કથા-સપ્તાહ - આરાધના (જીવનધારા : 4)

‘ચલો હવે રૂમમાં જઈએ?’અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |  4  |  5 


ત્રીજી બપોરે, જમીને બારી આગળ ગોઠવાયેલા અમરનાથને તાનિયાએ પૂછ્યું, આમ તો આ રોજિંદી ક્રિયા છે કે ભોજન પછીની દવા ગળીને અમરનાથ સરસ મજાની વામકુક્ષિ લેતા હોય, પણ કોણ જાણે આજે અમરનાથને હટવાનું મન ન થયું.

અમરનાથની હેલ્થ અધરવાઇઝ સ્ટેબલ. મન્થ્લી મેડિકલ ચેકઅપનો રાઉન્ડ ગઈ કાલે જ પત્યો. તમામ રિપોર્ટ્સ નૉર્મલ હતા.

‘સમટાઇમ્સ આઇ ઑલ્સો સરપ્રાઇઝ કે કયું તત્વ અમરનાથને જિવાડી રહ્યું છે.’ ડૉક્ટર ખેલદિલીપૂવર્કિ કહેલું.

તાનિયાના હોઠ ફફડીને રહી ગયા કે સાયન્સ ન સમજાવી શકે એવું ઘણું બનતું હોય છે જગતમાં. અમરનાથ જીવે છે કેમ કે તેમણે પ્રિય પત્ની પાછળ આત્મહત્યા નથી કરવી, મરવું નથી; કેમ કે...

તે અટકી ગયેલી. ના, અમરનાથ સાચું કહેતા હોય છે - આવું બધું કહેવા-માનવાથી લોકો પાગલ જ સમજી લે! લાગણીની મજાક કેમ સહન થાય? દરેક બાબત કહેવાની નથી નહોતી, અનુભવવાની હોય છે. સામાની લાગણીને સમજવાની તૈયારી હોય ત્યારે જ સમજાતી હોય છે. અમરનાથના ઇનકારે આરવને ૫ણ ક્યાં કહેવાયું?

‘થોડી વાર...’ તેમણે તાનિયાને આંખોથી સમજાવ્યું.

‘તમને ધરવ થઈ રહ્યો...’ મીઠું ઠપકારીને તાનિયાએ જ વ્હીલચૅર ઘુમાવી અને નટરાજથી વિમુખ થતા અમરનાથને ન સમજાય એવી લાગણી થઈ. જાણે હવે પછી નટરાજને જોવા નહીં પામું!

તેમને સુવાડીને તાનિયા પોતાની રૂમમાં ગઈ. એવી કલ્પના તો ક્યાંથી આવે કે અમરનાથની આ અંતિમ બપોર છે!

€ € €

‘નટરાજ વેચાય છે.’

અમરનાથ ચોંક્યા. બપોરની વેળા પોતે સૂતા; પણ પછી એકદમ બેચેની જેવી વર્તાવા માંડી કે શું, નીંદ તૂટી. તાનિયાએ તેમના હલનચલન થઈ શકતા ડાબા પડખે સ્વિચ મુકાવી છે એને દબાવવા જેટલો શ્રમ પણ લેવાનું મન ન થાય એવું કંઈક સંભળાયું. કોણ બોલ્યું?

‘કહે છે કે અખબારમાં ન્યુઝ પણ આવ્યા’તા.’

હેં. અમરનાથ ખળભળી ઊઠ્યા.

પોતે નીકળતાં પહેલાં તાનિયા અમરનાથની રૂમના દરવાજે ચોકીદારની જેમ તેમના બે મેઇડને બેસાડી જતી. વખાણવાલાયક એ તકેદારી આજે મોંઘી પડવાની હતી.

અમરનાથના અન્ય સ્ટાફ પર તાનિયાનો પ્રભાવ વર્તાતો. તેની હાજરીમાં કોઈ ચૂં કે ચાં કરતું નહીં, પણ આજે તેના રૂમમાં જતાં છોટુથી રહેવાયું નહીં. આખા શહેરમાં જેની ચર્ચા હતી એનાથી ઘરનો નોકરવર્ગ ક્યાંથી અજાણ હોય! આની ચર્ચા માંડતા છોટુ-બિરજુને ખ્યાલ નહોતો કે સાહેબ જાગી ચૂક્યા છે!

‘મોટા સાહેબે (નિસર્ગ) તો તાનિયા-આરવને પણ કહી દીધું કે સાહેબના (અમરનાથ)ના જતાં નટરાજ પણ નહીં રહે. ત્યાં ટાઉનશિપ આવી જશે એવું સંભળાય છે... મોટા લોકોની મોટી વાતો.’

નહીં! અમરનાથની છાતી હાંફવા માંડી. છોકરાઓ! અમારા સમણાનું આટલું જ મોલ? થિયેટર ચલાવવામાં ફન્ડની અડચણ હોય તો નાટuપ્રવૃત્તિ એક વાર બંધ કરી દો એ ખમી લેવાય, પણ નાટuગૃહને જ નામશેષ કરવાનો મતલબ... મારી વિશાખા, તેનો તખ્તો... અરેરેરે. ના, નિસર્ગ-નિનાદને તેડાવીને ખખડાવવાનો સમય નથી... હૃદયની નસો તૂટતી હોય એવી પીડા થતી હતી.

તા...નિ...યા!

તેમનો હાથ સ્વીચ પર પડ્યો ને ટનનન.. ઘંટડી બજતી રહી.

€ € €

છોટુ-બિરજુ દોડી ગયા, તાનિયા પણ દોડતી આવી.

અમરનાથની હાલત જોઈને ધ્રાસકો પડ્યો. પથારીમાં તેઓ અમળાતા હતા, શરીર પસીને રેબઝેબ હતું. હૃદયરોગનાં લક્ષણો! ‘નિસર્ગભાઈ-નિનાદભાઈને ત્યાં જાણ કરો... આરવને તેડાવો... અને હા, ઍમ્બ્યુલન્સ...’ તેણે ફટાફટ હુકમો છોડવા માંડ્યા.

એવો જ અમરનાથે ડાબા હાથથી તાનિયાનો હાથ પકડ્યો : બસ કર. હવે મારો સમય આવી ગયો.

તાનિયાનું કાળજું કપાયું.

‘મને કહે તાનિયા, નટરાજ વેચવાનું શું છે?’

આંખો પહોળી કરીને ગૂંગળાતા સ્વરે પુછાયેલા પ્રfને તેમના કપાળે બાઝેલો પ્રસ્વેદ લૂછતી તાનિયાને ડઘાવી દીધી, ‘તમને કોણે કહ્યું?’

‘મતલબ ખબર સાચા...’

તાનિયાએ હોઠ કરડ્યો. છાતીમાં પીડા થઈ રહી છે, તરફડાટ છે છતાં આ માણસનો જીવ નટરાજમાં છે! ઓહ, આરવ-નિસર્ગભાઈ-કોઈ આવતું કેમ નથી!

‘મને ટાળ નહીં તાનિયા...’ મરતો માણસ વધુ જોર દાખવે એમ ડાબા હાથે તેમણે તાનિયાનો હાથ જોરથી હલાવ્યો. જાણે કહેતા હોય - મારી નજરો વાંચીને હું શું કહેવા માગું છું એ સમજ!

નજરોની તારવણીની કસોટી બહુ વસમી લાગી.

‘તાનિયા, મેં બધું મારાં દીકરા-વહુઓને સોંપ્યું. તેમનાથી...’

હાંફે તેમને વધુ બોલ ન દીધા, પણ તાનિયા વણકહ્યું બરાબર સમજતી હતી. આમ તો અમરનાથે પોતાનું સર્વ કંઈ બે પુત્રોમાં વહેંચી દીધું હતું. નટરાજની જવાબદારી સહિયારી હતી, પણ વિલમાં કે ક્યાંય પણ એવો ઉલ્લેખ યા શરત નહોતી કે તેમનાથી નટરાજ વેચી જ ન શકાય!

‘તમે નાહક વસવસો કરો છો સ૨...’ તાનિયાએ ભારથી કહેવું પડ્યું, ‘ખબર જૂઠા છે. તમારા લોહી પર ભરોસો રાખો. તમારી હયાતીમાં નિસર્ગ-નિનાદભાઈ નટરાજ કદાપિ નહીં વેચે.’

‘મતલબ, પછી વેચી દેશે?’ અમરનાથનો આઘાત બેવડાયો, ‘તું એવું નહીં થવા દે તાનિયા... તું જાણે છે કે નટરાજ શું છે... એને સ્થાનભ્રષ્ટ ન થવા દેતી તાનિયા, તને તારા આરવના સોગંદ!’

તાનિયા સ્તબ્ધ. આ ૫ળે અમરનાથને કેમ સમજાવવું, શું સમજાવવું!

એ જ વખતે લિફ્ટ ખૂલવાના અવાજ સાથે આરવ-નિસર્ગ-મિતાલી વગેરે આવી રહ્યાના પગરવ સંભળાયા.

અમરનાથ પરવશતાથી આંખો મીંચી ગયા.

પાછલી થોડી ક્ષણો સુધી કદી કલ્પના નહોતી થઈ કે ક્યારેક નટરાજ નહીં રહે! આનાથી વસમું શું હોય. મારી જિંદગીનો અંત આ ખબરથી જ આવી શકે. ઓહ. તબિયતની લાચારી ન હોત તો છોકરાઓને સમજાવ્યા હોત, બે અડબોથ ઠોકી વાર્યા હોત, વસિયતમાં લખી નાખ્યું હોત... પણ આ આખરી ઘડીએ કોઈ મારું વણકહ્યું સમજી શકે તો એ માત્ર તાનિયા છે. તે બધું જાણે છે. મને તારો જ આશરો છે! તેમણે વળી તેને નિહાળી,

‘આ એક ખબરે મને મૃત્યુના દ્વારે આણી દીધો તાનિયા...’ છેવટનું જોર અજમાવીને તેઓ નજરથી આજીજી કરે છે, ‘મને જવાનો ગમ નથી, મૃત્યુથી હું વિશાખાને પામીશ... પણ અમારું નટરાજ... વચન દે તાનિયા, તું નટરાજને કંઈ નહીં થવા દે... તારા વચન વિના મારો જીવ ગતે નહીં જાય...’

દઅãક્ટભાષા ઉકેલતી તાનિયાની આંખો વરસતી હતી. વચન તો આપતાં આપી દેવાય, ખરું મહત્વ એને પાળવાનું. એ ક્યાંથી શક્ય બનશે? છેવટના સમયે, અમરનાથસરને હું જૂઠું વચન તો કેમ દઈ શકું? તાનિયાનું હૃદય બોઝિલ હતું, મન મૂરઝાતું હતું.

ત્યાં ધડાધડ સૌ આવી પહોંચ્યા.

‘ઓ માય ગૉડ!’ નિસર્ગ-નિનાદ પિતાની હાલતનો આઘાત પામ્યા, વહુઓ રડવા લાગી. વજ્રના રહીને આરવે પરિસ્થિતિ તો સંભાળી, ‘છોટુ, સ્ટ્રેચરવાળાને આવવા દો.’

નિસર્ગ-નિનાદ-આરવે મળીને અમરનાથને બેડ પરથી સ્ટ્રેચર પર લીધા. તાનિયાનો હાથ છૂટuો.

સ્ટ્રેચરમાં લિફ્ટ તરફ સરકતાં પણ અમરનાથ ડોક પાછળ કરવાના યત્ન સાથે તાનિયાને જ નિહાળી રહ્યા.

એ યત્ન, એ નજર તાનિયાથી જીરવાઈ નહીં.

લિફ્ટનો દરવાજો ખુલ્લો હતો. સ્ટ્રેચર લિફ્ટમાં દાખલ થયું કે નજરના તાર તૂટ્યા ને તાનિયા દોડી, હાંફતા શ્વાસે ચિલ્લાઈ, ‘વચન!’

તૃપ્તિ અનુભવતા અમરનાથને પીડા ન રહી. તેમણે ડોક ઢાળી દીધી.

પોતાના માનીતા સિતારાના ખરી પડવાનો ગમ હોય એમ આસમાન પણ રડી ઊઠ્યું. મુશળધાર વરસાદની હેલી વચ્ચે ખબર પ્રસર્યા : દુનિયાના તખ્તા પરથી અમરનાથની એક્ટિઝ! ભારતીય સિનેમાના અતિ લોકપ્રિય કલાકાર અમરનાથ આપણી વચ્ચે નથી રહ્યા!

€ € €

‘ફાઇનલી, નટરાજ વેચાય છે.’ બોલનારના સ્વરમાં વ્યથા હતી, સાંભળનારની આંખો ભીની થઈ.

અમરનાથના દેહાવસાનને આજે મહિનો થયો છે. રિવાજ મુજબની ઉત્તરક્રિયા પતાવી, વરસી વાળી ઘરના ચોખ્ખા થઈ ગયા છે. અમરનાથની વિદાયનું દુ:ખ ચોક્કસ છે એમ હવે બધું વેચી-સાટીને જીવનમાં આગળ વધવાનો ઇરાદો પણ ખરો. છેલ્લા અઠવાડિયામાં એની જ ચર્ચા અફળાતી રહી છે. એમાં હવે ભટનાગર સાથે સોદો પાકા થયાના ખબર.

તાનિયાએ અશ્રુ લૂછ્યાં, આરવે ઉમેરો કર્યો‍, ‘આવતા અઠવાડિયા સુધીમાં દસ્તાવેજ તૈયાર થઈ જશે. પછી જ સમાચાર જાહેર કરવામાં આવશે.’

‘મતલબ આપણી પાસે અઠવાડિયું છે.’

આરવ તેને તાકી રહ્યો. ઘણું પૂછવું હતું તાનિયાને.. અમરનાથને એકાએક હૃદયરોગનો હુમલો કેમ થયો, તેં ‘વચન’ કહ્યું અને તેમના પ્રાણ ગયા - આ બધું શું છે? પણ શોકમગ્ન તાનિયાને કશું પૂછવાની અવસ્થા જ નહોતી. નિસર્ગભાઈએ થોડીઘણી પૂછપરછ કરેલી, તાનિયા ત્યારે પણ ખૂલી નહોતી.

કંઈક તો છે જે તાનિયા તેની ભીતર થમાવી બેઠી છે. હવે એ સપાટી પર આવી રહ્યું છે.

‘તમને યાદ છે આરવ - અખબારમાં નટરાજ વેચાવાના ખબર આવેલા? આ સમાચાર તેમનાથી છૂપા ન રહ્યા.’

આરવને આઘાત ન લાગ્યો. અમરનાથને હાર્ટ-અટૅકનો હુમલો અવસ્થાવશ ન હોય તો આવા જ કશા આઘાતની દેન હોવાનો. નોકરોની વાતચીત અજાણતાં જ કાને પડી અને...

‘તેમને બહુ વસમું લાગ્યું.’ તાનિયાએ સ્વસ્થતા ટકાવી. આરવ-તાનિયાનો અમરનાથ સાથેનો સહેવાસ ભલે વ૨સનો હોય, પોતાનું અંગત સ્વજન ગુમાવવા જેટલી જ તેમની પીડા

નિસર્ગ-નિનાદથી તસુય ઊતરતી નહોતી.

‘એનું કારણ આજે તમને કહું છું.’ તાનિયા કહેતી રહી. આરવ અભિભૂત બન્યો.

‘...દિવસોથી મારા મનમાં ઘૂંટાતું મેં કહ્યું ને ત્રીજી બપોરે તો માણસ ન-હતો થઈ ગયો! પણ જતાં-જતાં બહુ કપરી જવાબદારી મારા માથે નાખી ગયા છે સર...’

આરવે તાનિયાનો હાથ હાથમાં લીધો. ઊગતી રાતે બેઉ નટરાજના પ્રાંગણમાં બાંકડે બેઠા હતા.

‘કોઈ જવાબદારીમાં તું એકલી નથી તાનિયા, સ્મરણ રહે.’

તાનિયા નિકટ સરી. શોકમાં પ્રીત ઘૂંટાઈ હતી. આરવ તેનો કેટલો ખ્યાલ રાખતો અને હવે તેના થકી જ વચનની ગંગોત્રી પાર કરવાની છે!

‘જાણો છો આરવ, નટરાજ માટે આ૫ણે પ્રિપેર્ડ હતાં, પણ જીવનના અંતિમ શ્વાસે અમરનાથ નહોતા

ઇચ્છતા કે નટરાજ વેચાય.’ તાનિયાએ કહેવા માંડ્યું. અમરનાથની બેલ, પોતાનું દોડી જવું, પછી મોટે ભાગે નજરોથી થયેલા સંવાદો કહીને તેણે ઉમેર્યું, ‘અને બસ, મારા વચન કહેતાં તેમણે મુક્તિ લઈ લીધી.’

આરવ વિચારમાં પડ્યો. તાનિયાએ વચન આપ્યું, એના પાલનની કટિબદ્ધતા પણ હોય; પરંતુ સોદો રોકવાની અમારી હેસિયત શું? નિસર્ગ વગેરે ઉમદા માણસો છે, અમરનાથના રહેતા નટરાજ ન વેચવાની વિનંતી તેમણે માન્ય રાખેલી. હવે સરના ગયા પછી પણ જો સોદાનો વિરોધ કરીએ તો તેમને ક્યાંક એવુંય લાગી આવે કે અમરનાથના જતાં તાનિયા અને થિયેટર જવાથી હું, અમે બઉ છત્ર વિનાના થયાં એટલે સદ્ગતના નામે રોડા નાખીએ છીએ! તાનિયાની ભાવનાત્મક વાતોમાં પણ તેમને બદઇરાદો જ ગંધાય!

‘બધો આધાર વાતની રજૂઆત પર છે.’ તાનિયાએ નજરો મેળવી,

‘મારા ખ્યાલથી આપણે એક નાટક કરવું જોઈએ.’

આરવ પ્રેયસીને તાકી રહ્યો.

€ € €

‘નાટક!’ પાંચમા દિવસે તાનિયાએ નિસર્ગ વગેરેને કહેતાં તેમણે અચરજ જતાવ્યું, ‘પ્રથમ તો તું આરવ સાથે ભજવણી કરવાની એનો આનંદ. તારામાં અભિનયની ટૅલન્ટ પણ છે. ’

‘ટૅલન્ટની તો ખબર નથી.

ડોન્ટ નો, કેવું કરી શકીશ; પણ મારે કરવું છે. સમજો કે સર-મૅડમને અમારી શ્રદ્ધાંજલિ છે. ’

‘ઇટ ઇઝ ગુડ કે પરમ દિવસે ભટનાગર સાથે ડીલ સાઇન થાય એ પહેલાં કાલે રવિવારના રોજ નટરાજમાં આખરી શો તમે ભજવવા માગો છો - નાટuગૃહ વેચાતાં અગાઉ પપ્પા-મમ્મીને શ્રદ્ધાંજલિરૂપે નાટક કરવાનું જ હોય એ ધ્યાન તમને રહ્યું, પણ એને એક્સક્લુઝિવલી અમારા પૂરતું રાખવાની શી જરૂર છે?’

‘નિસર્ગભાઈ, થિયેટર આપણું, પ્રસંગ આપણો; પછી પ્રેક્ષકોની જરૂર શું છે?’

ત્યારે નિસર્ગે સંમત થવું પડ્યું - ભલે, રવિની સાંજે છથી નવનો શો તમારો!

શોમા શું થવાનું હતું એની ક્યાં ખબર હતી?

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK