યુદ્ધખોર અમેરિકનોને માનવતા સ્પર્શતી નથી?

‘લિન્કન’ જેવી ફિલ્મ રિલીઝ થઈ હોય એ વર્ષમાં અને એવી જ ગુણવત્તા અને કુશળતા સાથે નિર્માણ કરાયેલી ‘ડીજેન્ગો’ ફિલ્મ રિલીઝ કરવામાં આવી હોય ત્યારે ‘આર્ગો’ નામની સામાન્ય, રોમાંચવિહીન, ધીમી ગતિની ફિલ્મને રાજકીય હેતુસર શ્રેષ્ઠ ફિલ્મનો ઑસ્કર પુરસ્કાર એનાયત થતાં હું થોડો વિચલિત થઈ ગયો હતો.


અરિંદમ ચૌધરી

‘લિન્કન’ જેવી ફિલ્મ રિલીઝ થઈ હોય એ વર્ષમાં અને એવી જ ગુણવત્તા અને કુશળતા સાથે નિર્માણ કરાયેલી ‘ડીજેન્ગો’ ફિલ્મ રિલીઝ કરવામાં આવી હોય ત્યારે ‘આર્ગો’ નામની સામાન્ય, રોમાંચવિહીન, ધીમી ગતિની ફિલ્મને રાજકીય હેતુસર શ્રેષ્ઠ ફિલ્મનો ઑસ્કર પુરસ્કાર એનાયત થતાં હું થોડો વિચલિત થઈ ગયો હતો. તેથી જ્યારે મારા એક મિત્રે મને સી.આઇ.એ.નાં ઑપરેશનો પરનું સાચું કથાનક ધરાવતી ‘ચાર્લી વિલ્સન્સ વૉર’ ફિલ્મ જોવી જોઈએ એવું સૂચન કર્યું ત્યારે મને એમાં ઓછો રસ પડ્યો હતો. મને એમ લાગ્યું હતું કે આ પણ એ પ્રકારની ફિલ્મોમાંની જ હશે જેમાં અન્ય દેશને પરાજિત કરતા અમેરિકન નાયકવાદની જ કહાણી વર્ણવવામાં આવી હશે. હું ખોટો હોઈ શકું નહીં, પરંતુ ફિલ્મ જોયા પછી મને આશ્ચર્ય થયું કે જ્યારે આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે હું આ અદ્ભુત હીરાને જોવાનું કેમ ચૂકી ગયો! ચાર્લી વિલ્સન એક અમેરિકન કૉન્ગ્રસમૅન હતા (૧૯૭૨થી ૧૯૯૬ સુધી અમેરિકાના હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવમાં ટેક્સસથી ૧૧ વખત ચૂંટાઈ આવ્યા હતા) જેઓ સી.આઇ.એ. દ્વારા એનાયત થતો ઑનર્ડ કલીગ અવૉર્ડ મેળવનારા પહેલા અમેરિકન નાગરિક બન્યા હતા. તેમની સિદ્ધિ નાનીસૂની નહોતી. આ માનવીને એકલા હાથે શીત યુદ્ધના યુગનો અંત લાવવાનું અને સોવિયેટ સંઘને વિભાજિત કરવાનું શ્રેય આપી શકાય.

૮૦ના દાયકાની શરૂઆતમાં સોવિયેટ સંઘે અફઘાનિસ્તાન પર ક્રૂરતાપૂર્વક હુમલો કર્યો ત્યારે એક દાયકા કરતાં ઓછા સમયમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાંના મુજાહિદ્દીનોને સમર્થન આપી ગુપ્ત ઑપરેશનો માટે સી.આઇ.એ.ના બજેટ પર ચાર્લી વિલ્સને કેવી રીતે પ્રભાવ પાડ્યો એની વાત આ ફિલ્મમાં વર્ણવવામાં આવી છે. પ્રારંભિક સ્તરે સી.આઇ.એ.નું બજેટ પાંચ મિલ્યન ડૉલરથી વધારીને દસ મિલ્યન ડૉલર કરવામાં આવ્યું હતું અને ત્યાર પછી ઉત્તરોત્તર એ વધારીને ૨૦, ૪૦ અને ત્યાર પછી ૧૦૦ મિલ્યન ડૉલર અને એ પછી તો એ વધતું-વધતું ૨૫૦ અને આખરે ૫૦૦ મિલ્યન ડૉલરથી એક બિલ્યન ડૉલર પર પહોંચી ગયું હતું. આ બધાં નાણાં અફઘાનિસ્તાનના છોકરડાઓ અને સામાન્ય નાગરિકોને શસ્ત્રો ઉપલબ્ધ કરાવવા માટે હતાં, જેથી તેઓ શક્તિશાળી સોવિયેટ સંઘ સામે લડી શકે અને પરાજિત કરી શકે. તેમણે એ કરી પણ બતાવ્યું. તેમણે હાથ દ્વારા ઝીંકાતા બૉમ્બ અને અત્યાધુનિક ગન્સ દ્વારા સેંકડો રશિયન ફાઇટર જેટ વિમાનો અને સંખ્યાબંધ રશિયન ટૅન્કોનો ખુરદો બોલાવી દીધો હતો.

આ વિશે હું લખી રહ્યો છું એની પાછળનું કારણ એ નથી કે અમેરિકાએ કેવી રીતે શીત યુદ્ધ જીત્યું એનું વર્ણન મારે કરવું છે. રશિયનોને કેવી રીતે પરાજિત કરી શકાય એ વિશેની ચાર્લી વિલ્સનને તમામ જાણકારી આપનાર સી.આઇ.એ.નો જાસૂસ તેમને વિજય પછી કહે છે કે હવે સૌથી મોટી ભૂલ એ હશે કે અફઘાનિસ્તાનને એ જ સ્થિતિમાં છોડી દેવું. તેમણે ભાર મૂક્યો હતો કે અમેરિકાએ અફઘાનિસ્તાન છોડતાં પહેલાં ત્યાં સ્કૂલો અને આરોગ્ય સુવિધાઓનું નિર્માણ કરવું જોઈએ અને દેશને ફરી એક વાર ઊભો કરવો જોઈએ. ચાર્લીએ ફરી એક વાર સેનેટ સમક્ષ અફઘાનિસ્તાનમાં સ્કૂલોના નિર્માણ માટે ભંડોળની માગણી કરી હતી. આ વખતે તેમણે આ કામ માટે ફક્ત એક મિલ્યન ડૉલરની જ માગણી કરી હતી. સરખામણી કરીને કલ્પના કરો. એક દેશના નિકંદન માટે એક બિલિયન ડૉલર અને એના પુન: નિર્માણ માટે ફક્ત એક મિલ્યન ડૉલર. આઘાતજનક વાત તો એ છે કે કમિટીએ તેમનો આ પ્રસ્તાવ નકારી કાઢ્યો હતો અને ટિપ્પણી કરી હતી કે પાકિસ્તાનમાં સ્કૂલો માટે કોણ કાળજી લે છે? હા, ચાર્લીએ એવી દલીલ કરવાનો પ્રયાસ કર્યો હતો કે તેઓ પાકિસ્તાનની નહીં પરંતુ અફઘાનિસ્તાનની વાત કરી રહ્યા છે જેણે યુદ્ધ જીત્યું છે, પરંતુ કમિટીને ચાર્લીની દલીલોમાં કોઈ રસ નહોતો. ત્યાર પછી ચાર્લીએ લખ્યું હતું કે ‘હા, એ એક મહાન યુદ્ધ હતું. એક મહાન અનુભૂતિ, પરંતુ અંતે આપણે બધું ગુમાવી દીધું.’

તેમણે એ લખ્યું નહોતું કે આ યુદ્ધના અંતે તેમણે ઓસામા બિન લાદેનને જન્મ આપ્યો હતો.

હા, જ્યારે તમે સામાન્ય નાગરિકોના હાથોમાં અત્યાધુનિક શસ્ત્રો સાથેના વિનાશ પામેલા દેશને તરછોડી દો ત્યારે આવું જ બને છે. તેમની પાસે શિક્ષણ, આરોગ્ય અને રોજગારીની સુવિધાઓ નથી; પરંતુ તેઓ સારી રીતે જાણે છે કે શસ્ત્રો ક્યાંથી મેળવવાં. એ વાતમાં કોઈ શંકા નથી કે આ ધરતી પરના મોસ્ટ વૉન્ટેડ આતંકવાદીનું સર્જન અમેરિકાએ જ કર્યું હતું. મને અમેરિકન નીતિઓમાં લાગણીઓ અને માનવતાનો માની ન શકાય એવો અભાવ ઘણો વિચલિત કરે છે. એણે ઇરાકમાં આ જ પદ્ધતિ અપનાવી અને અફઘાનિસ્તાનને ફરી વાર ધમરોળી બન્ને દેશોને વિનાશ અને લોહિયાળ જંગોમાં ધકેલી દીધા.

આ બે મહાકાય ઉપખંડોની ખરીદશક્તિએ કોકા કોલા, ઍપલ, શેવરોલે વગેરેના વેચાણમાં ઘણો વધારો કર્યો હોત. આવનારાં વર્ષોમાં એમ લાગી રહ્યું છે કે યુદ્ધખોર અમેરિકનોને શાંતિ, પ્રેમ અને માનવતામાં ઘણો ઓછો રસ હશે. આ એક બહુ મોટી વ્યૂહાત્મક ભૂલ છે અને હું તો ફક્ત એટલી જ આશા રાખી રહ્યો છું કે મૂડીવાદી દેશોમાં પણ માનવતા ખીલી ઊઠે. વિશ્વશાંતિનો આ એકમાત્ર માર્ગ છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK