કથા-સપ્તાહ – બંધન (વાસનાની વિકૃતિ - 1)

ઉત્તેજનાભર્યા સિસકારાએ યામિનીબહેનની આંખો ખૂલી ગઈ. પડખે પતિ નહોતા. અડધી રાત્રે અખિલેશ ક્યાં ગયા હશે?


અન્ય ભાગ વાંચો

1  |  2   | 3   4  |

  સમીત પૂર્વેશ શ્રોફ

આ...હ.

ઉત્તેજનાભર્યા સિસકારાએ યામિનીબહેનની આંખો ખૂલી ગઈ. પડખે પતિ નહોતા. અડધી રાત્રે અખિલેશ ક્યાં ગયા હશે?

ઓઢવાનું ફગાવીને યામિનીબહેન ઊભાં થયાં. લાઇટ પાડી. ના, અખિલેશ અટૅચ્ડ બાથરૂમમાંય નથી.

ત્યાં તો સિસકારાની તીવþતા વધી. આ અવાજ તો હૉલમાંથી આવતો લાગે છે!

તેમણે હોઠ કરડ્યો. બેડરૂમનો દરવાજો ખુલ્લો હતો. ઉંબર બહાર પગલું મૂકીને યામિનીબહેન હૉલમાં ખૂલતા પૅસેજમાં બે-ચાર ડગલાં ચાલ્યાં. હૉલમાં ટીવી ચાલતું હશે એટલે એનાં દૃશ્યોના રંગ પ્રમાણે હૉલની દીવાલ લાલ-પીળી થઈ રહી છે. ટીવીનો વૉલ્યુમ પાછો બંધ લાગે છે. અત્યારે અખિલેશ શું જોવા બેઠા?

જવાબની જાણ હોય એમ યામિનીબહેનનાં જડબાં સહેજ તંગ બન્યાં. ઘાંટો પાડવાની ઇચ્છા દબાવી રાખીને તેમણે દબાતાં પગલે ચાલી પૅસેજ આડેથી ડોકિયું કર્યું.

જે દેખાયું એથી નિ:fવાસ નાખીને નજર ફેરવી લેવી પડી તેમણે. નિચોવાઈ ચૂક્યાં હોય એમ ઢીલાંઢફ થઈને પલંગ પર લંબાવી દીધું યામિનીબહેને.

હવે કેમેય કરીને ઊંઘ આવવાની નહોતી!

€ € €

હરિઓમ....

નાહી-ધોઈ કમરે ટુવાલ વીંટાળી ઘરમંદિરમાં અગરબત્તીનો ધૂપ ફેરવતા પતિ પર અછડતી નજર ફેંકીને યામિનીબહેને શાક સુધારવામાં ધ્યાન પરોવ્યું. આજે ભરેલાં રીંગણ બનાવવાં હતાં. રસોઈનો તેમને શોખ. અમેરિકા દીકરાને ત્યાં જવાનું થાય ત્યારે મૌનવી વહુ એક દહાડો ખાસ મિત્રોની મિજબાની રાખે : તમે મમ્મીના હાથનું ખાણું ખાઈ તો જુઓ!

પોતાને તો આમેય બધા ભેગા મળીને ખાઈ-પીએ એનો આનંદ. હવે તો બારે માસ બધું મળતું હોય એટલે હોંશભેર ઊંધિયું-લીલવાનું શાક, ઘૂઘરા, પાતરાં, કઢી-દાળથી માંડી વિવિધ પ્રકારનાં રાયતાં-સૅલડ સુધીની આઇટમો બનાવી કાઢે... પછીથી તો જ્યારે પણ જઈએ એટલે દીકરા-વહુના મિત્રો સામેથી પાર્ટીની ઉઘરાણી કરીને શું ખાવું છે એની ફરમાઇશ પણ મૂકી દે!

ગમે એ કહો, અમેરિકામાં સુખ-શાંતિ તો ખરી. ડૉક્ટર થઈને આત્મને ફૉરેનની વાટ પકડી એ ત્યારે નહોતું ગમ્યું : તું અમારે એકનો એક. તું વિદેશ જતો રહેશે તો ઘરડે ઘડપણ અમારું કોણની રીસ પણ જતાવેલી. ત્યારે ડાહ્યો મારો દીકરો હસતો : કેમ, તમારાથી વિદેશ ન અવાય એવો કાયદો છે?

સારું થયું દીકરો ગયો. બે-ચાર વરસ સ્ટ્રગલ રહી, પણ પછી વૉશિંગ્ટનમાં થાળે પડ્યો. આજે તો તેની પોતાની હૉસ્પિટલ છે, વિલા છે. આઠેક વરસ અગાઉ મુંબઈની જ કન્યા સાથે તેનાં લગ્ન લીધાં. મૌનવીને વીઝા પણ તરત મળી ગયા. દીકરો-વહુ પ્રેમથી રહે છે અને વહુ અમનેય એટલા જ સ્નેહ-આદરથી સાચવે છે. તેમની છ વરસની દીકરી આહના અમારા સૌના જિગરનો ટુકડો છે.

પૌત્રીની યાદે દાદી મરક-મરક થઈ ગયાં.

હમણાં માનો કે નવરાત્રિ પૂરી થતાં દિવાળી આવી પૂગશે, સાથે મારાં છોકરાંવને લેતી આવશે!

દિવાળી મારા આત્મનનો પ્રિય તહેવાર. ધનતેરસથી બેસતું વર્ષના ચાર દિવસ અમે ભેળા જ હોઈએ. ક્યાં એ લોકો ઇન્ડિયા આવે યા અમારે અમેરિકા જવાનું. જોડે મૌનવીનાં પપ્પા-મમ્મીયે હોય. કેટલી મજા કરીએ. આત્મન તો હજીયે સ્કૂલ-કૉલેજમાં હોય એવા જોશથી ફટાકડા ફોડે. મીઠાઈ તો સૌને મારા હાથની જ જોઈએ. મારી આહનાને ગYયા ઘૂઘરા બહુ ભાવે. ત્યાં પણ મેઇડની સવલત એટલે આરામથી બધું થઈ રહે. શૉપિંગમાં જઈએ, મૂવી માણીએ, સ્નેહીજનો સાથે ગેટ-ટુગેધર થાય. ચાર દહાડા તો ક્યાંય વહી જાય!

આ સમયે આહનાને વેકેશન હોતું નથી એટલે એ લોકો આવ્યા હોય તો બીજા-ત્રીજા દહાડે તો રિટર્ન થઈ જાય... ડિસેમ્બરમાં કોઈ વાર ફુરસદે આવે ત્યારે દાજીર઼્લિગ-શિમલા જેવાં સ્થળોએ ફરવા જઈએ.

‘મને તો સમજાતું નથી મમ્મી. હવે તો તમારું ગ્રીન કાર્ડ છે, પપ્પા રિટાયર્ડ છે. મુંબઈનો ફ્લૅટ બંધ કરીને કાયમ માટે શિફ્ટ થઈ જાઓ.’

આત્મન જ નહીં, વહુ પણ બિચારી ઘણું કહે; પરંતુ...

યામિનીબહેને નિ:fવાસ ખાYયો. પોતે અમેરિકા ગયાં હોય તોય મહિના-દોઢ મહિનામાં મુંબઈ

આવતાં રહે - અહીંની વેધર નથી માફક આવતી!

આ ‘કારણ’ સવર્‍સ્વીકૃત બની ગયેલું, પણ એ ખરું કારણ ક્યાં હતું?

‘હરિઓમ...’

પતિનો સાદ સાંભYયો ને વિચારમેળો સમેટીને યામિનીબહેને રીંગણ સમારવામાં ચિત્ત પરોવ્યું.

€ € €

‘બસ વહુ, તમારા આવવાની રાહ જોઈએ છીએ.’

અમેરિકાની સવારે અને ઇન્ડિયાની સાંજે મૌનવીનો ફોન આવતાં યામિનીબહેન ખીલી ઊઠયાં.

‘બારસે તમારું પ્લેન લૅન્ડ થાય એ જ અમારી દિવાળી. હમણાં જ સુપરમાર્કેટ જઈ આવી. ધીરે-ધીરે મઠિયાં-ચોળાફળી બધું બનાવતી જઈશ.’

‘મા, ખોટો શ્રમ ન લેતાં. થોડું મારા માટે બાકી રાખજો.’ મૌનવીએ ઉમેર્યું, ‘શ્યામાબહેન હોત તો તમારે નિરાંત હોત.’

શ્યામા વરસોની વિfવાસુ બાઈ. અખિલેશ બૅન્કમાં બ્રાન્ચ-મૅનેજર બન્યા, આત્મન છઠ્ઠામાં હતો ત્યારની શ્યામા ફુલટાઇમ કામે લાગેલી. વયમાં યામિનીથી દાયકો નાની શ્યામા એકલપંડી વિધવા હતી. સવારની આવે એ રાતનાં વાસણો માંજીને તેના ઘરે જાય. તેને ઘર સોંપીને અમે અમેરિકા પણ જતા. જોકે બે વરસ અગાઉ અખિલેશ નિવૃત્ત થયા પછી તેમનાં લક્ષણો જોઈને પોતે જ શ્યામાને રુખસદ આપી દીધેલી : હવે તારા સાહેબ રિટાયર્ડ થયા શ્યામા. પેન્શનમાં આખા દિવસની બાઈ રાખવી ન પાલવે. તું તારે બીજે કામ ગોતી લેજે બહેન!

સાંભળીને શ્યામાને દુ:ખ થયેલું એના કરતાં વધુ પોતાનો જીવ આમ કહેતાંં કપાયેલો, પણ જે થયું એ બધાના હિતમાં હતું!

તેના ગયા બાદ પોતે કચરાં-પોતાં, વાસણ-કપડાં માટે ઘાટી બાંધી દીધો. આધેડ વયના તુકારામમાં કામની ચોખ્ખાઈ બૈરા જેવી ન મળે, પણ ગાડું ગબડ્યે રાખે.

‘અચ્છા મા, ઘર માટે બદામ-અખરોટ-કેસર લીધાં છે, તમારા માટે આત્મને ખાસ સાડીઓ પસંદ કરી છે, પપ્પા માટે સ્વેટર્સ લીધાં છે. બીજું કંઈ લાવવાનું છે?’

‘ના... ના... ખોટું કંઈ ઊંચકીને લાવતા નહીં. અહીં બધું મળે જ છે.’

‘છતાં પપ્પાને પણ પૂછી જોજો.’

યામિનીબહેનના હોઠ સુધી આવી ગયું કે તારા પપ્પાજી ઢીંગલી લાવવાનું કહેશે તો એ તારાથી લવાવાની છે?

પણ આવું કંઈ જ બોલીને પતિની કામલોલુપતાનો ઇશારો આવવા દેવો નહોતો એટલે હસી નાખ્યું, ‘હું કહું પછી પપ્પા મને ઓછા ઓવરરૂલ કરવાના.’

‘ખરાં છો મમ્મી, અમારા બિચારા ભોળા પપ્પાજી પર જબરી જોહુકમી ચલાવો છો.’

મારી જોહુકમી એટલી જ ચાલતી હોત તો-તો...

ફોન મૂક્યા પછી યામિનીબહેન નિ:શ્વાસ જ નાખી શક્યાં.

€ € €

રાતનાં વાસણો માંજીને તુકારામ ગયો એટલે મુખ્ય દરવાજો બંધ કરીને યામિનીબહેન ટીવી સામે ગોઠવાયાં. દિવસભરનો થાક હવે જવાબ માગતો હતો.

‘આજે સવારનું શાક મસ્ત હતું.’

અખિલેશભાઈ પત્નીની નિકટ સરક્યા.

‘ભરેલાં રીંગણ તારા જેવાં જ ભરેલાં-ભરેલાં હતાં.’

કેટલી ભદ્દી સરખામણી. યામિનીબહેને સૂગ મનમાં જ દબાવી રાખી. ત્યાં તો પતિદેવે હાથ હાથમાં લીધો, ‘તારા હાથોમાં જાદુ છે યામિની અને એ જ્યારે...’

‘જરા તો લાજો. વાળમાં ધોળા આવ્યા, પણ તમારી વાસનાને થોભ ન આવ્યો. રોજ એ જ ગંદી ફિલ્મો, એ જ ગંદાં કામ.’

યામિનીનો રોષ-અણગમો ઊભરાઈ આવ્યા.

‘સાધ્વી યામિનીદેવી.’

પત્નીનાં વાગ્બાણથી જરાય વિચલિત થયા વિના અખિલેશે ટાઢકથી સંભળાવ્યું, ‘તમે સંસારથી વિમુખ થઈ ચૂક્યાં છો, ઠીક છે; પણ મારો કામ હજી ટકોરાબંધ છે એના પર નજર ન બગાડો.’

હે રામ. શું કહેવું આ વાસનાઅંધ માણસને! આ બીમારી નથી, કામનાનું આંધળાપણું છે.

‘આમેય ઉંમર સાથે તમારા સાંધા ઢીલા થઈ ગયા છે... એ કસાવ નથી રહ્યો. તમારા કરતાં તો મારી લવલી સો દરજ્જે સારી!’

લવલી. પતિ નિર્જિવ ઢીંગલી સાથે મારી સરખામણી કરે છે!

‘તો રહો તમારી લવલી સાથે...’ ધમધમ કરતાં બેઠકરૂમમાં જઈને તેમણે દરવાજો બંધ કરી દીધો.

€ € €

‘અરે વાહ!’

બીજી સવારનું અખબાર જોતાં અખિલેશભાઈ ઝૂમી ઊઠયા : સુપ્રીમ ર્કોટે બહાલી આપી દીધી. વ્યભિચાર હવે અપરાધ નહીં ગણાય!

અખિલેશભાઈને તો એવું જ લાગ્યું જાણે ખીલે બંધાયેલા ઢોરને ફાવે ત્યાં ચરવાની આઝાદી મળી ગઈ છે!

ગુડબાય ડૉલ, વેલકમ લેડીઝ!

€ € €

‘શું નામ તારું?’

અખિલેશભાઈએ મીઠાશથી પૂછ્યું.

‘કજરી...’ તે એનાથીયે મીઠું મલકી.

મઠિયાં તળતાં યામિનીબહેને એ પણ નોંધ્યું કે પૂછપરછ કરતા પતિની આંખો ક્યાં ભટકી રહી છે! એમ તો આ કજરી પણ ઓછી નખરાળી નથી. છે નોકરાણી, પણ પહેરવા-ઓઢવામાં પૂરી ફૅશનેબલ. રવિવારીમાં મળતી સો-બસો રૂપિયાની તોય કાંજીવરમની સાડી, લાંબા વાળનો ચોટલો, ચહેરા પર સુગંધી પાઉડ૨ ભેગી લાલી-લિપસ્ટિકની સજાવટ, હાથોમાં પ્લાસ્ટિકની નૌ-નૌ ચુડિયાં, કાનમાં અત્તરનું પૂમડું ને બધાથી અળિયાણું ૨૨-૨૪ વરસનું ફાટફાટ થતું જોબન!

શું થાય, તુકારામે અચાનક દેશ જવાનું થયું એની અવેજીમાં કજરીને ગોઠવતો ગયો : હું મહિના પછી આવીશ, તબ તક યે સારા કામ કર લેગી. હમારી બસ્તી કી હી હૈ...

દીકરા-વહુની વિઝિટ માથે તોળાતી ન હોત તો ફૂલફટાક બાઈને પોતે રાખી જ ન હોત...

અને ધાર્યા પ્રમાણે તેને ભાળીને પુરુષે લાળ ટપકાવવાનું શરૂ કરી દીધું!

‘અખિલેશ, પાણી પીવાઈ ગયું હોય તો બહાર જઈ વેવાઈને ફોન જોડી દિવાળીમાં પધારવાનું નિમંત્રણ દઈ દો.’

તેમણે મોઘમ કહ્યું, પણ એ સમજીનેય અખિલેશ હાલ્યા નહીં.

‘ફોન જોડવા બહાર જવાની શું જરૂર છે? મોબાઇલ મારી પાસે જ છે.’

ધીટની જેમ અખિલેશભાઈ ધરાર રસોડામાં રહ્યા.

યામિનીબહેનને પહેલી વાર વિચિત્ર ઇચ્છા થઈ : હમણાં આ ઊકળતું તેલ તેમની કમર નીચેના ભાગ પર છાંટું તો તેમનો બધો ઉકળાટ કાયમ માટે શાંત થઈ જાય કે નહીં!

(ક્રમશ:)

(આ વાર્તા સાથે મૂકવામાં આવેલી તસવીરો માત્ર પ્રતીકાત્મક છે)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK