સંગીતસંધ્યામાં તમે હવે ફક્ત ગરબા રમી લેશો એ નહીં ચાલે

કોરિયોગ્રાફર્સ બોલાવીને ડાન્સ શીખવાનો ટ્રેન્ડ ભલે નવો ન હોય, પણ આ ફીલ્ડ હવે નાના-મોટા ડાન્સરો માટે એક સફળ પ્રોફેશન બની ગયું છે

(ફાલ્ગુની જડિયા-ભટ્ટ)

બિગ ફૅટ ઇન્ડિયન વેડિંગ હંમેશાંથી મોટી ઇન્ડસ્ટ્રી રહી છે. દિવાળીથી શરૂ થતી લગ્નસરાની મોસમમાં કેટરરથી માંડી, મંડપવાળા, ડેકોરેશનવાળા અને ફોટોગ્રાફર્સ સૌકોઈની ડિમાન્ડ વધી જાય છે. આ બધાની સાથે છેલ્લા થોડા સમયમાં એક વધુ ડિમાન્ડ જે વર્ગની અસ્તિત્વમાં આવી રહી છે એ છે લગ્ન પહેલાં યોજવામાં આવતી સંગીત-સંધ્યાના કોરિયોગ્રાફર્સની. બલ્કે હવે તો સંગીત-સંધ્યાની કોરિયોગ્રાફી પોતે જ એક આખો અલાયદો બિઝનેસ બની ગઈ છે. પોતાની ડાન્સની હૉબીને જ પોતાનું પ્રોફેશન બનાવવાની ઇચ્છા ધરાવનારા નવશીખ્યાઓ માટે હવે વેડિંગ કોરિયોગ્રાફી કારકર્દિીના એક વિકલ્પ જેવી બની ગઈ છે.છેલ્લાં કેટલાંક વર્ષોમાં કાંદિવલી ખાતે વેડિંગ કોરિયોગ્રાફી ક્ષેત્રે જાણીતી બનેલી ગાર્ગી સંપટે ભરતનાટ્યમ ઉપરાંત કથકની પણ પદ્ધતિસર તાલીમ લીધી છે. એ સિવાય તેણે બૉલીવુડના જાણીતા કોરિયોગ્રાફર ટેરેન્સ લ્ાુઇસની ડાન્સ ઍકૅડેમીમાંથી આધુનિક ડાન્સ ફૉમ્ર્સમાં ત્રણ વર્ષનો ગ્રૅજ્યુએશન ર્કોસ પણ કર્યો છે. અત્યારે ગાર્ગી વેડિંગ કોરિયોગ્રાફી સિવાય બાળકો માટે ડાન્સ ક્લાસિસ પણ ચલાવે છે. એ સિવાય સ્કૂલ અને કૉલેજની ઍન્યુઅલ ડેની કોરિયોગ્રાફી, જાહેર કાર્યક્રમો, સ્પર્ધાઓ વગેરેની કોરિયોગ્રાફી તથા નર્ણિાયકની ભૂમિકા ભજવવામાં તે વર્ષભર વ્યસ્ત રહે છે. કચ્છી ભાટિયા પરિવારની ૨૫ વર્ષીય ગાર્ગી કહે છે, ‘આઇ એમ નોટ એ ડેસ્ક પર્સન. ઑફિસના એક ખૂણામાં કલાકો સુધી ટેબલ પાછળ બેસી કામ કર્યા કરવું તો મને જરાય ફાવે નહીં. બૉસની જોહુકમી સહી લેવી અને નોકરી કરો છો એટલે ગમે કે ન ગમે, આપેલાં કામો કયાર઼્ કરવાં એ મારા સ્વભાવમાં જ નથી. મને મારા કામમાં સ્વતંત્રતા જોઈએ. આઇ વૉન્ટ ટુ બી માય ઑન બૉસ. આ બધી બાબતોને ધ્યાનમાં રાખતાં મેં મારા ડાન્સના શોખને જ પ્રોફેશન તરીકે સ્વીકાર્યો હોવાનો મને આનંદ છે. અહીં હું મારી મરજીની માલિક છું. મન થાય ત્યારે કામ કરું છું અને મન થાય ત્યારે રજા પણ લઈ શકું છું. એમાં કામની સાથે મારા ઘર અને વર બન્ને સચવાઈ જાય છે. વળી, હું મારી જાતને કોઈ પ્રોફેશનલથી ઓછી ગણતી નથી. તેથી મારા કામના નિયમો પણ હું જ તૈયાર કરું છું. જેમ કે ઍડવાન્સ લીધા પછી જ કામ શરૂ કરવું, કામ પૂરું થાય એ પહેલાં બાકીનું પેમેન્ટ લઈ લેવું વગેરે જેવા કેટલાક નિયમો મેં જ મારી જાત માટે ઘડી રાખ્યા છે, જેથી પાછળથી પસ્તાવાનો વારો ન આવે.’

માત્ર બોલવામાં જ નહીં, જરૂર પડે ત્યારે આ વર્ગ દિવસ-રાતની તમા રાખ્યા વિના કામ કરી પોતાનું પ્રોફેશનાલિઝમ પુરવાર પણ કરી દેખાડે છે. અહીં એક સમયે ઘ્ખ્નો અભ્યાસ કરી હેડ અકાઉન્ટન્ટની નોકરી કરતાં અને હવે એ બધું છોડી માત્ર સંગીત-સંધ્યાની કોરિયોગ્રાફી જ કરી. કલ્યાણમાં મોટું નામ કરી ચૂકેલાં ૩૮ વર્ષીય સોનલબહેન દાણી કહે છે, ‘દિવાળીથી ફેબ્રુઆરી એ અમારી પીક સીઝનનો સમય છે. આ દરમ્યાન ક્યારેક એવું પણ બને કે એક જ સમયગાળામાં અમારે એકથી વધુ સંગીત-સંધ્યાની કોરિયોગ્રાફી કરવાની આવે. આવી પરિસ્થિતિઓ માટે મેં મારી સાથે ત્રણ અસિસ્ટન્ટ રાખી છે, જેમને હું આખું ગીત બેસાડી આપું પછી તેના સ્ટેપ્સ તેઓ ક્લાયન્ટને જઈ શીખવાડી આવે. તેવી જ રીતે મોટા ભાગના લોકોને સંગીત-સંધ્યાની તૈયારીરૂપે મોડી સાંજનો સમય જ ફાવતો હોય છે. એવામાં આ અસિસ્ટન્ટવાળી વ્યવસ્થા ખૂબ કામ લાગી જાય છે.’

વળી, કોણે કહ્યું કે આ કોરિયોગ્રાફર્સનું કામ માત્ર ડાન્સ જ કરાવવાનું હોય છે? અરે, ડાન્સ ઉપરાંત તેમણે ડેકોરેટર સાથે મળી લાઇટિંગની વ્યવસ્થા કરવાની હોય છે, કાર્યક્રમના સંચાલન માટે સંચાલકને ટ્રેઇનિંગ આપવાની હોય છે, સ્ક્રિપ્ટ રાઇટર પાસે તેની સ્ક્રિપ્ટ લખાવવાની હોય છે, જેટલાં ગીતો પર ડાન્સ થવાનો હોય એનું એડિટિંગ કરાવવાનું હોય છે વગેરે. આ બધાનો ચાર્જ તેમની ફીમાં પૅકેજરૂપે સાથે ગણી લેવામાં આવે છે, જેની રેન્જ આજકાલ ૨૫ હજારથી માંડી લાખ કે તેથી વધુ પણ જઈ શકે છે. અહીં સોનલબહેન કહે છે, ‘ફીનો આંકડો સૌથી પહેલાં તો તમે કેટલાં સૉન્ગ્સ પર ડાન્સ કરવા માગો છો, કઈ થીમ પર ડાન્સ કરવા માગો છોથી માંડી તમે મુંબઈના કયા વિસ્તારમાં રહો છો એ બધાને ધ્યાનમાં રાખી નક્કી કરવામાં આવે છે. વળી, આજકાલ તો સૌકોઈને કંઈ નવું જોઈએ છે, તેથી અમારે પણ સતત કંઈક નવું વિચાર્યા કરવું પડે છે.’

કદાચ તેમની આ મહેનત અને લગનનું જ પરિણામ છે કે આજકાલ દીકરીના જન્મ અને તેના ઉછેરથી લઈને ગર્લ-બૉય, પ્રિન્સ-પ્રિન્સેસ, બ્લૅક ઍન્ડ વ્ાાઇટ, રેટ્રો અને અંતાક્ષરી વગેરે જેવી થીમ આજકાલ સંગીત-સંધ્યામાં ખૂબ લોકપ્રિય બની રહી છે.

આમ સંગીત-સંધ્યામાંથી મળતા પૈસા તો તેમની એક્સ્ટ્રા ઇન્કમ જેવા જ જાણે હોય છે, તેમ છતાં પૈસા ઉપરાંત આ ક્ષેત્રમાં બીજું પણ એક તત્વ એવું છે, જે આ કોરિયોગ્રાફર્સને પોતાની તરફ આકર્ષે છે અને એ છે કાર્યક્રમના અંતે સૌકોઈના ચહેરા પર જોવા મળતો આનંદ અને એ આનંદને જોઈ અંતરમાં થતો સંતોષ. આ સંદર્ભમાં મલબાર હિલમાં રહેતી ફુલ ટાઇમ ઇન્ટિરિયર ડિઝાઇનર અને પાર્ટ ટાઇમ વેડિંગ કોરિયોગ્રાફર ૨૫ વર્ષીય નિશિતા સાંઘવી કહે છે, ‘આમ તો એલિવેટેડ લાઇફસ્ટાઇલ નામે મારી પોતાની ફર્મ છે, જે હેઠળ હું રેસિડેન્શિયલ અને કમર્શિયલ સાઇટ્સ ડેકોરેટ કરી આપું છું, પરંતુ ડાન્સ મારું પેશન છે. હું ઇન્ટિરિયર ડિઝાઇનર બની એ પહેલાંથી કોરિયોગ્રાફર હતી. તેથી સંગીત-સંધ્યાની સેરેમની માટે ડાન્સ તૈયાર કરવાની આખી પ્રોસેસમાં જ મને ખૂબ આનંદ મળે છે. મારું મિત્ર-વતુર્‍ળ ખૂબ મોટું છે અને તમે માનશો નહીં, પરંતુ એમાંના મોટા ભાગના મિત્રો આ કોરિયોગ્રાફી કરતાં-કરતાં જ બન્યા છે. પરિણામે મારે ક્યારેય કોઈ જાહેરખબર કે પૅમ્ફ્લેટ છપાવવાની જરૂર પડતી નથી. માઉથ પબ્લિસિટીના જોરે જ મારું કામ ધમધોકાર ચાલ્યા કરે છે. ઉપરાંત કાર્યક્રમ પૂરો થાય ત્યારે મિત્રો જે રીતે આવીને તમને વળગી પડે, વડીલો જે રીતે તમારા માથે વ્ાહાલભર્યો હાથ રાખે અને અન્ય પરિવારજનો તમારા કામની જે રીતે પ્રશંસા કરે એ ક્ષણનો આનંદ હંમેશાં અવર્ણનીય રહ્યો છે.’

સીઝનલ બિઝનેસ

મજાની વાત તો એ છે કે લગ્નસરાના ૪-૫ મહિનામાં જ ૧૫-૨૦ સંગીત-સંધ્યા કોરિયોગ્રાફ કરી ઓછામાં ઓછા ૪-૫ લાખથી માંડી ૧૦ લાખ સુધીની કમાણી કરી લેનારા મોટા ભાગના આવા કોરિયોગ્રાફર્સનો આ સીઝનલ બિઝનેસ છે. તેમનો મૂળ વ્યવસાય તો ડાન્સ ક્લાસિસ ચલાવવાનો હોય છે, જેને તેઓ પોતાની મુખ્ય રોજીરોટી તરીકે જુએ છે. અહીં કલ્યાણ અને અંબરનાથમાં એસ. એન. ડાન્સ ક્લાસિસ (સ્નેહા-નિશા ડાન્સ ક્લાસિસ) નામે પોતાની ત્રણ બ્રાન્ચ ચલાવતાં ૪૬ વર્ષીય સ્નેહા પંડ્યા કહે છે, હું અને મારી દીકરી નિશા બન્ને સાથે મળી સંગીત-સંધ્યાની કોરિયોગ્રાફી પણ કરીએ છીએ અને અમારા ડાન્સ ક્લાસિસ પણ ચલાવીએ છીએ. અમારી ત્રણ બ્રાન્ચ મળી વર્ષે ૧૫૦-૨૦૦ સ્ટુડન્ટ્સ થાય છે. આખા થાણે જિલ્લામાં અમારા એક જ ક્લાસિસ એવા છે, જે ચલાવનારી પણ માત્ર સ્ત્રીઓ છે અને અહીં શીખવા આવનારી પણ માત્ર સ્ત્રીઓ જ છે. તેથી આખા વર્ષ દરમ્યાન અમારા ક્લાસિસનું એટલું બધું કામ રહે છે કે ઑફર્સ તો ઘણી આવતી રહે છે, પરંતુ અમે ૧૫-૨૦થી વધારે પહોંચી વળતા નથી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK