ખાસ બાત : રેપિસ્ટો હવે પબ્લિકને હવાલે જ થવા જોઈએ

આમ કરવાથી કાયદો-વ્યવસ્થા ડહોળાવાનો ભય ખરો, પણ આમેય કાયદો-વ્યવસ્થા ડહોળાયેલાં નથી?




(રોહિત શાહ)

સપોઝ, પંદર-સોળ વર્ષની એક નાબાલિગ છોકરી મારા પર આરોપ મૂકે છે કે મેં તેના પર રેપ કર્યો છે અને મેડિકલ રિપોર્ટમાં તે છોકરી પર રેપ થયો હોવાનું પુરવાર પણ થઈ જાય તોય શું મારી સાથે પોલીસ એવો જ વ્યવહાર કરશે જેવો અત્યારે આસારામ સાથે થઈ રહ્યો છે?

સપોઝ, હું ઇમ્પોર્ટેડ શરાબ ઢીંચીને અડધી રાતે કાર ડ્રાઇવ કરતી વખતે ગંભીર અકસ્માત કરી બેસું છું અને ફૂટપાથ પર સૂતેલા બે-ચાર ગરીબ માણસોને કચડીને મારી નાખું છું તોય શું મારી સાથે પોલીસ એવો જ વ્યવહાર કરશે જેવો એણે સલમાન ખાન સાથે આજ સુધી કર્યો છે?

કાનૂનની આંખોમાં કોઈ સેલિબ્રિટી અને કોઈ આમ આદમી અલગ-અલગ હોય છે? શું મારે કોઈ દુરાચાર-ભ્રષ્ટાચાર આચરવો હોય કે ગંભીર ગુનાની પનિશમેન્ટમાંથી આબાદ છટકી જવું હોય તો મારે એ પહેલાં સંત, ફિલ્મી નટ કે પૉલિટિશ્ય બનવું જરૂરી છે? મારી સચ્ચાઈ અને મારી નિદોર્ષતા અને મારી નિખાલસતા અને મારી વફાદારી અને મારી ખુદ્દારી પ્રત્યે ભારતીય કાનૂનને કોઈ જ દિલચસ્પી નથી? ફાલતુ સેલિબ્રિટી માટે આપણા તમામ કાયદાઓ બુઠ્ઠા થઈ જાય છે?

જાંચ, તપાસ અને ઇન્વેસ્ટિગેશન એ ત્રણ શબ્દો આપણા સંવિધાન પર સંપૂર્ણ આધિપત્ય ભોગવે છે. એક ફાલતુ તપાસ માટે વષોર્ સુધી કાર્યવાહીનાં ત્રાગાં થતાં રહે છે. ‘ફાસ્ટ ટ્રૅક કોર્ટ’ની માત્ર વાતો અને ચર્ચાઓ જ થતી રહે છે.

એક સાવ સિમ્પલ સવાલ છે: મુંબઈમાં ફોટો-જર્નલિસ્ટ યુવતી પર શક્તિ મિલ પાસે જે ગૅન્ગ-રેપ થયો છે એમાં બે જણ તો પકડાઈ ગયા છે અને તેમણે પોતાનો ગુનો કબૂલ પણ કરી લીધો છે. હવે તેમને પનિશમેન્ટ કરવામાં દેર કિસ બાત કી હૈ, ભાઈ? દિલ્હીમાં બસમાં થયેલા ગૅન્ગ-રેપ વખતે પકડાયેલા ગુનેગારે તરત પોતાનો ગુનો કબૂલ કરી લીધો હતો. ત્યાર પછી એક પાંચ વર્ષની બાળકી પર બ્લુ ફિલ્મ જોતાં-જોતાં રેપ કરનારે પણ પોતાનો ગુનો કબૂલ કરી જ લીધો હતો. ગુનેગાર સ્વયં ગુનો કબૂલ કરી લે પછી તેને પનિશમેન્ટ કરવામાં વિલંબ કરવાનું કારણ-પ્રયોજન શું હોઈ શકે?

મને લાગે છે કે હવે ગુનેગારને પનિશમેન્ટ કરવા માટે પ્રજાએ પોતે જ આક્રમક બળવો કરવો પડશે. ફિલ્મ ‘અ વેન્સ્ડે’માં એક આમ આદમી (નસીરુદ્દીન શાહ) જે રીતે આખા પોલીસતંત્રને હચમચાવી મૂકે છે એવો જ રસ્તો હવે પબ્લિકે લેવો પડશે. મુંબઈની મહિલા-પત્રકાર પર રેપ કરનાર વ્યક્તિને સરકાર કે કાયદો કશી પનિશમેન્ટ કરે એવી ડિમાન્ડ કરવાની જ નથી. હવે તો બસ, તે ગુનેગારને અમારા (પબ્લિકના) હવાલે કરી દો એવી જ એક ડિમાન્ડ કરવાની છે. ગૅન્ગ-રેપ અને વ્યક્તિગત રેપના જેટલા ગુનેગારો પકડાયા છે તે તમામ હવે પબ્લિકના હવાલે થવા જ જોઈએ.

આવું કરવાથી કાયદો-વ્યવસ્થા થોડાંક ડહોળાવાનો ભય ખરો, પણ તો શું અત્યારે હાલમાં કાયદો-વ્યવસ્થા ડહોળાયેલાં નથી? ગુનેગારને પનિશમેન્ટ ન થાય અને નિદોર્ષને ઇન્સાફ ન આપી શકે એવા ન્યાયતંત્ર પર કોણ ભરોસો મૂકશે?

કાયદો હાથમાં લેવો એ ગુનો ગણાતો હોય તો કાયદાનો અમલ ન કરવો એ ગુનો નથી શું? રેલવેના રિઝર્વેશન કોચમાં અટેન્ડન્ટ ટિકિટ-ચેકર પોતે જ વધારાના પૈસા લઈને પૅસેન્જરોને બેસવા દે છે એ કોઈ છૂપી વાત થોડી છે. રસ્તા પર વેહિકલ લઈને જતા લોકો કોઈ વખત જાણ્યે-અજાણ્યે નાનોમોટો ગુનો આચરે તો પોલીસ કેવી રીતે તોડપાણી કરે છે એ બહુ જગજાહેર વાત છે. ગુજરાતમાં માત્ર લખાણમાં જ દારૂબંધી છે એ સચ્ચાઈ દરેક દારૂડિયો અને દરેક પોલીસ-કર્મચારી જાણે છે.

આવા લૂલા કાયદા અને ભ્રષ્ટ કાયદો-વ્યવસ્થા સામાન્ય પ્રજાને શી સુરક્ષા આપશે? કદાચ એવું બનશે કે હવે પ્રજા ન્યાય માટે પ્રતીક્ષા અને કાલાવાલા કરવાનું બંધ કરીને કાયદો હાથમાં લેતી થઈ જશે. સામાન્ય વ્યક્તિ માટે અને કહેવાતી સેલિબ્રિટી માટે બે અલગ કાયદાઓ (કે કાયદાઓના અમલની અલગ નીતિ) હોય એવું પ્રજા શા માટે સહન કરે? ક્યાં સુધી સહન કરે?

આસારામના જે પ્રવક્તાઓએ બળાત્કારની ઘટનાના દિવસે (પંદરમી ઑગસ્ટે) બાપુ જોધપુરમાં હતા જ નહીં એવું સ્ટેટમેન્ટ આપીને કાયદાને-પોલીસને ગુમરાહ કરવાનો પ્રયત્ન કર્યો એ પ્રવક્તાઓને પનિશમેન્ટ કરવાની કોઈ જોગવાઈ છે કે નહીં?

પોલીસને હીરો બનવાના ચાન્સ

કાયદાનો ભય ન રહે ત્યારે વ્યવસ્થાતંત્ર ટકી જ ન શકે. મર્ડર, લૂંટફાટ અને ચોરી, રેપ, ગૅન્ગ-રેપ જેવી ઘટનાઓ વધતી જતી હોય તો પોલીસતંત્રની કાં તો એમાં ભ્રષ્ટતા હોય છે કાં તો કાયરતા હોય છે. ‘ઉપરનાં દબાણો’ને બિલકુલ ન ગાંઠે અને પોતાના દિલમાંથી પ્રગટતા ન્યાયને કદી ન દાબી દે એવા સિંઘમ પોલીસવાળાની પ્રજાને ઉત્કટ પ્રતીક્ષા છે. પ્રજા પૉલિટિશ્યનો અને કહેવાતા સંતોનો ભરોસો કરવા હવે તૈયાર નથી. પોલીસ જો થોડી નિષ્ઠા અને નીતિ બતાવે તો પબ્લિકમાં હીરો બની જવાના ભવ્ય ચાન્સ છે.

વકીલોની પણ ધોલાઈ થશે

મને તો ઊંડે-ઊંડે એવી આશંકા પણ જાગે છે કે હવે પછી આવા જાહેર ક્રિમિનલ્સને છોડાવવા માટે જે વકીલો તેમના કેસ લેશે તેવા વકીલોની પણ પ્રજા ધોલાઈ કરશે. તમે નિદોર્ષને ન્યાય ન અપાવી શકો તો કાંઈ નહીં, પણ એક બદમાશ ગુનેગારને બચાવવાનો પ્રયત્ન શા માટે કરો છો? શું તમારે પેટ ભરવા માટે ગુનેગારોની ફેવર કરવાની અધમ કક્ષાએ ઊતરી જવું પડે એવો છે તમારો વકીલાતનો વ્યવસાય? શું તમારી જ નાબાલિગ દીકરી સાથે કોઈ બદમાશ રેપ કરે અને પછી કાયદાની ચુંગાલમાંથી બચવા તેનો કેસ તમને સોંપે તો તમે તેને બચાવશો? તમારી દીકરી જેવી આ દેશમાં બીજાઓની દીકરીઓ છે એવું તમારા વકીલાતના વ્યવસાયમાં ભુલાવી દેવામાં આવે છે?

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK