ખરા આતંકવાદી કોણ? નક્સલીઓ કે ગરીબોનું અન્ન છીનવી લેતા નેતાઓ?

જ્યારે પણ નક્સલવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવે છે ત્યારે સરકાર સફાળી જાગીને તેમના દૂષણની સમસ્યા વિશે વિચારવા લાગે છે.



અરિંદમ ચૌધરી

જ્યારે પણ નક્સલવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવે છે ત્યારે સરકાર સફાળી જાગીને તેમના દૂષણની સમસ્યા વિશે વિચારવા લાગે છે. એ વાત સાચી લાગે છે કે આજે નક્સલવાદીઓની કાર્યવાહી આતંકવાદીઓ જેવી જ લાગે છે અને ભૂતકાળમાં પણ હું તેમનાં પગલાંને વખોડી ચૂક્યો છું. લોકતંત્રમાં આ પ્રકારની હત્યાઓને ઉચિત ઠેરવી શકાય નહીં. તો પણ આપણે કેટલીક વાસ્તવિકતાઓ પર નજર નાખીએ. છત્તીસગઢમાં સશસ્ત્ર અથડામણો કરતાં ભૂખ અને સાધ્ય રોગોથી વધુ લોકો માર્યા જાય છે. તો પણ આ બાબતને હળવાશથી લેવામાં આવે છે. ભૂખ્યા અને ગરીબ લોકોને ભૂલી જાઓ તો પણ માઓવાદીઓ દ્વારા હત્યા કરાતા CRPFના જવાનો કરતાં મચ્છર કરડવાને કારણે વધુ જવાનો માર્યા જાય છે. હા, આ ઘણી દુર્ભાગ્યની વાત છે.

એક તરફ આ સ્થિતિ આપણા CRPFના જવાનોની દયામણી કહાણી રજૂ કરે છે તો બીજી તરફ ભારતની આજની સાચી વાસ્તવિકતાની કહાણી છે. આપણે દેશની કુલ વસ્તીના ૬૦ ટકા હિસ્સાને ભૂખ, સાધ્ય રોગો અને મચ્છર કરડવાને કારણે થતા મોતને હવાલે કરી રહ્યા છીએ એનો વાસ્તવિક ચિતાર છે. કુલ ૬૫ કરોડ ભારતીયો આંતરરાષ્ટ્રીય સ્વીકૃતિ પ્રાપ્ત ગરીબી રેખાનાં ધોરણોથી નીચે જિંદગી જીવવા મજબૂર છે. તેમને દિવસના ફક્ત ૧.૨૫ ડૉલરમાં જ ગુજરાન ચલાવવું પડે છે. એક તરફ ભારત અને ભારતીય મિડિયા ‘ફૉબ્ર્સ’ની યાદીમાં આવતા એના અબજોપતિઓને વધાવતાં હોય છે ત્યારે કાણી કોડી વિના ગરીબો ભૂખને કારણે મોતને ભેટે છે જેની જાણ કોઈને થતી નથી.

જ્યારે સરકાર માઓવાદીઓને હત્યારા અને આતંકવાદી ગણાવે છે ત્યારે હકીકત તો એ છે કે આપણી સરકારો વષોર્થી હત્યારાઓથી ખદબદી રહી છે. ન કેવળ આપણા રાજકારણીઓ સામે નોંધાયેલા કેસોના સંદર્ભમાં પરંતુ તેઓ લોકોને ખોરાક, આરોગ્ય અને રોજગાર જેવા મૂળભૂત અધિકારોથી વંચિત રાખીને તેમની હત્યા કરી રહ્યા છે. આ ત્રણ મૂળભૂત અધિકારો માટે સરકારોનો ન્યાય તોળાવો જોઈએ. આપણી સરકારો આપણી વસ્તીના ૪૦ ટકા હિસ્સાની તે ૪૫ વર્ષ પર પહોંચે એ પહેલાં જ હત્યા કરી નાખે છે. જો તેમને પૂરતો ખોરાક અને આરોગ્ય સેવાઓ મળી રહે તો આ લોકો પણ ૭૫ વર્ષ સુધીનું આયુષ્ય ભોગવી શકે છે. વષોર્થી આપણી સરકારો તેમના સ્વાર્થી રાજકારણ અને દેશદ્રોહી પગલાંઓથી પોતાને અને બિઝનેસગૃહોને સમૃદ્ધ બનાવી અને ચોતરફ ગરીબીના સામþાજ્યને પરવાનગી આપીને લાખો લોકોની હત્યાઓ કરી રહી છે.

અને એને કારણે જ મેધા પાટકરથી માંડીને મહાશ્વેતાદેવી જેવાં ઘણાં લોકોની નજરે માઓવાદીઓ આતંકવાદી અથવા  તો હત્યારા નથી પરંતુ તેમના મતે તો તેઓ એવા ગરીબો છે જેમણે કોઈ હેતુ માટે શસ્ત્રો ઉઠાવીને હત્યા કરી છે. તેમને ખોરાકની જરૂર છે. તેઓ ઇચ્છે છે કે સમુદાયો દારુણ ગરીબીમાંથી મુક્ત થાય. તેઓ ઇચ્છે છે કે તેમને આરોગ્ય સેવાઓ મળે અને ગરીબીની ગુલામીમાંથી મુક્તિ મળે.

જો સરકાર ખરેખર માઓવાદી સમસ્યાઓનો અંત લાવવા ઇચ્છતી હોય તો એણે સમસ્યાથી પાર નજર દોડાવવાની જરૂર છે. સરકારે સમસ્યાના હાર્દને શોધી કાઢવાની જરૂર છે, એક એવું હાર્દ જે ગરીબો માટે ધડકે છે અને ત્યાર પછી સૌથી ગરીબો માટે ખરેખર સારી કામગીરી કરવી જોઈએ. ગરીબો પાસે શસ્ત્રો ઉઠાવવાનું કોઈ કારણ હોતું નથી. તેમને તો ફક્ત ખોરાકની જરૂર હોય છે. તેમને જે ખોરાકની જરૂર છે એ અનાજ સરકાર પાસે છે, વેરહાઉસોમાં અને સંગ્રહની સુવિધાઓ વિના ખુલ્લામાં સડી રહ્યું છે.

થોડાઘણા અંશે બંગાળના નક્સલવાદગ્રસ્ત પ્રદેશોમાં ગરીબોને પૂરતો ખોરાક ઉપલબ્ધ કરાવીને મમતા બૅનરજી રાજ્યમાં નક્સલવાદ પર નિયંત્રણ મેળવવામાં સફળ થયાં છે. દેશને પણ આમ કરવાની જરૂર છે. નક્સલવાદગ્રસ્ત વિસ્તારોમાં ગરીબો માટેની સાચી કામગીરી જ સરકારને આંતરિક સુરક્ષાના તમામ પડકારો સામે લડવાના તણાવમાંથી બચાવી શકશે. નહીંતર દરેક માર્યા જતા માઓવાદીની સાથે જ તેના જેવા અનેક માઓવાદીઓને જન્મ આપશે  એટલું જ નહીં, પરંતુ મચ્છર કરડવાને કારણે માર્યા જતા જવાનોનાં સંતાનો એક દિવસ આ દેશમાં મલેરિયા ફેલાવતાં જંતુઓ પર ગોળીઓ વરસાવતાં થઈ જશે. અને હા, ઇતિહાસ, હું ફરી દોહરાવું છું... તેમને આતંકવાદી નહીં કહે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK