ક્રિસ્ટલ છાંટી કંકોતરી

વેવાઈને કંકોતરી આપવાની વાત આવે ત્યાં કૉમન આમંત્રણપત્રિકા આપવાને બદલે હવે લોકો નિતનવા મોંઘેરા ડેકોરેટિવ પર્યાયોની ડિમાન્ડ કરી રહ્યા છે





(અલ્પા નિર્મલ)

ચાર-સાડાચાર દાયકા પહેલાં અસ્તિત્વમાં આવેલી વેડિંગ કાર્ડ ઇન્ડસ્ટ્રીએ ખાસ્સી હરણફાળ ભરી છે. સફેદ કે રંગીન જાડા કાગળ પર લાલ શાહીથી લખેલી આમંત્રણપત્રિકાઓએ આજે એવાં અવનવાં રંગ-રૂપ ધારણ કયાર઼્ છે કે એના વાઘા જોઈ મહેમાનો લગ્ન કેવાં હશે અને યજમાનને ત્યાં શું જલસા હશે એનો અંદાજ લગાવે છે. કલર પેપર, હાથવણાટનું પેપર, સિમરી ફિનિશ, રંગબેરંગી ઑફસેટ પ્રિન્ટિંગ, લેઝર કટ, લાઇટ વેટ, સ્ટોન-મોતી કે મીનાકારીનું વર્ક, સાટીન, રેશમ કે જામેવાર કપડાનું કૉમ્બિનેશન, અજૂગતો શેપ હોય સાથે સ્ક્રોલ કાર્ડ જેવા જુદા-જુદા કૉન્સેપ્ટમાં મળતી અવનવી કંકોતરીઓમાં હવે એક નવું નિમંત્રણકાર્ડ ઉમેરાયું છે, જે છે વેવાઈ કંકોતરી...




વેવાઈ કંકોતરી એટલે પરણનારા દીકરા કે દીકરીનાં સાસુ-સસરા માટે જ બનાવાયેલું આમંત્રણકાર્ડ, અન્ય મહેમાનો માટે છપાવાયેલી કંકોતરીથી તદ્દન અલગ એવાં આ કાર્ડ એક્સક્લયુઝિવ વેવાઈ પક્ષ માટે જ હોય છે અને કોઈ-કોઈ વેવાઈનાં ભાઈ-બહેનને પણ એવાં કાર્ડ આપે છે. વેલ, હવે જોઈએ શું છે આ વેવાઈ કંકોતરીમાં.

ક્લાયન્ટના ટેસ્ટ, જરૂરિયાત અને બજેટ પ્રમાણે વેવાઈ કંકોતરી કસ્ટમાઇઝ કરતાં વષાર્ છેડા કહે છે, ‘આમેય આપણાં ઘરોમાં દીકરા-દીકરીની કંકોતરીઓ યાદગીરીરૂપે સાચવવાની પ્રથા છે અને એમાં જો પર્સનલ ટચનો ઉમેરો કરીએ તો એ સંભારણું કબાટમાં કે આલબમમાં સાચવવાને બદલે દીવાલ પર કે શો-કેસમાં ગોઠવાઈ શકે, આથી હું વેવાઈની કંકોતરીને એક ફ્રેમ સ્વરૂપ આપું છું. પેપરમેશ અને પ્લાસ્ટર ઑફ પૅરિસ વડે ગ્રાહકની ઇચ્છા અનુસાર સાઇઝ અને શેપની ફ્રેમ બનાવી પછી એને સ્ટોન, વિલંદી, કુંદન, રેશમ ડોરી, ઇનેમલ, ડાયમન્ડ જેવી વસ્તુઓથી શણગારું, જે દેખાવમાં કંકોતરી નહીં, પણ એક આર્ટિસ્ટિક પીસ લાગે, જેને હોમ ડેકોરેશનમાં વાપરી શકાય.’




આ શોભાની વસ્તુને જ્યારે કંકોતરી સ્વરૂપે અપાય ત્યારે એમાં વર-કન્યાનાં નામ અને ફોટોઝ લગાડાય છે કે પછી આખી ફૅમિલીનું પિક્ચર પણ મુકાય છે. જોકે કંકોતરીમાં જે લખાણ હોય એવું આખું અહીં કૉપી નથી થતું. બલ્કે વર-વધૂનાં નામ, લગ્નસ્થળ અને તિથિ-તારીખ જેવી બેસિક માહિતી જ લખાય છે. ફોટોફ્રેમ સાથે વેવાઈ કંકોતરીમાં જ્વેલરી બૉક્સ કે મુખવાસ બૉક્સ, નેમપ્લેટ, ડેકોરેટિવ ટ્રે પણ હૉટ ટ્રેન્ડ છે.

ગુજરાતી સમાજમાં વેવાઈ કંકોતરીનો કૉન્સેપ્ટ હમણાં-હમણાં ઇન્ટ્રોડ્યુસ થયો છે, પણ ઉચ્ચ વર્ગીય રાજસ્થાની અને પંજાબી અને ઉત્તર ભારતીય પરિવારોમાં બે કે ત્રણ પ્રકારની કંકોતરીઓ છપાવવાનો રિવાજ છે. વીવીઆઇપી ગેસ્ટ, અંગત અને નજીકનાં સગાં-સંબંધીઓ, મિત્રો અને બાકીના રિશ્તેદારો માટે અલગ-અલગ કૅટેગરીનાં નિમંત્રણકાર્ડ હોય છે, એ સાથે જ દરેક સંબંધની મહત્તા અનુસાર ઇન્વિટેશન સાથે મીઠાઈ, ચૉકલેટ્સ, ડ્રાયફ્રૂટસ, વાઇન જેવી વસ્તુઓ પણ અપાય છે. કંકોતરી સાથે મોઢું મીઠું કરવા મીઠાઈ વગેરે મોકલવાનો રિવાજ આપણે ત્યાં પણ છે, પણ ખાસ સંબંધીઓ માટેની ખાસ કંકોતરી નવો ટ્રેન્ડ છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK