આજે વર્લ્ડ ટેલિવિઝન ડે : જાણીએ ઇડિયટ બૉક્સથી સ્માર્ટ ટીવીની સફર

ગઈ કાલનું સાયન્સ ફિક્શન આજની વાસ્તવિકતા હોય છે. આનું જ એક ઉદાહરણ ટેલિવિઝન એટલે કે ટીવી છે.

tvજયેશ અધ્યારુ


મહાભારતથી લઈને અઢળક વાર્તાઓમાં ઉલ્લેખ આવ્યા બાદ આખરે ઈ. સ. ૧૯૨૫માં સ્કૉટલૅન્ડના એન્જિનિયર જૉન લોગી બાયર્ડે ખરેખરા ટેલિવિઝનનું સૌપ્રથમ પબ્લિક ડેમોન્સ્ટ્રેશન આપ્યું. ત્યારથી લઈને આજના HD-3D-IPTV સુધી ટ્રાન્સમિશનની ગંગામાં એટલુંબધું પાણી વહી ગયું છે કે એના દરેક મણકાને એક જ માળામાં પરોવવા બેસીએ તો એકતા કપૂરની સિરિયલ જેવી જ લાંબી ગાથા થાય. કમ્યુનિકેશનના અત્યંત સશક્ત માધ્યમ તરીકે ટેલિવિઝનની શક્તિને પોંખવા માટે ડિસેમ્બર ૧૯૯૬માં યુનાઇટેડ નેશન્સની જનરલ ઍસેમ્બલીએ દર વર્ષે ૨૧ નવેમ્બરના દિવસને વર્લ્ડ ટેલિવિઝન ડે તરીકે ઊજવવાનું નક્કી કર્યું.

કોઈ પણ શોધ ઇન્ડિપેન્ડન્ટ નથી હોતી. એક પછી એક થતી ગયેલી શોધોનો સરવાળો હોય છે. એ જ રીતે જૉન બાયર્ડે ટેલિવિઝન શોધ્યું એવું કહીએ ત્યારે એના પાયામાં પણ અનેક શોધો રહેલી હોય છે. ખુદ લૅમ્પના શોધક થૉમસ આલ્વા એડિસન અને ટેલિફોનના શોધક ઍલેક્ઝાન્ડર ગ્રેહામ બેલે બોલતી વખતે તસવીરો પણ મોકલી શકાય એવા ફોટોફોનની કલ્પના કરેલી. ટેલિફોનની શોધ પછી તરત જ અવાજની જેમ તસવીરો પણ ટ્રાન્સમિટ કરી શકાય એવા ટેલિફોનોસ્કોપ પણ થિયરીરૂપે પેશ થવાનું શરૂ થઈ ગયેલું. એડિસનના લૅમ્પનો ઉપયોગ કરીને જર્મનીના ૨૩ વર્ષના એક છોકરડા નામે પૉલ ગોટલિબ નિપ્કોવે પહેલવહેલું ઇલેક્ટ્રૉમેકૅનિકલ ટીવી બનાવેલું. નિપ્કોવે એવી રચના કરી કે ઊભા વતુર્‍ળાકારે ફરતી એક ડિસ્કમાં સૂક્ષ્મ છિદ્રો વાટે એક દૃશ્ય સેલેનિયમ ધાતુના સેન્સર પર ટકરાય. આ સેન્સર એક ઇલેક્ટ્રિકલ પલ્સ પેદા કરે જે વાયર મારફત બીજા છેડે રાખેલા લૅમ્પ મારફત એ ઇમેજને જોઈ શકાય.

પરંતુ ટેલિવિઝનની વાર્તામાં ખરો ટ્વિસ્ટ આવ્યો કેથોડ રે ટ્યુબ (CRT)ની શોધ થઈ ત્યાર પછી. સાદી ભાષામાં કહીએ તો શૂન્યાવકાશ ધરાવતી એક ટ્યુબના એક છેડેથી ઇલેક્ટ્રૉનને અમુક ઝડપે દોડતા કરવામાં આવે, જે બીજા છેડે રાખેલા ફૉસ્ફરસ જેવી ધાતુનું આવરણ ચડાવેલા પડદા પર ટકરાય અને ત્યાં એક દૃશ્ય ઊભું કરે. રશિયન વિજ્ઞાની બોરિસ રોસિંગે ૧૯૦૭માં પહેલી વાર ઘ્ય્વ્નો ટીવીમાં ઉપયોગ કરેલો, પરંતુ એમાં માત્ર સ્થિર ચિત્ર જ પડદા પર ઝિલાતું હતું. હાલતી ચાલતી માનવઆકૃતિને પહેલી વાર પડદા પર બતાવવાનું માન આગળ કહ્યું એમ જૉન લોગી બાયર્ડ ખાટી ગયા. બે વર્ષ પછી તેમણે જ ૧૦ ઇંચની ગ્રામોફોન રેકૉર્ડ પર સંગ્રહી શકાય એવી વિડિયો રેકૉર્ડિંગ સિસ્ટમ નામે ફોનોવિઝનની શોધ કરેલી.

૧૯૨૮માં ન્યુ યૉર્કમાં જનરલ ઇલેક્ટ્રિક કંપનીએ (ભલે પ્રાયોગિક પણ) વિશ્વનું સૌપ્રથમ ટેલિવિઝન સ્થાપવાનું બહુમાન મેળવ્યું. જનરલ ઇલેક્ટ્રિક કંપનીના તત્કાલીન વાઇસ પ્રેસિડન્ટ ડબ્લ્યુ. વૉલ્ટર રેન્સમ ગેઇલ બેકરના નામના પહેલા અક્ષરો પરથી આ સ્ટેશનનું નામ WRGB રખાયેલું. એ પછી માહિતી, મનોરંજન અને શિક્ષણના સશક્ત માધ્યમ તરીકે ટેલિવિઝનની શક્તિનો અંદાજ સૌને આવી ગયેલો એટલે સમગ્ર વિશ્વમાં ઠેકઠેકાણે ટેલિવિઝન સ્ટેશનો અને ટેલિવિઝન-સેટ્સ બનાવતી ફૅક્ટરીઓ ઊભી થવા લાગી.

ત્યાર સુધી જોકે ટેલિવિઝન પ્રસારણો પ્રાયોગિક ધોરણે જ રહ્યાં હતાં. ૧૯૩૬ની બીજી નવેમ્બરથી બ્રિટિશ બ્રૉડકાસ્ટિંગ કૉર્પોરેશન એટલે કે BBCએ લંડનથી રેગ્યુલર ધોરણે પ્રસારણ શરૂ કરીને આધુનિક ટીવી બ્રૉડકાસ્ટિંગના શ્રીગણેશ કર્યા અને એ જ વર્ષે બર્લિન ઑલિમ્પિક્સનું પણ લાઇવ ટેલિકાસ્ટ કરવામાં આવેલું.

૫૦ના દાયકાની શરૂઆતમાં કલર ટેલિવિઝનનું આગમન થયું, પરંતુ ત્યારથી લઈને લગભગ ચાર દાયકા સુધી ટીવીની મુખ્ય ટેક્નૉલૉજીમાં ખાસ પરિવર્તનો ન આવ્યાં. હા, ઇન્ફ્રારેડ કિરણોથી ચાલતા રિમોટ કન્ટ્રોલનું આગમન થયું ખરું.

ખૂંધવાળાં CRT ટીવીને પદભ્રક્ટ કરી દેનારાં LCD (લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે), પ્લાઝ્મા ડિસ્પ્લે અને LED (લાઇટ એમિટિંગ ડાયોડ) આવ્યાં એ પછી ટીવી એકદમ હળવાં અને દીવાલ પર ટાંગી શકાય એવાં સ્લિમ-ટ્રિમ બન્યાં. અત્યારે મોટા ભાગની ટેલિવિઝન બનાવતી કંપનીઓએ પરંપરાગત CRT ટીવી બનાવવાનું બંધ કરી દીધું છે. એ દરમ્યાન બ્લૅક ઍન્ડ વાઇટ ટીવી તો ક્યારે આથમી ગયાં એની કોઈને ખબર સુધ્ધાં ન પડી. જૉન લોગી બાયર્ડના ટીવી-સ્ક્રીનમાં ૩૦ લાઇનનું રેઝોલ્યુશન હતું જ્યારે અત્યારના અલ્ટ્રા હાઈ ડેફિનેશન ટીવીમાં ૩૮૪૦હૃ૨૧૬૦ પિક્સેલનું અફલાતૂન રેઝોલ્યુશન છે.

આ આખી હિસ્ટરીમાં આપણને સવાલ થાય કે ભારતમાં ટીવીની એન્ટ્રી ક્યારે થઈ? વિશ્વ જ્યારે ઑલરેડી કલર ટીવીના યુગમાં પ્રવેશી ગયેલું એનાં ખાસ્સાં વર્ષ પછી ૧૯૫૯માં પ્રાયોગિક ધોરણે ભારતમાં ટીવીનું આગમન થયું અને એ પણ ઑલ ઇન્ડિયા રેડિયોના ભાગરૂપે (છેક ૧૯૭૬માં દૂરદર્શનને સ્વતંત્ર ઓળખ મળી). યુનેસ્કોની ૨૦,૦૦૦ ડૉલરની ગ્રાન્ટ અને ફિલિપ્સ ટીવીના સસ્સા ટીવી-સેટ્સ તથા રિસીવરોની મદદથી દિલ્હીમાં ૧૯૫૯ની ૧૫ સપ્ટેમ્બરથી અઠવાડિયામાં બે વખત એક કામચલાઉ સ્ટુડિયોમાંથી ૨૦-૨૦ મિનિટના પ્રોગ્રામ પ્રસારિત કરવાનું શરૂ થયું. આ સ્ટુડિયોની રેન્જ હતી દિલ્હીની ૪૦ કિલોમીટરની ત્રિજ્યા. એ માટે ૧૮૦ જગ્યાએ ફ્રીમાં મળેલા ટીવી-સેટ કમ્યુનિટી ટીવીના ભાગરૂપે ગોઠવવામાં આવ્યા હતા. આ પ્રસારણનું ઉદ્ઘાટન તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે કરેલું. અગાઉ ઑલ ઇન્ડિયા રેડિયોમાં ન્યુઝરીડર રહી ચૂકેલાં પ્રતિમા પુરી દૂરદર્શનનાં પહેલાં ન્યુઝરીડર હતાં. જોકે તેમનું ૨૦૦૭માં અવસાન થયું હતું.

દિલ્હી પછી બીજું ટીવી-સ્ટેશન મુંબઈમાં ૧૯૭૨ની બીજી ઑક્ટોબરે શરૂ થયેલું. ત્યાર પછીના વર્ષે શ્રીનગર, અમિþતસર અને પુણેમાં તથા ૧૯૭૫માં કલકત્તા અને મદ્રાસમાં ટીવી-સ્ટેશન શરૂ થયેલાં. ત્યાં સુધીમાં રોજના ત્રણ કલાક પ્રસારણ શરૂ થઈ ગયેલું અને કાર્યક્રમોની વિવિધતા પણ સમાચારથી વધીને કૃષિદર્શન અને અન્ય ઇન્ફોટેઇનમેન્ટ કાર્યક્રમો સુધી વિસ્તરી હતી.

ત્યાર પછી ભારત અને અમેરિકા વચ્ચે ૧૯૬૯માં થયેલા કરાર પ્રમાણે અમેરિકાએ ૧૯૭૪માં છોડેલા ઉપગ્રહ ATS-6 મારફત ભારતમાં સૅટેલાઇટ ટેલિવિઝનનો પ્રયોગ થયો. સૅટેલાઇટ ઇન્સ્ટ્રક્શનલ ટેલિવિઝન એક્સપરિમેન્ટ (SITE) નામ ધરાવતા એક વર્ષ ચાલેલા આ પ્રયોગમાં માહિતી પ્રસારણ મંત્રાલય ઉપરાંત ભારતીય અંતરીક્ષ વિજ્ઞાન સંસ્થા ઇસરો પણ સરખી હિસ્સેદાર હતી. ઇસરોના અમદાવાદના કેન્દ્રે UN સાથે મળીને ગુજરાતના ખેડા જિલ્લાના પીજ ગામમાં એક ટીવી-સ્ટેશન પણ સ્થાપેલું. આ પ્રયોગ અંતર્ગત ૬ રાજ્યોના ૨૦ જિલ્લાઓમાં થઈને ૨૪૦૦ ગામોમાં મનોરંજક અને શૈક્ષણિક કાર્યક્રમોનું પ્રસારણ કરવામાં આવેલું.

આ પ્રયોગની જબરદસ્ત સફળતા પછી ભારતે પોતાનો ઉપગ્રહ ઇન્સેટ 1A છોડ્યો અને એની મદદથી પહેલી વાર સ્વદેશી સૅટેલાઇટ પ્રસારણ કર્યું અને એ પણ રંગીન. ૧૯૮૨માં રમાયેલી નવમી એશિયન ગેમ્સને આનો લહાવો મળ્યો હતો. ૮૦ના દાયકામાં દૂરદર્શને પણ એવી રૉકેટગતિ કરી કે દેશની લગભગ ૭૫ ટકા વસ્તી પ્રસારણ હેઠળ આવરી લેવામાં આવી એટલું જ નહીં, લાઇસન્સરાજનો જમાનો હોવા છતાં મંડીહાઉસવાળા દૂરદર્શને ‘હમલોગ’, ‘બુનિયાદ’, ‘નુક્કડ’, ‘રામાયણ’ અને ‘મહાભારત’ જેવી અભૂતપૂ ર્વ લોકપ્રિયતા ધરાવતી હાઈ-ક્વૉલિટી સિરિયલો આપી. જોકે આ સમયગાળા દરમ્યાન દૂરદર્શન સરકારી કન્ટ્રોલ હેઠળ જ હતું અને સરકારી માઉથપીસથી વિશેષ નહોતું.

૧૯૯૧માં ભારતે ઉદારીકરણની નીતિ અપનાવી અને સુભાષ ચંદ્રાની ઝી ટીવી જેવી સ્વદેશી તથા હૉન્ગકૉન્ગ સ્થિત સ્ટાર ટીવી જેવી વિદેશી ચૅનલોથી ભારતમાં પ્રાઇવેટ સૅટેલાઇટ ટેલિવિઝન ચૅનલોનું આગમન થયું. પછી ભારતીય ટીવીજગતમાં જે થયું એ ઇતિહાસથી આપણે વાકેફ છીએ.

આજની તારીખે ભારતમાં ૮૧૩ ચૅનલો જોઈ શકાય છે. એમાં ૪૦૦ ન્યુઝ અને કરન્ટ અર્ફેસ બેઝ્ડ ચૅનલો છે, જ્યારે ૪૧૩ એ સિવાયની મનોરંજનની કૅટેગરીમાં આવતી ચૅનલો છે. છેલ્લે ઉમેરાયેલી ચૅનલોમાં કલિંગ ટીવી અને એપિક ટીવીનો સમાવેશ થાય છે. એકલું દૂરદર્શન જ ૨૨ ભાષાઓમાં ૩૦ ચૅનલોનું પ્રસારણ કરે છે. આપણા માનવામાં કદાચ ન આવે, પરંતુ DTH (ડાયરેક્ટ ટુ હોમ) ઉપરાંત સાદા ઍન્ટેના વડે પણ જોઈ શકાતું દૂરદર્શન આજની તારીખે સૌથી વધુ પહોંચ ધરાવે છે અને એ વિશ્વનું સૌથી મોટું પોતાના પ્રકારનું ટેલિવિઝન નેટવર્ક છે.

3D ટેલિવિઝન અને ઇન્ટરનેટ સાથે જોડાયેલા સ્માર્ટ ટીવીના જમાનામાં એ વાતનો પણ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ટીવી જોવાનું હવે ટીવી-સેટ પૂરતું જ મર્યાદિત રહ્યું નથી. ફટાફટ ડેટાનું ટ્રાન્સમિશન કરી આપતા 3G જેવા નેટવર્કથી ચાલતા સ્માર્ટફોન અને ટૅબ્લેટમાં અત્યારે મોટા ભાગની ટીવી-ચૅનલો અને શો જોઈ શકાય છે. મતલબ કે ટીવીને હવે કોઈ પણ ભૌતિક બંધનો રહ્યાં નથી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK