ખાસ બાત - મા પર નહીં તો માતૃભૂમિ પર કેમ થૂંકવાનું?

પાવનધામમાં રાષ્ટ્રસંત પૂજ્યશ્રી નમ્રમુનિ મહારાજસાહેબના ૪૭મા જન્મોત્સવ - માનવતા મહોત્સવ અવસરે માનવતાનાં સત્કાર્યો સાથે લેવાશે માતૃભૂમિના સન્માનના શપથ : નમ્રમુનિ મહારાજસાહેબના  SPIT FREE INDIA અભિયાનમાં જોડાશે રાજનેતાઓ, સમાજસેવકો અને સેલિબ્રિટીઝ

spit


પાવનધામ-કાંદિવલીમાં રવિવાર, ૨૪ સપ્ટેમ્બરે સવારે સાડાઆઠ વાગ્યે રાષ્ટ્રસંત પૂજ્યશ્રી નમ્રમુનિ મહારાજસાહેબનો ૪૭મો જન્મોત્સવ - માનવતા મહોત્સવ માનવતા, જીવદયા અને સાધર્મિક સહાયનાં સત્કાર્યો સાથે ઊજવાશે.

આ અવસરે નમ્રમુનિ મહારાજસાહેબના શ્રીમુખેથી મહાપ્રભાવક શ્રી ઉવસગ્ગહર સ્તોત્રની વિશેષ જપસાધના યોજાશે.

માનવતા અને જીવદયા તથા સાધર્મિક સહાયનાં સત્કાર્યો સાથે માતૃભૂમિનો આદર અને સત્કાર કરવાની સદ્ભાવનાને રાષ્ટ્રની દરેક વ્યક્તિના હૃદયમાં સ્થાપિત કરવા, એને રાષ્ટ્રવ્યાપી બનાવવા માનવતા મહોત્સવ અવસરે ઉપસ્થિત સમસ્ત ભારતના જૈન સંઘો, શ્રેષ્ઠીવર્યો, રાજપુરુષો, ઉદ્યોગપતિઓ, અગ્રણી મહાનુભાવો, જીવદયા સંસ્થાઓના અનેક પદાધિકારીઓ અને વિશાળ સંખ્યામાં ભાવિકોની હાજરીમાં  SPIT FREE INDIA અભિયાન જાહેરમાં મૂકવામાં આવશે. એ વખતે ઉપસ્થિત સમુદાય સાથે લાઇવ ટેલિકાસ્ટના માધ્યમ દ્વારા માનવતા મહોત્સવને માણનારા લાખો જૈન-અજૈન ભાવિકો માતૃભૂમિ-રાષ્ટ્રભૂમિના સન્માનના શપથ લેશે.

આ અવસરે પરમાત્મા પાશ્વર્નાથની જપસાધના થતી હોવાથી ભાવિકોએ સમયસર અને શ્વેત વસ્ત્રોમાં આવવું તથા લેધરની વસ્તુઓ બેલ્ટ, પર્સ આદિ લાવવાં નહીં.

મહોત્સવની પૂર્ણાહુતિ બાદ માતુશ્રી તારાબહેન ચુનીલાલ મોદી (બાદશાહ પરિવાર) દ્વારા સાધર્મિક ભક્તિનું આયોજન કરવામાં આવ્યું છે.

માનવતા મહોત્સવ માટે પાસ ફરજિયાત છે. પાસ પાવનધામ, મહાવીરનગર, BCCI ગ્રાઉન્ડની સામે, કાંદિવલી (વેસ્ટ) તથા પારસધામ, વલ્લભબાગ લેન, તિલક રોડ, ઘાટકોપર (ઈસ્ટ)થી મળશે.

 SPIT FREE INDIA

 SPIT FREE INDIA  અભિયાન અંતર્ગત નમ્રમુનિ મહારાજસાહેબે જણાવ્યું હતું કે જો મા પર ન થૂંકાય તો માતૃભૂમિ મા ભારતી પર કેમ થૂંકાય. તેમના આ બોધને ગ્રહણ કરીને આ અભિયાન અંતર્ગત એક વર્ષમાં એક કરોડ લોકોને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK