ખાસ બાત - દશરથ કૈકેયીને કહે, સોનુ તુલા માઝ્યાવર ભરોસા નાહી કા અને લક્ષ્મણ શૂર્પણખાને કહે, આતા માઝી સટકલી

કંઈક આવા ડાયલૉગ સાથે અને જીન્સ તથા કુરતામાં અંધેરીની એક સોસાયટીએ વિશિષ્ટ પ્રકારની મૉડર્ન રામલીલાનું આયોજન કર્યું હતું, જેમાં નાનાં બાળકોથી લઈને ૭૦ વર્ષના સિનિયર સિટિઝનોએ પણ ભાગ લીધો હતો. આજની પેઢીને આપણી સંસ્કૃતિથી પરિચિત કરવાના તેમના પ્રયાસને ધાર્યા કરતાં વધુ સારી સફળતા મળી છે

ramayana


રુચિતા શાહ

આજની પેઢી રામાયણના ઉચ્ચ આદશોર્ સમજે અને એને પોતાના જીવનમાં ઉતારે એવા આશયથી અંધેરી (ઈસ્ટ)માં કલ્પતરુ એસ્ટેટ સોસાયટીના સભ્યોએ મૉડર્ન રામલીલાનું આયોજન કર્યું હતું. આજનાં બાળકોને સમજાવવું હોય તો તેમની ભાષામાં વાત કરવી પડે એવું સોસાયટીની મહિલા અસોસિએશનના સભ્યોને લાગ્યું અને તેમણે સોસાયટીની યંગ બ્રિગેડ સામે આ વિચાર મૂક્યો. સોસાયટીના ૧૪ ટાવરના લગભગ ૧૦૦૦થી વધુ સભ્યો સોસાયટીના પ્રાંગણમાં ઑડિયન્સ તરીકે રામલીલા જોવા આવી ગયા હતા. મૉડર્ન ટેક્નૉલૉજીને અને બોલચાલની ભાષાને રામલીલામાં ઉમેરીને નાનાથી લઈને મોટાઓ સુધી પણ એનો અસલી સંદેશ પહોંચાડવામાં સોસાયટીના સદસ્યોને સફળતા મળી હતી.

બે મહિના પહેલાં રામલીલાની મૉડર્ન ભાષામાં સ્ક્રિપ્ટ અને સ્ક્રીનપ્લે લખીને એની પ્રૅક્ટિસ શરૂ કરી દેવામાં આવી હતી. રામની ટીમના બધા સભ્યોએ વાઇટ કુરતી અને જીન્સ પહેરવાં એવું નક્કી થયું હતું અને રાવણ સાઇડના લોકોએ બ્લૅક કુરતી અને જીન્સ પહેર્યા હતાં. કુરતી અને જીન્સ સાથે એક દુપટ્ટો અને ગળામાં મોતીની માળા પણ ડ્રેસ-કોડમાં કમ્પલ્સરી રાખવામાં આવ્યાં હતાં. આ રામલીલામાં માતાના રોલમાં રહેલી મહિલાઓએ સાડી પહેરી હતી. હિન્દી, ઇંગ્લિશ અને સંસ્કૃતમાં લખાયેલા ડાયલૉગ્સને કારણે આ રામલીલાનાં પાત્રોએ લોકોમાં ગજબ આકર્ષણ જમાવ્યું હતું. લક્ષ્મણ કૅન્ડીક્રશ રમતો હોય અને મંથરા કૈકેયીના કાન ભરતી વખતે આઉડી અને ચાર્ટર્ડ પ્લેનની વાત કરતી હોય એ બાબત આજના સંદર્ભમાં પ્રદર્શિત કરીને રામાયણના સારને કલ્પતરુ સોસાયટીના સભ્યોએ ગજબ રીતે લોકો સમક્ષ વ્યક્ત કર્યો હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK