કથા-સપ્તાહ - ભાઈ- બહેન ( રક્ષાનું બંધન -2 )

‘તમે એકદમ મને જોઈતા પાત્ર જેવાં છો - આદર્શ ગૃહિણી.’


અન્ય ભાગ વાંચો

1  |  2  |  3

‘મારાં સમણાંનું ઘર... ‘વિરાટ’ને સંગ!’

ટીવી પર રજૂ થતી પોતાની ઍડને અનન્યા નિહાળી રહી. ત્રણ-ત્રણ વરસથી સતત ઑન-ઍર રહેલી જાહેરાતે મને પૈસો, પ્રસિદ્ધિ બધું આપ્યું. હું અસીમને બેસ્ટ ટuુશન્સ અપાવી શકી. એન્જિનિયરિંગની સ્ટડી પણ ક્યાં સસ્તી છે હવે?

મૉડલિંગનું દિશાસૂચન સુગંધાનું હતું, કામ માએ ખોળી આપ્યું... ‘વિરાટ’નાં ચંદનશેઠાણીએ સૂચવ્યા મુજબ પોતે આનંદની અપૉઇન્ટમેન્ટ લઈને મળવા ગઈ, સિલેક્શન કરવાની તેમની રીત પણ કેવી નિરાળી હતી.

‘તમે એકદમ મને જોઈતા પાત્ર જેવાં છો - આદર્શ ગૃહિણી.’

આનંદના એ વખતના શબ્દો મને આજે કેમ આટલું લજવી જાય છે! તેમની સોહામણી સૂરત તરવરે ને હું મંત્રમુગ્ધ બની જાઉં છું...

આ જોકે એક મુલાકાતની અસર નથી, ત્રણ-ત્રણ વરસનો અમારો સહેવાસ આમા પડઘાય છે!
‘આઇ વૉઝ કãમ્પ્લટલી રૉન્ગ...’

ઍડ-ડિરેક્ટર શાશ્વત ઝાના શબ્દો તાજા થયા. અનન્યા સાંભરી રહી...

આનંદની કસોટીમાંથી પાસ થઈને બીજા દહાડે તેના ચીંધ્યા પ્રમાણે અનન્યા વરલીની મિરૅકલ ઍડ એજન્સીની ઑફિસમાં પહોંચી.

તેને જોઈ-મળીને કંપનીના જુવાન માલિક કમ ઍડ-ડિરેક્ટર શાશ્વત ખાસ ઇમ્પþેસ નહોતા થયા. અનન્યા એથી ડગી નહીં.

‘મિરૅકલ’ કંઈ ઍડજગતનું જામેલું નામ નથી. શાશ્વતે શરૂ કરેલી કંપની હજી તો પા-પા પગલી માંડી રહી છે. આનંદે તો ‘મિરૅકલ’ને તક આપી ગણાય, કેમ કે વિરાટ હોમ અપ્લાયન્સિસ’નું માર્કેટ કંઈ નાનુંસૂનું નથી. કિચનવેરથી ગૃહસજાવટની વિશાળ શૃંખલા ધરાવતી ‘વિરાટ’ને આમ તો જાહેરાતની જરૂર પણ નથી; પરંતુ આનંદે પહેલી મુલાકાતમાં કહેલું એમ દરેક બિઝનસ-હાઉસે સમય સાથે બદલાતા રહેવું પડે. માર્કેટની ચાલને અનુરૂપ થઈને અમે પણ ઍડ-કૅમ્પેનનું વિચાર્યું છે...

આનંદે ધાર્યું હોત તો ટૉપમોસ્ટ ઍડ-એજન્સીને કામ સોંપી શક્યા હોત... ‘મિરૅકલ’ને પસંદ કરવામાં બજેટ કારણભૂત નહીં હોય, તેમને મારી જેમ આ ઝામાં ભરોસો પડ્યો હોવો જોઈએ.
‘આનંદ તમને પારખી શક્યા હોય તો તેમણે કરેલી મારી પરખમાં તમને વિશ્વાસ હોવો ઘટે.’

રણકાભેર બોલાયેલા શબ્દોએ શાશ્વતને ચીત કરી દીધો. આટલો આત્મવિશ્વાસ!

‘મને ઘડતી વેળા તમે પણ ઘડાવાનાને.’

તેના મૃદુ સ્મિતમાં શાશ્વતને આનંદે અનન્યામાં શું જોયાનું પરખાઈ ગયું - તેમની જાહેરાતની ગૃહિણી!

‘ઍડ માટે અમે ઘણી થીમ વિચારેલી, પછી જૉઇન્ટ્લી નક્કી ઠેરવ્યું કે ગૃહસામગ્રીની જાહેરખબર માટે પરંપરાગત ભારતીય નારીની ઇમેજ મોસ્ટ અપીલિંગ રહેશે.’

ઍડ-ડિરેક્ટર શું ઝંખે છે એ સમજ્યા પછી અનન્યાને મૂંઝવણ-ગૂંચવણ ન રહી. હોમ અપ્લાયન્સિસની ઍડ તો ઘણી થઈ ગઈ, પરંતુ અહીં મૉડલે બાજી જિતાડી આપી. અનન્યા સજીવ લાગતી, નીવડેલી મૉડલ્સ યા ઍક્ટ્રેસ જેવી કૃત્રિમતા તેનામાં નહોતી. તેનું સ્મિત, તેની ડિલિવરી દર્શકોને અપીલ કરી ગઈ.
‘દર્શકોની શું વાત કરો છો, અમારા કૅમેરામૅન વિશ્વજિતસાહેબ શૂટિંગ વખતે કટ નહોતા કરી શક્યા!’

ઍડ સુપરહિટ નીવડ્યાના મહિના પછી શાશ્વતે આપેલી સક્સેસ-પાર્ટીમાં શાશ્વતે કહેલું. વિશ્વજિત બિચારો સહેજ શરમાઈ ગયેલો. શાશ્વતની ટીમમાં બધા યંગ બર્ડ્સ હતા. મોટા ભાગના બૅચલર. બંગાળી વિશ્વજિત આમેય ઓછાબોલો, પરંતુ કામમાં અતિકુશળ. સમાંતરે ઍડમાં, હિન્દી નાટકોમાં છૂટકમૂટક રોલ પણ ભજવી લે. ઍડશૂટ વખતે તેણે આપેલાં સજેશન્સ બહુમૂલ્ય હતાં. કૅમે૨ા સામે કેમ ઊભા રહેવું એ મને તેણે શીખવેલું. એ દરમ્યાન તેની નજરમાં છલકાઈ જતી મુગ્ધતા સંભવત: સેટ પર હાજર દરેક પુરુષની કીકીમાં છલકતી જોવા મળેલી. ત્યારનો અહેસાસ હતો કે ઍડ સુપરહિટ રહેવાની!

‘રિયલી, અનન્યાએ જાદુ જમાવ્યો છે.’

પાર્ટીમાં ખાસ પધારેલા આનંદની ટિપ્પણી પીઠ થપથપાવીને મળતી શાબાશી જેવી લાગી હતી. શૂટ દરમ્યાન આનંદને મળતા રહેવાનું બનેલું. એ દરેક મુલાકાત ગજબનું ખેંચાણ જન્માવતી. સ્પીચ વગેરે પત્યા પછી સામેથી મળવા આવેલા આનંદ જોકે એકલા નહોતા..

‘યુ લુક વેરી પ્રિટી.’

આનંદ સાથે આવેલી તેમની નાની બહેન •ચાએ કહેલું.વયમાં લગભગ અસીમ જેવડી જ •ચા આનંદની એટલી જ લાડલી છે એ પાર્ટીમાં દેખાઈ આવ્યું. આનંદ નાની બહેન માટે કેટલા પ્રોટેક્ટિવ છે. તેને જરાય રેઢી નથી પડવા દેતા. તેણે કરેલાં વખાણે અનન્યા સામું મલકી હતી, ‘તું પણ કોઈ પ્રિન્સેસથી કમ ક્યાં છે?’આમાં અતિશયોક્તિ નહોતી. વેસ્ટર્ન છતાં ડિãગ્નફાઇડ પોશાકમાં •ચા સાચે જ રૂપકડી પરી જેવી લાગતી હતી.

‘યા, પણ પ્રિન્સેસે ઍડ કરવાની જરૂર નથી પડતી.’

બીજી બાજુ શાશ્વત સાથે વાતોમાં ગૂંથાયેલા આનંદની બેધ્યાનીમાં આ છોકરી હસવા-હસવામાં એમ જ બોલી ગઈ કે પછી મારી આર્થિક હાલત પર ધારદાર કટાક્ષ કરી બેઠી? અહં, એટલી ઊંડી સમજ છોકરીમાં હોય એવું લાગતું નથી, પણ આમાં તેનું ગુરૂર કહો કે ઉદ્દંડતા તો અવશ્ય છતી થાય છે. અમીરીનો એટીટ્યુડ આનંદમાં ભાળ્યો નથી, પરંતુ •ચામાં એ છલકાઈ રહ્યો છે!

‘એમ તો રાજરજવાડાં કોઈનાં રહ્યાં નથી એ પણ પ્રિન્સેસે યાદ રાખવું રહ્યું.’

પરંતુ નવી પેઢીને શિખામણ ગમતી નથી. •ચા પણ ભાઈ તરફ વળીને અનન્યાથી દૂર સરી ગઈ. નાદાન!

‘તમારે પણ નાનો ભાઈ છેને? તેને ન લાવ્યા?’

છૂટા પડતાં પહેલાં મળવા આવેલા આનંદે પૂછતાં અનન્યા રોમાંચિત થઈ હતી : તેમને મારું કેટલું ધ્યાન છે!

‘તેની એક્ઝામ્સ છે અને મમ્મીને પાર્ટીબાર્ટી ફાવે નહીં, ધો ઇટ્સ વેજિટેરિયન.’

‘મતલબ માને દીકરી પર પૂરો ભરોસો છે. ભાઈ પણ તમારી સિદ્ધિથી ખુશ હશે?’

અફકોર્સ! છાપામાં હોર્ડિંગ્સ પર ઍડ જોનારા માને પૂછતા : આ તમારી અનન્યા તો નહીં! પછી જાહેરાત ઑન-ઍર થતાં ગુજરાતનાં સગાંવહાલાંના પણ અભિનંદનના ફોન આવ્યા. મા, છોટુ ખુશ જ ખુશ.

‘જોકે બે-ચાર વાંકાદેખાઓએ એવું પણ કહ્યું કે આ લાઇન સારા ઘરની છોકરીઓ માટે નથી, તો શું તમારી દીકરી આડા રસ્તે તો નથી ફંટાઈને!’ હસી લઈને અનન્યાએ ઉમેરેલું, ‘પણ તમે કહ્યું એમ માને મારા પર પૂરો ભરોસો છે. બાકી અસીમને હું આ ફીલ્ડથી દૂૂર રાખવાની...’

એનું કારણ હતું. ચારે તરફ વાહ-વાહ થયા પછી અનન્યાએ નવા અસાઇનમેન્ટ માટે ઍડ એજન્સીના આંટાફેરા શરૂ કર્યા એમાં ગ્લૅમરવલ્ર્ડના જાણીતા-અજાણ્યા કિસ્સા જાણવા-સાંભળવા મળ્યા. રોજ પોતાનો પોર્ટફોલિયો બનાવી મૉડલ-ઍક્ટર બનવા નીકળી પડતા જુવાનિયાઓનો તોટો નથી. ખાસ તો ૧૫-૧૭ના કિશોરો લલચાઈને આવે એમાંથી સફળતા માંડ બે-ચાર જણને મળતી હશે. બાકીના હતાશ થઈ ડ્રગ્સના રસ્તે વળે યા સ્ટિÿપર બની જાય. બહુ ઓછા નાસીપાસ થયા વિના મંડી રહેતા હશે યા રસ્તો બદલી શકતા હશે. મારા ફીલ્ડને કારણે અસીમ આ ક્ષેત્રમાં આવવા ન પ્રેરાય એ માટે પોતે તેને અળગો રાખે છે.
અને યુથ કંઈ મૉડલિંગમાં જ બગડે છે એવું ઓછું? ખરેખર તો કૉલેજકાળ જ એવો છે કે પેરન્ટ્સે જ સાવધ રહેવું પડે. અસીમના કિસ્સામાં એ મારી જવાબદારી ગણાય... જે હું ખૂબ સ્ટિÿક્ટ્લી નિભાવી રહી છું!

‘જસ્ટ લાઇક મી.’ આનંદ મલકેલા, ‘•ચા મારી કમજોરી છે અને તેના માટે હું પણ એટલો જ પ્રોટેક્ટિવ છું.’છતાં એક ફરક છે. તમારી ઋચા નાદાન છે, મારો ભાઈ એવો ઉદ્દંડ નથી!

હોઠે આવેલા શબ્દો ગળી જવા પડ્યા. એક મુલાકાતમાં મારે •ચા વિશે અભિપ્રાય આપવાનો ન હોય, આનંદને એ અધકચરું લાગવાનું.

- શા માટે મારે આનંદ વિશે આટલું વિચારવું જોઈએ! ફુરસદમાં ક્યારેક આ પ્રશ્ન થતો ને અનન્યા મીઠું મૂંઝાતી. બાકી જિંદગી બદલાઈ રહી હતી. કોચિંગ ક્લાસમાં, સોસાયટીમાં પોતાને સૌ સેલિબ્રિટીનું માન આપતા. નવી ઑફર્સ પણ પાઇપલાઇનમાં હતી ત્યાં...

‘આપણી ઍડને મળેલા પ્રતિસાદને જોતાં અમે તને અમારી બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર બનાવવાનું નક્કી કર્યું છે.’

એક દહાડો આનંદે વળી ઑફિસમાં નિમંત્રીને પ્રસ્તાવ મૂકતાં ઇનકારનો પ્રશ્ન નહોતો. ‘વિરાટ’ સાથેના પાંચ વરસના કૉન્ટ્રૅક્ટને કારણે પોતે બીજું કોઈ અસાઇનમેન્ટ સ્વીકારી ન શકે, પણ એની જરૂર પણ ક્યાં રહી? આનંદની ઑફર તેના જેટલી જ હૅન્ડસમ હતી.

એક્સક્લુઝિવલી ‘વિરાટ’ સાથે જોડાયા બાદ અનન્યા એના પ્રચાર માટે આ ત્રણ વરસમાં લગભગ આખું ઇન્ડિયા ફરી. ક્યારેક આનંદ પણ સાથે હોય. શાશ્વત ઍન્ડ ટીમ સાથે નવી ઍડ પણ રેકૉર્ડ થઈ જેને એટલો જ પ્રતિસાદ સાંપડ્યો...

- આજે ત્રણ વરસેય લોકો મને ‘વિરાટ ગર્લ’ તરીકે ઓળખે છે એ કેવું રોમાંચસભર લાગે છે! મા હમણાંની લગ્નનું કહે છે ને ચિત્તમાં આનંદ ઝબકી જાય છે...

‘તને આમ જોઉં ને મારી આંતરડી ઠરે છે. હવે તું લગ્ન માટે માની જા...’
‘નહીં મા, અસીમ ઠેકાણે પડે નહીં ત્યાં સુધી મારું કામ પૂÊરું નહીં થાય. પણ તે બિરાદર છે ક્યાં?’
અનન્યાના ધ્યાનમાં આવ્યું કે હવે પહેલાંની જેમ અસીમ અમારી સાથે રાતે ટીવી જોવા નથી બેસતો. જાણે વહેલો રૂમમાં ભરાઈને શું કરતો હશે! પરીક્ષાને તો હજી ખાસ્સી વાર છે. આખો દહાડો કોઈ માણસ ભણ-ભણ ઓછું કરે. કુશાગ્ર અસીમને એવી જરૂર પણ ન હોય. તેના નેટ ડેટાનો યુઝ વધી ગયો છે. તો શું રૂમમાં મોબાઇલ મચડતો હશે! નેટફ્લિક્સ, હૉટસ્ટાર જોતો હોય છે ખરો. ક્યાંક બ્લુ વ્હેલ જેવી ગેમ ડાઉનલોડ કરી એના રવાડે ચડી ગયો તો... ધૂજી ઊઠી અનન્યા.

તરત ને તરત નાના ભાઈનો મોબાઇલ ખૂંચવીને તપાસવો હતો. ત્યાં અસીમ રસોડામાંથી નીકYયો. પાણી પીવા જતી વેળા તેણે મા-દીદીના સંવાદ સાંભYયા હતા. હજી ગઈ કાલે રાત્રે બાલ્કનીમાં અનુભવેલી વિવશતા હાવી થતી હોય એમ તેનાથી બોલી જવાયું : અચ્છા, મતલબ હજી બીજાં બે-ચાર વરસ મારે તમારી ગુલામીમાં જીવવાનું છે!

હસતાં-હસતાં બોલાયેલું વાક્ય માએ તો બહુ મન પર ન લીધું, પણ એણે અનન્યાની ભીતર જરૂર ખળભળાટ સર્જી દીધો!
€ € €
ત્યારે આનંદના ઘરે...

ટીવી પર ‘વિરાટ’ની જાહેરાત નિહાળતા દીકરાના મુખ પર છવાતી મુગ્ધતા માનાં ચકોર નેત્રોથી અજાણ નહોતી.

‘મને તો આવી વહુ જોઈએ.’ ચંદનબહેને દાણો ચાંપ્યો, ‘બલ્કે આ જ શું ખોટી?’

આનંદનું હૈયું ઉમડઘૂમડ થઈ રહ્યું. અનન્યા તેને એક નજરમાં ગમી ગયેલી. વીત્યાં વરસોમાં નિકટતા ઘૂંટાતી ગઈ એમ પોતે તેને ચાહવા લાગ્યો છે. અનન્યાનો હૈયાભાવ પણ એવો જ હોવાની ખાતરી હતી... જોકે ભાઈની જવાબદારીથી બંધાયેલી અનન્યા અસીમ થાળે પડ્યા વિના ન પરણે એની પણ ખાતરી હતી એટલે તો તેને પાંચ વરસના કૉન્ટ્રૅક્ટમાં બાંધવા પાછળ તેણે કામ માટે બીજે ભટકવું ન પડે એવી લાંબી ગણતરી પણ હતી, જે તેને શું કામ સમજાવવી? કેમ કે આમ જુઓ તો કંપનીને એનાથી ફાયદો જ થયો છે, પોતે ઉપકાર નથી કર્યો.
‘હું તો અનન્યાને આપણે ત્યાંની ઇવેન્ટમાં એકાદ-બે વાર જ મળી છું, પણ સાફદિલની છોકરીએ મને મોહી લીધું છે. તારી ઇચ્છા હોય તો વાત ચલાવું. વેવિશાળ કરી રાખવામાં શું ખોટુ?’

‘વૉટ!’ આનંદ હકાર ભણે એ પહેલાં દૂર અલાયદી બેઠકમાં મોબાઇલ મચડતી •ચા ટપકી, ‘તમે આને ભાઈની વાઇફ બનાવવાના?’

તેના શબ્દોમાં તોછડાઈ-તુમાખી હતાં. મા-દીકરો થોડા અચરજથી તેને તાકી રહ્યાં.
€ € €
- અને તે હાંફી રહ્યો. મોબાઇલની વાઇડ સ્ક્રીન પર ચાલતી ઍડલ્ટ મૂવીમાં કામ કરતી છોકરીમાં તેને અનન્યા દેખાતી હતી!
ડેમ ઇટ.
(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK