આખા દેશને નવી રેસિપીઓ શીખવતા સંજીવ કપૂર રાજકોટમાંથી કઈ રેસિપી શીખ્યા?

ગયા વીકમાં રાજકોટમાં એક રેસ્ટોરાંના ઓપનિંગમાં ગયેલા જાણીતા શેફ સંજીવ કપૂર ત્યાં એક એવી વાનગીની રેસિપી શીખ્યા જેનું નામ સાંભળીને બધાના ચહેરા પર સ્માઇલ અને મોઢામાં તીખાશ પ્રસરી જશે.


sanjeev kapoor


આ વાનગી છે રાજકોટની પ્રખ્યાત લીલી ચટણી. રાજકોટનો ચેવડો અને પેંડા તો પૉપ્યુલર છે જ, પણ આ બન્ને વરાઇટીની સાથે રાજકોટની લીલી ચટણી પણ જાણીતી છે. ફ્રિજમાં છ મહિના સુધી ટકી શકતી આ લીલી ચટણી દાળિયા અને મરચાંમાંથી બનાવવામાં આવે છે અને એમાં ખટાશ માટે લીંબુનાં ફૂલ પણ નાખવામાં આવે છે. તીખાશ અને ખટાશનો આ સંગમ ચટાકેદાર હોય છે. સામાન્ય રીતે આ ચટણી ચેવડા સાથે ખાવાની હોય છે; પણ સૌરાષ્ટ્રમાં આ ચટણી એ હદે પૉપ્યુલર થઈ ગઈ છે કે હવે તો એનો ઉપયોગ દાબેલીથી લઈને ખમણ, સૅન્ડવિચ, ભજિયાં, ખાંડવી અને હૉટ ડૉગ સુધ્ધામાં કરવામાં આવે છે. અમુક નાની રેસ્ટોરાંમાં તો પીત્ઝાની સાથે કેચપ તો આપવામાં આવે જ છે, સાથે લીલી ચટણી પણ આપવામાં આવે છે. ચાઇનીઝ આઇટમમાં પણ લીલી ચટણી આપવામાં આવતી હોય એવી પણ રેસ્ટોરાં રાજકોટમાં છે. રાજકોટની આ ચટણી વિશે સંજીવ કપૂર કહે છે, ‘મેં એવું સાંભળ્યું હતું કે આ ગ્રીન ચટણી ટેરિફિક ટેસ્ટી છે એટલે એ કેવી રીતે બને છે એ મારે જોવું હતું. રાજકોટ આવ્યો ત્યારે એ બેનિફિટ લીધો અને એ ચટણી બનાવવાની ટેક્નિક જાણી લીધી.’

સંજીવ કપૂર અત્યારે એકસાથે પાંચ રેસિપીબુક પર કામ કરી રહ્યા છે. આ પાંચ બુકમાંથી એક બુક અલગ-અલગ કેચપ અને ચટણી પર છે. બની શકે કે નવા ઇન્વેન્શન સાથે રાજકોટની ખ્યાતનામ લીલી ચટણી સંજીવ કપૂરની નવી બુકમાં વાંચવા મળે પણ ખરી.

- રશ્મિન શાહ

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK