લગ્નવિધિમાં પણ હવે કૉકટેલ ટ્રેન્ડ

પહેલાં જ્યારે ગુજરાતી છોકરો કે છોકરી પરજ્ઞાતિમાં પરણતાં ત્યારે લગ્નની વિધિમાં કલ્ચરલ ક્લૅશ ન થાય એ માટે યુગલો આર્યસમાજ વિધિથી કે કોર્ટમાં મૅરેજ કરતાં જેમાં પેરન્ટ્સને પોતાના ઓરતા અધૂરા રહી જવાનો અફસોસ થતો, પણ હવે એનો ઉપાય યંગ જનરેશને શોધી લીધો છે
અલ્પા નિર્મલ

સોનેરી ભરતકામ કરેલા સફેદર પાનેતર પર લીલી ચૂંદડી ઓઢેલી કન્યા હાથમાં વરમાળા લઈ વરરાજાને પહેરાવવાની મથામણ કરી રહી છે અને ૧૫ મિનિટ પછી એ જ કન્યા મોરપીંછરંગી નવવારી પૈઠણી સાડી, નાકમાં મરાઠી સ્ટાઇલની નથ અને કપાળે મોતીનું મંડોળ્યા બાંધી માયરામાં બેસી એ જ વરરાજા સાથે મુરતની વિધિ કરી રહી છે. યસ, આ જ છે લગ્નવિધિમાં ચાલતો કૉકટેલ ટ્રેન્ડ જેમાં વર-કન્યા બેઉના સમાજના રીતરિવાજ અનુસાર એક જ સમયે, એક જ મંડપમાં તેમનાં લગ્ન થાય છે.

આપણા સમાજમાં ગુજરાતી વ્યક્તિ બિનગુજરાતી પાત્ર સાથે લગ્ન કરે એ હવે નવાઈની કે ન્યુઝની વાત રહી નથી. હાયર એજ્યુકેશન, જૉબ, ફૉરેન કલ્ચર સાથેના એક્સપોઝરને કારણે યુવાવર્ગનું પરનાતમાં પરણવાનું વ્યાપક થઈ રહ્યું છે અને ગુજરાતી કુટુંબોમાં સામાન્ય થતું ગયું છે ત્યારે વધુ ને વધુ લોકો લગ્નવિધિમાં કૉકટેલ ટ્રેન્ડ અપનાવી રહ્યા છે.
થોડાં વષોર્ પૂર્વે જ્યારે ગુજરાતી છોકરો કે છોકરી બીજી જ્ઞાતિમાં પરણતા ત્યારે લગ્નનાં વિધિવિધાનમાં કલ્ચરલ ક્લૅશ ન થાય એ સારુ આવાં યુગલો આર્યસમાજ વિધિથી અથવા કોર્ટમાં મૅરેજ કરતાં જેમાં વર-કન્યાનાં મા-બાપને પોતાનાં ઓરતા ને કર્તવ્ય અધૂરાં રહી જવાનો અફસોસ થતો. જોકે એ સમયે બે-ત્રણ સંતાનો હોવાથી બીજાં બાળકોનાં લગ્નમાં તેમની હોંશ પૂરી થઈ જતી, પણ હવે એક કે બે જ સંતાન હોય ત્યારે મા-બ્ાાપ પોતાનાં સંતાનોનાં લગ્નોમાં રાચવાનું અરમાન પૂર્ણ કરવા એક વખત પોતાની પરંપરાથી અને એક વખત સામા પક્ષની વિધિથી એમ વર-કન્યાને બે વખત પરણાવતાં થયાં. જોકે આ ટ્રેન્ડ થોડો સમય જ ચાલ્યો અને હવે છેલ્લાં ત્રણેક વર્ષથી સમાજ વધુ પ્રૅક્ટિકલ થયો છે અને એક જ સમયે બેઉ વિધિનું એકીકરણ કરાવી અનોખી રીતે સંતાનોનાં લગ્ન કરાવે છે. આમેય ગુજરાતીઓમાં જ્ઞાતિ, પેટાજ્ઞાતિ, ગામ, નુખ, કુળ, ગોત્રના હિસાબે દરેક સમાજની પરંપરા, રીતરિવાજો નોખાં-નોખાં હોય છે ત્યારે કૉકટેલ વિધિમાં પોતાની પારંપરિક વિધિ ને સામા પક્ષની બધી રસમોનો સમન્વય કરી પોતાની આગવી લગ્નવિધિ બનાવે છે.
જોકે મોટા ભાગે આવું એકીકરણ હિન્દુધર્મીઓ વચ્ચે જ થાય છે જેમ કે ગુજરાતી સાથે દક્ષિણ ભારતીય, મહારાષ્ટ્રિયન, રાજસ્થાની, પંજાબી વગેરે. આવાં લગ્નોમાં બેઉ પક્ષના વડીલો જેમ લગ્નના અન્ય કાર્યક્રમ ગોઠવવા મળે ને ડિસ્કશન કરે એ રીતે તેઓ પોતાના કૌટુંબિક ગોરમહારાજોને લઈને પણ મળે છે. બેઉ પક્ષ પોતપોતાની રસમો એકબીજાને પણ મળે છે. બેઉ પક્ષ પોતપોતાની રસમો એકબીજાને કહે છે અને પછી બાકાયદા કઈ વિધિ પછી કઈ વિધિ કરવી એની ક્રમાનુસાર ગોઠવણ કરવામાં આવે છે જેમાં સામૈયાથી લઈ વિદાય સુધી દરેક વિધિને આવરી લેવામાં આવે છે. સમાજના લોકો પોતપોતાની મૂળભૂત માન્યતાઓથી મુક્ત થઈ આ નવો ટ્રેન્ડ અપનાવતા થયા છે તો ગોરમહારાજો અને લગ્નવિધિ કરાવનાર પંડિતો પણ એને આવકારી રહ્યા છે.

લેખની શરૂઆતમાં જે વર-કન્યાનો ઉલ્લેખ કર્યો છે તે હીમા છાંટબાર સોરઠિયા બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિની છે તો આશિષ અન્ન્ાારેડ્ડી બેલગામનો મહારાષ્ટ્રિયન. ગુજરાતી લગ્નમાં કન્યાએ સફેદ પાનેતર અને ચૂંદડી પહેરવાનું અતિ પવિત્ર ગણાય છે. એ જ રીતે વરપક્ષનું સામૈયું, વરમાળા પહેરાવવી, પોંખણાવિધિ, હસ્તમેળાપ જેવી વિધિ મહત્વની હોય છે; જ્યારે મહારાષ્ટ્રિયન લગ્નમાં સફેદ રંગને તો નો-એન્ટ્રી જ હોય છે સાથે આ એકે વિધિ પણ નથી થતી, પરંતુ હીમાએ ગુજરાતી પરંપરાને અનુલક્ષીને સફેદ પાનેતર પહેરી આ બધી વિધિ કરી અને પછી મહારાષ્ટ્રિયન રસમ અનુસાર સજ્જ થઈ માયરામાં બેસી પછીની વિધિઓ કરી જેમાં અગ્નિની સાક્ષીએ ફેરા ફરવાની અને હસ્તમેળાપની સાથે અક્ષતાની સપ્ત્ાપદીની રસમ પણ નિભાવી. મહારાષ્ટ્રિયન ગોર અને ગુજરાતી બ્રાહ્મણે ક્રમબદ્ધ બેઉની વિધિ કરાવી જેમાં દરેક ફેરે કન્યાના ભાઈ, મામા, મા-બાપ વગેરેને હસ્તે ફેરો અપાવડાવવાની સાથે જ સાસુનો પાલવ પકડવાની અને કંસાર જમાડવા જેવી નટખટ ચેષ્ટાઓ પણ કરાવવામાં આવી એ સાથે જ હીમાની જ્ઞાતિમાં કન્યાવિદાય વખતે કન્યા પોતાના કુટુંબના તમામ પુરુષોને ચાંદલો કરે અને વર તેને ચોખા લગાવે એવો રિવાજ છે એ પણ હીમા-આશિષ્ો નિભાવ્યો. એ સાથે જ લગ્નના આગલા દિવસે મરાઠી લગ્નોમાં થતી હળદીની વિધિ પણ કરાવવામાં આવી હતી જેમાં ‘નવરા’ને લગાવવામાં આવેલી પીઠી તેમના સંબંધી કન્યાના ઘરે લઈ આવે અને પછી કન્યા સાથે બધા સંબંધીઓને એ લગાવવામાં આવે. ઇનફૅક્ટ હળદરની હોળી જ રમાય. આ દરેક રસમ પણ લગ્નમાં થઈ હતી. હીમા-આશિષ કહે છે, ‘અમને બહુ મજા આવી. એ સાથે જ અમારા બેઉનાં સગાં-સંબંધીઓ સામેવાળાના પક્ષમાં શું-શું થાય છે એ જોવા આતુર હતાં. આથી આખું વાતાવરણ જાગ્રત રહ્યું અને તમામ આમંત્રિતો દરેક વિધિવિધાન કુતૂહલથી માણી રહ્યા હતા.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK