વિઠ્ઠલ રાદડિયા ઇઝ બૅક નવા જડબા સાથે

દરરોજ ૩૦૦ નંબરની તમાકુવાળા ૧૦૦ માવા અને ખૈનીનાં દસેક પૅકેટ ખાઈને હેડ ઍન્ડ નેક કૅન્સરનો ભોગ બન્યા પછી...


vitthal Radadia



પોરબંદરની લોકસભાની બેઠકના ભારતીય જનતા પાર્ટીના સંસદસભ્ય અને સૌરાષ્ટ્રના ખ્યાતનામ ખેડૂત-નેતા વિઠ્ઠલ રાદડિયા છેલ્લા થોડા મહિનાઓથી જાહેરમાં ઓછા દેખાતા હતા તો ચારેક મહિનાથી લગભગ ગાયબ જ હતા. ઍક્ચ્યુઅલી વિઠ્ઠલ રાદડિયા અમેરિકાના જ્યૉર્જિયા સ્ટેટના સવાના નામની સિટીમાં હેડ ઍન્ડ નેક કૅન્સરની સર્જરી માટે ગયા હતા, જ્યાં ઓરલ કૅન્સરના વિશ્વના બીજા નંબરના શ્રેષ્ઠ કૅન્સર-સ્પેશ્યલિસ્ટ ડૉ. ગાય પેટ્રુઝેલીએ તેમની સર્જરી કરી હતી. આ સર્જરી લગભગ ૧૪ કલાક ચાલી હતી, જેમાં તેમનું ડાબી બાજુનું જડબું કાઢવામાં આવ્યું અને એ પછી હાથમાંથી હાડકું કાઢીને નવું જડબું બનાવી તેમને ફરીથી પહેલાં જેવો લુક આપવામાં આવ્યો. તમાકુ ખાવાની આદતને કારણે વિઠ્ઠલભાઈને કૅન્સર થયું હતું. તમને જાણીને નવાઈ લાગશે, પણ વિઠ્ઠલ રાદડિયા ૩૦૦ નંબરની તમાકુવાળા દિવસમાં ૧૦૦ જેટલા માવા ખાઈ જતા તો ખૈનીનાં ૮થી ૧૦ પૅકેટ ખાલી કરી જતા. વિઠ્ઠલભાઈ ‘મિડ-ડે’ને કહે છે, ‘જિંદગીમાં ક્યારેય તમાકુ કે બીજું કોઈ વ્યસન ન હોવું જોઈએ. પહેલાં જે તમાકુ વિના સવાર નહોતી પડતી એ જ તમાકુ વિના આજે હું જીવી રહ્યો છું અને સાચી જિંદગી જીવતો હોઉં એવો અનુભવ કરું છું. ન્યાય માટે કોઈ દિવસ કોઈને હાથ નથી જોડ્યો, પણ નવી પેઢીને હું હાથ જોડીને કહું છું કે મહેરબાની કરીને જો કોઈ પણ વ્યસન હોય તો એને તાત્કાલિક છોડી દો.’

વિઠ્ઠલ રાદડિયાની ઇમેજ ગુજરાત અને કેન્દ્રના રાજકારણમાં હંમેશાં માથાભારે નેતાની રહી છે. કૉન્ગ્રેસના નેતા શંકરસિંહ વાઘેલાથી માંડીને દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે અંગત સંબંધ અને ઘરોબો ધરાવતા વિઠ્ઠલભાઈ ૩૪ દિવસ ડૉ. ગાયની હૉસ્પિટલમાં રહ્યા. સામાન્ય દાઢના દુખાવાના ચેકિંગ માટે ડૉક્ટર પાસે ગયેલા વિઠ્ઠલભાઈને કૅન્સર ડિટેક્ટ થયું હતું. કૅન્સરની પહેલી સર્જરી તેમણે બ્રીચ કૅન્ડીમાં કરાવી હતી, પણ ૮ મહિના પછી ફરીથી કૅન્સરના રિપોર્ટ પૉઝિટિવ આવતાં તેમણે અમેરિકામાં આ સર્જરી કરાવી હતી.

અમેરિકાથી ગયા અઠવાડિયે આવ્યા પછી હવે વિઠ્ઠલભાઈ ફરીથી પોતાના કામમાં ઍક્ટિવ થઈ ગયા છે અને આ મહિનાના અંત સુધીમાં ખેડૂતોની એક રૅલી પણ સંબોધવાના છે. 

વિઠ્ઠલ રાદડિયાના દીકરા જયેશ રાદડિયા ગુજરાતના ટૂરિઝમ મિનિસ્ટર છે. વિઠ્ઠલભાઈના નાના દીકરા કિશનના દેહાંત પછી તેમણે પુત્રવધૂનાં લગ્ન કરાવ્યાં હતાં, જેનું કન્યાદાન પણ વિઠ્ઠલભાઈએ કર્યું હતું. આ કન્યાદાનમાં વિઠ્ઠલભાઈએ દીકરાની ૧૦૦ કરોડ રૂપિયાની સંપત્તિ પુત્રવધૂના નામે કરી હતી.

- રશ્મિન શાહ

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK