કથા-સપ્તાહ - આવારા (હૃદયના રંગ : 2)

આ...હ.અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |  4 


લાવણ્યાએ આળસ મરડીને આંખો ખોલી. નાતાલની રાત વીતી ગઈ, આભમાં મંગળનું પ્રભાત ઊગી ચૂક્યું. ઓહ, આજે તો અડવાણીને ડેટ આપી છે - ઍડ શૂટ. તે બેઠી થઈ ને ખ્યાલ આવ્યો કે પોતે સાવ વjાહીન છે!

વિરાજ. તેણે પડખે સૂતેલા પુરુષ પર નજર દોડાવી. પોતે ના-ના કરતી રહી, પણ ધરાર જો વિરાજ માન્યો હોય - નાતાલ કોરી ઓછી જવા દેવાય?

વેલ - કપડાં શોધીને પહેરતી અદિતિએ બેપરવાહી દાખવી - મેં તેને એન્જૉય કર્યો‍ એ પણ એટલું જ સાચુંને!

કરીઅરમાં સફળ થયા પછી અદિતિ ખુમારમાં રહેતી. હવે રિલેશન પણ તેને માટે એક ડીલ સમાન હતા જેમાં તેને બધું જ જોઈએ : સુપરરિચ સ્ટેટ્્સ, અટ્રૅક્ટિવ લુક, સ્વતંત્રતા...

પહેલા બે કિસ્સામાં તો તે થોડી નાદાન હતી, ખરેખર તો નર્મિાતા-નિર્દેશકની જોડીએ તેનો ફાયદો ઉઠાવ્યો કહેવાય; પણ અનુભવે પીઢ થયેલી અદિતિએ ત્રીજું પાત્ર ફૂંકી-ફૂંકીને પસંદ કર્યું હતું.

યંગ બિઝનેસમૅન અત્યંજ શાહ.

મલબાર હિલ ખાતે મહેલ જેવું નિવાસસ્થાન ધરાવતા અત્યંજના શાહ એમ્પાયરની કિંમત અબજોમાં અંકાય છે. ગર્ભશ્રીમંત પરિવારના એકના એક કુળદીપકની ગણના નવી પેઢીના મોસ્ટ પ્રૉમિસિંગ ટાયકૂન તરીકે થાય છે. પેરન્ટ્્સ હયાત નથી, કુટુંબમાં એકમાત્ર ઘરડાં દાદી છે જે ભોંયતળિયાની રૂમમાં સાદાઈભર્યું જીવન ગાળે છે. વ્યાપારમાં વ્યસ્ત અત્યંજને સગાં દાદી માટે પણ ફુરસદ નથી, ગોદાવરીદાદીને એની ફરિયાદ નથી. પતિ, દીકરા-વહુના નિધન બાદ તેમના સ્વભાવમાં નિ:સ્પૃહતા પ્રવેશી ચૂકી છે.

એ હિસાબે અત્યંજ સાથેની રિલેશનની ડીલ એકદમ પર્ફેક્ટ ગણાય!

ડૅશિંગ બિઝનેસમૅનને અદિતિ એકાદી પાર્ટીમાં મળી હતી. બે-અઢી વરસ અગાઉની આ વાત. બે બ્રેકઅપ પછી તે સિંગલ હતી અને હવે કોઈ સબળ પાત્ર સાથે સેટ થવાની કામના ખરી. પાર્ટી અને ફંક્શનમાં મળતા પુરુષોને તે તાણ્યા કરતી. આમાં અત્યંજ પર મન બેઠું.

અત્યંજને રૂપની નવાઈ ન હોય. પિતાના દેહાંત બાદ નાની વયે વ્યાપારમાં ઘડાયેલા અત્યંજ માટે કહેવાતું કે તેણે કંપનીના કૅલેન્ડરની એકેય મૉડલને કોરી નથી છોડી!

અદિતિને આવા વન-નાઇટ સ્ટેન્ડમાં રસ નહોતો. પાર્ટીમાં તેણે પરિચયની ધરી કેળવી. મંડરાતી તિતલીઓથી અદિતિ અત્યંજને જુદી લાગી. તેનામાં બુદ્ધિમત્તા હતી, ઍટિટuુડ હતો. પાર્ટી પછી પણ બેઉ મળતાં રહ્યાં. અત્યંજના લોનાવલાના ફાર્મહાઉસ પર પ્રથમ રાત્રિ સાથે વિંતાવ્યા બાદ અત્યંજ તેના વશમાં હતો. પથારીમાં કોઈએ આપ્યું ન હોય એવું સુખ અદિતિએ વરસાવ્યું હતું. બદલામાં પુરુષને પોતાનો કરી લીધો હતો!

બેઉ ગુપ્તપણે મળતાં. બધું પાકે પાયે ન થાય ત્યાં સુધી અદિતિ મીડિયામાં હોહા મચાવી દેવાના મતની નહોતી. અત્યંજે લગ્નને કરી સેટલ થવું હતું. અદિતિને ઉતાવળ નહોતી.

‘મારે હજી થોડું કામ કરી લેવું છે ડાર્લિંગ...’ તે કહેતી. અત્યંજથી દબાણ ન થતું. અદિતિ મુસ્તાક બનતી. જોકે સમય જતાં તેમના રિલેશન સાવ છાના ન રહ્યા. બે-ત્રણ વાર તેઓ પાર્ટીમાંથી નીકળતાં કે મૂવીમાં જતાં ઝડપાયાં. ત્યારથી કશુંક રંધાતું હોવાની ચર્ચા મીડિયામાં ઊઠી, પરંતુ અત્યંજ કે અદિતિને ખુલાસાની પરવા નહોતી. રાધર ‘નો કમેન્ટ્સ’ તેમનો સહિયારો જવાબ રહેતો. લક્ઝુરિયસ વેકેશન બેઉ માણતાં. વારતહેવારે અત્યંજ એક્સક્લુઝિવ ગિફ્ટસ આપતો. લંડનમાં હાઉસ, પૅરિસમાં વિલા - અત્યંજ મહેબૂબાને રીઝવવામાં માનતો.

આમાં ક્યાંય અમીરીનો ફાંકો ન દેખાતો. ‘તું ફિલ્મો કરી ન રળી શકે એટલું તો હું તને ગિફ્ટમાં આપું છું.’ એવું દર્શાવવાનો આશય ન રહેતો. અત્યંજ પોતાની ફસ્ર્ટ રિલેશનશિપ માટે સાચે જ સિરિયસ હતો. ગંભીર તો અદિતિ પણ હતી. હજી થોડું કામ કરીને પરણી જ જવું હતું, પરંતુ દોઢેક વરસ અગાઉ વિરાજના આગમને સમીકરણો બદલી નાખ્યાં...

વિરાજ શર્મા. ભારતીય હૉકી ટીમનો સ્ટાર ખેલાડી. ઑલિમ્પિક્સમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યા પછી તેની ગણના લેજન્ડરી પ્લેયર તરીકે થવા માંડી. શાસક પક્ષ તરફથી રાજ્યસભામાં પણ નિમણૂક પામ્યો. મૂળત: ગર્ભશ્રીમંત પરિવારનું ફરજંદ. ઐશ્વર્યની ખોટ નહીં, પૉલિટિક્સ કનેક્શન પાવરફુલ.

ક્રિકેટર્સની જેમ અન્ય સ્પોર્ટ્સના રમતવીરો પણ હવે લાઇમલાઇટમાં આવવા માંડ્યા છે. દોઢેક વરસ અગાઉ વિરાજની બાયોપિકની વાત આવી. અદિતિ એમાં વિરાજની ગર્લફ્રેન્ડના રોલ માટે કાસ્ટ થઈ, જેના અકાળ મૃત્યુએ વિરાજમાં ઑલિમ્પિક જીતવાની પ્રે૨ણા જગાડી.

વાસ્તવમાં આવું કોઈ પાત્ર વિરાજની જિંદગીમાં હતું જ નહીં, પરંતુ બાયોપિક રસપ્રદ બનાવવા આવી છૂટછાટ લેવાતી હોય છે.

બહુ મોટા પાયે ફિલ્મ બની રહી હતી. વિરાજ ખુદ વિરાજ તરીકે રજૂ થવાનો હતો. મોસ્ટ હૅન્ડસમ, ચાર્મિંગ અને ઍથ્લીટ બૉડી ધરાવતા વિરાજનો સહેવાસ અદિતિમાં જુદાં જ વમળો પેદા કરતો હતો.

એક તરફ તે અત્યંજ સાથે લકઝુરિયસ વેકેશન્સ માણતી, લંડન વિલાનો કબજો લેતી અને ભારત પાછા આવીને શૂટમાં જોતરાતાં વિરાજના પ્રભાવથી તુલના માંડતી - અત્યંજ અને વિરાજ, બેમાંથી કોનું પલડું નમે છે!

વિરાજની લાઇફ-સ્ટાઇલ અત્યંજથી સહેજે લૅવિશ નહોતી, પણ એમાં સત્તાનો પાવર હતો. ત્રીસનો થયેલો વિરાજ પાછો સિંગલ છે. તેનાં પણ બે-એક બ્રેકઅપ્સ થયાં છે અને તે પણ સ્ટડી પાર્ટનરની શોધમાં છે... તે મને સ્પર્શી લે છે એમાં તેની ઝંખના સ્પષ્ટ થાય છે!

અદિતિની ગણતરી ખોટી નહોતી. શૂટના સહેવાસમાં વિરાજને અદિતિ ગમવા લાગી હતી.

‘ચલો, આ વીક-એન્ડ હું તને મારા દિલ્હીના ઘરે લઈ જાઉં... બહુ મોટી કોઠી છે અમારી. રહેનારો હું એકલો. પપ્પા-મમ્મી, ભાઈ-ભાભી સૌની પોતપોતાની અલાયદી કોઠી છે.’

મતલબ કે પરણ્યા પછી પૂરી સ્વતંત્રતા! મનોમન ઝોલાં ખાતી અદિતિથી ઇનકાર ન થયો અને દિલ્હીની રાત વિરાજ સાથે ગાYયા પછી સંશય પણ ન રહ્યો. વિરાજ ઇઝ ફાર બેટર ધેન અત્યંજ!

દિલ્હીથી રિટર્ન થતી વેળા તેણે મન મનાવી લીધું - અત્યંજ પર હવે ચોકડી!

પ્રણય પણ સ્વાર્થ અનુસાર બદલાય એ કેવો વિનિપાત! પણ જેઓ આ કરે છે તેમને ક્યાંય જરાય ખોટું લાગતું નથી. અદિતિ પણ અપવાદ નહોતી.

અત્યંજની જેમ વિરાજને વશમાં કરીને તે ડગલું આગળ વધી.

‘આઇ ઍમ સૉરી અત્યંજ, આપણી આ આખરી મુલાકાત છે.’

છ મહિના અગાઉ લોનાવલાના ફાર્મહાઉસમાં વીક-એન્ડ માટે પહોંચીને તેણે ધડાકો કર્યો‍. ગિફ્ટસ, એને લગતા ડૉક્યુમેન્ટ્્સ પાછા આપ્યા. પહેલાં અત્યંજે મજાક માની; પણ અદિતિ ગંભીર છે જાણીને બઘવાયો, ગિન્નાયો. - વૉટ ધ હેલ. તું મને ના પાડે છે, અત્યંજ શાહને? ફૉર વૉટ!

‘બસ એમ જ. મન નથી માનતું.’ અદિતિએ ગોળ-ગોળ જવાબ આપ્યે રાખ્યા.

અત્યંજ મૂરખ નહોતો. અદિતિના અણધાર્યા ઇનકારે પ્રણયનો નશો ઊતરી ગયો. અંદરનો મહામતલબી વેપારી જાગી ઊઠ્યો.

ના, પલટવારની ઉતાવળ નથી કરવી. પોતાની પાસેથી ગયેલી ડીલ કોના ફાળે જાય છે એ પહેલાં જોવું અને પછી સ્ટ્રૅટેજી ઘડવી...

બીજી બાજુ અદિતિને હવે ઉતાવળ હતી. નારાજ થયેલા અત્યંજનો ભરોસો નહોતો. તે કોઈ કદમ ઉઠાવે એ પહેલાં વિરાજ સાથે બધું પાકે પાયે કરી દેવું ઘટે...

આ માટે તેણે સામે ચાલીને મીડિયાનો સહારો લીધો. પોતાના-વિરાજના મેળાપના ફોટો તે જ મોકલતી. અખબારમાં, નેટ પર છપાતું - અદિતિનો બૉયફ્રેન્ડ બિઝનેસમૅન નહીં, સ્પોર્ટ્સમૅન છે?

જવાબમાં પોતાના ટ્્વિટર પર તે વળતો બળાપો કાઢતી : લોકો અમારી પાછળ કેમ પડ્યા છે? અમને શાંતિથી રહેવા દો પ્લીઝ. અમારે પણ નિજી જિંદગી હોયને.

પણ તેનું મુખ્ય નિશાન વિરાજને લગ્ન માટે દબાણ આણવાનું રહેતું - લુક ઍટ ધિસ. મીડિયામાં કેવી વાતો ચાલે છે. યુ નો, આના કારણે અત્યંજે પણ નારાજ થઈને બ્રેકઅપ કરી લીધું છે. તારું પણ મન બદલાઈ જાય એ પહેલાં પરણી જઈએ!

વિરાજને તો વાંધો જ ક્યાં હતો! અદિતિને તે ચાહતો, સાચા દિલથી. ફૅમિલીને પૂછવું ફૉર્માલિટી રહી ગઈ

છે આજે.

‘બસ, તો ફિલ્મ રિલીઝ થાય ને આપણે પરણી જઈશું.’

મહિના અગાઉ ફિલ્મ રિલીઝ થઈ, ૧૦૦ કરોડની ક્લબમાં પણ પહોંચી ગઈ. વિરાજ-અદિતિની જોડીને પબ્લિકે વધાવી લીધી જાણે.

‘હવે લગ્નની ડેટ જાહેર કરી દઉં?’ વિરાજ ગણગણતો. અદિતિ જવાબ ન દઈ શકતી.

તેની મૂંઝવણનું કારણ પણ હતો અત્યંજ!

માણસ ડંખીલો છે એટલી તો ખબર હતી. મારા ઇનકારે બરાબરનો છંછેડાયો હશે. જવાબમાં તેણે ગાળાગાળી કરવી જોઈએ, એકાદ પાર્ટીમાં સામસામે થઈને મારો તમાશો સર્જી‍ દેવો જોઈએ... પણ ના, આમાંનું કશું બન્યું નથી. બલ્કે બ્રેકઅપના છ માસમાં અમે ત્રણ-ચાર વાર

ઇવેન્ટ-પાર્ટીમાં આમનેસામને થયાં હોઈશું, પણ ધરાર જો વાણિયાનો દીકરો પેટનું પાણી આપતો હોય!

વિરાજ સાથેના અફેરની ચર્ચા મીડિયામાં પુરજોશમાં હતી તોય કોઈ પ્રતિભાવ નહીં. અરે, બાયોપિકની

સક્સેસ-પાર્ટીમાં વિરાજને ભેટીને ‘હાર્ટી કૉન્ગ્રેટ્સ’ પણ કરેલું! વિરાજે પછીથી ટકોર પણ કરેલી, તારો એક્સ તો બહુ સ્ર્પોટી નીકળ્યો!

ત્યારે તો પોતે હસી નાખ્યું, પણ..

નો. ધીસ ઇઝ નૉટ અત્યંજ. ભીતર અલાર્મ બજ્યો હતો.

મતલબ જરૂર તે કશુંક પ્લાન કરી રહ્યો છે. સમથિંગ બિગ. ન્યુડ વિડિયો-ક્લિપ? ઍસિડ-અટૅક?

થથરી જવાતું. આમ તો પોતાની સુરક્ષામાં પ્રાઇવેટ સિક્યૉરિટી ગાર્ડ્સ હોય છે જ, એમ કોઈને ફાવવા ન દે. છતાં... અત્યંજે આવું કંઈ ધાર્યું હોય તો પાર પાડ્યા વિના ન રહે.

પણ તો પછી તે રાહ શાની જુએ છે? બહુ વિચારતાં ઝબકારો થયો - મારાં લગ્નની!

અમારા માટે આ મહામૂલો પ્રસંગ ગણાય. તમામ મીડિયાનું ફોકસ અહીં હોવાનું - એવા સમયે વાર કરો તો દુનિયામાં તેનો ડંકો વાગે. બેશક, આમાં પોતાનો હાથ હોવાનું જાહેર થાય એ રીતે અત્યંજ હુમલો ન જ કરાવે; પણ અમારું બગાડીને હરખાય ખરો.

તો શું તેના ડરથી અમારે પરણવું નહીં? અદિતિનો અસલ મિજાજ રણક્યો. અરે, તે વાર કરે એની રાહ જોવા કરતાં હું જ પહેલ કરીને તેનું પુરુષાતન કપાવીને નબળો પાડી દઉં તો!

અહં. શાણપણે તેને વારી : આમાં કશું ઊંધુંચત્તું થયું તો અત્યંજને પલટવારનો ચાન્સ મળી જાય. પછી હું ક્યાંયની ન રહું. નાહક વિરાજને વહેમાવાનો મોકો મળે. તે તો એમ જ માને છે કે અમારા અફે૨ની ચર્ચાથી વહેમાઈને અત્યંજે રિસ્તો તોડ્યો. હકીકતમાં મેં મોટો લાડુ જોઈ નાનાને તરછોડ્યો એવું તે જાણે તો-તો મારા પ્રત્યે તેને માન શું રહે! પણ તો પછી કરવું શું? વિરાજને પરણવું નહીં?

ના, પરણવું; પણ ચૂપકેથી. ગુપ્ત વિવાહ!

ઉપાય અદિતિને જચી ગયો. તેની પોતાની ફૅમિલીને તો હુકમ જ છોડવાનો હોય, પણ વિરાજ યા તેની ફૅમિલીને કન્વિન્સ કરવા ઝાઝું મથવું ન

પડ્યું - આઇ બિલીવ, મૅરેજ ખૂબ અંગત પ્રસંગ છે. રૉયલ વેડિંગમાં એની ગરિમા નહીં રહે. સેલિબ્રિટીઝ, VIP, પત્રકારોને સાચવતાં થાકી જઈશું..આના કરતાં આપણે બે ફૅમિલી ગોવા કે ક્યાંય પણ જઈને ગુપ્તપણે ધાર્મિક વિધિથી અમારાં મૅરેજ લઈએ તો લેખે પણ લાગશે.

પછી મુંબઈ-દિલ્હીમાં જોરદાર રિસેપ્શન રાખીશું...’

લકીલી, અદિતિની પ્રપોઝલ ઝાઝી આનાકાની વિના સ્વીકારાઈ ગઈ. પોતે અત્યંજના ભયથી આમ કરી રહી હોવાની ગંધ અદિતિએ કોઈને આવવા નથી દીધી. વરસના છેલ્લા દિવસ - ૩૧ ડિસેમ્બરનું મુરત નીકળ્યું છે. વિરાજના સ્ટાફના નામે ગોવામાં રિસૉર્ટ બુક થયો છે. બેઉ ફૅમિલી અલગ-અલગ થઈને ૨૯મીના રોજ રિસૉર્ટ પહોંચશે. પછી એ સ્થળ અભેદ્ય કિલ્લામાં ફેરવાઈ જવાનું. ત્યાં મેંદી, હલ્દી, સંગીત તમામ રસ્મો બે ફૅમિલી ભેગી મળીને કરશે. પંડિતજીની વ્યવસ્થા પણ થઈ ગઈ છે. ન તો રિસૉર્ટવાળા જાણે છે કે ખરેખર વિરાજ-અદિતિ ત્યાં આવી રહ્યાં છે, ન તો પંડિતને જોડાનું નામ માલૂમ છે!

ઇટ્્સ અ ટૉપ સીક્રેટ. અદિતિએ ખુમાર અનુભવ્યો.

બસ, એક વાર લગ્ન હેમખેમ પતી જાય... પછી સુખ જ સુખ. હાથ પરના પ્રોજેક્ટ્સ પતાવીને હું દિલ્હી મૂવ થઈ જઈશ. વિરાજની જેમ રાજ્યસભામાં મારું ચયન થઈ જાય તો પૉલિટિક્સની લાઇન સૌથી કસવાળી છે... પૈસો, પોઝિશન, પાવર ત્રણ હોય તો બીજું જોઈએ શું? વિરાજ પર કળશ ઢોળીને મેં ડહાપણનું કામ કર્યું છે. મને પારાવાર ચાહે છે, અનરાધાર વરસીને રીઝવે છે... બસ, અત્યંજ મારા સુખ આડો આવે એ પહેલાં અમે પરિણયથી બંધાઈ જઈએ, પછી શર્મા પરિવારની વહુને અડવું અત્યંજ માટે સરળ નહીં હોય...

સુહાગરાત મનાવીને પહેલી તારીખે અમે ટ્વિટર પર લગ્નની જાહેરાત કરીશું ત્યારે અત્યંજને ઈશુનું નવું વરસ જ નહીં, પોતાનો ભવ બગડતો પણ લાગે કે નહીં!

ખરેખર શું થવાનું હતું એની ક્યાં ખબર હતી?

(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK