રીન - ૧)

શબનમ કા યે કતરા હૈ...


chandni

અન્ય ભાગ વાંચો

1  |  2  |


સમીત (પૂર્વેશ) શ્રોફ

શબનમ કા યે કતરા હૈ...

અનાયાસ જ હોઠે ચડી આવેલું લતાજીનું ગીત ચાંદની ગણગણી રહી.

ના, ૪૮ વરસની જિંદગી કંઈ શબનમના કતરા સમી તો નહોતી જ...

જુહુના આલીશાન પેન્ટહાઉસની વિશાળ ટેરેસના હીંચકે બેસીને ડૂબતી સંધ્યા નિહાળતી બૉલીવુડની એક સમયની સુપરસ્ટાર ઍક્ટ્રેસ ગતખંડમાં ડૂબકી મારી ગઈ.

‘ભણવાથી કોઈનો ઉદ્ધાર નથી થયો... તું મારી સાથે ફિલ્મ-સ્ટુડિયો આવવા માંડ.’

મા કહેતી એ બેબી મલારમનમને બહુ રુચતું નહીં. છ વરસની બાળકીને સ્કૂલમાં મજા આવતી. તેનો ગ્રાસ્પિંગ પાવર અદ્ભુત હતો. કક્કો-બારાખડી હોય કે ગણિતના ઘડિયા, ફટાફટ શીખી લેતી. ટીચર્સ તેનાથી ખુશ હતા.

પરંતુ ઘ૨ની ગરીબી દુશ્મન નીકળી. દારૂડિયો બાપ બેકાર, તામિલ ફિલ્મોમાં એક્સ્ટ્રાનું કામ કરતી મા શુભલક્ષ્મીની આવક નિશ્ચિત નહીં, છોગામાં મલારમનમથી નાની બે દીકરીઓ પણ ખરી. સંજોગો જ એવા હતા કે માએ તેને છ વરસની ઉંમરે કામમાં જોતરાવી દેવી પડી...

બેબી મલારમનમને સ્કૂલ છોડવાનું પહેલાં તો આકરું લાગ્યું, પણ પછી સ્ટુડિયોમાંય તેને મજા આવવા માંડી. મોટા ભાગે મા સાથે અવનવા કૉસ્ચ્યુમ્સમાં ટોળામાં ઊભા રહેવાનું હોય. દિગ્દર્શકનો મદદનીશ દૃશ્ય સમજાવી જાય એ બહુ ધ્યાનથી સાંભળે. લાઇટ-કૅમેરા-ઍક્શનની પોકારે ભીતર ક્યાંક ઝણઝણાટી પ્રસરી જતી. કડકડાટ ડાયલૉગ બોલી જતાં હીરો-હિરોઇનને તે અચંબાથી નિહાળી રહેતી. નવરાશના સમયે જે-તે દહાડે સાંભળેલા ડાયલૉગ કે ગીતની નકલ કરતી રહેતી.

આ નકલ જ ભાગ્યનાં દ્વાર ખોલવામાં નિમિત્ત બની. સેટના નિરીક્ષણ માટે નીકળેલા તામિલ ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના મહાન નિર્માતા-નિર્દેશક ભાગ્યમૂર્તિની નજર ઘાઘરો-ચોળી પહેરીને ચપચપ જયાસુધાના ડાયલૉગ બોલતી બાળકી પર પડી.

એ સમયે તેમના મનમાં જોડિયા બહેનોની કથા પરથી ફિલ્મ બનાવવાનો વિચાર ઘૂમરાતો હતો. સરખી દેખાતી બે બાળકીઓ તેમના અલગ રહેતાં મા-બાપને એક કરવાનું કામ કરે એ મતલબનો પ્લૉટ પોતે અપ્રૂવ કરી ચૂક્યા હતા. અત્યારે એ બાળકીઓ તેમને મલારમનમમાં દેખાઈ!

મોભો છોડીને તેઓ તેની પાસે ગયા, બાળકીને તેડી, ‘મારી ફિલ્મમાં મુખ્ય ભૂમિકા કરીશ?’

બેબીએ ડોક ધુણાવી. શુભલક્ષ્મીનાં અશ્રુ વહી રહ્યાં. ચિત્તમાં પડઘો ઊઠ્યો - હાશ, હવે અમારા દિવસો બદલાવાના!

અને ખરેખર મલારમનમની આઠની ઉંમરે રિલીઝ થયેલી ફિલ્મે રેકૉર્ડબ્રેક કમાણીનો વિક્રમ સરજ્યો. એક શરમાળ અને બીજી તોફાની બાળકી એમ બે વિરુદ્ધ પ્રકારના કિરદાર એક જ ફિલ્મમાં બખૂબી નિભાવીને બેબી ઘર-ઘરની લાડકી બની ગઈ. હવે તે તામિલ ફિલ્મ-ઇન્ડસ્ટ્રીની ચાઇલ્ડ-સ્ટાર હતી. ઝૂંપડામાંથી પરિવાર ફ્લૅટમાં પહોંચ્યો. શુભલક્ષ્મીએ હવે કામ પર જવાની જરૂર ન રહી, બલ્કે દીકરીના કૉન્ટ્રૅક્ટ્સનાં કામકાજ તે સંભાળતી. નાની બહેનો ‘દીદી-દીદી’ કરતી. એકમાત્ર પિતા અરુણકુમાર એટલા ખુશ ન લાગતા મલારમનમને.

‘જે કાદવમાં તારી મા ડૂબી એમાં તું કમળ બનીને ખીલવા માગે છે બેટા, પણ છેવટે તો કમળે એ જ કાદવમાં મૂરઝાઈ જવાનું હોય છે. દરેકના ભાગ્યમાં ઈfવરનાં ચરણે અર્પણ થવાનું નથી લખાયું હોતું.’

તેમની વાણી ન સમજાતી, પણ એટલો અણસાર હવે આવતો કે પિતાના દારૂડિયા બનવા પાછળ કશુંક દદર્‍ છે... એન્જિનિયરના બેકારપણા પાછળ કદાચ કોઈ કહાણી છે!

‘મારાં-તારી મમ્મીનાં પ્રેમલગ્ન હતાં. તારી મમ્મી કંઈ ઓછી રૂપાળી છે!

ઠીક-ઠીક સારી કહી શકાય એવી મારી નોકરી હતી, પાકું ઘર હતું... બે જણના સુખી સંસારને એક જ ગ્રહણ નડ્યું : તારી મમ્મીને ફિલ્મનાયિકા બનવાનો અભરખો! તારા જન્મ પછી પણ શુભલક્ષ્મીના હિરોઇન બનવા માટેનાં વલખાં ચાલુ રહ્યાં. લોભિયા હોય ત્યાં ધુતારા પણ હોવાના જ. એમાં શુભાએ જાણીતા બૅનરની ફિલ્મમાં મુખ્ય ભૂમિકા મેળવવાના પ્રલોભનમા આપણું

બધું લૂંટાવી દીધુ... એ નાલેશી મને

બેકાર-દારૂડિયો બનાવી ગઈ. તારી માએ એક્સ્ટ્રા તરીકે કામ શરૂ કરવું પડ્યું.’

દસની થયેલી બાળકીની સમજશક્તિ વિસ્તરી હતી.

‘હું તો એવી અવસ્થામાં જ નથી કે કંઈ કહી-કરી શકું... પણ તું યાદ રાખજે કે તું હવે તારી માની સ્વપ્નપૂર્તિનો રસ્તો બની ગઈ છે... ચેતેલી રહેજે.’

‘આમાં ચેતવા જેવું શું છે પપ્પા?’ બાળકી ખભા ઉલાળતી, ‘મને તો લાગે છે કે સિનેમા મારા લોહીમાં છે. કદાચ માના ધાવણમાંથી જ આવ્યું હશે. મને ફિલ્મો કરવાની મજા આવે છે પપ્પા. ચિંતા ન કરો, હું મમ્મીના દબાણમાં નથી.’

ત્યારે હળવો નિ:fવાસ નાખીને અરુણકુમારે વાતનો વીંટો વાળી દીધેલો.

‘શું કહેતો હતો તારો બાપ?’

ચાઇલ્ડ-સ્ટાર બન્યા પછી મલારમનમને એવું લાગતું કે જાણે માની હજાર આંખો છે. પાતે ક્યાં છે અને શું કરે છે - માથી કશું અજાણ્યું નથી રહેતું! જોકે પિતા પ્રત્યેનો માનો તુચ્છકાર તેને હવે સ્પર્શતો નહીં. માનાં સ્વપ્નો માટે પિતાએ ઓછું નથી વેઠ્યું. કદાચ માનો અપરાધભાવ જ તેને પપ્પા પ્રત્યે આળી થવા પ્રેરતો હશે... ખેર, ભૂતકાળમાં જે બન્યું એ બન્યું. મા તેની નવી ભૂમિકાથી ખુશ છે, નાની બહેનો વિજયાવતી અને સુંદરા સારામાં સારી સ્કૂલમાં ભણતર મેળવે છે. પપ્પાને પણ ખુશ રહેવા સમજાવીને મલારમનમ સુખનો અહેસાસ માણતી.

જોકે સુખ ક્યાં કદી કાયમ રહ્યું છે? છેવટે એ તબક્કો પણ આવી પહોંચ્યો...

‘હવે તમારી દીકરી ૧૩ની થઈ... બાળકલાકાર તરીકે ચાલે નહીં અને હિરોઇનની ભૂમિકા માટે નાની પડે...’ શુભલક્ષ્મીને ધીરે-ધીરે ઇન્ડસ્ટ્રીમાંથી આવાં ફીડબૅક મળવા માંડ્યાં. હવે પહેલાં જેવી ડિમાન્ડ નહોતી. ઘરે બેસવાનું મલારમનમને અડવું લાગતું.

ત્યાં એક રાત્રે મા-પિતાને ઝઘડતાં સાંભળીને તેની નીંદર ઊડી ગઈ. તેનો રૂમ અલાયદો હતો. ચુપકેથી ઊઠીને તે હૉલમાં આવી અને દબાતે પગલે મા--પિતાના કમરા આગળ ગઈ. પિતા પીતા, પણ એથી ઝઘડા જેવી ઓછી હરકત કદી કરી નથી. આજે શું બન્યું?

‘રાહ તો મારેય જોવી હતી કે દીકરી તેની મેળે મોટી થાય, પછી હિન્દી ફિલ્મોમાં જ ઝબકાવી છે... ’ મા.

તામિલના પ્રાદેશિકપણા સામે હિન્દીનો વ્યાપ વિfવભરના ભારતીયોમાં પ્રવર્તે એનો અણસાર હતો મલારમનમને.

‘પણ પછી સમજાયું કે યૌવન બેસવાનો ચાર-છ વરસનો ગાળો બહુ મોટો ગણાય. લોકો ક્યાંય બેબી મલરમનમને ભૂલી જશે. એવું ન થાય એટલે અમુક દવાથી દીકરીને વહેલી જુવાન બનાવી દેવી છે મારે.... દીકરીના હિતનું જ વિચારું છું હું.’

‘નહીં, તું તારા સ્વાર્થનું વિચારે છે શુભા...’ અરુણકુમાર કાળઝાળ હતા, ‘સારું થયું તારી ડૉક્ટર સાથેની વાતચીત મેં સાંભળી લીધી. મારી બેટી તારા પ્રયોગનું સાધન નહીં બને.’

મલારમનમ ડઘાઈ. મા આ શું કરવા માગે છે? પપ્પાને મારી કેટલી કાળજી છે! ‘ચેતેલી રહેજે...’ તેમનો સંદર્ભ હવે સમજાણો.

‘તમને વિરોધનો હક નથી અરુણ. દારૂ પીધા સિવાય તમે કર્યું છે શું? દીકરી પાછળ ઉજાગરાની મહેનત મેં કરી છે. મા છું તેની.’

આ પણ સાચું. મલારમનમ બેઉ પલડે ઝોલાં ખાતી રહી ને માએ બીજા દહાડાથી શરૂ કરેલી દવા વિના પૃચ્છા તે લેતી ૨હી. વરસમાં તો તે માંસલ અંગો ધરાવતી કન્યા જેવી દેખાવા માંડી એટલું જ નહીં, એ વરસે તેને સાઉથના સુપરસ્ટાર ગણાતા શ્રીશાંત સાથે બાકાયદા હિરોઇન તરીકે પહેલી ફિલ્મ મળી ને એની સફળતા પછી મલારમનમને જલદી યુવાન થવાનો વસવસો ક્યારેય રહ્યો નહીં!

બલ્કે બ્યુટી-ટ્રીટમેન્ટ તેની કારર્કિદીમાં અગ્રેસર રહી, ખાસ કરીને હિન્દી ફિલ્મોમાં પ્રવેશ પછી.

તામિલમાં ત્રણેક સુપરહિટ ફિલ્મો આપ્યા પછી શુભલક્ષ્મીએ દીકરી માટે બૉલીવુડમાં અવસર તરાશવા માંડ્યા. જોગાનુજોગ ભાગ્યમૂર્તિએ જ તેને હિન્દીમાં બ્રેક આપવાનું નક્કી કરાવ્યું. બેબીને નવું નામ પણ તેમણે જ આપ્યું - ચાંદની!

બૉલીવુડના દિગ્ગજ ધીરેન્દ્ર સાથેની એ હિન્દી ફિલ્મ સુપરડુપર હિટ નીવડી.

ઍન્ડ ધેન ધેર વૉઝ નો લુકિંગ બૅક!

માંડ અઢાર વરસની વયે મળેલી ભવ્ય સફળતાએ રાતોરાત ચાંદનીને યુવા દિલોની હાર્ટબીટ બનાવી દીધી.

પરિવાર મદ્રાસથી મુંબઈ શિફ્ટ થઈ ગયો. ધીરેન્દ્ર સાથે તેની જોડી જામી. તેની સાથે રસિક દૃશ્યો ભજવતાં યૌવન ચટકા ભરતું. પોતાનાથી ડબલ ઉંમરનો હીરો બરાબરનો લટ્ટé બન્યો હતો એ ગમતું. હસવું આવતું એમ ગલીપચી પણ કરી જતું. અત્યંત રૂપાળા, અનુભવી ધીરેન્દ્રએ જ તેને કળીમાંથી ફૂલ બનાવી. ત્યાર પછી બીજા બે પુરુષ જીવનમાં આવ્યા અને ગયા. ચાંદની માટે આfવાસન હોય તો એટલું જ કે પોતે કદી કરીઅરના સ્વાર્થ ખાતર કોઈની પથારી ગરમ નહોતી કરી. જોકે જેવી કોઈની નજીક જવા જાય કે મા આંખ રાતી કરે : ધીરેન્દ્ર તારાથી કેટલો મોટો. હવે તેની કરીઅર કેટલા વરસ!

માને કંઈ ને કંઈ વાંધો પડતો, પણ તેની સલાહ-સૂઝે કારર્કિદી પૂરઝડપે ચાલી રહી હતી એટલે ચાંદની મામાં વિfવાસ મૂકીને એ પ્રમાણેના જ નિર્ણયો લેતી.

‘હિરોઇને લગ્નને છેલ્લી પ્રાયોરિટી આપવી, પરણેલા બૈરાનો અહીં કોઈ ભાવ નથી પૂછતું. તું આજે હિન્દુસ્તાનની બહાર છે. તારે આ જાહોજલાલી છોડવી છે?’

અને ચાંદની દરેક સંબંધમાંથી પીછેહઠ કરી લેતી. જાણતી કે પિતાને એ નથી ગમતું, પણ શું થાય? ફિલ્મો વિના હું જીવી નહીં શકું...

‘પરણ્યા પછી, મા બન્યા પછી તારું રૂપ આવું નહીં રહે... અને રૂપ છે તો તું છે!’

આ વાક્ય સજ્જડપણે ચોંટી ગયેલું. ચાંદની ચુસ્ત ડાયટ ફૉલો કરતી,

ડ્રિન્ક-સ્મોકિંગથી દૂર રહેતી. લેટ નાઇટ પાર્ટીઝમાં પણ જવાનું નહીં. રોજ સવારે ઊઠીને અડધો કલાક નિરાંતે અરીસામાં પોતાની કાયા નિહાળતી : ક્યાંક ચરબી તો નથી ચડીને. ડાઘાડૂઘી, રિંકલ્સ નથીને!

દરમ્યાન તેની સફળતાની યાત્રા નિરંતર ચાલુ હતી. પચીસની વયે એમાં એક ટર્નિંગ આવ્યો.

નાગ-નાગણવાળી એક ફિલ્મની ઑફર તેણે સ્વીકારી. ‘નાગિન’ની કથા નાયિકાપ્રધાન હતી. હીરો કોઈ જુનિય૨ હતો અને લતાજીએ ગાયેલા પરાકાષ્ઠાના ગીત પરનો તેનો સ્નેકડાન્સ એટલો વખણાયો કે એ ગીત પર ફિલ્મ

કરોડોની કમાણી રળી ગઈ. પ્રતિપાદિત થયું : ફિલ્મને હિટ કરવા ચાંદનીને હીરોની જરૂર નથી!

પછી તો ચાંદની પોતાની ભૂમિકા પ્રત્યે સજાગ બનતી ગઈ. તેના નામ પર પ્રોજેક્ટ લૉન્ચ થઈને ભવ્ય સફળતા પામતા. કારર્કિદીના પ્રથમ દાયકામાં ત્રણ-ત્રણ બ્રેકઅપ્સ પછી હવે તેને લવ-લફરાંની પણ જરૂર ન વર્તાતી. મીડિયા સાથે તે સંયત રહેતી. બધાને તે ઉષ્માસભર લાગતી, પણ અંતરંગ કોઈ જોડે થતી નહીં. પોતાની પ્રાઇવસી, પોતાની સ્પેસ જાળવતાં તેને આવડતું. પર્ફેક્શનને કારણે વિધિવત્ તાલીમ લીધા વિના તે ડાન્સ-ક્વીન ગણાતી. શીખેલું આત્મસાત્ કરવામાં તેની માસ્ટરી હતી. પછી તો તે ઇંગ્લિશ પણ વાંચતાં-લખતાં થઈ, ડિગ્નિફાઇડ રહેવાનું તેને કોઈએ શીખવવું ન પડ્યું.

હું, મારું રૂપ, મારી ફિલ્મો - સદાકાળ રહેવા સર્જા‍યાં છીએ! રોજ પાઠ ઘૂંટતી. જરાજેટલી ચરબી વધે તો જાણે ભૂખહડતાળ પર ઊતરી જતી. ભૂખ લાગે જ નહીં એની દવા લેતી. હૉલીવુડની નટીઓમાં કૉસ્મેટિક સર્જરી સામાન્ય છે એવું જાણ્યા પછી કૅલિફૉર્નિયાના તેમના વિfવાસુ ડૉ. સ્મિથસનની અપૉઇન્ટમેન્ટ મેળવીને તે પણ સમયાંતરે હોઠ-નાક ઠીકઠાક કરાવી આવતી.

માય બૉડી શુડ વી ઇન બેસ્ટ શેપ!

‘આ બધું ક્યાં સુધી, કોના માટે?’ પપ્પા ક્યારેક પૂછતા,

મા હજીયે મેન્ટ૨ હતી, ‘બેબી’ની ડેટ્સથી માંડી પેમેન્ટ સુધીનો હિસાબકિતાબ શુભા જ સંભાળતી. ચાંદની એ બધામાં પડતી નહીં. તેને મતબલ સ્ક્રિપ્ટ સાથે; પોતાની ભૂમિકા, પોતાના કૉસ્ચ્યુમ્સ, પોતાનાં સૉન્ગ્સ સાથે... હા, પિતા સાથે બેસવાની નવરાશ મળે તો તે પોતાની કન્સર્ન જતાવતા, ‘એકથી એક ચડિયાતાં માગાં આવે છે તારા માટે. તારાથી નાની બહેનોને તેં પરણાવી. આજે બેઉ મુંબઈમાં જ ઠરીઠામ છે અને તેમનેય છોકરાઓ છે... તારું શું? કદી વિચાર્યું? આ નામ, શોહરત કાયમી નહીં હોય દીકરી.’

અરુણકુમારની કાળવાણી થથરાવી જતી.

- યાદોંની સફરમાં પડાવ પાડતી હોય એમ ચાંદનીએ ઊંડો fવાસ લીધો. એવા જ દાંત તડતડ્યા.

ઓહો.. પરાણે જડબાંની કુદરતી ક્રિયાને અંકુશમાં લેતી ચાંદનીએ આજકાલ દિવસમાં બે-ચાર વાર થઈ જતી

હલચલ પર ફોકસ કરીને મૂડ સ્પૉઇલ નહોતો કરવો.

લેટ્સ પૅકિંગ. કાલે મંગળની સવારે મારે મૉરિશ્યસની ફ્લાઇટ પકડવાની છે અને હજી બૅગ્સ પૅક કરવાનાં ઠેકાણાં નથી!

તે રૂમમાં આવી એવી જ નજર હૉલના ફુલસાઇઝ મિરર પર ખોડાઈ:

વૉટ અ બ્યુટી!

જોનારા આભા બની જાય એ રૂપને ચાંદની તો સચેતપણે જ નિહાળતી : એમાં ક્યાંક વધઘટ તો નથી વર્તાતીને!

અહં, ચાંદનીએ સંતોષ જતાવ્યો. પ્રતિબિંબ બોલી ઊઠ્યું : યુ લુક ઍઝ બ્યુટીફુલ ઍઝ યુ વેર, ઍઝ યુ આર, ઍન્ડ ઍઝ યુ વિલ બી! તારું સૌંદર્ય શાfવત રહેવા માટે જ સર્જાયું છે - લગ્નના દોઢ દાયકે પણ પતિને હનીમૂન માટે પ્રેરે એવું!

પતિ. ચાંદનીની નજર દીવાનખંડમાં લટકતી વિશાળ તસવીર પર ખોડાઈ.

ફિલ્મ-પ્રોડ્યુસર આત્મીય મહેતા અને સિનેસુપરસ્ટાર ચાંદની સજોડેના પોઝમાં કેવા ખુશનુમા જણાય છે!

ખુમાર છવાયો. ચાંદની મૉરિશ્યસના પૅકિંગમાં પરોવાઈ ત્યારે જાણ નહોતી કે આ યાત્રા પોતાની અંતિમયાત્રા બની રહેવાની!

 (ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy