નાની ઉંમરે ઊંચી છલાંગ

૧૬ વર્ષનો નીલ કારીઆ સપ્ટેમ્બરમાં બ્રાઝિલમાં યોજાનારી ઇન્ટરનૅશનલ અર્થ સાયન્સ ઑલિમ્પિયાડમાં સમગ્ર ભારતમાંથી સિલેક્ટ થયેલા ચાર વિદ્યાર્થીઓમાંનો એક છે. ઉપરાંત ગયા વર્ષે કિર્ગીઝસ્તાનમાં યોજાયેલી ઇન્ટરનૅશનલ ઍસ્ટ્રોનૉમી ઑલિમ્પિયાડનો સિલ્વર  મેડલિસ્ટ છે. આ વર્ષે ICSE બોર્ડની ટેન્થની પરીક્ષામાં તે ૯૭.૮૦ ટકા લાવ્યો છે. સ્ક્વૉશ, સ્વિમિંગ, મ્યુઝિક અને ચેસમાં પણ તે માસ્ટર છે

neel kariaફેસબુક, વૉટ્સઍપ અને ટ્વિટર પર ચોંટેલી રહેતી આજની જનરેશનને જો યોગ્ય સમયે યોગ્ય ફોકસ અપાય, યોગ્ય માર્ગદર્શન અપાય તો આ જ ટેક્નૉલૉજી તેમની ટૅલન્ટને નિખારીને મોટી સિદ્ધિ અપાવી શકે. પરેલ (ઈસ્ટ)ના અશોક ટાવરમાં રહેતા ૧૬ વર્ષના નીલ કારીઆની વાત કંઈક આવી જ છે. ૧૩થી ૧૫ સપ્ટેમ્બર દરમ્યાન બ્રાઝિલના Pocos de caldas શહેરમાં યોજાનારી ઇન્ટરનૅશનલ અર્થ સાયન્સ ઑલિમ્પિયાડ (IEsO)માં સમગ્ર ભારતમાંથી સિલેક્ટ થયેલા ચાર વિદ્યાર્થીઓમાંનો તે એક છે. ઇન્ટરનૅશનલ જીઓસાયન્સ એજ્યુકેશન ઑર્ગેનાઇઝેશન (IGEO) દ્વારા યોજાતી આ કૉમ્પિટિશન વિદ્યાર્થીઓમાં વિશ્વસ્તરે બહુ મોટું મહત્વ ધરાવે છે. એમાં ૪૦થી વધુ દેશોના સ્ટુડન્ટ્સ પાર્ટિસિપેટ કરે છે. ખગોળ, ભૂસ્તરશાસ્ત્ર, સમુદ્રશાસ્ત્ર, અવકાશશાસ્ત્ર, જીઓફિઝિક્સ, હવામાનશાસ્ત્ર, અર્થ સાયન્સ, એન્વાયર્નમેન્ટલ સાયન્સ જેવા વિષયોના સવાલો, ટાસ્ક, પ્રોજેક્ટ્સ આ પરીક્ષાઓમાં ફેસ કરવાના હોય છે.

કચ્છી વેપારી પરિવારનો દીકરો આ લાઇનમાં કઈ રીતે? એના જવાબમાં દાદરમાં કપડાંનો વ્યવસાય કરતા નીલના પપ્પા મનીષ કારીઆ ‘મિડ-ડે’ને કહે છે, ‘તે બહુ નાનો હતો ત્યારે અમારા બિલ્ડિંગમાં થયેલી વેશભૂષાની સ્પર્ધામાં મારી વાઇફે તેને ઍસ્ટ્રોનૉટ બનાવ્યો. બસ, ત્યાર પછી અમને પણ ધ્યેય મળી ગયું અને નીલને પણ ફોકસ મળી ગયું. મારી વાઇફે તેને આ વિષયોનાં પુસ્તકો વાંચવા આપતાં પછી નીલ મોટો થયો એમ કમ્પ્યુટર પર એ સબ્જેક્ટ વાંચવા લાગ્યો અને સર્ચિંગ કરતાં-કરતાં જ તેનું એવું સર્કલ બની ગયું અને તેનો ઇન્ટરેસ્ટ ડે-બાય-ડે ડેવલપ થતો ગયો.’

આ વિષયોમાં ઊંડા ઊતરવાની તેની ઝંખના એવી સૉલિડ હતી કે નીલે એને રિલેટેડ અનેક વર્કશૉપ પણ કરી જે મુંબઈમાં પણ હોય અને બહારગામ પણ હોય. ર્ફોટની ધ કથીડ્રલ ઍન્ડ જૉન કૉનન સ્કૂલમાં ભણતા નીલે થર્ડ સ્ટાન્ડર્ડમાં ઑલ ઇન્ડિયા ઓપન મૅથેમૅટિક્સ (IPM) સ્કૉલરશિપની એક્ઝામ ફર્સ્ટ ક્રમાંકે પાસ કરી તો ચોથા અને પાંચમા ધોરણમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ફૉર સ્ટડીઝ ઇન મૅથેમૅટિક્સ, નૅશનલ સાયન્સ ઑલિમ્પિયાડની પરીક્ષાઓમાં ઉચ્ચ ક્રમાંકે આવ્યો. ગયા વર્ષે નવમા ધોરણમાં નીલે કિર્ગીઝસ્તાનમાં આયોજિત આ સ્પર્ધામાં ૧૪થી ૧૬ વર્ષના એજ-ગ્રુપમાં સિલ્વર મેડલ મેળવ્યો.

જનરલી, આ જનરેશન માટે આ વિષયો બહુ બોરિંગ હોય છે. તેઓ મોટે ભાગે રટ્ટો મારીને એમાં પાસ થઈ જાય છે. જોકે નીલ નોખો છે. વાગડ વીસા ઓસવાળ જ્ઞાતિના મનીષભાઈ કહે છે, ‘તે બહુ સહેલાઈથી આવા અઘરા વિષયો સમજી જતો અને એક વખત વાંચતાં તેને એ બધું યાદ રહી જતું. ફેબ્રુઆરી ૨૦૧૫માં લેવાયેલી IESOની એક્ઝામના એલિમેન્ટરી રાઉન્ડમાં તેણે ૧૪ દિવસ વાંચ્યું હતું, કારણ કે સાથે તેનું ટેન્થ પણ હતું.’

એ એક્ઝામમાં નીલ ઑલઓવર ઇન્ડિયામાંથી ટૉપ ટ્વેન્ટીવનમાં સિલેક્ટ થયો. સાથોસાથ ICSEમાં તેણે સેલ્ફ-સ્ટડીથી, ટયુશન કે કોચિંગ ક્લાસ વગર ૯૭.૮૦ ટકા મેળવ્યા. તો શું તે આખો દિવસ ભણ-ભણ જ કરે છે? મનીષભાઈ કહે છે, ‘ના, તે દિવસના ચારથી છ કલાક ભણે. વહેલા ઊઠવાનું, મોડે સુધી જાગવાનું એવું કંઈ નહીં. એ સાથે જ રેગ્યુલર સ્વિમિંગ કરે, સ્ક્વૉશ રમવા જાય અને ચેસ, રુબિક પઝલ્સમાં પણ હોશિયાર. સાથે હાર્મોનિયમ અને તબલાં પણ શીખે છે અને સિન્ગિંગનો પણ તેને શોખ છે.’

તો તે કઈ રીતે એ મૅનેજ કરે છે એવા સવાલના જવાબમાં મનીષભાઈ કહે છે, ‘તેના દરેક કાર્યમાં મારી વાઇફ રંજનનો તેને ભરપૂર સહયોગ છે. તે ફક્ત તેની સાથે જ ન રહે, તેને ગાઇડ પણ કરે છે.’

મમ્મીએ ચીંધેલા માર્ગે નીલને નાની ઉંમરે ઊંચી છલાંગ લગાવડાવી છે. કારીઆ દંપતીના એકમાત્ર સંતાન નીલની IESOમાં સિલેક્ટ થવાની વાત કરીએ તો ફેબ્રુઆરીમાં લેવાયેલી પરીક્ષામાં જે ૨૧ સ્ટુડન્ટ્સે ટૉપ કર્યું હોય તેમણે ૨૧ દિવસની એક વર્કશૉપ અટેન્ડ કરવાની હોય. આ વર્ષે એ ચેન્નઈની અન્નામલાઈ યુનિવર્સિટીમાં હતી. અહીં કોચિંગ અને પ્રૅક્ટિકલના અંતે પરીક્ષા યોજાય અને એમાં ટૉપ કરનારને આંતરરાષ્ટ્રીય અર્થ સાયન્સ ઑલિમ્પિયાડમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું રહે. આ પરીક્ષામાં નીલ ૧૦૧.૩૩ ગુણાંક મેળવીને સેકન્ડ આવ્યો. હવે તે પ્રથમ ક્રમાંકે આવેલા નચિકેત ગિરીશ તથા તરુણ યાદવ અને કુશાગ્ર જૈન સાથે સપ્ટેમ્બરમાં બ્રાઝિલ જશે.

- અલ્પા નિર્મલ

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK