કથા-સપ્તાહ - ભાઈ- બહેન ( રક્ષાનું બંધન - 3 )

સામે ઋચાને પણ અવઢવ રહી. અસીમ નામ સાંભળ્યું છે, ક્યાંક જોયો પણ છે...


અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |  4

‘સમજાતું નથી કે અસીમને થયું છે શું?’ ત્રીજી બપોરે આનંદને મળવા આવેલી અનન્યાએ ઘૂટનને વાચા આપી, ‘મને તેની ચિંતા છે. તેની કાળજી કરવી મારો હક છે. મને તો આજની પેઢી સમજાતી નથી. આપણી દરકારને તેઓ બંદિશ કેમ સમજતા હશે?’

આનંદને આમાં ક્યાંક પોતાની મનોસ્થિતિનો પડઘો વર્તાયો. •ચામાં પણ આવું મનસ્વીપણું ક્યાં નથી!

નાની બહેન પોતાની લાડલી. •ચા કહેતી પણ - મા-બાપથી વધુ લાડ મને ભાઈએ લડાવ્યાં છે! પિતાની વિદાય પછી •ચા મારા માટે પુત્રીવત્ બની ગઈ છે. મા ક્યારેક કહે પણ - છોકરીની જાતને આટલાં લાડ સારાં નહીં! તું તેને કંઈ બોલી જ ન શકે એ કેમ ચાલે આનંદ? ક્યારેક તેના તેવર મને ઠીક નથી લાગતા...

અલબત્ત, એ પોતાના પણ ધ્યાનબહાર નહોતું, પરંતુ બહેનને ટોકવાને બદલે એવું મન મનાવતો કે •ચાના મૂળભૂત સંસ્કારમાં કહેવાપણું ક્યાં છે? બાકી થોડી નાદાની, થોડી તુમાખી મારી પ્રિન્સેસને શોભે! ‘તારાં લાડે જ તેને ફટવી મૂકી છે...’ મા મેંશના ટપકા જેવું બબડી લેતાં.

પણ પેલે દહાડે તે અનન્યા બાબત જે રીતે બોલી એ સાંભળીને પહેલી વાર થયેલું કે •ચાને સારા-નરસાનું ભાન તો કરાવવું જોઈએ! ‘તમે આને ભાઈની વાઇફ બનાવવાના?’ પ્રશ્નમાં ‘આને’ પર મુકાયેલો ભાર વધુપડતો હતો અને એથીયે પ્રબળ એમાં તુચ્છકાર હતો! અનન્યા માટે •ચા અણગમો દાખવે?

‘તેં તેને જાણી જ કેટલી છે •ચા? માંડ એકાદ વાર મળી હોઈશ.’ આનંદે કહેતાં હજી આ વરસથી કૉલેજ જતી થયેલી •ચાએ ફિલોસૉફી ડહોળી હતી,

‘માણસને જાણવા ક્યારેક એક મુલાકાત કાફી હોય છે. મેં તેને બ્યુટીફુલ કહેતાં તેણે મને પ્રિન્સેસ કહી. મેં કહ્યું કે પ્રિન્સેસે જાહેરખબરમાં કામ કરવાની જરૂર નથી હોતી. તો મૅડમે શું કહ્યું ખબર છે? કહે, રાજ-રજવાડાં કોઈનાં રહેતાં નથી એ પ્રિન્સેસે યાદ રાખવું ઘટે. માય ફુટ!’

‘શાબાશ...’ આનંદ બોલેલો. શાશ્વતની પાર્ટીમાં નાની બહેન-અનન્યા વચ્ચેની વાતચીતના સારે અનન્યા માટે અહોભાવ જ પ્રેર્યો, ‘તેણે ઠીક જ કહ્યું.’

‘તમે મારી વિરુદ્ધ જઈને તેની તરફેણ કરો છો ભાઈ?’ પગ પછાડીને ઊભી થઈ ગયેલી •ચાના ગાલે ટપલી મારીને આનંદે બેસાડી દીધી હતી, ‘મારે એટલું જ કહેવાનું લાડો કે તું પ્રિન્સેસ છે તો અનન્યા આ ઘરની ક્વીન બનશે. હવે પછી તેની સાથે કેવી રીતે વર્તવું એ તારા પર છોડું છું...’

પોતાના નર્ણિયથી મા હરખાઈ ઊઠેલી, પણ •ચા બહુ ખુશ નહોતી જ થઈ... જોકે અનન્યા તેને જીતી જાણશે એમાં મને શંકા નથી. શુભ મૂરત જોઈને મા અનન્યાનાં મધરને વાત કરવાની છે. દરમ્યાન પોતાની મૂંઝવણ લઈને અનન્યા મારી પાસે આવી ચડી એ જ તેના અંતરભાવની ગવાહી નથી?

અનન્યાએ અસીમને ગ્લૅમરવર્લ્ડïથી દૂર રાખ્યો છે. પોતે એકાદ ઇવેન્ટમાં અલપઝલપ મળ્યો છે ખરો. છોકરો શાલીન લાગ્યો. દીદી માટેનો તેનો ગર્વ દેખીતો હતો. તે જ્યારે અનન્યાની રોકટોકને બંદિશ ગણે ત્યારે એને રૅશનલાઇઝ કરવી ઘટે.

‘હું અસીમને સમજીશ, સમજાવીશ. સાળો જીજાની વાત નહીં માને એવું નહીં બને.’

વળી ડોક ધુણાવવા જતી અનન્યા ચમકી : આનંદ આ શું બોલી ગયા! સાળો-જી...જુ... મતલબ...
‘જે તું સમજી એ જ. મા વિધિવત્ કહેણ મૂકવાનાં છે, પણ આજે વાત નીકળી જ છે તો તારી મરજી જાણી લઉં.’

અનન્યાનું હૈયું ઉમડઘૂમડ થયું. ત્યાં અનન્યાને કંઈ સાંભર્યું, તે ટટ્ટાર થઈ, ‘તમારો સાથ મારું સદ્ભાગ્ય ગણાય આનંદ, પણ...’

‘અસીમ થાળે પડે ત્યાં સુધી તું લગ્ન નહીં કરી શકે એમ જને? હું રાહ જોવા તૈયાર છું.’
આનંદે મને આટલું જાણી! અનન્યા ગદ્ગદ થઈ.

‘બસ, તો-તો બીજું મને કંઈ ન જોઈએ.’ અનન્યાએ કહ્યું ને આનંદ ઝળહળી ઊઠuો.
€ € €
‘અરે... અરે!’

અસીમે દોડીને તેના મોપેડને સંભાળ્યું. ચપળતાથી પાછળ બેસીને કન્ટ્રોલમાં ન લીધું હોત તો ચોક્કસ એ પડત...

કૉલેજ-કૅમ્પસમાં આ દૃશ્ય જોનારા પણ અસીમની ચીલઝડપ પર વારી ગયા.

‘થૅન્ક્સ...’ છોકરી હવે સ્વસ્થ હતી. ‘ભાઈ ટૂ-વ્હીલર ચલાવવાની સખત ખિલાફ. મારો શોખ આમ પૂરો કરી લેતી હોઉં છું. આજે પડી હોત તો ભાઈએ મારી ચોકીદારીમાં બૉડીગાર્ડ મૂકી દીધા હોત...’

આમાં ભાઈનાં લાડનું ગૌરવ વધુ વર્તાયું. ના, છોકરી એન્જિનિયહિરગની તો ચોક્કસ નથી. સૂરત ક્યાંક જોયેલી લાગે છે. તેનું •ચા નામ સાવ જ અજાણ્યું નથી...

સામે ઋચાને પણ અવઢવ રહી. અસીમ નામ સાંભળ્યું છે, ક્યાંક જોયો પણ છે...

‘બિલીવ મી, કેવળ ભાઈ નહીં, ક્યારેક મોટી બહેન પણ તમારી મેન્ટર બની જતી હોય છે.’
અસીમના વિધાનમાં ક્યાંક સમાનતા અનુભવાઈ.

‘મતલબ તમારાં દીદીનો તમારા પર કન્ટ્રોલ છે.’ ઋચા હસી.

આમ તો અસીમ દી વિરુદ્ધ કશું બોલે નહીં, બલ્કે બોલનારની ફેં ફાડી નાખે. જોકે પાછલા થોડા મહિનાથી મનમાં ઘૂમરાતું હવે બહાર આવવા મથી રહ્યું હતું. વચમાં મા-દી સમક્ષ પણ ક્યાં નહોતું બોલી જવાયું! અંદાજ ભલે હસવાનો હતો, દીદી જરૂર સમસમી ગયેલી... મારે દીને નારાજ નથી કરવી, પરંતુ દીએ પણ તો થોડું સમજવું રહ્યું!

‘ઍનીવે, થૅન્ક્સ અગેઇન...’
બેઉ છૂટા પડ્યા.

‘યાર, તેં તો પહેલા જ બૉલમાં સિક્સર ફટકારી. હતી કોણ તે મોપેડવાળી?’
કૉલેજમાં અસીમને અંગત મિત્ર નહોતો, પણ ગ્રુપ થઈ ગયેલું ખરું. આજે એક છોકરી ટકરાઈ તો મને ‘બચ્ચુ’ કહેનારા કેવા ઘાંઘા બની ગયા!

ગમ્યું. ખરેખર આવી કોઈ ફૂલફટાકડી જોડે મેળ જામી જાય તો વટ પડે ખરો! અને બીજું કોઈ કેમ, આ •ચા જ શું ખોટી! બેશક, પ્રાઇવેટ બૉડીગાડïર્ રાખી શકનારી અમીર હોવાની, પણ એેમાં જ તો ચૅલેન્જ છે!

અને પડકાર ઉપાડવાની ખુમારી રણઝણી ઊઠી. જોકે આગળ શું થવાનું હતું એની ક્યાં ખબર હતી?
€ € €
અને...
‘બ્રેકિંગ ન્યુઝ. ‘વિરાટ ગર્લ’ આખરે ‘વિરાટ’ની જ થઈ!’ આનંદ-અનન્યાની સગાઈના સમાચારે ઍડ-વર્લ્ડમાં એની ચકચાર ચાલી.

દીકરીને મોભાદાર સાસરું મળવાથી શારદાબહેન પ્રસન્ન હતાં. અસીમ પણ આ રિશ્તાથી ખુશ હતો. દી સાથે આનંદકુમાર જેવો જ જીવનસાથી શોભે! પોતે સેટલ થાય પછી જ બેઉ પરણશે જાણીને તેણે આનાકાની પણ કરી હતી : હું અમારું ફોડી લઈશ, ટuુશન્સની વાતો ચાલે છે... પણ અનન્યા ગાંઠી નહોતી : તારું ફોકસ સ્ટડી પર જ હોવું ઘટે અસીમ, બીજું કોઈ ટેન્શન તારે રાખવાનું નથી... જીજુએ પણ આમાં હામી ભરતાં ગદ્ગદ થઈ જવાયેલું.

થોડી ખુશી એટલા માટે પણ થઈ કે દી પરણ્યા પછી તેના સંસારમાં વ્યસ્ત બનતાં મારા પર આટલી બંદિશ નહીં રહે અને વધુ ખુશી એટલે થઈ કે ઋચા જીજુની નાની બહેન નીકળી!

સાદાઈથી થયેલા સગપણ માટે દીના સાસરેથી આવેલા મહેમાનોમાં ઋચાને ભાળીને અચરજ થયેલું. •ચા પણ તેને જોઈને નવાઈ પામેલી : તમે અહીં!

ભાઈનો ફેંસલો •ચાએ મનેકમને સ્વીકારી લીધેલો : ભાઈને અનન્યા જ ગમતી હોય તો તેમની ખુશીમાં હું ખુશ. બીજું શું?

એકંદરે સૌ ખુશ હતા અને એનો ચાર્મ આજની પાર્ટીમાં સ્પષ્ટપણે ઝળકી રહ્યો છે.

શનિની આજની સાંજે આનંદે સ્ટાફ, ફ્રેન્ડ્સ, રિલેટિવ્સ માટે થþો કરેલી પાર્ટીની રોનક અનેરી છે. મરીન લાઇન્સની સી વ્યુ હોટેલના બૅન્ક્વેટમાં સવાસો જેટલા મહેમાનો ઉમદા ખાણી-પીણી સાથે સ્પીકરમાં ગૂંજતા સંતૂરવાદનનો લુત્ફ માણી રહ્યા છે. શેરવાનીમાં આનંદ દુલ્હા જેવો શોભે છે. લાલ-લીલી બાંધણીમાં અનન્યાની ખૂબસૂરતી દીપી ઊઠી છે.

‘ચાલો, તમારું એક રાઝ તો મારી પાસે છે.’ •ચાએ અસીમને કહ્યું. ફંક્શનની પૂર્વતૈયારી દરમ્યાન તેમની નિકટતા ઘૂંટાવા માંડી હતી. •ચા સાથે જોડી જમાવીને કૉલેજમાં વટ પાડવાનો ઇરાદો ઘૂંટાતો જતો હતો. ઍટિટ્યુડવાળી છોકરી ખરેખર તો ગમવા લાગી હતી.
અત્યારે તેણે જોકે રાઝનું કહેતાં અસીમ સંકોચાયો. દી વિશે પોતે બોલેલો એ •ચાએ બરાબર યાદ રાાખ્યું! એ જો દીને કહી દે તો... બાપ રે. દી બધાની વચ્ચે મારો ઊધડો લે કે બીજું કંઈ!

‘એમ તો તું મોપેડ શીખતી હોવાનું રાઝ પણ મારી પાસે ક્યાં નથી?’

અસીમના સ્મિતમાં લુચ્ચાઈને બદલે મોહકતા વર્તાઈ. ભાભીનો ભાઈ એમ ગાંજ્યો જાય એમ નથી! આઇ લાઇક ઇટ.

‘લાગે છે આપણો મેળ જામશે.’ _ ઋચા મલકી. અસીમ ઝળહળી ઊઠયો.
€ € €
તે હાંફી રહ્યો.
થોડી વાર પહેલાંની પાર્ટી પત્યા પછી ઘરે આવીને તેણે જાતને રૂમમાં બંધ કરી દીધેલી. ના, મોબાઇલમાં પૉર્ન-ક્લિપ જોઈ અનન્યાને કલ્પીને ઉત્તેજનાથી ફાટ-ફાટ થવાનો આ ક્રમ નહોતો... ભીતરનો ઘૂઘવાટ પોતાને આજે હંફાવી રહ્યો છે.

આનો ઇલાજ, આનું નિરાકરણ એક જ હોય - અનન્યા! બટ હાઉ? તે આંખો મીંચી ગયો.
‘લાગે છે આપણો મેળ જામશે.’ ઋચા કહેતી દેખાઈ.
તેની આંખો ખૂલી ગઈ.
€ € €
બીજા અઠવાડિયે...

ક્લાસરૂમ તરફ જતી ઋચાની પીઠ પર કશુંક અફળાયું. ઊલટી ફરી તો પગ આગળ કાગળનું તીર હતું. દૂર ઊભો અસીમ ઇશારાથી કહેતો દેખાયો - વાંચ!

આ સમયે તો અસીમનો ક્લાસ હોય... લેક્ચર બન્ક કરીને તે મારી કૉલેજમાં આવ્યો, એકાંત જોઈને આમ તીર છોડવાની ચેષ્ટા... •ચા રતુંંબડી થઈ. વાંકા વળીને કાગળ ઉઠાવ્યો, બહુ હોંશભેર નજર ફેરવી; પણ એમાં લખેલો સંદેશો વાંચતાં જ તે લાલઘૂમ થઈ.

અત્યંત ઉઘાડી, ગંદી ભાષામાં મને સમાગમ માટે ઝંખતો હોવાનું લખવાની ભાભીના ભાઈની હિંમત!

ચિઠ્ઠી ફાડી અસીમના મોં પર ફેંકીને ઋચા લેક્ચર ભરવા જતી રહી.
તેના મુખ પર ન સમજાય એવા ભાવ પથરાઈ ગયા.

€ € €
•ચા ક્લાસમાંથી નીકળી કે બીજી ચિઠ્ઠી : મને ઠુકરાવવાનું પરિણામ સારું નહીં આવે!
•ચાએ ચિઠ્ઠીનો ડૂચો વાળીને અસીમ તરફ ફગાવી. તારાથી થાય એ કરી લે, જા!

આખી સાંજ-રાત ઋચા અપસેટ રહી. અસીમમાં આવેલો બદલાવ નિરાશાજનક હતો કે પછી આ જ તેનું અસલી રૂપ હશે? ભાભી એ જાણતાં હશે, તો જ નાના ભાઈ પર આકરો પહેરો રાખેને. આમ તો ભાઈ-ભાભીને કહી દેવાનું હોય, પણ મન ન માન્યું - એક દહાડો ખમી જાઉં. બની શકે કે આવેગના ઊભરામાં અસીમ આમ વર્તી બેઠો હોય, પસ્તાતો પણ હોય. કાલે કૉલેજમાં માફી પણ માગી લે તો નાહક જે બન્યું એનો ગામગોકીરો શું કરવો!
પણ ના, બીજા દહાડે તો એથીયે ખરાબ થયું.

બપોરે તે કૉલેજ પહોંચી. પાર્કિંગમાં કાર પાર્ક કરીને બહાર નીકળી કે અસીમ દેખાયો. અત્યારે ત્રીજું કોઈ હતું નહીં. એમાં તેના તીખા તેવર જોઈને •ચાની છાતી ધડકી ગઈ.
‘તેં મને ઠુકરાવ્યો એનું પરિણામ જોઈ લે...’

તેણે સાથેની બૅગમાંથી કંઈ કાઢ્યું, ફંગોળ્યું. બીજી જ પળે ધડામ કરતો ઍસિડ-બલ્બ •ચાના પગ આગળ ફૂટ્યો. ચીસ નાખતી તે કારમાં ગોઠવાઈ.

‘યાદ રાખ, બીજો બૉમ્બ તારા ચહેરા પર ફૂટશે, જો તું ન માની તો...’
તે કહેતો રહ્યો ને રિવર્સ લઈને •ચાએ બેફામ ઝડપે કાર હંકારી મૂકી!
€ € €
‘ઇમ્પૉસિબલ...’ કૉલેજથી સીધી ભાઈની ઑફિસ પહોંચેલી •ચાના વૃત્તાંતે આનંદની કૅબિનમાં મોજૂદ અનન્યા ચિત્કારી ઊઠી, ‘મારો છોટુ આવું હલકું કામ કરે જ નહીં.’
‘તો શું મારી બહેન જૂઠી?’ આનંદ ખળભળી ઊઠ્યોો.

પોતપોતાનાં ભાઈ-બહેનના બચાવમાં અનન્યા-આનંદ જાણે સામસામી છાવણીમાં ગોઠવાઈ ગયાં.
(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK