વર્લ્ડનો બેસ્ટ શેફ તેની રસોઈ પહેલાં ડૉગીને કેમ ખવડાવતો હતો?

વિકાસ ખન્નાની બચપણથી લઈને ઇન્ટરનૅશનલ શેફ બનવા સુધીની કેટલીક વાતો તેની ડિશિઝ જેટલી જ ઇન્ટરેસ્ટિંગ છે

vikas khannaઅમ્રિતસરના સામાન્ય પરિવારનો અને શારીરિક રીતે અક્ષમ એક છોકરો આજે હૉટેસ્ટ, બેસ્ટ ઇન્ટરનૅશનલ શેફ વિકાસ ખન્ના બની ગયો છે. ઇન્ડિયન ક્વિઝીનને દુનિયાભરમાં ફેમસ બનાવનાર વિકાસ ખન્ના સ્ટાર પ્લસ પર ગઈ કાલે જ પૂરી થયેલી કુકિંગ શો ‘માસ્ટરશેફ ઇન્ડિયા’ની ચોથી સીઝનનો ત્રણમાંનો એક જજ હતો. આ અગાઉની બે સીઝનમાં અને ‘માસ્ટરશેફ જુનિયર’નો જજ પણ હતો. ૪૩ વર્ષનો વિકાસ ન્યુ યૉર્કમાં રહે છે અને ત્યાં તેની જુનૂન નામની રેસ્ટોરાં છે. તે ઍન્કર, ફિલ્મમેકર અને કુકબુક રાઇટર પણ છે. ૨૦૧૧માં ‘પીપલ’ મૅગેઝિને તેને સેક્સીએસ્ટ મૅન અલાઇવ અને હૉટેસ્ટ શેફ ઑફ અમેરિકાના બિરુદથી નવાજ્યો છે. બચપણથી લઈને અહીં સુધીની તેની વાતો તેની વાનગીઓ જેટલી જ ઇન્ટરેસ્ટિંગ છે એ જોઈએ.

ડિસેબલ્ડ?

કિચન મેં મૈં છુપને ગયા થા, શેફ બનને નહીં એમ કહી ‘મિડ-ડે’ સાથે શેફ સુધીની સફરની વાતોની શરૂઆત કરતાં વિકાસ કહે છે, ‘બચપણમાં મને ક્લબ ફિટ નામની એક બીમારી હતી. ૧૨ વર્ષ સુધી હું બહાર રમવા નહોતો જઈ શકતો. બ્રેસિસ સાથેનાં બહુ મોટાં શૂઝ મારે પહેરવાં પડતાં હતાં. એ સમયે છુપાવા માટે દુનિયામાં મારા માટે એકમાત્ર જગ્યા અમારું કિચન હતું! હું કિચનમાં કોઈ મોટું તીર મારવા નહીં પણ છુપાવા માટે જતો હતો.’

બસ, અહીંથી જ શરૂ થઈ વિકાસની શેફ બનવાની સફર. વિકાસ તેનાં દાદીને કિચનમાં હેલ્પ કરતો. તેને રસોઈ બનાવવી અને એમાંય રોટલીઓ બનાવવી બહુ ગમતી હતી. ટાઇમપાસ માટે બપોરે ગુરદ્વારામાં તે રોટીઓ બનાવવા જતો હતો. આજે પણ ન્યુ યૉર્કના ગુરદ્વારામાં સેવા આપવા તે જાય છે.

મને ડર છે...

શરીરની અક્ષમતાને ક્ષમતામાં પલટી દેવા માટે  વિકાસ બહુ ઝઝૂમ્યો છે. આજે પણ તેના પગ થોડાક વીક હોવા છતાં તે જે હદે પગભર થયો છે એ દુનિયા માટે મિસાલ છે. પોતાના આ કૉન્શિયસને ક્લિયર કરતાં તે કહે છે, ‘આજે પણ મારા પગ વીક છે. કુદરતી રીતે શરીરના જે પાર્ટને એક્સરસાઇઝ ઓછી મળે એ વીક રહે. એમ છતાં આજે હું ખૂબ ભાગું છું. રોજ ટ્રેડમિલ પર ખૂબ એક્સરસાઇઝ કરું છું. મને ડર લાગે છે કે મારી પાસેની ચીજ ક્યાંક ખોવાઈ ન જાય! તમને જે ચીજ મોડી મળે અને બહુ મહેનતથી મળે એની તમને બહુ કદર હોય છે.’

વિકાસ કહે છે, ‘મને એક ડર રોજ સતાવે છે કે ક્યાંક એવું ન થાય કે હું સવારે ઊઠું અને મને કાંઈ જ ન આવડતું હોય, હું બધું જ ભૂલી ગયો હોઉં, બધું જ ખતમ થઈ ગયું હોય, સબ્ઝી કેમ કાપવી કે કડછી કેમ ચલાવવી એ પણ ન આવડે! આવો ફોબિયા મોટા-મોટા ઑલિમ્પિક મેડલ જીતેલા લોકોને પણ હોય છે તો હું તો મચ્છર છું.’

ડૉગી ધ ટેસ્ટર

આ વર્લ્ડ-બેસ્ટ શેફની ડિશ ખાવા માટે ભલે દુનિયાના લોકો તલપાપડ હોય, પણ શરૂઆતના દિવસોમાં વિકાસ તેની રસોઈ બનાવીને પહેલાં તેના નાનકડા ડૉગીને ખવડાવતો હતો. વિકાસ કહે છે, ‘મારી ડૉગી ટિડ્ડી મારું ખાવાનું ટેસ્ટ કરતી. હું એના પર જ એક્સપરિમેન્ટ કરતો. જો એ બધું ખાઈ જાય તો માની લેવાનું ડિશ સારી બની છે અને ન ખાય તો માનવાનું સારી નથી બની. મારી એક્ઝામ એ લેતી. એને હું સ્વીટ ડિશ પણ ખવડાવતો અને એ ખાઈ જતી. ત્યારે મને ખબર નહોતી કે ડૉગને સ્વીટ ન ખવડાવાય, કીડા પડે.’

ભણવું નહોતું

વિકાસને ભણવું નહોતું ગમતું, સ્કૂલમાં જવું નહોતું ગમતું. સ્કૂલમાં તે શરારતી ગણાતો. સ્કૂલ-ટાઇમની વાતોને મસ્તીખોર અંદાજમાં જણાવતાં તે કહે છે, ‘સ્કૂલમાં હું બહુ નાલાયક હતો. થર્ડમાં ફેલ, ર્ફોથમાં ફેલ, િફ્ફ્થમાં ફેલ! મારાથી બે વરસ નાની બહેન સાથે હું ફિફ્થમાં હતો. ફિફ્થમાં ફેલ થયો એટલે સ્કૂલવાળાએ મને કાઢી મૂક્યો. હું અમ્રિતસરની સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલમાં હતો. એ પછી બીજી સ્કૂલમાં ઍડ્મિશન લીધું, પણ ટ્વેલ્થ સુધી ફેલ થવાનો સિલસિલો ચાલુ જ રહ્યો. વારેવારે ફેલ થવાના કારણે જ ટ્વેલ્થના ક્લાસમાં હું સૌથી મોટો હતો. મને કાંઈ આવડતું નહોતું, રસ પણ નહોતો. મને લાગતું કે ભણીને કાંઈ ફાયદો નથી.’

ખાને કી ભાષા

ટ્વેલ્થ પછી વિકાસે ગ્રૅજ્યુએશન અને માસ્ટર્સ હોટેલ મૅનેજમેન્ટમાં જ કર્યું. તે કહે છે, ‘મને ભણવાનું નહોતું આવડતું, અંગ્રેજી પણ નહોતું આવડતું કે બોલી પણ નહોતો શકતો. આજે પણ મને ખાને કી ભાષા જ આવડે છે. આ મને મળેલું વરદાન છે, ભગવાને આપેલી ગિફ્ટ છે. હું રોજ રસોઈમાં દાદીમાને મદદ કરતો. તે બધું મારી પાસે કરાવતાં. એક મિડલ-ક્લાસ ફૅમિલીમાં બનતી હોય છે એ તલે હુએ આલૂ, દાલ, દો-તીન સબ્ઝિયાં વગેરે ૮થી ૧૦ ચીજો ઘરમાં બનતી.’

ઊંચાઈનો ડર

વિકાસને હાઇટનો ફોબિયા છે. આ ફોબિયા તેને ક્યારથી પેસી ગયો છે એ ઇન્સિડન્ટને યાદ કરતાં તે કહે છે, ‘હું છ કે સાત વર્ષનો હોઈશ. મારા ઘરના આંગણામાં કોઠા પર એક સીડી મૂકેલી રહેતી. એક દિવસ હું આ સીડી પર ચડી રહ્યો હતો ત્યારે છેલ્લા પગથિયા પર હતો ને સીડી નીચે પડી. થોડી વાર કોઠા પર બેસી રહ્યો, પછી નીચે જંપ માર્યો. ત્યારે જે પટકાયો એનો ડર આજે પણ સતાવે છે. આજે ન્યુ યૉર્કના બહુ ઊંચા બિલ્ડિંગમાં રહું છું, પણ બારીની બહાર કદી જોયું નથી કે શું છે?!’

પ્રિય કડાઈ

વિકાસે ન્યુ યૉર્કમાં પોતાની રેસ્ટોરાં શરૂ કરી ત્યારે બહુબધાં પૉટ્સ ઍન્ડ પૅન્સ ફ્રાન્સથી આવ્યાં હતાં. એવરીથિંગ ઇઝ હૅન્ડમેડ. તે કહે છે, ‘કૉપર સબ ચમક રહા થા, વર્લ્ડ-બેસ્ટ એક્સપેન્સિવ વાસણો અહીં છે. અમેરિકનોની મૅડનેસ છે કે વર્લ્ડ-બેસ્ટ બધું જોઈએ. આ રેસ્ટોરાં બની ગયા પછી એક વાર હું મારા ગામમાં ગયો ત્યારે ઘરનું રિનોવેશન ચાલી રહ્યું હતું. કિચન તોડી નાખ્યું હતું. જોયું તો બહાર એક કડાઈ પડી હતી જે મારી ફેવરિટ હતી. મેં એ લઈ લીધી. આજે એને મેં મારી રેસ્ટોરાંમાં સૌથી આગળ ટાંગી છે, બાકીનાં વર્લ્ડ-બેસ્ટ પૉટ્સ અને પૅન્સ એની આગળ કંઈ મૂલ્યનાં નથી!’

લતાદીદીનો દીવાનો

વિકાસની સવાર આજે પણ લતાદીદીનો અવાજ સાંભળ્યા વિના નથી પડતી. લતાદીદી તેનાં ફેવરિટ છે. બચપણમાં મસ્તીમાં એક વાર તેણે લતાદીદીની એક મૅગ્નેટિક ટેપ તોડી નાખી હતી એનો રંજ હજી પણ તેને છે. તે કહે છે કે શી ઇઝ માય ફેવરિટ, તેમનો અવાજ સાંભળ્યા વિના મારી સવાર નથી પડતી.

મોસ્ટ એલિજિબલ બૅચલર?

૪૩ વર્ષના વિકાસે લગ્ન નથી કર્યા, પરંતુ આ વરસે તેની શાદીની શરણાઈઓ ગુંજવાની છે. મોસ્ટ પ્રૉબેબ્લી તેનાં લગ્ન અમેરિકામાં હશે.

- પલ્લવી આચાર્ય

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK