મુંબઈગરાઓ કરે છે રાજકોટની સોની બજારમાંથી વર્ષે ૧૦૦ કરોડની ખરીદી

પોતાના વતનથી જ લગ્નની ખરીદી કરવાની હોંશ ઉપરાંત રાજકોટની માર્કેટના નવા કૉન્સેપ્ટ અને વરાઇટીને લીધે આ શહેર ગોલ્ડ અને કપડાં માટે મુંબઈવાસીઓનું ફેવરિટ બની ગયું છે





(રશ્મિન શાહ)

રાજકોટની સોની બજારના દાગીના જગવિખ્યાત છે અને એમાં કોઈ નવી વાત નથી, પણ રાજકોટની સોની બજારમાં મૅરેજની સીઝન સમયે માર્કેટ સવારે પોણો કલાક વહેલી અને રાતે અડધો કલાક મોડી બંધ થાય છે એ જૂજ લોકોને ખબર હશે. મહત્તમ લોકોને એ પણ ખબર નહીં હોય કે રાજકોટ-મુંબઈ ફ્લાઇટના ટાઇમિંગ મુજબ સોની બજારના વેપારીઓ મુંબઈથી આવતા કે મુંબઈ જતા કસ્ટમરને લેવા-મૂકવાની સગવડ પણ આપે છે. વધુ એક વાત, રાજકોટની સોની બજાર મૅરેજ સીઝન દરમ્યાન જો તેમને આગોતરી જાણ કરવામાં આવે તો આવનારા કસ્ટમર માટે હોટેલ-બુકિંગથી માંડીને તેમના જમવાની અને તેમને અન્ય કોઈ જગ્યાએ ખરીદી કરવા જવું હોય તો એની પણ અરેન્જમેન્ટ કરી આપે છે. લેવામાં આવતી આ તકલીફનું મુખ્ય કારણ જો કોઈ હોય તો એ છે કે મુંબઈગરા દર વર્ષે તેમની ફૅમિલીના લગ્નપ્રસંગ માટે ૧૦૦ કરોડ રૂપિયાથી વધુની ખરીદી રાજકોટમાંથી કરે છે. રાજકોટ ગોલ્ડ ડીલર્સ અસોસિએશનના પ્રમુખ ભાયાભાઈ સોનીએ કહ્યું હતું કે ‘મુંબઈની ખરીદી રાજકોટમાંથી થાય એ પ્રથા વષોર્ જૂની છે. પ્યૉરિટી અને કારીગરી ઉપરાંત નવી ડિઝાઇનના કારણે રાજકોટ પસંદ કરવામાં આવે છે. આ વર્ષે સોની બજારમાંથી ૧૦૦ કરોડ જેટલી ખરીદી મુંબઈવાળાઓએ કરી છે.’



તસવીર: ચિરાગ ચોટલિયા


રાજકોટની સૌથી મોટી ખાસિયત એ છે કે રાજકોટમાં વર-વધૂ બન્નેની કમ્બાઇન્ડ ડિઝાઇનના વેડિંગ સેટ બનાવવા ઉપરાંત રાજકોટની સોની બજારમાં અઢી હજારથી માંડીને પચીસ લાખ રૂપિયાના દાગીના તૈયાર મળે છે. આ ભાવની વાત થઈ, પણ એવું જ ઑર્નામેન્ટ્સમાં છે. રાજકોટના સોની બજારમાં જો ફરો તો આ એક જ માર્કેટમાં ખાલી નેકલેસની દોઢ હજાર ડિઝાઇન જોવા મળે તો વેડિંગ રિંગની પણ લગભગ એટલી જ વરાઇટી જોવા મળે. વરાઇટીઓમાં નવીનતા અને ભાવમાં આટલી મોટી રેન્જ દેશ આખાના એક પણ સોની બજારમાં નહીં હોવાથી પણ રાજકોટને પસંદ કરવામાં આવે છે એવું માનતાં રાજકોટના જાણીતા શોરૂમ થ્ભ્લ્ ગોલ્ડ ગૅલેરીનાં સોનલ પાલા કહે છે, ‘સોનાના દાગીના વિશ્વાસના આધારે ખરીદાતા હોય છે. રાજકોટની જ્વેલરી માર્કેટ પર અજાણ્યાઓને પણ વિશ્વાસ છે. રાજકોટના અમુક સોનીઓ તો એવા છે કે તેમને ત્યાં આજે કસ્ટમરની ત્રીજી અને ચોથી પેઢી ખરીદી કરવા આવે છે. આટલો લાંબો સંબંધ હોવાથી અમારા ગ્રાહક પાસેથી અમને દાગીનાના પ્રૂફની પણ જરૂર નથી પડતી. અમે ઑર્નામેન્ટ્સ હાથમાં લઈને જ ઓળખી જઈએ છીએ કે એ દાગીનો અમારો છે કે નહીં. જો દાગીનો અમારો હોય તો અમે પુરાવાઓ વિના જ અદલાબદલી કરી આપીએ છીએ.’

રાજકોટના દાગીનાની એક બીજી એ પણ ખાસિયત છે કે એ જ્યારે રાજકોટમાં બનીને બીજા શહેરમાં વેચાવા જાય છે ત્યારે એની મજૂરીમાં પંચોતેરથી અઢીસો ટકાનો વધારો થઈ જાય છે. સાદા શબ્દોમાં સમજાવીએ તો કહી શકાય કે રાજકોટમાં દસ ગ્રામના દાગીના પર ત્રણ હજાર રૂપિયાની મજૂરી લેવામાં આવે તો એ જ દાગીનાની મજૂરી મુંબઈ અને બીજાં શહેરોમાં સાડાપાંચથી આઠ હજાર જેટલી થઈ જાય છે. આટલી મજૂરી ચૂકવ્યા પછી પણ વરાઇટી જોવા મળ્યાનો સંતોષ થતો નહીં હોવાથી મોટા ભાગના લોકો રાજકોટ આવીને દાગીના ખરીદવાનું પસંદ કરે છે.

ચાંદીનું પણ મહત્વ અદકેરું...

મુંબઈવાસીઓ રાજકોટમાંથી ખરીદી કરે છે એની પાછળ માત્ર સોનાના દાગીના જ જવાબદાર નથી પણ રાજકોટની સોની બજારમાં બનતા ચાંદીના વિવિધ ઑર્નામેન્ટ્સ, ગિફ્ટ આર્ટિકલ્સ અને પ્રેઝન્ટેશન આઇટમ પણ એટલો જ મહત્વનો ભાગ ભજવે છે. બોરીવલીના એક બિલ્ડરને હમણાં તેમની દીકરીનાં મૅરેજની યાદગીરીરૂપે જાનમાં આવનારા સૌ મહેમાનોને કોઈ ગિફ્ટ આપવી હતી. દિલ્હી અને છેક ચાઇનાથી ગિફ્ટ આર્ટિકલ મગાવ્યા પણ કોઈ આઇટમમાં રસ પડતો નહોતો. છેવટે તેમને રાજકોટના ચાંદીના ગિફ્ટ આર્ટિકલ યાદ આવ્યા એટલે તે રાજકોટ આવ્યા અને રાજકોટમાં તેમણે લક્ષ્મીજીની તસવીરવાળા સિલ્વર કૉઇન બનાવડાવ્યા જેમાં બીજી સાઇડ પર તેમની દીકરીની તસવીર પણ કોતરવામાં આવી હતી. ચાંદીના આર્ટિકલ્સના રાજકોટના જાણીતા વેપારી અલંકાર આર્ટિકલ્સના માલિક મનોજ જશાપરાએ કહ્યું હતું કે ‘પ્લાસ્ટિકના ડબ્બા કે શોપીસની કોઈ વૅલ્યુ હવે રહી નથી. મૅરેજમાં કાકા, મામા, દાદા, ફુઆ, ફૈબા, ભાભી,

કાકી જેવા રિલેટિવને ગિફ્ટ આપવાની પ્રથા હવે પરંપરાગત થઈ ગઈ છે. કોઈને આવી ગિફ્ટ આપવી ગમતી નથી. એની સામે ચાંદીની આઇટમ સારી પણ લાગે છે અને સસ્તી પણ છે. રાજકોટની સોની બજારમાં ચાંદીની આઇટમમાં અઢળક વરાઇટી પણ મળી જાય છે.’

જો જર્મન સિલ્વરની વાત કરીએ તો રાજકોટમાં વીસ રૂપિયાથી માંડીને પાંચ હજાર રૂપિયાની આઇટમ જર્મન સિલ્વરમાં મળી જાય છે, જ્યારે ચાંદીમાં સો રૂપિયાથી લઈને એક લાખ રૂપિયા સુધીની વરાઇટી મળી જાય છે. જૂન મહિનામાં મુંબઈમાં થયેલાં એક મૅરેજમાં પાર્લાના કચ્છી બિલ્ડરે દસ હજાર ચાંદીનાં કીચેઇન પોતાનાં સગાંસંબંધી, પોતાની પાસેથી ફ્લૅટ લેનારા સૌ કસ્ટમર અને મ્યુનિસિપલ કૉર્પોરેશનના અધિકારીને ભેટ તરીકે આપ્યાં હતાં. આ કીચેઇન રાજકોટમાં બનાવવામાં આવ્યાં હતાં. નામ મુજબના અંગ્રેજી આલ્ફાબેટનાં એ કીચેઇન રોકડા સિત્તેર રૂપિયાનાં પડ્યાં હતાં. કીચેઇન બનાવનારા સુરેશ પાલાએ કહ્યું હતું કે ‘ચીનમાં જેમ પ્લાસ્ટિકની આઇટમની મજૂરી ઓછી છે એવી રીતે રાજકોટમાં સોના-ચાંદીના કારીગરની મજૂરી સાવ ઓછી છે. મુંબઈમાં આ ભાવમાં સારી કૉફી-શૉપમાં કૉફી નથી મળતી, પણ રાજકોટમાં એ કિંમતમાં આકર્ષક અને યાદગાર બની શકે એવી ચાંદીની ગિફ્ટ મળી જાય છે. આ જ કારણ છે કે મુંબઈવાસીઓ મૅરેજ કે શુભ પ્રસંગે રાજકોટમાંથી ખરીદી કરવાનું રાખે છે.’

રાજકોટમાંથી દર વર્ષે સોના સિવાય ચાંદીના ઓછામાં ઓછા એક લાખ આર્ટિકલ ગિફ્ટ તરીકે વેચાય છે, જેમાંથી લગભગ અડધોઅડધ આઇટમ મુંબઈવાસીઓ દ્વારા ડાયરેક્ટ્લી કે ઇનડાયરેક્ટ્લી ખરીદવામાં આવે છે.

સોની બજાર અને સેલિબ્રિટી...

હેમામાલિનીએ વષોર્ પહેલાં જ્યારે ધર્મેન્દ્ર સાથે વિધિવત્ રીતે રહેવાનું નક્કી કર્યું ત્યારે હેમામાલિની માટે રાજકોટના એચ. પાટડિયા બ્રધર્સમાં દાગીના બનાવવામાં આવ્યા હતા. આ વાતને લગભગ અઢી દાયકા થઈ ગયા. અઢી દાયકા પછી પણ રાજકોટની સોની બજાર અને સેલિબ્રિટીનો આ સંબંધ અકબંધ રહ્યો છે. ગયા વર્ષે જ્યારે કરીના કપૂર અને સૈફ અલી ખાનનાં મૅરેજ થયાં ત્યારે કરીનાના દાગીના રાજકોટમાં બન્યા હતા. સેલિબ્રિટી માટે ઑર્નામેન્ટ્સ બનાવવામાં એક્સપર્ટ ગણાતા કૃતિ જ્વેલર્સના માલિક પ્રદીપ કંસારાએ કહ્યું હતું કે ‘સેલિબ્રિટીની ડિમાન્ડ અઘરી હોય છે. તે બે-ત્રણ અલગ-અલગ જોનરની ડિઝાઇન મિક્સ કરીને ઑર્નામેન્ટ્સ બનાવડાવે છે. આ કામ ઝીણવટનું છે અને રાજકોટના કારીગર એ કામમાં એક્સપર્ટ છે એટલે તેમના ઑર્નામેન્ટ્સ રાજકોટમાં બને છે.’

માધુરી દીક્ષિતે મૅરેજ સમયે જે કોઈ ઑર્નામેન્ટ્સ પર્હેયા હતા એ પણ રાજકોટમાં અને કૃતિ જ્વેલર્સમાં ડિઝાઇન થયા હતા અને અમિતાભ બચ્ચનની પુત્રવધૂ બનવાનું નક્કી કર્યા પછી ઐશ્વર્યા રાયે જે કોઈ દાગીનાની ડિઝાઇન ફાઇનલ કરી એ પણ ગોલેચા જ્વેલર્સ થકી રાજકોટમાં જ બનવા માટે આવ્યા હતા. ઐશ્વર્યા રાયની દીકરી આરાધ્યાને પહેલો દાગીનો જે પહેરાવવામાં આવ્યો એ અંગ્રેજીના ખ્ અક્ષરની વીંટી પણ રાજકોટમાં બનાવવામાં આવી છે તો ગ્રેટ ક્રિકેટર સચિન તેન્ડુલકરના ઘરમાં સાંઈબાબાની સોનાની મૂર્તિ છે એ મૂર્તિ પણ રાજકોટમાં અંબર જ્વેલર્સમાં બનાવવામાં આવી છે.

ચણિયા-ચોળીની પણ ડિમાન્ડ અનોખી

મૅરેજ સીઝન દરમ્યાન રાજકોટનાં ચણિયા-ચોળી અને સાડીની પણ જબરદસ્ત ડિમાન્ડ રહે છે. રાજકોટનાં ચણિયા-ચોળી સસ્તાં, ટકાઉ અને હાથગૂંથણીથી બનાવવામાં આવ્યાં છે એના કારણે એની માગ રહે છે તો સાડીમાં વરાઇટી હોવાના કારણે સાડીની ડિમાન્ડ રહે છે. રાજકોટના એકમાત્ર એક્સક્લુઝિવ ચણિયા-ચોળીના શોરૂમ ‘અંબા આશ્રિત’ના માલિક જયેશ શાહે કહ્યું હતું કે ‘ચણિયા-ચોળી હવે તો દરેક શહેરમાં મળવા લાગ્યાં છે, પણ રાજકોટમાં ચણિયા-ચોળી બને છે જે એની સૌથી મોટી વિશેષતા છે. રાજકોટમાં અઢીસો રૂપિયાથી અઢી લાખનાં

ચણિયા-ચોળી બને છે અને મળે છે. મુંબઈવાસીઓને વજનમાં ભારે ન હોય એવાં ચણિયા-ચોળી વધુ ફાવતાં હોવાથી તેમના માટે ખાસ ડિઝાઇન કરાવી આપવાની સુવિધા રાજકોટના વેપારીઓ આપતા હોવાથી પણ મુંબઈવાળાઓને રાજકોટનાં ચણિયા-ચોળી ફાવી ગયાં છે.’

મૅરેજ સીઝન દરમ્યાન રાજકોટમાંથી અંદાજે ત્રીસથી ચાલીસ લાખ રૂપિયાનાં ચણિયા-ચોળી મુંબઈવાસીઓ ખરીદે છે. સંગીત-સંધ્યાના કારણે દાંડિયાનું ચલણ થોડું ઓછું થયું છે એટલે ચણિયા-ચોળીનો વેપાર ઘટ્યો છે, પણ એ ઘટાડો મામૂલી છે એવું પણ વેપારીઓનું કહેવું છે.

મુંબઈગરાઓની પહેલી પસંદ

રાજકોટની સોની બજારમાં ખરીદી કરવા આવતા મુંબઈવાસીઓમાંથી શ્રીમંત પરિવાર મોટા ભાગે ઍન્ટિક કૅટેગરીના દાગીના પસંદ કરે છે, જ્યારે મિડલ ક્લાસ વજનમાં હળવા પણ દેખાવમાં ભારેખમ લાગતા હોય એવા દાગીના પસંદ કરતા હોય છે. રાજકોટની થ્ભ્લ્ ગોલ્ડ ગૅલેરીનાં સોનલ પાલા કહે છે, ‘ઍન્ટિક સેટ દોઢસો ગ્રામથી શરૂ થઈને સાડાસાતસો ગ્રામ સોનામાં બનતો હોય છે, જ્યારે લાઇટ વેઇટ સેટ વીસથી ત્રીસ ગ્રામમાં બની જતો હોય છે. રાજકોટની સોની બજાર એકમાત્ર એવી સોની બજાર છે કે જ્યાં અઢી તોલા સોનાનો સેટ મળે છે. આ પ્રકારના સેટમાં નફો બહુ ઓછો હોવાથી કોઈ રાખવાનું પસંદ નથી કરતું, પણ રાજકોટની કારીગરી ફેમસ હોવાથી હજી રાજકોટમાં એ પ્રકારના સેટ બનાવવાનું ચલણ ઘટ્યું નથી.’

ચાંદીની વાત કરીએ તો રાજકોટમાં બનતાં પાયલ મુંબઈવાસીઓને સવિશેષ પસંદ છે. કદાચ દેશનું એકમાત્ર શહેર રાજકોટ એવું છે કે જ્યાં ચાંદીનાં પાયલમાં અલગ-અલગ સોથી બસો જેટલી વરાઇટી જોવા મળી જાય છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK