કથા-સપ્તાહ - આરાધના (જીવનધારા : 3)

નટરાજ નાટ્યગૃહ.


અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |  4  |


સૂર્યોદયનાં કેસરી કિરણોથી ઓપતો પરિસર નિહાળીને તાનિયા હળવો નિ:શ્વાસ જ નાખી શકી.

અમરનાથની ફૅમિલી-લાઇફ અત્યંત સ્ટેબલ રહી. રોમૅન્ટિક ઇમેજ છતાં નામ પૂરતાં પણ કોઈ જોડે લવ-લફરાં નહીં. જીવનભર વિશાખાના પાલવડે બંધાયેલા રહ્યા. બેઉ દીકરાઓ તેમના પ્રાણપ્યારા. તેમના માટે ક્વૉલિટી ટાઇમની પણ અછત નહીં. જોકે નિસર્ગ-નિનાદને પહેલેથી ફિલ્મ કે થિયેટર પ્રત્યે લગાવ નહોતો. અમરનાથ હસતા - બેઉ પર મારા પિતાજીનો હાથ ફર્યો છે એટલે બિઝનેસમેન થવાના!

જ્યારે અમરનાથ-વિશાખા બન્ને કલાકાર જીવ, ભાવનાવાદી. શરૂથી એવી નેમ કે આપણું થિયેટર પ્રૉફિટ-મેકિંગ સેન્ટર નહીં હોય... બલ્કે ઊગતી પ્રતિભાઓને મોકળું મેદાન મળે, નાટ્યપ્રવૃત્તિ ફળેફૂલે એ જ નટરાજનું માહાત્મ્ય.

અમરનાથની આવકનું મહત્તમ ફન્ડ તેમણે નટરાજના જતનમાં વાળ્યું હતું. વિશાખા હતાં ત્યાં સુધી અમરનાથની કરીઅર બરાબર દોડી રહી હતી. હા, અવસ્થા થતાં હીરોમાંથી કૅરૅક્ટર રોલ તરફનો બદલાવ સહજતાથી સ્વીકારીને તેઓ વ્યસ્ત રહેતા અને એટલી જ વિશાખાની પ્રવૃત્તિઓ ધમધમતી રહેલી : ડ્રામાની વર્કશૉપ, આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓ, પ્રયોગાત્મક રજૂઆતો... અને તેમનાં ખુદનાં નાટકો તો ખરાં જ.

ઘરની બાજુમાં આવેલા નાટ્યગૃહ ફરતે કમ્પાઉન્ડ-વૉલ સ્વાભાવિકપણે કરવી પડી. એમ ઘરનાએ કમ્પાઉન્ડ વટાવવાની જરૂર ન પડે એ માટે વિશાખાની ઑફિસની રૂમને ઘર સાથે જોડી રખાઈ હતી. નાટક જોવું હોય તો તેની ઑફિસમાંથી જ લિફ્ટ દ્વારા સીધા બાલ્કનીના એક્સક્લુઝિવ બૉક્સમાં જઈ શકાતું. ખાસ તો સિનેસ્ટાર અમરનાથની હાજરીથી શ્રોતાઓનો માહોલ બદલાઈ જાય, નાટક નેપથ્યમાં જતું રહે એ નિવારવા બૉક્સને પણ અંદરથી બહાર જોઈ શકાય પણ બહારથી અંદરનું ન દેખાય એવા કાચથી કવર કરાયેલું. પત્ની સાથે સહજપણે અમરનાથ નાટક જોઈ શકતા.

ઘણી વાર એવું બનતું કે

કલાકાર-કસબીઓને નાટ્યગૃહનું ભાડું પરવડે નહીં ત્યારે ટિકિટની આવકનો ફાળો પણ વિશાખા જતો કરતાં : તમે કલાકારો વહેંચી લો. એથી કળા તો જીવંત રહેશે!

કેવો ઉમદા સ્વભાવ, કેટલાં નોબલ લેડી. અને નટરાજને સવર્સાિધ્ય બનાવવાની ધૂન પણ એવી જ. અંત સમય સુધી કાર્યરત રહ્યાં. આજથી પંદર વર્ષ અગાઉ મૃત્યુની રાત્રે નાટકનો શો પતાવીને અમરનાથ સાથે ઘરે આવ્યાં, ‘મને કંઈ થાય છે...’ એટલું કહીને તરત જ અમરનાથના ખભે ડોક ઢાળી દીધી!

૫૮ની ઉંમર નાની ગણાય એમ તેમની હેલ્થ જોતાં જવાની પણ ન ગણાય. એટલું કે લીલી વાડી મૂકીને ગયાં. વીત્યા ગાળામાં બેઉ દીકરા પોતપોતાના ધંધામાં સેટ થઈને પરણી ચૂકેલા. વહુઓ મિતાલી અને અનુષ્કા ગુણવંતી હતી. નિસર્ગ-નિનાદમાં સંપ હતો. છતાં શરૂથી જ તેમણે દીકરાઓને ત્રણ માળના ઘરનો એક-એક માળ વહેંચી આપેલો. પોતે ત્રીજા માળે શિફ્ટ થઈ ગયેલા : અહીંથી મારું નટરાજ સુપેરે દેખાય! ઘરમાં લિફ્ટ હતી એટલે માળનો વાંધો પણ શું હોય? બન્ને દીકરાને ત્યાં પાછા એક-એક દીકરા. તેમને તો વિશાખા પોતાની સાથે ને સાથે રાખતાં. અમરનાથે પણ હવે કામ મર્યાદિત કરી દીધેલું.

નિરાંતની વૃદ્ધાવસ્થા માણવાના સમયમાં પત્ની હાથતાળી દઈ ગઈ એનું બહુ વસમું લાગેલું અમરનાથને. હવે તે સમય જીવતા નહોતા, પસાર કરતા હતા માત્ર. નિનાદ-નિસર્ગને આની પીડા હતી. વહુઓ પણ fવશુરજીનો ધબકારો પ્રેરવા પાર્ટી-પિકનિકના પ્રોગ્રામ બનાવતી, પણ અમરનાથ એ બધાથી જાણે ક્યાંક દૂર જતા રહ્યા હતા. જીવનમાંથી તેમનો જીવ ઊડી ગયો હતો. ‘મારાથી જીજુને આ હાલતમાં જોવાતા નથી.’ સ્વાતિએ તો પછી ઇન્ડિયા આવવાનું જ બંધ કરી દીધું.

અમરનાથે ફિલ્મોમાંથી સંન્યાસ લઈ લીધો. તેમના સવાર, બપોર, સાંજ નટરાજમાં વીતતી. અને પછી બે વરસ અગાઉ પૅરેલેસિસનો અટૅક...

અમરનાથ વધુ એકાકી બન્યા. બહા૨ના કોઈને મળવાનું નહીં. ત્રીજા માળની બારીમાંથી નટરાજને નિહાળતા રહે. મેઇડ-સર્વન્ટ્સ તેમને કોઈ તકલીફ ન પડવા દે એ તો સાચું જ, નિસર્ગ-નિનાદ પણ એટલી જ કાળજી રાખે. રાત્રે જમવાનું ત્રીજા માળે સૌનું ભેગું જ થાય. તેમની લાગણી અમરનાથને સ્પર્શે. તેમનું મન રાખવા અમરનાથ થોડીઘણી પ્રતિક્રિયા આપે. બાકી તે તો એકાકી જ હોય. 

વળી નિસર્ગ-નિનાદને ફિલ્મો-નાટકમાં રુચિ નહીં એટલે ઝાઝી જાણકારી પણ નહીં. તેમની વાતો વ્યાપારની હોય. પૌત્રો વિદેશ ભણવા ગયા, વહુઓ

કિચન-શૉપિંગની ગૉસિપ કરી જાણે એટલે અમરનાથને રસ પણ શું પડે? અમરનાથે જાતને આ ત્રીજા માળ પૂરતી, નટરાજ પૂરતી સીમિત કરી રાખી છે.

એક વર્ષ અગાઉ બે વ્યક્તિના આગમને તેમના રૂટીનમાં ધબકારો પૂર્યો ગણાય. ઘરે તાનિયા અને નટરાજમાં આરવ. પુત્રોને સમય નહોતો, વહુઓને ફાવટ નહીં એટલે અમરનાથની માંદગીમાં નટરાજના સંચાલન માટે મૅનેજર કક્ષાના આદમીની જરૂર વર્તાઈ. ચોવીસેક વર્ષનો આરવ એ અર્થમાં બધી રીતે યોગ્ય હતો.

માતા-પિતાના દેહાંત બાદ સંસારમાં એકલો થયેલો આરવ કલાકાર હતો. અત્યંત રૂપાળો, પોતાની નાટકમંડળી શરૂ કરવાનાં તેનાં અરમાન હતાં, પણ ખિસ્સું ખાલી. આવા તો કંઈકનું આશ્રયસ્થાન હતું નટરાજ, નટરાજની કૅન્ટીન. ત્યાં કામ કરવું અહોભાગ્ય ગણાય. વિશાખા મૅડમ વિશે એટલું સાંભળ્યું છે કે તેઓ અજાણ્યા લાગતાં નથી. અમરનાથની હાલત જોઈને મન દ્રવી ઊઠેલું. આરવ ગ્રૅજ્યુએટ હતો. નાટકો થકી તેનો ગુજારો થતો, પણ ભાડાનું ઘર રહે એમ નહોતું. એ ખાલી કરવાની સાથે આરવનો નટરાજમાં નંબર લાગી ગયો એમાં તેનો રસ, તેની અભ્યાસવૃત્તિ પણ કારણભૂત ખરી.

બહુ જલદી આરવે સૌનો વિfવાસ જીતી લીધો. વહીવટમાં એકસૂત્રતા આણી. નિસર્ગ યા નિનાદનો ચંચુપાત નહી. ‘અમારા પેરન્ટ્સનાં નામ-કામ ડૂબવાં ન જોઈએ’ એટલી જ તેમને કન્સર્ન. માની વિદાય, પિતાની બીમારી પછી નટરાજના ફન્ડિંગની વ્યવસ્થા ખોરવાઈ હતી. પપ્પા છે ત્યાં સુધી તો નટરાજ તેમની ગાઇડલાઇન અનુસાર જ ચલાવવાની પુત્રોની સ્પષ્ટ સૂચના હતી. વહુઓની એમાં દખલ નહીં.

પોતે પણ એ જ અરસામાં અહીં જોડાઈ હતી... બહુ જલદી અમરનાથને ગોઠી ગયું. એમાં આરવની કંપની ભળે તો અમરનાથને તો જાણે જલસો થઈ જતો. આરવ સાથે વાતો કરતી ત્યારે તાનિયાને સમજાતું કે નટરાજ દ્વારા અમર-વિશાખાએ કેવો કલાયજ્ઞ માંડ્યો છે.

રોજ સાંજે તાનિયા તેમને પેલા બૉક્સમાં લઈ જાય. કશી પ્રવૃત્તિ ન હોય તો પણ અમરનાથ ત્યાં જવાનો આગ્રહ રાખે. એકલા બેસીને જાણે શું તાકી રહે! પાછલા છએક માસથી અમરનાથથી સરખું બોલી પણ નથી શકાતું, પરંતુ અનુભવે તાનિયા તેમના ગૂંચળા વળતા શબ્દો સરળતાથી પારખી શકતી. અરે, તેમની આંખોના ભાવથી તાનિયા સમજી જતી કે તેઓ શું કહેવા માગે છે!

‘તમે બન્નેએ પપ્પાની પાછલી અવસ્થામાં સ્મિત આણ્યું છે, સુકૂન આણ્યું છે.’ ૪૮-૪૯નો થયેલો મોટો નિસર્ગ રણકાભેર કહેતો, ‘હું જાણું છું કે તમે

આ નોકરી પૂરતું નથી કરી રહ્યા. યુ આર ફૅમિલી.’

અત્યંત ગરવાઈપૂર્ણ કુટુંબ જ આમ કહી શકે, માની શકે...

અલબત્ત, ક્યારેક અમરનાથની ગેરહાજરીમાં બેઉ ભાઈઓ એવું ચર્ચી લે ખરા કે પપ્પાના ગયા બાદ નટરાજનું વિચારવું પડશે... આઇ ડોન્ટ થિન્ક આપણે એને વધુ રન કરી શકીએ...

આમ જુઓ તો નુકસાની વેઠીને નટરાજ ચાલુ રાખવાનું હિતાવહ પણ ગણાય? માલિક તરીકે એના ભાવિનો ફેંસલો કરવાનો હક છે નિસર્ગ-નિનાદને. ભલે એ નિર્ણય દુ:ખદ હોય, ઉદાસીપ્રેરક હોય. કાયમ કશું રહેતું નથી. નટરાજ પણ કેમ રહે?

‘નટરાજ વેચાઈ જશે?’ આરવ-તાનિયા એકમેકનું દર્દ વહેંચી શકે એટલી ઘનિષ્ઠતા કહો કે આત્મીયતા રચાઈ ગઈ છે વીત્યા વરસમાં. અમરનાથને એનો આનંદ. તાનિયાને કહેતા પણ - તમને બન્નેને જોઈને મને અમારી જુવાનીના દિવસો સાંભરી જાય છે!

‘હું તો એટલું પ્રાર્થું છું આરવ કે પુત્રો મજબૂર થાય એ પહેલાં અમરનાથનું આયખું ખૂટે.’

આરવ સમજતો કે અમરનાથનું આનાથી ભલું કંઈ ન હોય.

- પણ છેવટે ન થવાનું જ થયું. પિતાના આયખા પહેલાં પુત્રોની ધીરજ ખૂટી ગઈ! નહીં, આનો જવાબ તો હું નિસર્ગભાઈ-નિનાદભાઈ પાસેથી લેવાની! નટરાજ માત્ર નાટ્યગૃહ નથી, તમારાં મધરની કલાની તપસ્યા છે, પિતાના પ્રણયની આરાધના છે... તમને એવી શું ધાડ પડી કે પિતાના મરવાનીયે રાહ નથી જોઈ શકતા?

એ જ વખતે આરવે ફોન રણકાવ્યો, ‘તાનિયા, કંઈ જાણ્યું?’

‘જાણ્યું...’ થોડી દૂર સરકીને તાનિયાએ મક્કમતાથી ઉમેર્યું, ‘આનો જ ખુલાસો માગવા અત્યારે નીચે જઈ રહી છું. તમે પણ આવી જાઓ...’

ફોન કટ કરતી તાનિયાને થયું કે ભલે આજે ઘરમાં નવાજૂની થઈ જતી!

€ € €

‘હું કોઈ ખુલાસો સાંભળવા નથી માગતો...’

દસેક વાગ્યે, અમરનાથ માટે વિશાખા મૅડમના નાટકની ઘ્D ચાલુ કરીને તાનિયા ભોંયતળિયે મોટા દીકરા નિસર્ગભાઈને ત્યાં પહોંચી ત્યારે જાણ્યું કે અહીંનું વાતાવરણ પણ તંગ છે.

‘તમે છાપામાં વાંચ્યું?’

તાનિયા-આરવની સૂરત જોઈને મોટાં વહુ મિતાલીબહેનને અંદાજ આવી ગયો.

‘પપ્પાને કંઈ કહેશો નહીં. બે દિવસ અગાઉ અમારે બિઝનેસ-પાર્ટીમાં જવાનું થયેલું. ત્યાં બિલ્ડર ભટનાગર મળી ગયા.’

માંડીને વાત કરવાની ટેવવાળાં મિતાલીબહેને કહેવા માંડ્યું, ‘શહેરના ટોચના બિલ્ડર ગણાતા ભટનાગરની નજર નટરાજ પર છે. મુંબઈમાં, જ્યાં જગ્યાનો અભાવ છે ત્યાં એકરોમાં માત્ર એક ઘર અને એક થિયેટર હોય ત્યાં ડેવલપમેન્ટનો સ્કોપ કેવો જબરદસ્ત ગણાય. વરસેકથી ભટનાગર મંડી પડ્યા છે નિસર્ગ-નિનાદ પાછળ - તમે બિઝમેનમૅન છો, ઑપોર્ચ્યુનિટીને ઓળખો તો ખરા! ’

તકને પકડવાની રમતે જ માનવીને તકસાધુ બનાવી દીધો છે!

‘આધેડ વયના ભટનાગર જમાનાના ખાધેલ છે. તેમનો પ્લાન અહીં ટાઉનશિપ ઊભી કરવાનો છે. પ્રોજેક્ટમાં ભાગીદારી ઉપરાંત બે ભાઈઓને સ્વતંત્ર પેન્ટહાઉસ આપવાની તેમની તૈયારી છે...’

આરવ-તાનિયાની નજરો મળી, છૂટી પડી.

‘ઍન્ડ બિલીવ મી કે ભટનાગર એકલા નથી. છાશવારે નિસર્ગ-નિનાદને આવું કહેનારા મળી જાય છે, યુનો. ચૅરિટીમાં થિયેટર ચલાવવું, મેઇન્ટેઇન રાખવું સરળ નથી એ ઉઘાડી હકીકત છે. આઇ ઍમ સૉરી, પણ વ્યાપાર-વતુર્ળથમાં ઇમોશન્સને સ્થાન નથી હોતું.’

તાનિયાએ હોઠ કરડ્યો. આરવને સમજાતું હતું કે કેટલી હદે

નિસર્ગભાઈ-નિનાદભાઈનું બ્રેઇન-વૉશિંગ થતું હશે, ખાસ કરીને અમરનાથ લકવાગ્રસ્ત બન્યા પછી. પિતા પ્રત્યે દીકરા-વહુઓની લાગણી શુદ્ધ હતી, પરંતુ તેમના થિયેટરના લગાવને ક્યાં સુધી સહેવો! પાછું પિતાને આપણે સાચવી લઈશું એ મતલબની ધરપત પણ આગળ વધવા પ્રેરવાની. આ તમામ બાબતો નિસર્ગ-નિનાદને થિયેટરથી દૂર ને દૂર લઈ જતી રહી છે, લક્ષ્મણરેખા પાર કરવા હળવા એક ધક્કાની જરૂર છે.

આમ તો તેઓ કહેતા રહે છે કે પપ્પા છે ત્યાં સુધી નટરાજ જેમ ચાલે છે એમ જ ચાલશે, પણ લાગે છે કે ભગનાગરના ધક્કાએ રેખાની સામી બાજુ કૂદી જવાયું... બે દિવસ અગાઉની પાર્ટી તેઓ કમિટ કરી બેઠા હશે.

‘કમિટમેન્ટ તો નહીં, પણ જનરલ ટૉક થયેલી.’ મિતાલીબહેનેએ ફોડ પાડ્યો, ‘નિસર્ગે કહ્યું કે જોઈશું, નાટ્યગૃહની જગ્યાના બીજા ઑપ્શન્સ વિચારીશું... અનફૉચ્યુર્ને ટલી તેમની વાતો પાર્ટીમાં મોજૂદ મીડિયાના પત્રકારના કાને પડી એમાં વતેસર થઈ ગયું. અખબારના પત્રકારે છાપી માર્યું કે નટરાજ વેચાઈ રહ્યું છે!’

ઓહ. તાનિયા-આરવને હવે ગડ બેઠી.

‘આજે સવારથી જાણે પસ્તાળ પડી છે. અમે કહી-કહીને થાક્યા કે આવું કંઈ જ નથી.’ મિતાલીબહેને ઉમેર્યું, ‘તમે નિgત રહેજો. પપ્પા છે ત્યાં સુધી નટરાજ નહીં કાઢીએ...’ તેમણે ઊંડો fવાસ લીધો, ‘નિસર્ગ અત્યારે અખબારના તંત્રી સાથે જ બાઝી રહ્યા છે - જુઓ, બદનક્ષીના દાવાની ધમકી આપી ત્યારે તે માફી માગવા લાગ્યો...’

નિસર્ગે પણ ઠંડા થઈ ‘કાલે ખોટા ખબરની ક્ષમા માગી લેજો’ની નોંધ સાથે વાર્તાલાપ પતાવ્યો.

‘યસ આરવ-તાનિયા!’ નિસર્ગભાઈએ તેમના તરફ હળવું સ્મિત ફરકાવ્યું, ‘હોપ, તમારી ગેરસમજ પણ દૂર થઈ ગઈ હશે.’

‘જી...’ તાનિયા બોલી, ‘ન્યુઝવાળું

પાનું મેં તો ફાડીને કચરાપેટીમાં પધરાવી દીધું છે.’

‘તમને ડૅડીની કેટલી કન્સર્ન છે. છતાં એક વાત તમે પણ સમજી લેજો.’ નિસર્ગભાઈ સહેજ ગંભીર બન્યા, ‘ડૅડી છે ત્યાં સુધી જ નટરાજ રહેશે. પછી એનો આગ્રહ, નાટ્યગૃહ રાખવાની કાકલૂદી કરતા નહીં.’

‘તમે આટલું કરશો એ પણ પૂરતું

છે.’ તાનિયા.

પછી તો નિનાદભાઈ, તેમનાં વાઇફ પણ આવ્યાં. તેમણે પણ આવી જ

ખાતરી ઉચ્ચારી.

તાનિયા-આરવને લાગ્યું કે વિઘ્ન હાલ પૂરતું તો ટળ્યું! શું થવાનું હતું એની કોને ખબર હતી?

(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK