વૅલેન્ટાઇનનું ફૅમિલી બૉન્ડિંગ વધારતું એક્સક્લુઝિવ વૅલેન્ટાઇન કલેક્શન

હનીમૂન પર ગયા હો ત્યારે હસબન્ડ અને વાઇફ બન્નેએ મૅચિંગ થીમવાળા લાઉન્જવેઅર્સ પહેર્યા હોય તો?ટીનેજર દીકરી અને મમ્મીએ તેમ જ ટીનેજર દીકરા અને પપ્પાએ સેમ-ટુ-સેમ પૅટર્નનાં લાઉન્જવેઅર પહેર્યા હોય તો?

રવિવારે, રજાના દિવસે કે ટૂરમાં ફરવા નીકળ્યા હો ત્યારે હસબન્ડ-વાઇફ અને બાળકો સહિત આખા પરિવારે એક જ થીમવાળા મૅચિંગ લાઉન્જવેઅર પહેર્યા હોય તો? બે ભાઈઓ, બે બહેનો કે ભાઈ-બહેને પણ સેમ પેટર્નનાં કપડાં પહેર્યા હોય તો ટ્વિન ન હોવા છતાં ટ્વિન લાગેને?

કપડાં માત્ર ગેટ-અપ જ નક્કી નથી કરતાં, બલકે કપડાં પરિવારને પણ એકતાંતણે જોડતાં હોય એવી ફીલિંગ આપે છે. જેમ બહાર ફરવાના કપડાંમાં લોકો બધા કરતાં અલગ તરી આવે એવાં કપડાં શોધે છે એમ ઘરમાં પહેરવાના લાઉન્જવેઅર્સ સરખી પેટર્ન, કલર કે મૅચિંગના હોય તો પરિવારનું બૉન્ડિંગ પણ સ્ટ્રોન્ગ થાય. આજકાલ કપડાંમાં એક જ પૅટર્નની અલગ-અલગ સાઇઝ પણ મળવી મુશ્કેલ હોય છે ત્યારે માતા-પિતા અને બાળકો બધાના માપની એક જ પૅટર્ન મળી જાય તો કેટલી ખુશી થાય? આ ફીલિંગ માત્ર અને માત્ર વૅલેન્ટાઇન બ્રૅન્ડ જ આપી શકે છે. ઇન્ડિયાની આ નંબર વન નાઇટવેઅર બ્રૅન્ડ છે એટલું જ નહીં, લાઉન્જવેઅર બનાવતી કૉપોર્રેટ સેક્ટરની ભારતની એકમાત્ર કંપની છે. લાઉન્જવેઅર એટલે કે મિડ-ક્લોધિંગ સેક્શનની કોઈ બ્રૅન્ડ પબ્લિક લિસ્ટેડ હોય એવું ભારતમાં પહેલી વાર બન્યું છે. ફૅમિલી બૉન્ડિંગ, કપલ સેટ્સ, હનીમૂન સેટ્સ જેવી યુનિક પ્રોડક્ટ્સ લૉન્ચ કરીને વૅલેન્ટાઇન બ્રૅન્ડે મિડ-ક્લોધિંગ સેક્શનમાં હંમેશાં અવ્વલ અને યુનિક રહી છે.

યુનિક કૉન્સેપ્ટ, ક્વૉલિટી, વરાયટી

પાંચ-દસ પ્રકારની પ્રોડક્ટ્સથી શરૂ થયેલી વૅલેન્ટાઇનની સફર હાલમાં મેન-વિમેન, બૉય્ઝ-ગર્લ્સ, ટીનેજર્સ, ટોડલર્સ માટે નાઇટવેઅર ઉપરાંત બ્રાઇડલ નાઇટવેઅર અને હનીમૂન સેટ્સ, નાઇટી, મૅટરનિટી તેમ જ ફીડિંગ નાઇટી, બ્રાઇડલ ટૂ-પીસ નાઇટી, સ્પોર્ટ્સવેઅર, જિમવેઅર, યોગાવેઅર, સ્લિપ, કૅમિસોલ, નાઇટ સ્લિપ્સ, લેગિંગ્સ, શૉટ્સ, કૅપ્રી, લૉન્જરી એમ વિશાળ પ્રોડક્ટ રેન્જ સાથે માર્કેટમાં ધૂમ મચાવે છે. ફૅમિલી કલેક્શન એ વૅલેન્ટાઇન બ્રૅન્ડની યુનિક આઇડેન્ટિટી છે એમ કહીએ તો ચાલે.

લાઉન્જવેઅરમાં ફૅમિલી કે કપલ બૉન્ડિંગ કૉન્સેપ્ટ પહેલી વાર ઇન્ટ્રોડ્યુસ કરવાનું શ્રેય પણ વૅલેન્ટાઇન બ્રૅન્ડને જ જાય છે. વૅલેન્ટાઇન બ્રૅન્ડના પ્રણેતા હર્ષદભાઈ ઠક્કર કહે છે ‘અમે ગાર્મેન્ટ્સ નથી વેચતા, અમે પરિવારમાં લાગણી વહેંચીએ છીએ. કપલ, પરિવારજનો, ભાઈ-બહેનો જ્યારે ઘરમાં નિરાંતનો સમય ગાળતા હોય ત્યારે એકસરખાં કપડાંની પૅટર્ન ફૅમિલીને વધુ ક્લોઝ લાવે છે.’

રિલૅક્સ ટાઇમમાં પહેરવાના આ લાઉન્જવેઅર્સ અને નાઇટવેઅર્સ સૉફ્ટ ફેબ્રિકમાંથી બનાવેલા અને મોસ્ટ કમ્ફર્ટેબલ પેટન્ર્સવાળા હોય છે. સૉફ્ટ કૉટન, લાયક્રા, વિસ્કોસ જેવાં મોસ્ટ કમ્ફર્ટેબલ ફૅબ્રિક્સ વાપરીને બનતું કલેક્શન દર વર્ષે બે વાર રીવૅમ્પ થાય. સમર અને વિન્ટર કલેક્શનનું ડિઝાઇનિંગ પણ ઇનહાઉસ જ થાય. હર્ષદભાઈનાં ફૅશન ડિઝાઇર વાઇફ દર્શના ઠક્કરના નેતૃત્વ હેઠળ ડિઝાઇનરોની ટીમ લેટેસ્ટ ટ્રેન્ડ અને સ્ટાઇલ અનુસાર નવાં કૉન્સેપ્ટ્સ અને ડિઝાઇન્સ તૈયાર કરે. એનાં સેમ્પલ્સ તૈયાર થાય એટલે દિનેશ સોઢાની લીડરશિપમાં તેમની માર્કેટિંગ-ટીમ ઑડર્સ બુક કરવામાં લાગી પડે. તોતિંગ ઑર્ડર્સનું ક્વૉલિટી પ્રોડક્શન હિતેશ પૂંજાણીના નેતૃત્વ હેઠળ શરૂ થાય.  આશાપુરા ઇન્ટિમેટ ફૅશન લિમિટેડની ૫૧ ટકા હિસ્સો ધરાવતી સબસિડી કંપની મોમાય ઍપરલ્સ લિમિટેડ આ બ્રૅન્ડનું એક્સક્લુઝિવ પ્રોડક્શન સંભાળે છે. આ કંપનીના ફૅબ્રિક ડિવિઝનના ડિરેક્ટર દેવાંગ ભૂપેન્દ્ર જુઠાણીનું માર્ગદર્શન એમાં ઘણું મહત્વનું છે. વૅલેન્ટાઇન ગ્રુપ આટલું ડાયનૅમિક છે એનું રાઝ છે કે અહીં ઉલ્લેખાયેલી ટૉપ કૅડરની તમામ વ્યક્તિઓ લગભગ ૩૫ કે એથી ઓછી વયની છે. યંગ ટીમને હર્ષદભાઈના સસરા રસિકભાઈ લીલાધર ઠક્કરના અનુભવનું માર્ગદર્શન હંમેશાં મળતું રહ્યું છે.

દર વર્ષે બે વાર નવા લૉન્ચ થતાં કલેક્શનને કારણે હાલમાં પ્રત્યેક પ્રોડક્ટ સેક્શનમાં આશરે ૩૦૦૦થી વધુ વરાયટી મળી શકે. હનીમૂન પર જનારી નવોઢાને સેક્સી અને એલિગન્ટ લુક આપતાં નાઇટવેઅર્સ કે નાઇટી પણ અહીં મળે અને ભર્યાપરિવારમાં કમ્ફર્ટેબલી પહેરી શકાય એવા મર્યાદાસભર અને કમ્ફર્ટેબલ ગાર્મેન્ટનાં પણ અહીં અઢળક ઑપ્શન્સ મળે. લેટેસ્ટ ટ્રેન્ડ મુજબ વૅલેન્ટાઇનનાં ઇનરવેઅર્સ ડિઝાઇન થાય છે એવું કહેવા કરતાં આ બ્રૅન્ડનાં ઇનરવેઅર્સથી ઇન્ડિયન લેટેસ્ટ ટ્રેન્ડ્સ સેટ થાય છે એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી.

ઇઝી ઍન્ડ ઑનલાઇન શૉપિંગ

આશાપુરા ઇન્ટિમેટ્સ ફૅશન લિમિટેડ કંપની હેઠળ વૅલેન્ટાઇન ઉપરાંત વૅલેન્ટાઇન સ્પોર્ટ્સ, નાઇટ ઍન્ડ ડે, એન-લાઇન, વૅલેન્ટાઇન પિન્ક એમ વિવિધ બ્રૅન્ડ હેઠળ બનતી પ્રોડક્ટ્સ જોવા, ખરીદવાનું પણ ખૂબ જ સરળ છે. મુંબઈના ઉપરાંત ભારતભરના કોઈ પણ રેપ્યુટેડ મોટા ગાર્મેટ સ્ટોરમાં તમને ઉપરોક્ત તમામ બ્રૅન્ડના ગાર્મેન્ટ્સ મળી જશે.

હવે તો ઘેરબેઠાં શૉપિંગનો જમાનો છે. લગભગ તમામ ઇ-શૉપિંગ વેબસાઇટ પરથી તમે વૅલેન્ટાઇન બ્રૅન્ડનાં કપડાં ખરીદી શકશો. વૅલેન્ટાઇન લાઉન્જવેઅરની પોતાની ઑનલાઇન શૉપિંગ સાઇટ છે. એમાં તમામ પ્રોડક્ટ કૅટેગરીમાં વખતોવખત લેટેસ્ટ કલેક્શન તમે ઘેરબેઠાં જોઈ શકશો. બીજી પ્રોડક્ટ સાથે કમ્પેર કરીને બેસ્ટ શૉપિંગ તમારા માટે કરી શકો એવી વ્યવસ્થા છે. અન્ય શૉપિંગ વેબસાઇટ્સ પર મોટા ભાગે કાર્ડ પેમેન્ટ ઍડવાન્સમાં જ કરી લેવું પડે છે. જોકે વૅલેન્ટાઇનની પોતાની ઑનલાઇન શૉપિંગ વેબસાઇટ પર તમે ઇન્ડિયામાં ગમે ત્યાં કૅશ ઑન ડિલિવરી ઑર્ડર પણ બુક કરાવી શકો છો.

વૅલેન્ટાઇનની ઊંચી ઊડાન

કચ્છના અબડાસા તાલુકામાં આવેલા જખૌ ગામના વતની એવા હર્ષદ ઠક્કરે ખૂબ નાની વયે પિતાનું છત્ર ગુમાવતાં દસમા ધોરણની પરીક્ષા આપીને નસીબ અજમાવવા માટે મુંબઈનગરીમાં કદમ મૂક્યો.

થોડાક વષોર્ ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીને જાણવા-સમજવા અને સ્ટ્રગલ કરવામાં વીત્યા. ૧૯૯૯ના અંતમાં તેમણે બાળપણના બે મિત્રો દિનેશ સોઢા અને ભાવેશ ભાનુશાલી સાથે મળીને ખૂબ સીમિત સુવિધાઓ અને નાનકડા રોકાણ સાથે વૅલેન્ટાઇન બ્રૅન્ડ એટલે કે આશાપુરા ઇન્ટિમેટ્સ ફૅશનનો પાયો નાખ્યો. ૨૦૦૪ની સાલથી ભાવેશ ભાનુશાળી વુમન નેક્સ્ટ લૉન્જરીના નામે સ્વતંત્ર કંપની સંચાલિત કરે છે, જે આજે ફાસ્ટેસ્ટ ગ્રોથવાળી લૉન્જરી કંપની બની રહી છે.

અનેક તકલીફોને તકમાં ફેરવીને તો ક્યારેક ગજા કરતાં વધુ જોખમ ખેડીને પણ ગાર્મેન્ટ બિઝનેસને વિસ્તારવાની હર્ષદ ઠક્કરની હામ અને દૂરંદૃષ્ટિવાળી સોચને પગલે નાઇટવેઅરની આશાપુરા ઇન્ટિમેટ ફૅશન પ્રાઇવેટ લિમિટેડ કંપની માત્ર ૧૪ વર્ષના ગાળામાં પબ્લિક લિમિટેડ કંપની બની ગઈ. વિકાસની આ હરણફાળના મુખ્ય આધારસ્તંભ છે કંપનીના પ્રણેતા એવા કચ્છીમાંડુની ઊંચી સોચ, નવી પ્રોડક્ટ્સનો વિસ્તાર કરતા રહેવાની સતત ધગશ અને જબરજસ્ત હાર્ડવર્ક. નાઇટવેઅર સેક્શનમાં આજે આ કંપની ઇન્ડિયામાં નંબર વન ગણાય છે.


વૅલેન્ટાઇન ગ્રુપનું વાઇડ-રેન્જ કલેક્શન

મેન, વિમેન, બૉય્ઝ, ગર્લ્સ, ટીનેજર્સ, ટોડલર્સ માટે લાઉન્જવેઅર

બ્રાઇડલ નાઇટવેઅર અને હનીમૂન સેટ્સ

લેડીઝ-જેન્ટ્સ બન્ને માટે બાથરૉબ્સ

નાઇટી, મૅટરનિટી ફીડિંગ નાઇટીઝ, બ્રાઇડલ

(ટૂ-પીસ) નાઇટીઝ

સ્પોર્ટ્સવેઅર, જિમવેઅર, યોગાવેઅર

સ્લિપ, કૅમિસોલ, નાઇટ સ્લિપ્સ,

લેગિંગ્સ, શૉટ્ર્સ, કૅપ્રી

લૉન્જરી

કપલ સેટ્સ

ફૅમિલી કલેક્શન

મધર-ડૉટર કલેક્શન

ફાધર-સન કલેક્શન

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK