કથા-સપ્તાહ - અંશ (અંતરનાં સુખદુખ : 4)

‘હું ઓમ. ચિત્તોડના અનાથાશ્રમમાં ઊછર્યો છું.


અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |  4  |  5 


મારી મા સાંવરી હયાત નથી અને પિતા સૈનિક હતા એટલું જાણું છું.’

ઓમે જુલી સમક્ષ સ્મિત ફરકાવ્યું, ‘મને વેર નથી, કોઈ પ્રત્યે ફરિયાદ નથી. હું મજબૂરીનું નહીં, તેમના પ્રણયની પેદાશ છું એવું મારી મા બાબુજી (વિદ્યાધન)ને કહી ગઈ એ ગવાહી પૂરતી છે. ’

આમાં બનાવટ નહોતી...

વિદ્યાધનની નિશ્રામાં આશ્રમમાં બાળકોમાં અનાથપણાની લઘુતાગ્રંથિ બંધાવાનો પ્રશ્ન નહોતો. હેતની ઊણપ વર્તાતી નહીં એટલે આત્મવિશ્વાસ નિખરી આવતો. પુખ્ત વયે આશ્રમ છોડવાનું બને ત્યારે સમાજમાં ટટ્ટાર ગરદને ભળી શકાતું.

પણ એ બધું વિદ્યાધનજી હતા ત્યાં સુધી... ઓમ ૧૬નો થયો એ વરસે તેમણે અંતિમ વિદાય લીધી.

લાંબી માંદગીમાં તેમને મૃત્યુનો અણસાર આવી ગયો હશે એટલે ઓમને નજીક બેસાડીને તેના વિશે જે જાણતા હતા એ સર્વ કંઈ કહી દીધેલું. ઓમને પોતાની ઊપજનો બોજ કદી વર્તાયો નહોતો. એનાં સત્યો જાણ્યા પછી વધુ હળવા થવાયું.

હા, બાબુજીના જવાનો શોક

હતો. આશ્રમમાં સૌ કોઈને હતો. તેમની પાછળ શ્રીધરબાબુ પણ નોકરી છોડી ગયા.

નવી નિમણૂક પામેલા સંચાલક દામોદરમાં એવું હૃદય નહોતું. બલ્કે પ્રૌઢ વયનો દામોદર વિકૃત હતો.

એક વાર ઓમ નાહીને કપડાં પહેરતો હતો ત્યાં આવી ચડેલો. ‘મારે તને આમ ઉઘાડો જ જોવો હતો... યુ આર ધ માસ્ટરપીસ.’

એનો ડબલ મીનિંગ સમજવા જેટલી સમજ ઓમને ત્યારે નહોતી, પણ તેની નજરના ભાવ ચીડ ઉપજાવનારા હતા. મોં બગાડીને તે ત્યાંથી તો છટકી નીકળ્યો, પણ પછી દામોદર જાણે પેધો પડ્યો. રાત્રે પગ દબાવવા બોલાવીને ગમે એવી ચેષ્ટા ક૨ે, દિવસે પણ તક મળતાં ગમે ત્યાં સ્પર્શી લે...

ઓમને ગુસ્સો ચડતો, ઘૃણા છૂટતી. માત્રા એટલી વધી કે એક દહાડો દામોદરનું માથું દીવાલમાં અફાળીને તે આશ્રમમાંથી ભાગ્યો એ ભાગ્યો!

માથે છત વિના ટકવાના સંઘર્ષે તેને ખડતલ બનાવ્યો. ચિત્તોડ છોડતા પહેલાં આશ્રમના ટ્રસ્ટીઓને ફોન જોડીને દામોદરની હલકટાઈથી માહિતગાર કરી દીધેલા. તેની હકાલપટ્ટીના ન્યુઝ સમાચારપત્રોમાં છપાયા ત્યારે ઓમ જયપુર હતો...

આશ્રમ છૂટતાં અભ્યાસ અધૂરો રહ્યો એટલે મહેનત-મજદૂરી સિવાય પેટિયું રળવાનો વિકલ્પ નહોતો. કે પછી હતો?

ચડતી જવાનીનું જોશ તેની ઊર્મિઓને ધગવી જતું. અઢારની ઉંમરે તે વીસ-બાવીસના જુવાન જેવો દેખાતો. વસ્તીની છોકરીઓ જ નહીં, ભાભીઓ પણ તેની તાકઝાક કરતી રહેતી. આકર્ષક દેખાવની પોતાની મૂડી પ્રત્યે તે સભાન બન્યો.

‘તારા બલિષ્ઠ દેહથી મારી ભૂખ ભાંગ તો તને માલામાલ કરી દઉં.’ બાજુવાળી માયાભાભીએ નફ્ફટપણે પ્રસ્તાવ મૂક્યો એમાં ઓમને જીવનપથ જડી ગયો : તનતોડ મહેનત કરીને ઝૂંપડે જ રહેવાનું હોય એના કરતાં સ્ત્રીઓની ભૂખ ભાંગીને બે પાંદડે કેમ ન થવું?

‘અને બસ, હું એસ્ર્કોટના રસ્તે વળી ગયો. મોટાં શહેરોમાં વધુ તક હોય એમ માની મુંબઈ મૂવ થયો... મને મારા ધંધામાં શરમ, સંકોચ નથી. આજે તારી સાથે અપૉઇન્ટમેન્ટ હતી, પણ તને જુદો જ રસ પડ્યો મારામાં. છે કોણ આ આત્મન્, અર્ણવ?’

જુલી ફિક્કું હસી, ‘સૂરત પિતાની દેન હોય ઓમ તો તું સૈનિક અર્ણવસિંહનો અંશ છે.’

હેં. એક રાતની ક્લાયન્ટ પોતાને મૂળ સાથે જોડી દેશે એવું ધાર્યું નહોતું ઓમે.

‘આત્મન તારો સાવકો ભાઈ.... દેવદિવાળીએ જ જન્મેલા એક પિતાના બે અંશના ભાગ્યમાં કેવો ફેર છે!’ તેણે નજર ટેકવી, ‘જાણો છો ઓમ...’

તે કહેતી રહી. ઓમ સમક્ષ પાત્રો ઊઘડતાં ગયાં.

€ € €

‘વૉટ!’ ઓમ ઊભો થઈ ગયો,

‘તારા પિતાએ બબ્બે હત્યા કરી છે? છતાં તું ચૂપ છે!’

‘મને જ્યારે જાણ થઈ ત્યારે હું માંડ તાર વરસની હતી... આત્મન ક્યારેક પાછો આવશે એવી આશા મને પણ હતી. અંકલની રિબામણીની હું સાક્ષી રહી છું. આન્ટીનાં અશ્રુ ઘણી વાર મેં લૂછ્યાં છે... પિતાનું સત્ય ઊઘડ્યું ત્યારે મેં કહ્યું એમ અર્ણવઅંકલ રહ્યા નહોતા. વિશાખા આન્ટીને કહેવું કેમ? પતિ બાદ દીકરાના પુનરાગમનની ઉમ્મીદે તે ટક્યાં હતાં. એ ટેકો ખૂંચવી લઉં તો તેઓ જીવી ન શકે. અરે, મારી માને પણ કહ્યું હોત તો મારી વાત માનત ખરી? તને ભ્રમ થયો કહીને પિતાને જણાવત તો...’

જુલી ધ્રૂજી ઊઠી. ઓમ સમજ્યો: બબ્બે હત્યા કરી ચૂકેલા ઇન્સાનનો ખોફ કેવો ભયંકરપણે બાળકીના હૈયે વળગ્યો હોય. તે કશું જ કરી શકવાની સ્થિતિમાં નહીં હોય...

‘થોડી વધુ મોટી થઈ, આઘાતની કળ વળી અને...’

જૂલી સમક્ષ ચિત્ર ઊપસ્યું.

€ € €

બનેવીલાલને મેં માર્યા છે... આત્મનનું ખૂન મેં કર્યું છે!

પિતાના શબ્દો જુલીને અડધી રાતેય ઝબકાવી જતા. એટલી હબક ભરાઈ ગયેલી કે પોતાની જાતને કોચલામાં પૂરી દીધી હતી તેણે. જે સાંભળ્યું એનો અણસાર કોઈને અપાય એમ નહોતો. બાકી પિતા કેવા વહાલસોયા હતા. પોતાને બહુ ગમતું જુલી નામ તેમણે જ પાડેલું. એક સત્યમાં એ રૂપ જાણે સ્વાહા થઈ ગયું.

હવે તે પિતા સાથે કદી એકલી પડતી નહીં. ક્યારેક તેમને વિનય ફુઆના નામ પર આંસુ સારતાં જોતી ને અભાવ જન્મતો. મા આત્મનની વાત ઉખેળે એમાં પિતા તેના પાછા ફરવાની આશા જતાવે ત્યારે ચીખવાનું મન થતું : સ્ટૉપ લાઇંગ ડૅડ! પણ તે ગમ ખાઈ જતી. રખેને ડૅડ મને પણ મારી નાખે તો! અર્ણવ અંકલના બેસણાવાળી રાત્રે પોતે જે સાંભળ્યું એ ભ્રમ નહોતો, ગેરસમજ તો બિલકુલ નહોતી. ફુઆની મિલકત પચાવવા ડૅડીએ તેમને નદીમાં ડુબાડ્યા, શક્ય છે આત્મન એનો સાક્ષી બનતાં તેને કોઈક રીતે પતાવ્યો હોય... આવા પાપી પુરુષનો હું અંશ?

જુલી ઘવાતી.

‘અર્ણવ ગયા તોય મારી શ્વાસમૂડી ચાલુ રહી તો એ માત્ર ને માત્ર આત્મનના આગમનની ઉમ્મીદે...’ વિશાખા આન્ટી કહેતાં-પૂછતાં, ‘હેં જુલી, તારો મિત્ર, મારો લાલ આવશે તો ખરોને?’

એક આશ પર જીવતી માને શું કહેવું! કંઈ પણ કહ્યા વિના જુલી બસ, તેમની સંભાળ રાખતી.

‘મારા ખ્યાલથી આપણે જુલીનો બર્થ-ડે ધામધૂમથી મનાવવો જોઈએ.’

દીકરીની ૧૮મી વર્ષગાંઠને યાદગાર બનાવવાની દેવધરભાઈની મનસા જાહેર હતી.

‘વલસાડમાં આપણો હાથ તંગ રહેતો. હવે પૈસાનો ઇશ્યુ રહ્યો નથી. ઘણા વખતથી બંગલે નાની ઉજાણી પણ થઈ નથી, સો...’

‘નહીં...’ જુલી કંપી ઊઠેલી. બીજા સંજોગોમાં પિતાના વહાલે ગદ્ગદ થવાયું હોત, પણ વહાલસોયા બનેવી અને માસૂમ બાળકનો હત્યારો પોતાની વર્ષગાંઠ ઊજવવા માગે એ વિચાર જ કેટલો ખોફનાફ હતો. તેનાથી ઇનકાર જતાવાઈ ગયો, ‘મારે બર્થ-ડે નથી ઊજવવો - આત્મન આવે ત્યાં સુધી.’

મા ગદ્ગદ બની. પિતા ઝંખવાયા. આત્મન આવે ત્યાં સુધી... દીકરીના શબ્દો જાણે અંતર વીંધી ગયા હતા.

એ વ્યક્ત થતી પીડામાં જુલીને માટે ક્લુ હતી.

રિવેન્જની ક્લુ.

‘મા-મા...’ અડધી રાત્રે તે જાગી જતી. હાંફળી-ફાંફળી દોડી આવતી મા પાછળ એ જ હાલતમાં ઊભા પિતાની હાજરી ચકાસીને તે ભયભીત હોવાનો ડોળ જતાવી માને બાઝતી, ‘મા, મને એવું સમણું આવ્યું કે આત્મનને કોઈએ મારી નાખ્યો!’

મા માથે હાથ પસવારીને દીકરીને શાંત કરતી; જ્યારે પિતા હોઠ કરડી, ગરદન ઝુકાવીને પાછા વળતા. જુલીને સુકૂન સાંપડતું.

કૉલેજપ્રવેશ પછી જુલીને જાણે પાંખો મળી.

‘આ શું જુલી...’ મા હાયકારો નાખી ગઈ, ‘તું શરાબ પીને કૉલેજથી આવે છે!’

‘હા, તો?’ જુલી ઉદ્દંડતા દાખવતી, ‘શરાબ જ પીધો છેને, કોઈનું ખૂન તો નથી કર્યુંને!’

પત્યું. પછી દીકરીને સમજાવવા આવેલો બાપ વિલા મોંએ પાછો વળી જાય...

€ € €

‘કયા મોંએ પપ્પા મને કંઈ

પૂછે-કહે?’ જૂલી ઓમને કહી રહી છે, ‘કબૂલું છું, મારી તેમને ચિંતા રહેતી એટલે તો મારાં વાણીવર્તન તેમને તીરની જેમ ચૂભતાં, છતાં ઊંહકારો કાઢી શકતા નહીં. એ જ તો મારો રિવેન્જ હતો. પોતાનું પાપ તેમને ચોક્કસપણે ડંખતું નહીં હોય, પણ એક એ જ કારણે કશું પૂછી-બોલી ન શકે એ કેવી વિવશતા. રખેને દીકરી સાથેની દલીલબાજીમાં પોતે ભેદ ઓકી બેઠા...’

‘છતાં જૂલી...’ ઓમે ગળું ખંખેર્યું, ‘દીકરીને આડે રસ્તે જતી અટકાવવા તેમણે પાપ જાહેર થવાની પરવા વિના તને વારવી જોઈતી હતી. એ ખરો પિતા.’

જુલી પ્રભાવિત થઈ. અનાથ ઓમને માબાપના હેતની કેવી સૂઝ છે!

‘જાણું છું ઓમ, મારા પિતાથી એ ન થયું...’ જુલીએ કડી સાંધી, ‘બલ્કે કૉલેજના થર્ડ યરમાં હું આવી ત્યારે મમ્મીનું આકસ્મિક નિધન થયા પછી મેં બિન્દાસ્ત પુરુષોને માણવા માંડ્યા એ જોઈ-જાણીને પણ તેમનું પિતૃત્વ પોકારી ન ઊઠ્યું.’

શ્વાસ લઈ જુલીએ ઉમેર્યું, ‘જોકે મારા પિતાને દર્દ, તકલીફ દેવા હું બરબાદ થઈ એમ નહીં કહું. હું પોતે પણ વિખરાયેલી હતી ઓમ. ઉદાસ હતી, ભીતરથી ખોખલી હતી.

શરાબ-શબાબ મારા ગમનો સહારો બન્યો. માની લો વેરની એ આડપેદાશ હતી. બહુ કૉમ્પ્લેક્સ સ્થિતિ હતી મારી... પિતાનો ભય રહ્યો નહોતો, પણ તેમણે કરેલી હત્યાનો બોજ મને કોરી ખાતો. મારે પિતાને દુ:ખ દેવું હતું ને એ દુ:ખથી તેઓ પાપ કબૂલી લે તો ગળે પણ વળગાવવા હતા. ફરી એ જ બૉન્ડિંગ, એ જ વિશ્વાસ સ્થાપિત કરવો હતો જે બે ખૂન પહેલાં હતો... ખેર, સારું થયું કે મા સત્ય જાણ્યા વિના ઉકેલી ગઈ, નહીંત૨ પિતાનું સત્ય જીરવાયું ન હોત. સમાજમાં મારી ચાલચલગત છૂપી નથી, મને એની દરકાર નથી. મારા કારણે પિતાને નીચાજોણું થાય એનો લુત્ફ માણું છું. બહુ દબાયેલી સ્પ્રિંગ ક્યારેક બમણા જોરે ઊછળવાની, પણ પરવા નથી.’

ઓમને જુલીની નિખાલસતા સ્પર્શી ગઈ.

‘જાણે બાપ-દીકરી વચ્ચે કાચની એક દીવાલ છે. પેલી બાજુ બેઠેલા પિતાને હું નખશિખ જોઈ શકું, પણ મારા તરફનો કાચ તેમના માટે અપારદર્શક છે. દીકરી ધૂંધળા ચિત્રની ગૂંચવણરૂપ જ રહી છે તેમના માટે. ક્યારેક તો આ દીવાલે તૂટવું પડશે.’

‘આમાં હું કંઈ કરી શકું જુલી?’

ઓમે તેનો પહોંચો દબાવ્યો. તેના સ્પર્શમાં સંવેદના હતી.

‘તમે!’ જુલી તેને તાકી રહી.

જાણે અર્ણવસિંહનું બીજુ રૂપ, આખરે તેમનો જ અંશ!

‘જરૂર ઓમ...’ તેને દ્વિધા નહોતી. ‘આપણા મેળાપનું આ જ તાત્પર્ય હોઈ શકે.’

ઓમ મલક્યો. જુલીને એમાં ભલોભોળો બાળમિત્ર દેખાયો. અવશપણે પૂછી બેઠી, ‘હું તમને આત્મન કહી શકું?’

ઓમ તેની નિકટ ગયો અને બાથ ભીડી, ‘જરૂર.’

અને આવા જ સધિયારાની વરસોથી તલાશ હોય એમ જુલી ઓમની મજબૂત છાતી પર માથું ટેકવી ધþુસકાભેર રડી પડી.

રાત એમ જ વીતતી રહી.

€ € €

ત્રીજા દિવસે રવિવાર હતો. રજાના દહાડે આરામથી પરવારીને દેવધરભાઈ પરસાળના હીંચકે ગોઠવાઈ છાપું ફંફોળતા હતા ત્યાં બાજુમાંથી દીકરીનો ચિત્કાર સંભળાયો : પપ્પા જલદી આવો... ચમત્કાર થઈ ગયો! આત્મન આવ્યો છે!

હેં. દેવધર ભડકી ગયા. દીકરી પર ગિન્નાયા : દારૂ-વાસનાના વ્યસનમાં ડૂબેલી જુલીને મરેલા પણ જીવતા દેખાવા માંડ્યા? હમણાં તેની આંખ ખોલું છું.

જુસ્સાભેર બાજુના આઉટહાઉસમાં પહોંચેલા દેવધરની જ આંખો જોકે પહોળી થઈ ગઈ, કરોડરજ્જુમાં સટાકો બોલ્યો : ન હોય!

‘આ તો...’ વિશાખાને વળગીને બેઠેલા શખ્સને જોતાં તે થોથવાયા, ‘અ...ર્ણ...વ.’

‘અંકલ તો ક્યારના સ્વર્ગવાસી

થઈ ચૂક્યા પપ્પા...’ લાડભર્યા

ઠપકાથી કહેતી જુલીએ સમજ આપવાની ઢબે ઉમેર્યું, ‘હોત તો પણ આટલા જુવાન ઓછા હોય! પિતાની શકલ કોને મળે? પુત્રને! અર્ણવ અંકલનો અંશ - આત્મન.’

ન બને. જેને હું બાળવયમાં મારી ચૂક્યો છું તે જુવાન થઈને જીવતો તો આવે જ કેમ? અશક્ય, અસંભવ!

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK