ખાસ બાત - વરલીથી બ્રિટન ગયેલાં રેખા શાહ ત્યાં મેયર બન્યાં

મુંબઈમાં વરલીની શિવસાગર સોસાયટીમાં રહી ચૂકેલાં અને હવે બ્રિટનમાં રહેતાં ગુજરાતી ઍક્ટિવિસ્ટ રેખા શાહ નૉર્થ લંડનના હૅરોનાં મેયર બન્યાં છે.

rekha shah



તેઓ છેલ્લા એક વર્ષથી હૅરોનાં ડેપ્યુટી મેયર હતાં. એ પહેલાં તેઓ ૧૪ વર્ષ સુધી હૅરોનાં કાઉન્સિલર હતાં. તેઓ લેબર પાર્ટી સાથે જોડાયેલાં છે. તેઓ હૅરોનાં મેયર બનતાં અમદાવાદમાં રહેતા તેમના કાકાના દીકરા ભરત શાહ અને વરલીમાં રહેતી તેમની બહેન નલિનીએ કહ્યું હતું કે અમારો પરિવાર રેખા વિદેશની ધરતી પર મેયર બનવાથી પ્રાઉડ ફીલ કરી રહ્યો છે.

ભરત શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આજે આપણા દેશમાં જૈન સમાજ રાજકારણથી દૂર રહે છે અને હજી જોઈએ એટલો રાજકારણમાં ઍક્ટિવ નથી, જ્યારે રેખાના પતિ અને તેની દીકરી બધાં જ હૅરોમાં રાજકારણમાં સક્રિય છે. સૌથી મહત્વની વાત એ છે કે તેઓ આપણા દેશની ધરતી પર સમાજસેવામાં રસ લેતાં હતાં, પણ રાજકારણમાં ક્યારેય રસ લેતાં નહોતાં. રેખાના પિતા નંદલાલ પોપટલાલ શાહ પહેલાં અમદાવાદમાં રહેતા હતા. તેઓ સિવિલ એન્જિનિયર હતા. મુંબઈમાં સ્થાયી થયા પછી તેઓ બિલ્ડર બન્યા હતા. તેમને ત્રણ દીકરીઓ હતી. એમાં રેખા સૌથી નાની હતી. તેણે તેની જ બહેન નલિની સાથે આર્કિટેક્ચરના પ્રોફેશનમાં જોડાયેલા અમદાવાદના નવીન શાહ સાથે ૧૯૭૮માં લવમૅરેજ કર્યા હતાં. ત્યાર પછી રેખા અને નવીન હૅરોમાં સ્થાયી થયાં હતાં. ત્યાં ગયા પછી પતિ-પત્ની લેબર પાર્ટી સાથે સક્રિય રીતે જોડાયાં હતાં. નવીન શાહ અત્યારે લેબર પાર્ટીના નેતા અને બ્રેન્ટ ઍન્ડ હૅરોના ચૂંટાયેલા ઍસેમ્બલી મેમ્બર છે. તેમની દીકરી પણ કૅન્ટોનની કાઉન્સિલર છે. તેમનો દીકરો સૉલિસિટર છે.’

મૂળ ઝાલાવાડી દેરાવાસી જૈન રેખા શાહ રાજકારણમાં આવ્યાં એ પહેલાં ૨૦ વર્ષ સુધી બ્રેન્ટે કાઉન્સિલમાં સોશ્યલ વર્કર રહી ચૂક્યાં છે. તેમણે એશિયન મેન્ટલ હેલ્થ ડે સેન્ટર માટે પણ ૧૦ વર્ષ કામ કર્યું છે. શિસ્ત અને સ્વચ્છતાના આગ્રહ સાથે રેખા શાહમાં રહેલી ચોકસાઈ બાબતે તેમની મોટી બહેન નલિની શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રેખાને મારા પિતા ઇન્સ્પેક્ટર કહેતા હતા. તે નાનપણથી જ દરેક બાબતમાં ખૂબ જ ચોકસાઈ રાખતી હતી. તેને સહેજ પણ ગંદકી ગમતી નહીં. ભૂલથી શૂઝ પહેરીને પપ્પા ઘરમાં આવી ગયા તો રેખા તેમની લેફ્ટ-રાઇટ લઈ નાખતી. રસ્તામાં કોઈને કચરો નાખતાં જુએ તો તેની પાસે કચરો ઊંચકાવીને જ છૂટકો કરતી હતી. આજે તેનામાં રહેલા નાનપણના ગુણો અને હાર્ડવર્કને કારણે જ તે આ સ્થાને પહોંચી છે. હૅરોમાં આપણા દેશની જેમ રાજકારણમાં ફાયદા મળતા નથી. અહીં તો ખૂબ જ હાર્ડ વર્ક કરે ત્યારે આગળ આવવા મળે છે. સૌથી મુખ્ય વાત તો એ છે કે મારી મોટી બહેન ડૉક્ટર છે અને હું આર્કિટેક્ટ, પણ રેખાએ સેક્રેટરીનો ડિપ્લોમા કોર્સ કર્યો છે. તે ગ્રૅજ્યુએટ થઈ નથી. આમ છતાં આજે તે મેયરની પદવી પર બેઠી છે. વી આર રિયલી પ્રાઉડ ઑફ બોથ હસબન્ડ ઍન્ડ વાઇફ.’

- રોહિત પરીખ

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK