ભારતીય આર્મીની સાત મહિલાઓનું દિલધડક એવરેસ્ટ-રોહણ

૨૫ અથવા ૨૬ જાન્યુઆરીએ ડિસ્કવરી ચૅનલ પર જોવાનું ચૂકતા નહીંસેજલ પટેલ

સમુદ્રની સપાટીથી ૮૮૪૮ મીટરની ઊંચાઈ એટલે દુનિયાનું સૌથી ઊંચું શિખર એવરેસ્ટ. ઘણા જાંબાઝ પર્વતારોહકો એવરેસ્ટની ચોટીને ચૂમી આવ્યા છે અને તેમનાં સાહસથી ભરપૂર રોમાંચક વાતો પણ આપણે ઘણી સાંભળી છે. જોકે ડિસ્કવરી ચૅનલે ભારતીય આર્મીની સાત મહિલાઓએ કરેલા એવરેસ્ટ-રોહણની રોમાંચક દાસ્તાનની એક કલાકની ડૉક્યુમેન્ટરી તૈયાર કરી છે; જેમાં આરોહણનો રસ્તો સિલેક્ટ કરવાથી માંડીને ટ્રેઇનિંગ, તૈયારીઓ અને ઍક્ચ્યુઅલ ચડાણ એમ તમામ પાસાંઓ વણી લેવામાં આવ્યાં છે. પ્રજાસત્તાક દિનની આગલી સાંજે એટલે કે શુક્રવારે રાતે નવ વાગ્યે ‘એવરેસ્ટ : ઇન્ડિયન આર્મી વિમેન્સ એક્સ્પીડિશન’ નામે આ રોમાંચક ગાથા પ્રસારિત થશે.  જો એ દિવસે મિસ થઈ જાય તો ૨૬ જાન્યુઆરીએ રાતે નવ વાગ્યે રિપીટ ટેલિકાસ્ટ પણ થશે.

ખૂબ જ દુર્લભ અને ૧૦૦ ટકા સફળ એવા આ એક્સ્પીડિશનમાં ભારતીય સેનાની સાત જાંબાઝ મહિલાઓએ એવરેસ્ટ સર કયોર્ છે. રાજસ્થાનની કૅપ્ટન દીપિકા રાઠોડ અને મેજર નેહા ભટનાગર, ઉત્તરાખંડની કૅપ્ટન નમ્રતા રાઠોડ, મહારાષ્ટ્રની કૅપ્ટન પ્રાચી ગોલે, નાગાલૅન્ડની મેજર એન. લિન્યુ, હરિયાણાની કૅપ્ટન પૂનમ સાંગવાન અને કર્ણાટકની કૅપ્ટન સ્મિતા એમ સાત મહિલાઓએ કર્નલ અજય કોઠિયાલના નેતૃત્વમાં આ સાહસિક કાર્ય પૂÊરું કર્યું હતું. શૂટિંગ માટે કૅમેરામૅન અને અન્ય દસ જણનો સપોર્ટ સ્ટાફ પણ તેમની સાથે જ એવરેસ્ટને આંબવા નીકળ્યો હતો. અલબત્ત, આ કોઈ સામાન્ય ડૉક્યુમેન્ટરી નહોતી. પર્વતારોહણ શરૂ કર્યું એના એક વરસ પહેલાંથી એની તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી. આર્મીની ઘણી મહિલાઓએ આ ટ્રેઇનિંગ પ્રોગ્રામમાં ભાગ લીધો. પહેલાં સિઆચેન અને પછી મનાલી બેઝ કૅમ્પ પર એમ બે તબક્કામાં તાલીમ થઈ, જેમાંથી સાત મહિલાઓ અને તેમની સાથે દસ પુરુષ સપોર્ટિંગ સ્ટાફની પસંદગી થઈ.

માહેર પર્વતારોહકો એડમન્ડ હિલેરી અને તેનઝિંગ નોરગે જે રસ્તેથી ચડેલા એ દક્ષિણનો માર્ગ આરોહણ માટે પસંદ કરવામાં આવ્યો હતો. ડૉક્યુમેન્ટરીમાં ટીમનું સિલેક્શન કઈ રીતે થયું ત્યાંથી લઈને છેક એવરેસ્ટ પર ભારતનો ધ્વજ ફરકાવવા સુધીની તમામ વિગતો દર્શાવવામાં આવી છે. આ યાત્રામાં સાત મહિલા યાત્રીઓએ અનુભવેલી મુશ્કેલીઓ અને પડકારોનું પણ અદ્ભુત નિરૂપણ થયું છે. ડિસ્કવરી ચૅનલના કૅમેરાઓએ કેટલાંક દુર્લભ દૃશ્યોને કચકડે મઢી લીધાં છે, જે કદાચ ટેલિવિઝન પર ભાગ્યે જ જોવા મળ્યાં હશે. અચાનક જ થયેલી હિમવર્ષા, અચાનક ઊંચી હિમશિલાનું ધસવું, નેપાલી શેરપાનું એક બર્ફીલી ખાઈમાં પડી જવાને કારણે મૃત્યુ થવું... આવા દુખદ, ડરામણા અને સંઘર્ષના પડકારોને કૅમેરામાં કંડારવામાં આવ્યા છે.


 આટલી ઊંચાઈ પરનાં સુંદર બર્ફીલાં રોચક દૃશ્યોની બારીકીઓ સ્પષ્ટ થાય એ માટે ખાસ હાઈ અલ્ટિટ્યૂડ પર વપરાતી ટેક્નૉલૉજીથી શૂટિંગ થયું હતું. કૅમેરામૅન ગૅરી જર્મનના હૅન્ડ-કૅમેરા ઉપરાંત કેટલાક પર્વતારોહકોની હેલ્મેટ પર પણ કૅમેરા લગાવ્યા હતા જેથી વિવિધ ઍન્ગલથી આસપાસ ઘટતી ઘટનાઓ કૅમેરામાં કેદ થઈ શકે.

આ સાતેય મહિલાઓનું બૅકગ્રાઉન્ડ પણ વિવિધ છે; જેમ કે કોઈ એન્જિનિયર છે, કોઈ કમ્યુનિકેશન સ્પેશ્યલિસ્ટ તો કોઈક મેડિકલ ક્ષેત્રમાં છે. તેમની આગવી કુશળતાઓને આધારે તેમને ખાસ જવાબદારીઓ પણ આપવામાં આવી. એવરેસ્ટની રોમાંચક સફર દરમ્યાન બધા સાથીમિત્રોએ એક ટીમ તરીકે એકબીજાની કાળજી કઈ રીતે રાખી એ પણ ડૉક્યુમેન્ટરીમાં બતાવવામાં આવ્યું છે.

એવરેસ્ટ ચડવાની ઇચ્છા મનના કોઈક ખૂણે પનપતી હોય તો એ માટે તનમાં કેટલી તાકાત અને દિલમાં કેટલી હામ હોવી જોઈએ એનો અંદાજ આ ડૉક્યુમેન્ટરી પરથી જરૂર મળી જશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK