મોદી મહારાષ્ટ્રમાં હશે ત્યારે હવે સચિનને તેમનાથી વધારે માનપાન મળી શકશે

થૅન્ક્સ ટુ ભારત રત્ન : તેન્ડુલકર હવે દેશની મહત્વની વ્યક્તિઓમાં સાતમો : ગાંધીજીને હજી આ ખિતાબ નથી મળ્યો : દર વર્ષે વધુમાં વધુ ત્રણ ભારત રત્ન આપી શકાયસેજલ પટેલ


રિટાયરમેન્ટના કલાકોમાં જ સચિન તેન્ડુલકરની ભારત રત્ન માટે પસંદગી કરવામાં આવી હોવાની ભારત સરકારે જાહેરાત કરી ત્યારે જમી રહેલી તેની પત્ની અંજલિ તેન્ડુલકર ખુશીથી સાચે જ નાચવા લાગેલી. દેશનું સવોર્ચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન મેળવનારો સચિન તેન્ડુલકર યંગેસ્ટ વ્યક્તિ છે. સચિનની સાથે-સાથે સુવિખ્યાત રસાયણવિજ્ઞાની અને પ્રાઇમ મિનિસ્ટરની સાયન્ટિફિક ઍડવાઇઝરી કાઉન્સિલના વડા પ્રોફેસર સી.એન.આર. રાવ (ચિંતામણિ નાગેશા રામચંદ્ર રાવ)ને પણ ભારત રત્ન આપવાની જાહેરાત કરવામાં આવી હતી.

ભારતનું સવોર્ચ્ચ નાગરિક સન્માન ગણાતો આ અવૉર્ડ ભારતનું સાતમા નંબરનું ઊંચું સ્થાન ગણાય છે. મતલબ કે જેમ પ્રેસિડન્ટને ભારતના પ્રથમ નાગરિક અને વાઇસ-પ્રેસિડન્ટને બીજા ક્રમના નાગરિક ગણવામાં આવે છે એમ અગ્રપદ અને હોદ્દાની નિસરણીમાં ભારત રત્ન મેળવનારી વ્યક્તિઓ સાતમા ક્રમે ગણાય. રસપ્રદ વાત એ છે કે સાતમા ક્રમના આ સ્થાન પર કૅબિનેટ મિનિસ્ટર્સ, રાજ્યના મુખ્યમંત્રીઓ (જ્યારે તેમના રાજ્યમાં હોય ત્યારે), ડેપ્યુટી ચૅરમૅન ઑફ પ્લાનિંગ કમિશન ઑફ ઇન્ડિયા, ભૂતપૂર્વ વડા પ્રધાનો તેમ જ રાજ્યસભા અને લોકસભાની વિરોધી પાર્ટીના નેતાઓનો પણ સમાવેશ થાય છે. જે-તે રાજ્યના મુખ્યમંત્રીઓ તેમના રાજ્યની સીમા બહાર જાય તો ઇમ્પોર્ટન્સની દૃષ્ટિએ તેમનો ક્રમ આઠમો થઈ જાય છે. ગવર્નમેન્ટ ઑફ ઇન્ડિયા દ્વારા તૈયાર કરાયેલા આ પ્રોટોકોલ લિસ્ટ મુજબ જો ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને સચિન તેન્ડુલકર મહારાષ્ટ્રમાં કોઈ રાજકીય ઇવેન્ટમાં આવે તો સચિનનો માનમોભો નરેન્દ્ર મોદી કરતાં વધુ હોય. આ તો ઑફિશ્યલ પ્રોટોકોલ અને સન્માનનીય ક્રમની જ વાત છે, બાકી ભારત રત્નને કોઈ વિશેષ સત્તાઓ કે વિશેષ નાણાકીય ગ્રાન્ટ વગેરે મળતું નથી. કૉન્સ્ટિટ્યુશન મુજબ તેઓ પોતાના નામની આગળ ભારત રત્ન લગાવી શકે નહીં. જો ખિતાબ મેળવનાર ઇચ્છે તો પોતાના પ્રોફાઇલ, લેટરહેડ કે વિઝિટિંગ કાર્ડમાં ભારત રત્ન અવૉર્ડી હોવાનો ઉલ્લેખ જરૂર કરી શકે.

છેક ૧૯૫૪માં ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે સવોર્ચ્ચ નાગરિક સન્માન રૂપે ભારત રત્ન અવૉર્ડની શરૂઆત કરી હતી. ત્યારથી લઈને આજ સુધીમાં ૪૧ વિભૂતિઓને ભારત રત્ન અપાઈ ચૂક્યો છે. પ્રોફેસર સી.એન.આર. રાવ અને સચિન તેન્ડુલકર અનુક્રમે ૪૨મા અને ૪૩મા ભારત રત્ન બનશે. જ્યારે શરૂઆત થઈ ત્યારે માત્ર હયાત વ્યક્તિઓના યોગદાનને સન્માનવા માટે જ આ ખિતાબ આપવાનું ઠરાવાયું હતું. એ કારણોસર એ વખતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને ભારત રત્નનું સન્માન અપાયું નહોતું. અલબત્ત, એ પછી ૧૯૬૬માં નિયમોમાં ફેરફાર કરીને મરણોત્તર સન્માન આપવાનું શરૂ થયું હતું. મરણોપરાંત ભારત રત્નનું સૌથી પહેલું સન્માન ભારતના બીજા વડા પ્રધાન અને સ્વાતંત્ર્યસેનાની લાલ બહાદુર શાસ્ત્રીને ૧૯૬૬માં અપાયું. એ પછી બીજા ૧૨ લોકોને મરણોપરાંત ભારત રત્ન એનાયત થયો. એ છતાં ગાંધીજીને આ ખિતાબ આપવા બાબતે કોઈએ કદી વિવાદ ખડો કર્યો નથી.

ભારત રત્નના નિયમો મુજબ સામાન્ય રીતે આ માટેની પસંદગી ભારતના વડા પ્રધાન કરે છે અને રાષ્ટ્રપતિને નિવેદન કરે છે. દર વર્ષે વધુમાં વધુ ત્રણ ભારત રત્ન ખિતાબો આપી શકાય એવી જોગવાઈ છે. અલબત્ત, અમુક વષોર્માં કોઈનેય આ ખિતાબ ન અપાયું હોય એવુંય બન્યું છે. જુલાઈ ૧૮૭૭થી જાન્યુઆરી ૧૯૮૦ દરમ્યાન જાણે ટેમ્પરરી આ ખિતાબ સસ્પેન્ડ કરી દેવાયો હોય એમ કોઈ ખિતાબ નહોતો અપાયો. એવું જ કંઈક છેલ્લાં પાંચ વર્ષમાં બન્યું હતું. ૨૦૦૮માં પ્રખ્યાત શાસ્ત્રીય ગાયક પંડિત ભીમસેન જોશીને ભારત રત્ન અવૉર્ડ અપાયો એ પછી છેક ૨૦૧૩માં ક્રિકેટર સચિન તેન્ડુલકર અને સાયન્ટિસ્ટ સી.એન.આર. રાવની ભારત રત્ન માટે પસંદગી કરાઈ.

આ અવૉર્ડ તેમને ૨૦૧૪માં આપવામાં આવશે.

પ્રાથમિક નિયમો મુજબ કળા, સાહિત્ય અને વૈજ્ઞાનિક સિદ્ધિઓ થકી દેશની સૌથી ઊંચી સેવા કરવા બદલ ભારત રત્ન આપવાની જોગવાઈ હતી. જોકે ૨૦૧૧માં જાગેલા  જબરજસ્ત વિવાદ પછી આ ક્ષેત્રોમાં રમતગમતના ક્ષેત્રનો સમાવેશ પણ કરવા માટે વ્યાખ્યાને બદલવામાં આવી હતી અને હવે કોઈ પણ ક્ષેત્રે ઉચ્ચત્તમ પફોર્ર્મન્સ આપનારને ભારત રત્ન આપી શકાશે.

વિદેશીઓને પણ અપાયા છે

ભારત રત્ન નામ પરથી એવી ધારણા બંધાય કે આ સન્માન માત્ર ભારતીય નાગરિકોને જ આપવામાં આવતું હશે, પણ એવું નથી. ૧૯૮૭માં પાકિસ્તાનના સ્વાતંત્ર્યસેનાની ખાન અબ્દુલ ગફાર ખાનને અને રંગભેદવિરોધી ચળવળના નેતા નેલ્સન મંડેલાને ૧૯૯૦માં ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા.

ભારત રત્નના વિવાદો

૧૯૯૨માં નેતાજી સુભાષ ચંદ્ર બોઝને મરણોપરાંત ભારત રત્ન એનાયત કરવાનું જાહેર કરવામાં આવ્યું હતું. જોકે મૃત્યુ બાબતે ઘોળાયેલા રહસ્યને પગલે તેમનું મરણ થઈ ચૂક્યું છે કે કેમ એ બાબતે પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન ફાઇલ થઈ હતી. લોકો અને બોઝ પરિવારની લાગણીને જોતાં સરકારે ભારત રત્ન અવૉર્ડ આપવાનું માંડી વાળ્યું હતું.

જ્યારે સ્વાતંત્ર્યસેનાની અને ઇન્ડિયાના પહેલા શિક્ષણમંત્રી અબુલ કલામ આઝાદને ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો ત્યારે તરત જ તેમણે એનો વિરોધ કર્યો હતો અને અવૉર્ડની સિલેક્શન કમિટીમાં હોય તેમને અવૉર્ડ ન મળવો જોઈએ એવી તાકીદ કરી હતી. જોકે ૧૯૯૨માં તેમને મરણોપરાંત ભારત રત્નથી સન્માનવામાં આવ્યા હતા.

યંગેસ્ટ અને એલ્ડેસ્ટ ભારત રત્નો

યંગેસ્ટ ભારત રત્ન - સચિન તેન્ડુલકર (૪૦ વર્ષ)

યંગેસ્ટ મરણોપરાંત ભારત રત્ન - રાજીવ ગાંધી (૪૭ વર્ષ)

એલ્ડેસ્ટ ભારત રત્ન - ધોંડો કેશવ કર્વે (૧૦૦ વર્ષ)

એલ્ડેસ્ટ મરણોપરાંત ભારત રત્ન - સરદાર વલ્લભભાઈ પટેલ (૭૫ વર્ષ)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK