સાઇના નેહવાલ કહે છે, નથિંગ ઇઝ ઇમ્પૉસિબલ

વર્લ્ડ નંબર ટૂ બન્યા પછી બૅડમિન્ટન-પ્લેયર સાઇના નેહવાલ હવે રૅન્કિંગ્સના સિંહાસન પર બેસવા ઉતાવળી થઈ છે.


આ હૈદરાબાદી ગર્લે ગઈ કાલે મુંબઈની એક પત્રકાર-પરિષદમાં કહ્યું હતું કે ‘બને એટલા જલદી નંબર વન બની જવું એ મારું પહેલું લક્ષ્ય છે. નંબર ટૂ બની ગઈ છું એટલે હવે રૅન્કિંગ્સમાં સવોર્ચ્ચ બનવા માટે એક જ ડગલું બાકી છે. ૨૦૧૩ના વર્ષમાં ૧૫થી ૨૦ ટુર્નામેન્ટ રમાશે અને મને ખાતરી છે કે એમાં સારું પફોર્ર્મ કરીને હું બૅડમિન્ટન-જગતની મોખરાની મહિલા પ્લેયર બનવા માટેના જરૂરી પૉઇન્ટ્સ મેળવી જ લઈશ.’

ગઈ કાલે સાઇનાના હસ્તે સૅમસંગનો ગૅલેક્સી ગ્રૅન્ડ ત્૯૦૮૨ મૉડલનો ડ્યુઅલ-સિમ સ્માર્ટફોન લૉન્ચ થયો હતો. આ ફોનની કિંમત ૨૧,૫૦૦ રૂપિયા છે. સમારંભ પછી સાઇનાએ પોતાના લક્ષ્યની વાત કરતાં એવું પણ કહ્યું હતું કે ‘ચીનની લી ઝુરી વર્લ્ડ નંબર વન છે અને તેના મારા કરતાં ૧૪,૦૦૦ વધુ પૉઇન્ટ છે. તેને હટાવીને સવોર્ચ્ચ સ્થાને પહોંચવું આસાન નથી, પરંતુ હું એ માટે કોઈ કસર બાકી નહીં રાખું. નથિંગ ઇઝ ઇમ્પૉસિબલ. મેં ઘણાં અઘરાં કામોને શક્ય બનાવ્યાં છે એટલે મને ખાતરી છે કે આ લક્ષ્ય પણ પૂરું કરી શકીશ.’


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK