કથા-સપ્તાહ - અંશ (અંતરનાં સુખદુખ : 3)

તેના જતાં આત્મનને ઉદાસી ઘેરી વળી. મનમાં વળી ઘર છોડવાનો વિચાર સળવળી રહ્યો.


અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |  4  |


€ € €

‘આત્મન છે?’ રાતે અર્ણવસિંહના આવ્યા બાદ બાજુવાળા વિનયભાઈ ઘરે પધાર્યા. જોડે સાળાસાહેબ તો હોય જ. આત્મન આવતાં દેવધરભાઈએ કવર ધર્યું, વિનયભાઈએ તેને ગિફ્ટ આપી, ‘ગઈ કાલે તેના બર્થ-ડે પર આવી નહોતો શક્યો...’

‘થૅન્ક્સ...’ કહીને આત્મન ભીતર જતો રહ્યો. રખેને પપ્પાની હાજરીમાં કશી ગરબડ થઈ જાય ને તેઓ વઢે.

‘અર્ણવ, કાલે અમે ચાણોદ જવા નીકળીએ છીએ.’ વિનયકુમાર થોડા ભાવુક બન્યા, ‘ચંદ્રાને આખરી વિદાય આપી દઈએ. ’

‘આવીને નવી શરૂઆત માંડવાની છે જીજાજી...’ દેવધરભાઈએ આગ્રહ દાખવ્યો, ‘તમારું ઘર માંડીને જ હું વલસાડ જવાનો છું એ યાદ રાખજો.’

સાળાને બનેવીની કેટલી દરકાર છે!

બાકી પોતાનો કામધંધો છોડીને કોણ આવી સંભાળ રાખે!

‘અમારે લાયક કંઈ પણ કામ હોય તો કહેજો દેવધરભાઈ’ અર્ણવસિંહના કથનમાં ઔપચારિકતા નહોતી, પાડોશી તરીકેનો સંબંધધર્મ હતો.

‘શ્યૉર.’

€ € €

‘વૉટ ધ હેલ!’

બીજી સવારે સ્કૂલે જવા આત્મને ખભે બૅગ ભરાવીને માની આંગળી પકડી કે અર્ણવસિંહનો પિત્તો હટ્યો, ‘આખું વેકેશન વીત્યું, વર્ષગાંઠ ગઈ; પણ તું મોટો ન થયો આત્મન. હવે તો માનો સંગ છોડ.

અહીંથી સ્કૂલ-બસ પકડવા બસ-સ્ટૅન્ડ જવામાંય માનો પલ્લુ?’

‘અર્ણવ, પ્લીઝ. એકલો જરા બહાર નીકળે છે તો છોકરાઓ એવો હેરાન કરે છે...’

‘હેરાન શાના કરે? કરે તો આત્મનને હાથપગ-મોં નથી? બાયલો.’

વળી એ જ ટપાપટી. હવે બહુ થયું. આજે તો ઘર છોડી જ દેવું છે મારે. પાછો નહીં આવું, જોઈ લેજો!

મા સાથે નીકળતાં તેણે એક નજર પિતાને નિહાYયા પછી આગળ વધી ગયો.

‘મા...’ ઝાંપાની બહાર વળીને તે અટક્યો, માને વળગ્યો. પછી સ્મિત ઊપજાવીને કહ્યું, ‘તું જા મા, હું જતો રહીશ. જવાનું જ છે હવે.’

કશુંક ગજબનું વલણ લાગ્યું દીકરાનું. માથી પરખાયું નહીં. થયું કે દીકરો એ બહાનેય છૂટો થતો હોય તો તેને પ્રોત્સાહન આપવું જોઈએ.

‘ભલે બેટા...’ તેણે કહ્યું, ‘તું જા, હું અહીં ઊભી છું.’

‘નો મા... તું અંદર જા પ્લીઝ.’

‘ઓકે.’ વિશાખા રાજીખુશી ભીતર ગઈ. તેને શું ખબર કે દીકરામાં પ્રગટેલી બહાદુરી ખરેખર તો કેસરિયાં કરવાના લક્ષણરૂપ હતી!

મા દેખાતી બંધ થઈ એટલે ભીની પાંપણ લૂછતો આત્મન ઊલટો ફર્યો. થોડે દૂર તોફાની ટોળકી જાણે તેની રાહ જોતી જ ઊભી હતી.

થથરી જવાયું. પછી છાતીમાં શ્વાસ ભરીને એવી દોટ મૂકી કે દોડતો જ રહ્યો, બસ-સ્ટૅન્ડ પર પણ ન રોકાયો!

€ € €

‘શું?’ કલાક પછી સ્કૂલમાંથી આવેલા ફોને વિશાખાને હેબતાવી દીધી, ‘આત્મન સ્કૂલે નથી આવ્યો?’ તેનો સાદ ફાટ્યો,

‘સ્કૂલ-બસમાં પણ નહોતો? હે રામ. તો મારો દીકરો જાય ક્યાં?’

€ € €

ક્યાં જવું?

ના, ઘરથી ભાગેલો પોતે લોકલ ટ્રેનમાં બોરીવલી તો આવી ચૂક્યો છે, પણ આગળ ક્યાં જવું? ગામ કે મોસાળમાં તો પહેલી તપાસ થાય. વલસાડ જુલીને ત્યાં જવામાં પણ ઝડપાઈ જાઉં...

ચાણોદ.

ગઈ કાલે જ માને કહેતાં સાંભળી હતી કે બાજુવાળા વિનયઅંકલ ભરૂચ થઈને ચાણોદ ગયા છે કે જવાના છે...

હું ત્યાં હોઈશ એવું કોઈને સૂઝશે નહીં. શરૂઆતની સફરમાં જાણીતા માણસની મોજૂદગી હિંમત બંધાવશે...

અને ટ્રેન આવી. ધક્કામુક્કીમાં

આત્મનને દફ્તરનો ખ્યાલ આવ્યો. હવે શીદ એ બોઝ વેંઢારવો!

તેણે સ્કૂલ-બૅગ સ્ટેશન પર છોડી અને ભરૂચ જતી ટ્રેનમાં બેસી ગયો.

€ € €

વિશાખાની હાલત ખરાબ હતી. અર્ણવસિંહની બુદ્ધિ બહેર મારી ચૂકી. ઘરેથી સ્કૂલે જવા નીકળેલો દીકરો સ્કૂલે નથી પહોંચ્યો તો ગયો ક્યાં?

સ્કૂલનો ફોન મૂકીને વિશાખા બંગલે દોડી ગઈ હતી. મામલો જાણીને શેઠાણીએ પતિ અને અર્ણવસિંહને તેડાવી લીધેલા. અર્ણવના આવતાં જ વિશાખા તેને વળગી ધ્રુસકાભેર રડી હતી... હજી પણ તેનાં અશ્રુ ક્યાં સુકાયાં છે?

‘અર્ણવ, મારા લાલને કોઈએ કિડનૅપ તો નહીં કર્યો‍ હોય?’

‘અહં.’ અર્ણવસિંહે ઉમેરવાનું ટાળ્યું કે ફિરૌતી માટે અપરહણ અમીરજાદાઓનું થાય... આત્મનને કોઈ કિડનૅપ શું કામ કરે? તેનો એવો કોઈ ફ્રેન્ડ પણ નથી જેને ત્યાં તે જઈ શકે!

‘અર્ણવ...’ શેઠજીની પીઢતા બોલી, ‘શાંતચિત્તે પહેલાં ઘરમાં તપાસ કર. કદાચ કોઈ ક્લુ મળી આવે.’

અર્ણવ તપાસમાં જોતરાયો અને કબાટમાંથી ચિઠ્ઠી મળી:

પ્રિય મમ્મી અને પપ્પા, હું બાયલો છું એથી પપ્પા નારાજ રહે છે, મમ્મીને બોલે છે એ બધું મને ગમતું નથી. ઇચ્છું છું, પણ બહાદુર બની નથી શકતો. નાહક મારી મમ્મીએ સાંભળવાનું થાય એના કરતાં ઘર છોડી જવું બહેતર. થોડાક રૂપિયા લઈને જાઉં છું એ બદલ સૉરી.

મમ્મીને લખવાનું કે હું પાછો આવીશ... એક દિવસ. ત્યાં સુધી પપ્પા, મારી મમ્મીને જાળવજો. તમને બેઉને ખૂબ વહાલ, મમ્મીને જરા વધારે વહાલ. જાઉં છું, આવજો.

લિ. તમારા બેઉનો અંશ, આત્મન!

અર્ણવસિંહ ફસડાઈ પડ્યો. આ...ત્મ...ન... આ તેં શું કર્યું બેટા?

‘થઈ તમારા કાળજે ઠંડક?’ વિશાખાએ અર્ણવસિંહને મુઠ્ઠી વીંઝી, તમાચા માર્યા, શર્ટ ખેંચ્યું. ‘બાયલો-બાયલો કહીને તમે કેટલું ટૉર્ચર કર્યું એને અર્ણવ કે મારો લાલ ઘર છોડીને જતો રહ્યો! યાદ રાખજો અર્ણવ, આત્મન પાછો આવે નહીં ત્યાં સુધી હું તમને મા...ફ... નહીં...’ તેણે હોશ ગુમાવ્યા.

‘હું ખુદને માફ નહીં કરું!’ અર્ણવસિંહ એટલું જ બોલી શક્યો.

€ € €

આર્મીની ઓળખાણ વાપરીને અર્ણવે પોલીસ દ્વારા આત્મનની શોધખોળ આરંભાવી. બોરીવલીથી તેની સ્કૂલ-બૅગ મળી. બીજા

સગડ નહોતા. ત્યાંથી તે ગુજરાત તરફની ટ્રેનમાં બેઠો હશે? ગામ-મોસાળ-વલસાડ ક્યાંય ગયો નથી તો બીજે તો ક્યાં જાય?

અગણિત શક્યતાઓમાં ગોથાં ખાતાં બે દિવસ વીત્યા ત્યાં અશુભ સમાચાર મYયં : ચાણોદ ગયેલા વિનયકુમાર પથ્થર પરથી પગ લપસતાં નર્મદામૈયામાં ડૂબકી મારી ગયા!

અરેરેરે.

€ € €

સમયને વીતતાં ક્યાં વાર લાગે છે?

બીજાં ત્રણ વરસ વીતી ચૂક્યાં. આત્મનનો પત્તો નથી. અખબારમાં જાહેરાત આપી, ટીવી-રેડિયો પર અનાઉન્સ કરાવ્યું; પણ વ્યર્થ. વિનયકુમારની વિદાય પછી સાળાસાહેબ દેવધરભાઈએ સપરિવાર મુંબઈ શિફ્ટ થઈને

ઘર-બિઝનેસ સંભાળી લીધાં છે એટલે વિશાખાને તો જુલીની કંપનીમાં આત્મનને ખોળવાનું સુખ છે, પણ અર્ણવસિંહ...

આત્મન વિના તેની સવાર દારૂથી ઊગે છે અને દારૂમાં અસ્ત પામે છે. પત્નીની, દીકરાની માફી માગે છે; ઝૂરે છે દીકરાને ગળે વળગાવવા.

‘અર્ણવ, મારી માફી શું કામ માગો છો? એ વખતે હું બોલી હોઈશ, હવે મને કોઈ શિકાયત નથી. ઊલટું તમારી રિબામણી

મને પજવે છે. નસીબના ખેલ છે બધા. આત્મન જ્યાં હોય ત્યાં ખુશ રહે એટલું જ ઇચ્છીએ આપણે.’

પત્નીની સમજાવટ બેઅસર નીવડતી. દીકરો મારું હેત સમજવા ન પામ્યો એ વાંક મારો ગણાય... ગિવ પાપા વન મોર ચાન્સ આત્મન... હું તને બતાવું કે તું મને કેટલો વહાલો છે. નથી જોઈતો મને બહાદુર બેટો. જેવો છે એવો મને કબૂલ બેટા; બસ, તારા વચન પ્રમાણે પાછો ફર!

આખો દિવસ દીકરાની રૂમમાં દારૂની બાટલી લઈને પડ્યો રહે. નોકરીએ જતો નથી એટલે વિશાખાએ શેઠજીને આઉટહાઉસનું ભાડું લઈને રહેવા દેવા મનાવી લીધા છે. આખરે આત્મન તો ગમે ત્યારે અહીં જ આવવાનો... શેઠજી તેના સંતોષ ખાતર મામૂલી રકમ લઈ લેતા.

દેવધરભાઈ-વંદનાબહેન જેવાં પણ સમજાવી જતાં. અર્ણવસિંહને કોઈ સલાહ સ્પર્શતી નહીં. જુલી આ બધીની સાક્ષી રહી છે.

છેવટે દારૂએ એનો રંગ દેખાડ્યો.

લિવર ફાટ્યું ને અર્ણવસિંહના મૃત્યુની ઘડી આવી ગઈ.

‘વિ...શુ..., આત્મન આવે તો મારા વતી ખૂ...બ વહાલ કરજે. કહેજે કે પાપા તને બેહદ ચાહતા હતા; બસ, જતાવી ન શક્યા... તારો પણ હું ગુનેગાર છું, મને ક્ષ...મા...’

અર્ણવસિંહે ડોક ઢાળી દીધી. જીવનના અંત સુધી તે ન સાંવરીના અંજામનું જાણી શક્યો, ન એ સત્ય કે પોતાનો એક ઑર અંશ ધરતી પર fવસી રહ્યો છે!

€ € €

‘બિચારો અર્ણવ.’

અર્ણવસિંહના બેસણા પછી પોતાના બંગલાના બારરૂમમાં જામ તૈયાર કરતા દેવધરભાઈ જાત સાથે વાત કરતા બબડ્યા, ‘છેલ્લી ઘડી સુધી દીકરાની રાહ જોતો રહ્યો, માફી માગતો રહ્યો... તેને શું ખબર કે મરેલા પાછા નથી આવતા. ચાણોદમાં આત્મનને મેં મારા હાથે માર્યો‍ છે - મારા બનેવીલાલની જેમ! અને તો આજે હું આ મિલકતનો રાજા છું!’

તેમણે અરીસા સામે જોઈને ચિયર્સ કર્યું ત્યારે જાણ નહોતી કે પોતાના શબ્દોએ રૂમના દરવાજે આવીને ઊભેલી દીકરીને થીજવી દીધી છે!

€ € €

સમયનું ચક્ર બીજાં ૧૭ વરસનું અંતર કાપીને ૨૦૧૭માં પ્રવેશી ચૂક્યું છે ત્યારે...

‘હાય હૅન્ડસમ...’ દારૂના નશામાં ઝૂમતી ખૂબસૂરત યુવતી સ્વીટમાં દાખલ થઈ. અગાઉથી મોજૂદ એસ્ર્કોટને બાલ્કનીમાં ઊભો ભાળીને પીઠ પર ઑર્ડર છોડ્યો, ‘કમ ઑન, ફટાફટ કપડાં ઉતારીને મારી પાસે આવતો રહે.’

અને તે જુવાન અંદર તરફ ફર્યો.

તેને જોતાં જ જુલીનો નશો ઊતરી ગયો.

‘અ...ર્ણવ અંકલ...’ તેને હિચકી ખાતાં યાદ આવ્યું કે અંકલ ઇઝ ડેડ લૉન્ગ બૅક અને આ તો જુવાન છે.

જુલીનાં નેત્રો વિસ્ફારિત થયાં : હૂબહૂ અર્ણવ અંકલ જેવો દેખાતો જુવાન તો તેમનો દીકરો જ હોય - આ...ત્મ...ન!

ભાવવિભોર થઈને બાળસખાને ભેટવા જતી જુલીને બ્રેક લાગી - પણ આત્મન તો મારા પિતાના હાથે...

ડેમ ઇટ. તે જુવાનની સાવ નજીક ગઈ, કૉલર પકડ્યો, ‘તું અર્ણવ અંકલ નથી, આત્મન નથી... હુ આર યુ?’

ઓમ તેને તાકી રહ્યો.

(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK