કથા-સપ્તાહ - ભાઈ- બહેન ( રક્ષાનું બંધન -1 )

આ કોણ બોલ્યું? પોતાની જ ભીતર ઊઠેલા અવાજે અસીમ સમસમી ગયો. બળવાને શમાવવા તેણે દીદીના સમર્પણને સાંભળ્યું...


katha

અન્ય ભાગ વાંચો

1  |  2સમીત (પૂર્વેશ) શ્રોફ


તે હાંફી રહ્યો.


સ્માર્ટફોનની વાઇડ સ્ક્રીન પર દેખાતા દૃશ્યમાં નવું કંઈ જ નહોતું. રાત્રે રૂમના એકાંતમાં ઍડલ્ટ વિડિયો જોવાની પાછલા છએક મહિનાથી પડેલી ટેવ હવે તો રોજિંદી હતી. છતાં ઉત્તેજનાનો એ જ આફરો ચડે એ કેવું?

‘અસીમ, તું હજી બચ્ચું જ રહ્યો!’

કૉલેજના ફ્રેન્ડ્સ કહેતા. અસીમ દેખાવમાં રૂડો-રૂપાળો, ભણવામાં સ્કૉલર. હજી વર્ષ અગાઉ પોતે મુંબઈની શ્રેષ્ઠ ગણાતી એન્જિનિયરિંગ કૉલેજમાં મેરિટ પર ઍડ્મિશન લીધું ત્યારથી પરિસર જાણે બદલાયો હતો. સ્કૂલના નિયમિતતાના બંધન સામે ક્લાસ બન્ક કરવાની આઝાદી હતી. કૅમ્પસમાં અન્ય ફૅકલ્ટીની કૉલેજો પણ ખરી એટલે માહોલ રંગબેરંગી રહેતો. જોકે તે પોતે તો ક્લાસ નિયમિત ભરતો. કૉલેજ પછી સીધું ઘરે પહોંચવાનું. સ્વાભાવિકપણે કૉલેજના ગ્રુપમાં તેની ટીખળ થતી. શરૂ-શરૂમાં તો અસીમ એને હસી નાખતો, મન મનાવતો : કોઈના કંઈ કહેવાથી મને શું કામ ફેર પડવો જોઈએ? હું કૉલેજમાં ભણવા જાઉં છું, મારે ભણવું જ જોઈએ. દીદી પણ તો એ જ કહેતી હોય છે!

દીદી. મોટી બહેનના સ્મરણે અસીમની અંગત પળો વિખેરી નાખી. મોબાઇલ બંધ કરી બાજુએ મૂકી, સ્વસ્થ થઈને તે રૂમની બાલ્કનીમાં જઈને ઊભો રહ્યો. ખુલ્લી હવામાં ચિત્તને સુકૂન સાંપડ્યું.

‘તું બંધાઈ ગયો છે અસીમ અથવા કહો કે તારી અનન્યાદીદીએ તારી આસપાસ એક વૉલ ચણી દીધી છે. તારાથી એને વળોટાતી નથી યા એને વળોટીને કોઈ બીજું ભીતર પ્રવેશી શકતું નથી. તારી દીદીએ તને બંદિશોમાં બાંધી રાખ્યો છે.’

આ કોણ બોલ્યું? પોતાની જ ભીતર ઊઠેલા અવાજે અસીમ સમસમી ગયો. બળવાને શમાવવા તેણે દીદીના સમર્પણને સાંભળ્યું...

નહીં, પિતાના દેહાંત બાદ દીએ મને-માને જાળવ્યાં છે, ડૉક્ટર થવાનું સમણું સ્વાહા કરીને જે મળ્યું એ કામ સ્વીકારીને પેટિયું ન રળ્યું હોત તો અમે સ્વમાનભેર જીવી ન શક્યા હોત. હાઈ સ્કૂલમાં મારા મોંઘા ટ્યુશનનો ખર્ચ નીકળી શક્યો ન હોત... દીએ તો મિસાલ સર્જી છે.
અને આમાં તથ્ય હતું. નીરજભાઈ હૃદયરોગના હુમલામાં અણધાર્યા ઊકલી ગયા ત્યારે અનન્યા ટ્વેલ્થમાં હતી અને અસીમ તો હજી છઠ્ઠામાં. અચાનકની આફતથી શારદાબહેન ભાંગી પડેલાં. બૅન્કમાં કામ કરતા નીરજભાઈનો પગાર સારો, બચત પણ ખરી; પરંતુ મૃત્યુના બેએક વર્ષ અગાઉ તેમણે બોરીવલીનો ફ્લૅટ કાઢીને ખારની બૅન્ક નજીક નવો મોટો ફ્લૅટ લીધો હતો. એની લોનના હપ્તા અટવાઈ પડે તો માથેથી છત્ર જાય એવી હાલત હતી. શારદાબહેન દીકરાને વળગીને રડી પડતાં ત્યારે રાતોરાત પીઢ બનેલી દીકરીએ ઉકેલ શોધી પણ કાઢ્યો હતો : મા, પપ્પાની વીમાપૉલિસીના પૈસા આવશે એમાંથી આવતાં ત્રણ વર્ષના લોનના હપ્તા ચૂકવી દેવાની છું. થોડુંઘણું પેન્શન આવશે એમાંથી રૅશનપાણી નીકળી જશે. બાકીના માટે નજીકના કોચિંગ ક્લાસમાં હું ટ્યુટર તરીકે જોડાઈ ગઈ છું.

તેજસ્વી અનન્યા ટ્યુશન્સ માટે સિલેક્ટ થાય એની નવાઈ નહોતી; પણ પછી તેની સ્કૂલ, તેના અભ્યાસનું શું?

‘ઘેરબેઠાં જેટલું ભણાય એટલું ભણતી રહીશ મા, તું મારી ચિંતા ન કર.’

આમ કહેનારી દીકરી અમારી ચિંતામાં પોતાનું ડૉક્ટર બનવાનું સમણું ન્યોછાવર કરી રહી છે!

‘આવા ભારેખમ શબ્દો ન વાપર મા. તેં-પપ્પાએ અમને બિનશરતી વહાલ પાઠવ્યું. અમારા ઉછેરમાં ક્યાંય કસર ન રાખી. હું એ જ પરંપરાને અનુસરી રહી છે એવું માન. અસીમના માથે મારે કોઈ ભાર, કોઈ •ણ નથી રહેવા દેવું.’

‘ધન્ય દીકરી.’

પિતાના ગયાના ત્રણ-ચાર માસમાં અસીમે ઘર જાણે પૂર્વવત ભાળ્યું. હવે મા એટલું રડતી નથી, મને ભાવતાં ફ્રૂટસ રોજ આવે છે, શનિ-રવિ અમે ફરવા જઈએ છીએ, મૂવી જોવા જઈએ
છીએ - દીદી પપ્પા જેવી જ મજા કરાવે છે...

‘હવે તે જ તારા પિતાની જગ્યાએ છે અસીમ.’ મા કહેતી, ‘તેનો જીવ દુભાય એવું ક્યારેય કરતો નહીં.’ જાણે-અજાણે અસીમમાં આ સંસ્કાર ઘર કરતા ગયા. વય વધી એમ દીદીની કરણી, તેનો ત્યાગ વર્તાતો.

‘પોતાનાના માટે કશુંક છોડવાની ઘટનાને ત્યાગ ન કહેવાય અસીમ, એ તો યજ્ઞમાં અપાતી આહુતિ છે. એનો નિખાર તારામાં આવે એટલું જ હું ઇચ્છું છું.’
દીદીએ પ્રેરેલી સમજે તેમના માટે ઉપકાર યા અહોભાવ પ્રસરવાને બદલે સ્નેહ જ ઘૂંંટાતો.

‘દીદી, તારા માટે સરપ્રાઇઝ છે.’

દસમા ધોરણની એ રક્ષાબંધન તો દીદી પણ નહીં ભૂલી હોય.... બળેવ આમેય અમારો ફેવરિટ ફેસ્ટિવલ. વયભેદને કારણે અમે ભાઈ-બહેન સરખેસરખા મિત્રો બનીને લડ્યાં નથી, બલ્કે દીદી હંમેશાહ મારા માટે પ્રોટેક્ટિવ રહેલી. જોકે પિતાના દેહાંત પછી અમારી બળેવ બદલાઈ ગઈ હતી. અગાઉની જેમ જ દી પોતાના માટે કોઈ ગિફ્ટ લાવતી નહીં. મા મને એક કવ૨ આપી દે જે રાખી પછી મારે દીને આપવાનું. પછી દીદી એ રૂપિયામાંથી કઈ ગિફ્ટ લાવે એ જાણી શકાતું નહીં.

‘તારી દીદી કંઈ લાવતી જ નથી.’ નવમા ધોરણની રાખડી વખતે પોતે મંડી રહ્યો ત્યારે મા બોલી ગયેલી, ‘કેમ કે તું જે આપે છે એ કવર જ ખાલી હોય છે!’
હેં!
‘મા, તું મારા ભાઈને છેડ નહીં. તારું કવર ખાલી નથી હોતું છોટુ. એમાં મને જોઈતો એક વાયદો હોય છે - તું ખૂબ ભણીને માતા-પિતાનું નામ રોશન કરીશ.’

‘માતા-પિતાનું જ નહીં દી, તારું પણ.’

દીકરાના વચને શારદાબહેનની આંખો છલકાઈ ઊઠેલી : જોયું અનન્યા, આખરે ભાઈ તો તારો જને!

પોતે કેવળ બોલવા ખાતર નહોતો બોલ્યો, એક ઇરાદો તો એ જ બળેવે દૃઢ થયેલો ને દસમા ધોરણની બળેવે પોતે સરપ્રાઇઝ સાથે તૈયાર હતો... અસીમે સાંભળ્યું઼.

‘સરપ્રાઇઝ!’ અનન્યાએ પાંપણ પટપટાવી.

‘તમારી ગિફ્ટ! પંદર વર્ષનો છોકરો હવે મોટો થયો હોય એમ તેનાથી દીને તુંકારો નહોતો થયો. ગઈ દિવાળીની બોણીના ભેગા કરેલા પૈસામાંથી અસીમે ખરીદેલા ડ્રેસ-મટીરિયલે શારદાબહેન પણ અવાક બનેલાં : દીકરાને આ શું સૂઝ્યું, તેણે મનેય ન કહ્યું!

‘દર દિવાળીએ તમે જૂનાં કપડાં પહેરતાં હો છો દી, આ વર્ષે‍ નવો ડ્રેસ.’
ભીની આંખે અનન્યાએ અસીમનાં ઓવારણાં લીધાi હતાં, ‘આ મારી આજ સુધીની બેસ્ટ ગિફ્ટ છે...’

અનન્યા નિ:શંક ખુશ હતી, એમ એટલું પણ પરખાયું કે ભાઈ હવે છોટુ નથી રહ્યો... મોટો થઈ રહ્યો છે, હમણાં સમજો ટ્વેલ્થમાં આવશે. તેના ટ્યુશન, કૉલેજ... અહં, હવે કેવળ કોચિંગ ક્લાસની આવકથી નહીં નભે. કશુંક બીજું પણ કરવું રહ્યું.

સમાંતરે અનન્યાએ પોસ્ટલ-ર્કોસથી ગ્રૅજ્યુએશન કર્યું હતું. એના આધારે પણ બહુ-બહુ તો આના જેવી જ કોઈ બીજી નોકરી મળે એથી આવક ઓછી વધે?

‘તારે કંઈ બીજું જ કરવું હોય અનન્યા તો મૉડલિંગ કેમ નથી કરતી? તું સુંદર છે, આત્મવિશ્વાસુ છે. મૉડલિંગ બનવા આ બે લાયકાત તો બહુ થઈ.’

કોચિંગ ક્લાસમાં ભણાવતાં સખી જેવી થઈ ગયેલી સુગંધાએ દિશા ચીંધી હતી. પહેલાં તો અનન્યાએ હસી નાખ્યું : ગ્લૅમરવર્લ્ડમાં આપણું કામ નહીં. ત્યાં કરવા પડતાં સમાધાન માટેની તૈયારી પણ નહીં.

‘ટ્રાય કર્યા વિના તું કઈ રીતે કહી શકે કે અહીં સમાધાન વિના સફળતા મળતી જ નથી?’
સુગંધાની દલીલે દૃãક્ટકોણ વિસ્તાર્યો‍. યા, કોશિશ કરવામાં શું જાય છે?

ર્પોટફોલિયો બનાવીને અનન્યા મંડી ૫ડી. અસીમને હજી જાણ નહોતી, પણ શારદાબહેન દીકરીની ધૂનથી વાકેફ હતાં, તેની સૂઝમાં વિશ્વાસ હતો. મૉડલિંગનું પહેલું અસાઇનમેન્ટ પણ મા દ્વારા જ સાંપડ્યું : અનન્યા, હવેલીએ મારી મુલાકાત ચંદનબહેન સાથે થઈ. તું કદાચ તેમને નહીં ઓળખતી હો... આપણાં ન્યાતીલા તો નથી, પણ છે વૈષ્ણવ જ. વાલકેશ્વરમાં બહુ મોટો બંગલો છે તેમનો. તેમના પતિએ સ્થાપેલી ‘વિરાટ’ કંપનીનો ચૂલો તો આપણે વાપરીએ છીએ.’

‘ઓહ, વિરાટ હોમ અપ્લાયન્સિસની તું વાત કરે છે.’ અનન્યાને હવે બજારની થોડીઘણી જાણકારી પણ હતી, ‘તેમના હસબન્ડ તો નથી રહ્યાને. વ્યાપાર તેમનો દીકરો આનંદ સંભાળે છે.’
‘લે, તું તો ઘણું જાણતી લાગે છે. મોટા માણસના કાને વાત નાખવાથી આપણને કોઈ રસ્તો મળી આવે એમ માનીને મેં તારા મૉડલિંગની વાત કરતાં તેમણે ઊલટભેર કહ્યું કે તમારી દીકરીને આનંદને મળવાનું કહેજો, તેને ઍડ કૅમ્પેન માટે નવા ચહેરાની જરૂર છે...’
અરે વાહ!

અનન્યા આનંદની અપૉઇન્ટમેન્ટ લઈને ફોર્ટની ઑફિસે મળવા ગઈ.

જોતાં જ મોહી પડાય એવો કામણગારો લાગ્યો ૨૮ વર્ષનો અપરિણીત આનંદ. નખશિખ સજ્જન. વાત-વહેવારમાં સૌજન્યશીલ. વ્યાપારમાં સ્પક્ટ. અડધો કલાક તો તેમણે લતાનાં ગીતોથી પૉલિટિક્સ સુધીના વિષયો પર જ ચર્ચા કર્યે‍ રાખી. અમારા વ્યુઝ કેટલા મળતા આવે છે! મુગ્ધ થતી અનન્યાને સૂઝ્યું, ‘હવે આપણે ફૉર્મલ ઇન્ટરવ્યુ કરીએ?’

‘આ તમારી તપાસ જ ચાલી રહી હતી અનન્યા. તમારો આત્મવિશ્વાસ, તમારાં મૉરાલ્સ - મારા હોમ અપ્લાયન્સિસ સાથે હું જે કૅરૅક્ટર રજૂ કરવા માગું છું એ બિલકુલ તમે છો - આદર્શ ગૃહિણી. તમે અમારી ઍડ એજન્સીને મળીને કૅમેરા સામે કેમ રિપ્રેઝન્ટ થવું એટલું શીખી લો તો યુ વિલ બી અ ન્યુ વેવ ઇન ઍડ વર્લ્ડ.’

- અને ખરેખર એવું થયું.

અત્યારે બાલકનીમાં ઊભા અસીમે કડી સાંધી...

‘વિરાટ’નો કૉન્ટ્રૅક્ટ નક્કી થયા બાદ દીએ મને જાણ કરી. દી હવે ટીવી-પેપરમાં ચમકશે એ વિચારે કેવો આનંદિત થઈ ગયો હતો હું....

ત્રણ માસ પછી રિલીઝ થયેલી દીની ઍડ ઓવરનાઇટ હિટ હતી. પછી તો દીદી ‘વિરાટ’ના બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર તરીકે કરારબદ્ધ થતાં બીજી જાહેરખબર કરવાની પણ ન રહી. આર્થિક નિશ્ચિંતતા નિ:શંક વધી હતી, એમ દીદીના પ્રતિબંધો પણ... અસીમે નિ:શ્વાસ નાખ્યો.

મૉડલિંગમાં કામ કરતી થયા પછી અનન્યાની જ્ઞાન-ક્ષિતિજ વિસ્તરી. કુમળા છોકરાઓ ગ્લૅમરથી દોરાઈને માર્ગ ભૂલતા હોવાના કિસ્સા જાણીને કંપી જવાતું. કોઈ ડ્રગના રવાડે ચડી જાય, કોઈ સ્ટિÿપર બની જાય છે એવુંબધું નજરે જોઈ, સાંભળીને અસીમને તેમના સ્થાને કલ્પીને કંપીને જવાતું. ના, હજી અસીમની આ નાદાન વય છે, હું તેને ભટકવા નહી દઉં.
પરિણામે અનન્યા અસીમને શૂટ પર પણ ખાસ લઈ ન જતી. નાનો ભાઈ કોની સાથે કેટલું ફરે છે, શું વાતો કરે છે ત્યાં સુધીનો હેવાલ જાણવા માગતી. એ તો ઠીક, તેણે જ અપાવેલા સ્માર્ટફોનના પાસવર્ડ પણ તેને શૅર કરવાના. ભાઈના મોબાઇલ-મેઇલ સમયાંતરે ચેક
કરતી રહે તે સ્કૂલડેઝમાં ખબરદારી લાગતી, પણ કૉલેજમાં આવ્યા પછીયે આટલાં રિસ્ટિÿક્શન્સ?

-દીની અચીવમેન્ટનો મને ગર્વ છે, પણ તેની બંદિશો? ક્યાંક મને એનો ત્રાસ લાગે છે. અઢારનો થયો છું, મારી સમજ પણ પુખ્ત થઈ હોય એટલો ભરોસો દીદીને કેમ નથી? મારી રૂમ અંદરથી લૉક હોય તો પણ દીથી ખમાય નહીં - દરવાજો બંધ કરવાની શું જરૂર પડી? અરે! જુવાન થતાં તન-મનને થોડી પ્રાઇવસી દેવા જેટલી સૂઝ પણ નહીં?


મને કૉલેજમાં થતી મશ્કરીની પરવા નથી. એથી મારું સ્ટડી પરનું ફોકસ હટuું નથી. ફસ્ર્ટ યરમાં ડિસ્ટિંક્શન આવ્યું જને... પણ મારે હવે કૉલેજ-લાઇફ પણ એન્જૉય કરવી છે. દીદીથી છાના પાસવર્ડ રાખીને પણ મોબાઇલમાં પૉર્ન જોવાનું તો શરૂ કર્યું છે. હવે હજી થોડું આગળ વધુ તો? ક્યારેક ક્લાસ બન્ક કરું, ક્યારેક કોઈ રૂપાળી છોકરીને શાયરીના બે બોલ કહું...

દીદીએ મારા માટે ઘણું કર્યું, પણ ક્યારેક તો તેમણે શું ન કરવું એ પણ તેમને સમજાવવું પડશે.

આવતા મહિને રક્ષાબંધન છે.

દીને કહી દઉં કે તમે મને રાખડીનું બંધન ભલે બાંધો, બીજી બંદિશોમાંથી મુક્ત કરો!
જોકે આ વખતની બળેવ પહેલાં શું થવાનું હતું એની ત્યારે ક્યાં ખબર હતી?
(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK