કથા-સપ્તાહ - ભાઈ- બહેન ( રક્ષાનું બંધન - 5)

આનંદના કપાળે કરચલી ઊપસી. ઋચા ડઘાઈ. ચંદનબહેનને કશું પલ્લે ન પડતું હોય એમ અનન્યાને તાકી રહ્યાં.


અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |  4  |  5


‘મહોરું?’

આનંદના કપાળે કરચલી ઊપસી. ઋચા ડઘાઈ. ચંદનબહેનને કશું પલ્લે ન પડતું હોય એમ અનન્યાને તાકી રહ્યાં.

હજી થોડી વાર પહેલાં ‘આનંદ’ની ચીસો પાડતી ધસી આવેલી અનન્યાના આગમને ઘરની ત્રણે વ્યક્તિ હૉલમાં હાજર થઈ ગયેલી. અનન્યા સાથે અસીમ-શારદાબહેનને ભાળીને થોડો ફડકોય પડ્યો. જોકે અનન્યાના આવેશ સામે મા-દીકરોય અંધારા-અવઢવમાં જ લાગ્યાં.
‘આનંદ, ઋચા-અસીમમાં ગુનેગાર કોણ એ મેં શોધી કાઢ્યું છે.’

હેં!
‘ના, દોષી ઋચા નથી, અસીમ પણ નથી.’

લો, અસીમ દોષી ન હોવાનું કહેવાથી ઋચા જૂઠી જ ઠરે કે બીજું કંઈ?

‘હું ક્યાં કહું છું કે ઋચા જૂઠું બોલે છે?’ અનન્યા હાંફતી હતી, ‘તેની સાથે થયું એ પણ સત્ય અને અસીમે એ નથી કર્યું એ પણ સાચું. ’ એ કેમ બને?

‘બને, આનંદ બને! હું આજે શાશ્વતની ઑફિસે ગયેલી. ત્યાં વિશ્વજિતે કશુંક એવું કહ્યું કે મારી આંખો ખૂલી ગઈ.’

અચ્છા?

‘તમે કદાચ જાણતા હો આનંદ તો શાશ્વતનો કૅમેરામૅન વિશ્વજિત ક્યારેક હિન્દી ડ્રામામાં છૂટકમૂટક રોલ્સ પણ કરતો હોય છે.’

તો?

‘વિશ્વજિતનો ફ્રેન્ડ નવું નાટક લાવી રહ્યો છે : ‘ચહેરા-મહોરા’.

બે-ત્રણ વાર તે મહોરા-મહોરા બોલી, પણ કોઈને ઝબકારો ન થતાં થોડી નિરાશ થઈ.
‘તમે હજીયે ન સમજ્યા આનંદ! અસીમનો કોઈ જોડિયો ભાઈ તો છે નહીં. ઋચાને ડરાવવાનું કામ અસીમે ન કર્યું હોય છતાં અસીમે જ કર્યાનું દેખાડવું હોય તો એ એક જ રીતે શક્ય છે - કોઈએ અસીમનું મહોરું પહેરીને આ કામ કર્યું!’

હેં! મહોરું... માસ્ક!

‘વેલ, આ શક્ય તો ખરું.’ છેવટે આનંદના હોઠ ખૂલ્યા. અનન્યાએ શાતા અનુભવી.
‘પણ કોઈ અસીમનું મહોરું પહેરીને મને શું કામ ડરાવે?’ ઋચા.

‘જેથી તે દીદી-જીજુમાં ફૂટ પડાવી શકે.’ અસીમની બુદ્ધિ ચાલી.
અહા! ખરેખર બન્યું તો એવું જ.

‘આટલી ઘટિયા હરકત કરી કોણે?’ વાત સમજાયા પછી ચંદનબહેનનો પુણ્યપ્રકોપ ગર્જી ઊઠ્યો

‘કોઈ એવી જ વ્યક્તિ જે અમને નિકટથી જાણતી હોય. પોતપોતાનાં ભાઈ-બહેન માટે અમે અડી જઈશું એની જેને ખાતરી હોય...’ આનંદ બબડ્યો, ‘જે કોઈક કારણે અમને છૂટા પાડવા માગતી હોય... કોણ છે આવો જાણભેદુ?’

અનન્યાએ ઊંડો શ્વાસ લીધો.

€ € €
તે હાંફી રહ્યો.

મોબાઇલમાં ચાલતી પૉર્ન મૂવીમાં ક્યારનો તે અનન્યાને લઈને દાખલ થઈ ચૂક્યો હતો.
અને પૉર્ન જ શું કામ, અનન્યાને તે ક્યાંય પણ કલ્પી શકતો. રોટલી વણતી બાઈમાં તેને અનન્યા દેખાતી. શાકભાજી લઈને આવતી બાઈને જોતો ને લાગતું કે અનન્યા આ બધું શાક લઈને આવી - મારા માટે!

ઓહ અનન્યા, આ તેં શું જાદુ કર્યો છે!

રૂપવતી તો અનેક જોઈ, પણ કૅમેરામાંથી પહેલી વાર તને નિહાળતાં હૃદયમાં સર્જાયેલી હલચલ અનેરી હતી. મનોમન ત્યારથી તેને ચાહવા લાગ્યો હોઈશ, પણ પોતે રહ્યો ઇન્ટ્રોવર્ટ. ખૂલીને કંઈ કહું એ પહેલાં તો અનન્યા આનંદની થઈ ચૂકી. જાણે સલોણું સ્વપ્ન તૂટ્યું એની કરચોએ યાદ અપાવ્યું : અનન્યાની હજી સગાઈ થઈ છે, લગ્ન ક્યાં થયાં છે?

હું થવા પણ નહીં દઉં...બેઉને ખુશ જોતો ને ઇરાદો ઘૂંટાતો ગયો.

બટ હાઉ? આનંદ-અનન્યા બહુ મૅચ્યોર છે, નાની-મોટી ગેરસમજથી દૂર થાય એવાં નથી. મારે તેમના નબળા બિંદુ પર વાર કરવો જોઈએ...

દૂર રહ્યે તેમનું નિરીક્ષણ કરતાં કડી વર્તાઈ આવી. તેમનાં ભાઈ-બહેન! આનંદ ઋચા માટે ખુવાર થઈ શકે, અનન્યા અસીમ માટે.

અને તે બેઉ પાછાં એકમેક સાથે સંકળાયેલાં - કૉલેજ થકી.

‘લાગે છે આપણો મેળ જામવાનો.’

આનંદે આપેલી સગાઈની પાર્ટીમાં ઋચા-અસીમની નિકટતા પારખી, સંવાદ જાતે સાંભળ્યા અને દિશા મળી ગઈ : અસીમ-ઋચા વચ્ચે પડેલી ફાટ

આનંદ-અનન્યા સુધી વિસ્તરે જ વિસ્તરે.

એ માટે પોતાને સ્ફુરેલા ખેલનો તો કોઈને અંદાજેય નહીં આવે! એણે આનંદ-અનન્યામાં તિરાડ સર્જી. હવે અનન્યાને મારી થતાં કોઈ રોકી નહીં શકે!

ઉત્તેજનામાં ખુમાર ભળ્યો. કલ્પનામાં તો તેણે અનન્યા સાથે સુહાગરાત ઊજવી પણ લીધી!
જોકે આગળ શું થવાનું હતું એની ક્યાં ખબર હતી?
€ € €
-    અને બીજા અઠવાડિયે...
-   
‘નહીં, નહીં. લીવ મી વિશ્વજિત!’

પોતાના પ૨ શારીરિક આક્રમણ કરતા વિશ્વજિતને ખાળતી અનન્યાનો શ્વાસ રૂંધાવા લાગ્યો. તેના નિરર્થક ધમપછાડાને કાબૂમાં લાવવા મથતો વિશ્વજિત વધુ ભુરાટો બન્યો.

તેના બીભત્સ આક્રમણ વચ્ચે ડોરબેલનો રણકાર ઊપસ્યો.

ઉપરાઉપરી રણકારે ભડકેલો તે બારીના રસ્તે વંજો માપી ગયો. ફસડાઈ પડતી અનન્યા હથેળીમાં મોં છુપાવીને રડી પડી. અને...

આ દૃશ્ય સાથે શૂટ પૂરું થયું.

‘ગુડ જૉબ અનન્યા...’ વિશ્વજિતે થમ્બ અપ કર્યો, પણ તે વિશ્વજિત ક્યાં હતો?

અનન્યાએ ડોક ધુણાવી - ખરું કામ તો હવે શરૂ થવાનું!
€ € €

‘વૉટ ધ હેલ...’

બીજી સવારે શાશ્વતની ઑફિસે પોલીસનો દરોડો પડ્યો. ઇન્સ્પેક્ટરે પાધરકી કૅમેરામૅન વિશ્વજિત પર તરાપ મારતાં તે બઘવાયો. અનન્યા પર બળાત્કારના પ્રયાસ બદલ પોતાની ધરપકડ થઈ રહી હોવાના આરોપે તમ્મર આણી દીધા. પોતે સપનામાં અનન્યા સાથે અગણિત વાર શય્યાસુખ માણ્યું હશે, પણ વાસ્તવમાં તો એક ચુંબન સુધ્ધાં લેવાનું નથી બન્યું, ચોક્કસ. તો પછી આ બધું શું છે? જુઓ તો સ્ટાફમાં સૌ મને કેવી નજરે નિહાળી રહ્યા છે! જે ગુનો મેં કયોર્ નથી એમાં બદનામી કેમ પરવડે?

‘તમને કશો વહેમ થયો. અનન્યાએ જૂઠી ફરિયાદ કરી. મે બી, તેને કોઈએ ચડાવી.’
‘અરે, તેમણે તો અમને પુરાવો પણ આપ્યો. શાશ્વતભાઈ, જરા આ ફિલ્મ ચાલુ કરાવો તો.’
અને અનન્યાના ઘરે, તેના પર બળજબરી આચરનારો પુરુષ વિશ્વજિત જ હોવા વિશે કોઈને શક ન થયો. પડદા પર સાફ દેખાય છે કે આ વિશ્વજિત જ છે. એ જ લંબગોળ ચહેરો, એ જ મોંફાડ.

‘તમે અનન્યાને ત્યાં મોકો જોઈને ગયા, એકલી હોવાનું જાણીને બળજબરી આચરી બેઠા ત્યારે રૂમમાં લાગેલા ઘ્ઘ્વ્સ્ કૅમેરા પર નજર ન ગઈ. સેફ્ટી પ્રિકોશન તરીકે અનન્યાએ તેના ઘરે ઘ્ઘ્વ્સ્ કૅમેરા લગાવી રાખ્યાં છે એની તમને કદાચ જાણ નહોતી.’
‘મને જાણ થવાનો પ્રશ્ન જ નથી ઇન્સ્પેક્ટર, કેમ કે હું અનન્યાને ત્યાં કદી ગયો જ નથી. ગઈ કાલે સાંજે પણ નહીં.’ વિશ્વજિત બરાડ્યો. ‘ઓ કમઑન વિશ્વજિત, તો શું આ વિડિયોમાં તારું ભૂત હતું?’

શાશ્વતના પ્રશ્ને વિશ્વજિત છટપટાયો. પોતે અનન્યાને ત્યાં નહોતો છતાં એવો પુરાવો ઊભો કરીને મને ફસાવવાની આ રમત છે. ધીસ ઇઝ ટ્રૅપ. અનન્યા સાથે મેં કોઈ બદતમીજી નથી કરી છતાં મારા રૂપમાં આ વિડિયો શક્ય કેમ બન્યો એનું રહસ્ય હું કહી શકું એમ છું, કેમ કે ક્યારેક હું ખુદ આ કરાવી ચૂક્યો છું! મારા વેશમાં અનન્યાને કોઈએ ફસાવી કે પછી અનન્યા જ મને ફસાવવા માગે છે?

‘બની શકે વિશ્વજિતનો કોઈ જોડિયો ભાઈ હોય.’

કહેતાં આનંદ પ્રવેશ્યો. પાછળ અસીમ-ઋચા અને આહા, અનન્યા પણ કેવી સહેમી-સહેમી આવે છે!

‘તેં તારી કલીગ પર નજર બગાડી, વિશ્વજિત?’ આનંદે ટચટચ કર્યું. વિશ્વજિત સમસમી ગયો.

‘મારી દી પર નજર બગાડનારનો હું શ્વાસ રૂંધી નાખીશ.’ આગળ ધસી જઈને અસીમે વિશ્વજિતનો કાંઠલો ઝાલ્યો. તેનો રોષ કેવળ દેખાડો નહોતો.

ઇન્સ્પેક્ટર-આનંદે મળીને અસીમને દૂર કયોર્ ત્યાં સુધીમાં વિશ્વજિત અધમૂઓ થઈ ચૂકેલો.
‘આ બધું નાટક છે ઇન્સ્પેક્ટર...’ વિશ્વજિત કરગયોર્, ‘કોઈએ મારું મહોરું પહેરીને અનન્યાને ડરાવી છે.’

મહોરું!

‘શું વાત કરો છો!’ ઇન્સ્પેક્ટરે હડપચી પર આંગળી ફેરવી, ‘તમે આટલું ખાતરીથી કેમ કહી શકો? આવો કોઈ માસ્ક બનાવનારો તમારી જાણમાં છે?’

વિશ્વજિતે હોઠ કરડ્યો.

અનન્યાને પોતે ઝંખતો થયો, પણ તે આનંદની થતાં અસીમ-ઋચાના સહારે તેમની વચ્ચે ફૂટ પડાવવા ચાહી. એ દરમ્યાન ‘ચહેરા-મહોરા’ની વાત આવી. માસ્કમૅનની થીમ ધરાવતા નાટક પરથી મહોરાનો પ્રયોગ કરવાનું સૂઝ્યું. નાટક માટે મહોરાં તૈયાર કરનાર આર્ટિસ્ટ જુગલ ત્રિવેદી પાસેથી અસીમનું મહોરું તૈયાર કરાવી તેના જેવા જ કદકાઠી ધરાવતા છોકરાને બરાબર પટાવીને મોકલ્યો. મૉડલિંગમાં એક તક માટે કહો એ કામ કરી આપનારાની ક્યાં નવાઈ છે! ધૅટ મલ્હારને છૂટક કામ અપાવ્યું પણ ખરું... આ બાજુ ધાર્યા મુજબ આનંદ-અનન્યા છૂટાં પડ્યાં, મહેનત રંગ લાવી.

પણ અનન્યા પછી મારી સાથે ૫૨ણે એ પહેલાં આ કેવો ટ્વિસ્ટ આવ્યો! મહોરાની ક્લુ તેમને ક્યાંથી મળી? મારા સુધી તો તેઓ પહોંચ્યા જ કેમના!

‘ગુનેગાર એક ભૂલ કરતો જ હોય છે વિશ્વજિત. તારાથી પણ થઈ.’

ઇન્સ્પેક્ટર સ્ટાફની પૂછપરછમાં રોકાયા એનો લાભ લઈને આનંદ તેના કાનોમાં ગણગણ્યો...
‘યાદ છે, અનન્યા સાથેની વાતચીતમાં તું એવું બોલી ગયેલો કે બધા પુરુષો કંઈ આનંદ જેવા નથી હોતા જે પોતાની બહેનને કારણે વાગ્દત્તાને ત્યજે... બટ અમે કેમ છૂટાં પડ્યાં એ અમારા ઘરના છ સિવાય કોઈ જાણતું નહોતું તો ઋચાને કારણે મેં અનન્યાને છોડી હોવાનું તેં કેમ જાણ્યું? સિવાય કે તેં જ આખો કારસો ઘડ્યો હોય... ચહેરા-મહોરાને કારણે માસ્કની ક્લુ સૂૂઝવી સ્વાભાવિક બની.’

વિશ્વજિત આંખો મીંચી ગયો. ડેમ ઇટ! ઇટ્સ ઑલ ઓવર!

‘પણ અમને હવે એ દટાયેલાં મુડદાં ઉખેળવામાં રસ નથી. તારું મહોરું પહેરીને મેં જ આખો પાઠ ભજવ્યો છે જા, પણ તું એ પુરવાર નહીં કરી શકે. અનન્યા પર નજર બગાડનારને, અમારા સુખમાં આગ ચાંપનારને એટલી તો સજા હોય જને. બળાત્કારનો પ્રયાસ તારી કારકર્દિી ખતમ કરી દેવાનો, તારું ભવિષ્ય રૂંધી નાખવાનો...’

વિશ્વજિત ધ્રૂજી ઊઠ્યો, ‘નો-નો ઇન્સ્પેક્ટર, આ સાઝિશ છે. મારા કૃત્યનું વેર વાળવા ગેમ રમાઈ છે.’ તેણે ઓકી નાખ્યું. શાશ્વત જેવા ન જાણનારા તમામ અવાક બન્યા. આ વળી નવો ફણગો!
અનન્યા આગળ આવી, તમાચો વીંઝ્યો. ‘હવે આ સાચું બોલ્યો ઇન્સ્પેક્ટર. હવે તેને હાથકડી પહેરાવો.’

ત્યારે વિશ્વજિતને સમજાયું કે આનંદ દ્વારા પોતાને ગભરાવવાનો પણ ટ્રૅપ જ હતો!
ત્યાં સુધીમાં જોકે હાથકડી પડી ચૂકી. જે કર્યું એની સજા ભોગવ્યા સિવાય આરો ક્યાં રહ્યો? ગરદન ઝુકાવી દેનારો વિશ્વજિત ફરી ક્યારેય માથું ઊંચકી શકવાનો નહીં!

€ € €
‘સૌ સારું જેનું છેવટ સારું.’ શારદાબહેને દીકરી-જમાઈનાં ઓવારણાં લીધાં.

‘તમે વર-બૈરીએ તો ભાઈ-બહેનની જોડીમાં દાખલો બેસાડ્યો...’ ચંદનબહેને નજર ઉતારી.
અસીમ-ઋચાએ એકબીજા તરફ જોઈને હરખાઈ લીધુંં. અસીમને દીદીની બંદિશોની ફરિયાદ નથી. વિશ્વજિતને ઝડપનારાં ભાભીના પરચા પછી ઋચા પણ તેમને માનતી થઈ ગઈ છે.
પાર ઊતરવાનો રાજીપો અનુભવતાં આનંદ-અનન્યાની નજરે અસીમ-ઋચાનું તારામૈત્રક ચડ્યું અને ભાવિમાં ઘૂંટાનારા એ ઐક્યને વધાવતાં હોય એમ તેમણે એકમેક સામે મલકી લીધું.

(સમાપ્ત)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK